મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર અને શાળાકિય પરીક્ષાઓ માટે શિક્ષકોની શાળામાં જરૂરિયાત અંગે સ્પષ્ટતા બાબત

Join Whatsapp Group Join Now

મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર અને શાળાકિય પરીક્ષાઓ માટે શિક્ષકોની શાળામાં જરૂરિયાત અંગે સ્પષ્ટતા બાબત

મહત્વપૂર્ણ લિંક

પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન કરવા બાબત - માધ્યમિક વિભાગ નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 





https://project303.blogspot.com/2022/04/Madhyasth-mulyankan-paripatra.html

https://project303.blogspot.com/2022/04/Madhyasth-mulyankan-paripatra.html



મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર અને શાળાકિય પરીક્ષાઓ માટે શિક્ષકોની શાળામાં જરૂરિયાત અંગે સ્પષ્ટતા બાબત



 : - મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર અને શાળાકિય પરીક્ષાઓ માટે શિક્ષકોની શાળામાં જરૂરિયાત અંગે સ્પષ્ટતા બાબત . સંદર્ભ : - ગુજરાત રાજય આચાર્ય સંઘનો તા .૦૮ / ૦૪ / ૨૦૨૨ નો પત્ર , શ્રીમાન , ઉપરોકત વિષય અને સંદર્ભદર્શિત પત્ર અન્વયે અત્રેની કચેરીને મળેલ રજૂઆતના અનુસંધાને જણાવવાનું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર દ્વારા માર્ચ -૨૦૨૨ ની યોજાયેલ ધોરણ -૧૦ અને ધોરણ -૧૨ ની જાહેર પરીક્ષાની વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની મૂલ્યાંકન માટેની કામગીરી આગામી તા .૧૧ / ૦૪ / ૨૦૨૨ થી શરૂ થનાર છે તેમજ ધોરણ -૯ અને ધોરણ -૧૧ ની શાળાકિય પરીક્ષાની કામગીરી પણ તા .૧૮ / ૦૪ / ૨૦૨૨ થી શરૂ થનાર છે તેથી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે તેમજ શાળાકિય પરીક્ષા દરમિયાન સ્ટાફની જરૂરિયાત ધ્યાને લેતાં મધ્યસ્થ મૂલ્યાંકન ખાતે પરીક્ષણ અને શાળાકિય પરીક્ષાની કામગીરીમાં સ્ટાફની ઉણપના પ્રશ્નો ઉદ્દભવે નહિ તે માટે દરેક શાળાઓએ નીચે મુજબની સુચનાઓનું અમલીકરણ કરવાનું રહેશે . ( ૧ ) શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક : બમશ - ૧૦૧૪-૧૪૦ - ગ , તા .૨૦ / ૧૨ / ૨૦૨૧ ની જોગવાઈ ધ્યાને લઈને શાળાકિય સ્ટાફમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રવાસી શિક્ષકની તેમજ વહીવટી સ્ટાફની સંખ્યા સહિતની કુલ સંખ્યા ધ્યાને લેવાની રહેશે . ઉક્ત ઠરાવની જોગવાઈ આધારે શાળાકિય પરીક્ષાની કામગીરીમાં મુશ્કેલી ના પડે તે માટે પ્રવાસી શિક્ષક , વહીવટી સ્ટાફ સહિતના સ્ટાફને શાળાકિય કામગીરી માટે રાખવાના રહેશે . ( ૨ ) માર્ચ -૨૦૨૨ ની પરીક્ષાની ઉત્તરવહી મૂલ્યાંકન માટેના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો તા .૧૧ / ૦૪ / ૨૦૨૨ થી શરૂ થાય છે જેની મધ્યસ્થ મૂલ્યાંકન માટે શાળાના શિક્ષકોને મોકલવાના રહેશે . BHISH પરીક્ષા -2002 અંગે સુચના 10-09-2017 % 9FT CY શાળાકિય પરીક્ષાઓ માટે શાળાઓમાં શિક્ષકોની જરૂરિયાત બાબત  


( ૩ ) જે શાળામાં વિષય શિક્ષકોની સંખ્યા એક કરતાં વધુ હોય તો જે તે મધ્યસ્થ માટે નિમણૂંક પામનાર વિષય શિક્ષક પૈકી શાળાની જરૂરિયાત મુજબ વિષય શિક્ષકને મધ્યસ્થ કામગીરી માટે છૂટા કરવા . ( દા.ત. ગણિત / વિજ્ઞાનનાં ૦૨ શિક્ષક શાળામાં ઉપલબ્ધ હોય તો ૦૧ શિક્ષકને ઉત્તરવહી પરીક્ષણ માટે મોકલવા અને ૦૧ શિક્ષકને શાળાકિય પરીક્ષામાં રોકવા ) ( ૪ ) માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે શાળાકિય વહીવટી કામગીરી માટે બંને વિભાગને ધ્યાનમાં લઈને સંતુલિત સ્ટાફને મુક્ત કરવો કે શાળામાં રાખવાનો રહેશે . ( ૫ ) શાળાકિય પરીક્ષાનો સમય અને મધ્યસ્થ મૂલ્યાંકન કામગીરીનો સમય જુદો જુદો હોઈ કોઈ શિક્ષક શાળાકિય કામગીરી અને મૂલ્યાંકન કામગીરી બંને કરવા સંમત હોય તો તેવા કિસ્સામાં શિક્ષકોને બંને કામગીરી માટે અનુકૂળતા હોય તો બંને કામગીરી માટે છૂટ આપવી . ( દા.ત. શાળાકિય પરીક્ષાનો સમય સવાર પાળીનો હોય છે અને પરીક્ષણ કાર્યનો સમય બપોર પાળીનો હોય છે અને મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર અને શાળા વચ્ચેનું અંતર ઓછુ હોય ) ( ૬ ) શાળા દ્વારા મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરીમાં મોકલવામાં આવેલ શિક્ષકોની કામગીરી તા .૧૧ / ૦૪ / ૨૦૨૨ થી તા .૧૭ / ૦૪ / ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થાય તેમ ન હોય અને ઉપરના ક્રમ ૦૧ થી ૦૫ મુજબ શાળા પાસે સ્ટાફની જરૂરિયાત માટે મૂલ્યાંકન કામગીરીમાં રોકાયેલા શિક્ષકને છૂટા કરવાના થાય તેવા સંજોગોમાં શાળાના આચાર્યની રજૂઆત ધ્યાને લઈને મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના નિયામકશ્રીએ વિવેકપૂર્વક નિર્ણય કરવાનો રહેશે . ( ૭ ) જે શિક્ષકોને પરીક્ષણ કાર્ય માટે મોકલવાના થતા નથી તેની વિગત સંબંધિત શાળાના આચાર્યશ્રીએ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના નિયામકશ્રીને જિલ્લા શિક્ષણાધિકારી અને બોર્ડના જે તે વિભાગના નાયબ નિયામક પરીક્ષાની જાણ હેઠળ લેખિતમાં જાણ કરવાની રહેશે . ( ૮ ) આ ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાને લઈને મધ્યસ્થ મૂલ્યાંકનની મહત્વની કામગીરીને વિપરીત અસર ન થાય તે જોવાની સૌ આચાર્ય મિત્રોને વિનંતિ . 


મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર અને શાળાકિય પરીક્ષાઓ માટે શિક્ષકોની શાળામાં જરૂરિયાત અંગે સ્પષ્ટતા બાબત

મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર અને શાળાકિય પરીક્ષાઓ માટે શિક્ષકોની શાળામાં જરૂરિયાત અંગે સ્પષ્ટતા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR