સાતમાં રાજ્યકક્ષાના ઇનોવેશન ફેસ્ટીલ ૨૦૨૧-૨૨ ના આયોજન બાબત
સાતમાં રાજ્યકક્ષાના ઇનોવેશન ફેસ્ટીલ ૨૦૨૧-૨૨ ના આયોજન બાબત
સાતમાં રાજ્યકક્ષાના ઇનોવેશન ફેસ્ટીલ ૨૦૨૧-૨૨ ના આયોજન બાબત શ્રીમાન , ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાજ્યકક્ષાના ઇનોવેશન ફેસ્ટીલ ૨૦૨૦-૨૧ નું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન , ઇડર ખાતે નીચેની વિગતે કરવામાં આવેલ છે . તારીખ- ૧૩ થી ૧૫ માર્ચ ૨૦૨૨ ૨ જીસ્ટ્રેશન તારીખ ૧૩ માર્ચના રોજ સાંજે ૧૬.૦૦ કલાકે સ્થળઃ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન , ઇડર , લાલોડા રોડ , ઇડર , જિ . સાબરકાંઠા સંપર્ક નંબર – 9998421618 નિશાદ ઓઝા , સિનિયર લેકચરર સાતમાં રાજય કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલના આયોજન , પ્રદર્શન અને મુલાકાત માટે નીચે જણાવેલ સૂચનાઓનો અમલ દરેક જિલ્લાએ કરવાનો રહેશે . ઇનોવેશન સેલના કન્વિનરે ( DIC CO . ) અને KRP એ તારીખ ૧૨ માર્ચના રોજ સવારે ૧૦.૦૦ કલાકે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે . * દરેક જિલ્લાએ યજમાન ડાયટને ઉપસ્થિત રહેનાર કૃતિની સંખ્યા ( ઇનોવેટરની સંખ્યા ) , તથા સ્ત્રી - પુરૂષની સંખ્યા વગેરે વિગતો તારીખ ૮/૦૩/૨૦૨૨ સુધીમાં મોકલવાની રહેશે . • રાજયકક્ષાએ ભાગ લેનાર ઇનોવેટીવ શિક્ષકોનું રજિસ્ટ્રેશન , ટીએ - ડીએ , હાજરીનું પ્રમાણપત્ર આપવા અંગેની સંકલનની કામગીરી ડાયેટ ઇડરે કરવાની રહેશે . ઇનોવેશન સેલના કન્વિનરે ( DIC CO . ) પોતાના જિલ્લામાંથી રાજય કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલમાં મુલાકાત માટે આવનાર ઇનોવેટરનું અને માધ્યમિક શાળાના આચાર્યનુ રજિસ્ટ્રેશન , ટીએ - ડીએ , હાજરીનું પ્રમાણપત્ર આપવા અંગેની કામગીરી કરવાની રહેશે .
ઇનોવેટીવ શિક્ષકોએ પોતાનું ફ્લેક્ષ બેનર , ઇનોવેશન સંબંધિત તમામ ડોક્યુમેન્ટ તથા પ્રદર્શન માટે જરૂરી સાધન - સામગ્રી ( ઇ મટિરીયલ સહિત ) લઇને અચૂક આવવાનું રહેશે . આ બાબતની સૂચના દરેક ડાયેટે પોતાના જિલ્લાના ભાગ લેનાર શિક્ષકોને આપવાની રહેશે . . રાજય કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલમાં ભાગ લેનાર તમામને તેમનું આઇકાર્ડ , બેંકનું નામ , બેંક એકાઉન્ટ નંબર , IFSC કોડ વગેરે અચૂક લઇને આવવા જિલ્લા કક્ષાએથી સૂચના આપવી . • ઉપરોક્ત આયોજન અનુસાર તમામ ઉપસ્થિત રહે તે માટે ડાયેટે જરૂરી સંકલન કરવાનું રહેશે . DIC CO . એ આ અંગેનું રિપોર્ટીંગ ડાયેટ ઇડરને ઇમેલથી તથા ફોન દ્વારા કરવાનું રહેશે .
સાતમાં રાજ્યકક્ષાના ઇનોવેશન ફેસ્ટીલ ૨૦૨૧-૨૨ ના આયોજન બાબત