પ્રાથમિક શિક્ષક બદલી પરિપત્ર તારીખ ૦૧/૦૪/૨૦૨૨ ના મુખ્ય અંશો

Join Whatsapp Group Join Now

 પ્રાથમિક શિક્ષક બદલી પરિપત્ર તારીખ ૦૧/૦૪/૨૦૨૨ ના મુખ્ય અંશો

https://project303.blogspot.com/2022/04/Badali-niyamo-1-4-2022-mukhya-mudda.html



પ્રાથમિક શિક્ષક બદલી પરિપત્ર તારીખ ૦૧/૦૪/૨૦૨૨ ના મુખ્ય અંશો



 શિક્ષક મહેકમ માટેની વિદ્યાર્થી સંખ્યા ૩૦ જૂન ગણાશે, ( પહેલા ૩૧ ઓગસ્ટ હતી.

ધોરણ ૬ થી ૮ માં વિકલ્પ માટે TET-2 પરીક્ષા અને ૩ વર્ષની શાળા સિનીયોરીટી લંબાઈ અનિવાર્ય, વિકલ્પને બદલી ગણીને વિકલ્પ સ્વીકાર્યા બાદની બદલી માટે વિકલ્પના હુકમને ધ્યાને લઈને સીનીયોરીટી નક્કી કરાશે, જેમાં ૩ વર્ષની શાળા સિનીયોરીટી લંબાઈ અનિવાર્ય.

( અગાઉ TET-2 પરીક્ષા ફરજીયાત ન હતી,બદલી માટે અગાઉની જે શાળામાંથી વિકલ્પ સ્વિકાર્યો હોય તે શાળામાંથી સિનીયોરીટી ગણાતી હતી.)


 જિલ્લા આંતરિક અને જિલ્લાફેર અરસપરસમાં વતનની જોગવાઈ દૂર કરાઈ.અગાઉ વિકલ્પ અસ્વિકાર કરનાર અરજી કરી શકશે.(અગાઉ બદલી બંને શિક્ષકો ના સેવાપોથીમાં નોંધાયેલ જિલ્લામાં જ બદલી થઈ શકતી હતી, ફરીથી વિકલ્પ અરજી કરી શકાતી ન હતી)

 ૧૦ વર્ષના બોન્ડવાળા જિલ્લાના શિક્ષકો ૫ વર્ષે બદલી કરાવી શકશે, જેમાં જે શિક્ષક બદલી કરાવીને બોન્ડવાળા જિલ્લામાં જાય, ત્યાં બદલીથી આવેલ શિક્ષકે બાકીના પાંચ વર્ષ બદલી કરી શકશે નહીં, અને તે બાબતનું લેખિત બોન્ડ આપવું પડશે, ચાલુ વર્ષે ઓનલાઈન અરજી ડિસેમ્બર ૨૦૨૨માં કરી શકશે. (અગાઉ ૧૦ વર્ષ સુધી બદલી થઈ શકતી ન હતી).

શાળા મર્જ થાય તો જે શાળામાંંથી આવ્યા હોય તે શાળા તે શાળાની દાખલ તારીખને ધ્યાને લેેવાશે.

 જિલ્લા વિભાજનના કિસ્સામાં જ્યાં સુધી પ્રતિક્ષાયાદી પૂર્ણ ન થાય ત્યાં સુધી જિલ્લાફેરથી જગ્યા ભરાશે નહિં. (અગાઉ કોઈ ચોક્ક્સ જોગવાઈ ન હતી)

 સીઆરસી/બીઆરસી બદલીમાં પ્રતિનિયુક્તિ પૂર્ણ કરનારને મૂળ શાળાની દાખલ તારીખથી સિનીયોરીટી, જ્યારે રાજીનામું/પ્રતિનિયુક્તિ રદ કિસ્સામાં નવી શાળાની દાખલ તારીખથી સિનીયોરીટી

જિલ્લાફેર બદલીમાં જે મહિનામાં બદલી કેમ્પ યોજાય, તે મહિનાની પહેલી તારીખે ખાલી પડેલ તમામ જગ્યાઓ જિલ્લાફેરથી ભરીશે.(અગાઉ ૪૦% જગ્યા જ જિલ્લાફેરથી ભરાતી હતી.

 દંપતિ કિસ્સામાં પ્રતિનિયુક્તિ કિસ્સામાં પાંચ વર્ષ પૂર્ણ કરેલ શિક્ષકની માંગણી બદલીવાળા જિલ્લામાં પ્રતિનિયુક્તિ આપવામાં આવશે,જેમાં શિક્ષકને  નિવૃત્તિના બે વર્ષ અગાઉ મૂળ જિલ્લામાં પરત લાવવાના રહેશે.

 જીલ્લાફેર બદલીની અરજીઓની પ્રતિક્ષા યાદી દરેક જિલ્લાએ બનાવવાની રહેશે અને જે  જિલ્લાની પ્રતિક્ષાયાદી પૂર્ણ થશે તેની જાણ નિયામકશ્રીને કરવાની રહેશે અને ત્યારબાદ ઓનલાઇન માધ્યમથી જિલ્લા ફેર અરજીઓ રહેશે, જેમાં શિક્ષકોએ નિયત સમયમાં ઓનલાઈન ૩ જિલ્લા પસંદ કરવાના રહેશે.

જે જિલ્લામાં પ્રતિક્ષા યાદી છે તેવા જિલ્લામાં અરજી સ્વીકારવામાં આવશે નહીં.



પ્રાથમિક શિક્ષક બદલી પરિપત્ર તારીખ ૦૧/૦૪/૨૦૨૨ ના મુખ્ય અંશો



પ્રાથમિક શિક્ષક બદલી પરિપત્ર તારીખ ૦૧/૦૪/૨૦૨૨ ના મુખ્ય અંશો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR