સ્વસ્થ બાલક - બાલીકા સ્પર્ધાનું આયોજન કરવા બાબત .
સ્વસ્થ બાલક - બાલીકા સ્પર્ધાનું આયોજન કરવા બાબત .
સ્વસ્થ બાલક - બાલીકા સ્પર્ધાનું આયોજન કરવા બાબત . સંદર્ભઃ- ( ૧ ) કમિશ્નરશ્રી , મહિલા અને બાળ વિકાસ કચેરી , ગાંધીનગરનો પત્ર ક્રમાંકઃ- આઇસીડીએસ / પોષણ અભિયાન ૧૩૮૮૫-૮૭ / ૨૨ તા . ૧૧/૦૩/૨૦૨૨ ( ૨ ) અત્રેની કચેરીનો પત્ર ક્રમાંકઃ- પ્રાશિનિ ઇ -૨ / સંકલન ૨૦૨૨ / ૧૦૪-૯૦ તા . ૦૧ / ૦૧ / ર ૦ રર ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે , દેશમાં બાળકોના આરોગ્ય અને પોષણની સ્થિતિ સુધારવા સમુદાયની સહભાગીતા માટે મહિલા અને બાળ વિકાસ દ્વારા તા . ૦૮ થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૨ સુધી આરોગ્ય અને પોષણના મુદ્દાઓ બાબતે “ સ્વસ્થ બાલક - બાલીકા સ્પર્ધા " નું આયોજન કરવામાં આવેલ હતું . COVID - 19 ની પરિસ્થિતિને ધ્યાને લઇ ભારત સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘ ‘ સ્વસ્થ બાલક - બાલીકા સ્પર્ધા " મુલતવી રાખવામાં આવેલ હતી . ભારત સારકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના તા . ૦૪/૧૨/૨૦૨૨ ના પત્રથી તા . ૨૧ થી ૨૭ માર્ચ ૨૦૨૨ દરમ્યાન સમગ્ર દેશમાં " સ્વસ્થ બાલક - બાલીકા સ્પર્ધા નું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે . જેમાં ૦ થી ૬ વર્ષની વયજુથના તમામ બાળકો ઊંચાઈ અને વજન માપવા પર ભાર મૂકવામાં આવેલ છે . જે અન્વયે “ સ્વસ્થ બાલક - બાલીકા સ્પર્ધા " સ્પર્ધાનું આયોજન સફળતા પૂર્વક કરી તેનું મોનિટરીંગ કરવા માટે કમિશ્નરશ્રી , મહિલા અને બાળ વિકાસ કચેરી , ગાંધીનગરના તા . ૦૮/૧૨/૨૦૨૧ ના પત્રથી જે તે જિલ્લાના નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીને નોડલ ઓફિસરશ્રી તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે . તારીખ ૨૧ થી ૨૭ માર્ચ ૨૦૨૨ દરમ્યાન યોજાનાર આ સ્પર્ધાના આયોજન તૈયારી અને અમલીકરણને સરળ બનાવવા માટે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા પણ તૈયાર કરવામાં આવેલ છે . આ માર્ગદર્શિકા મુજબ રાજ્યના ગ્રામિણ અને શહેરી વિસ્તારોમાં ૦ થી ૬ વર્ષની વયજૂથના તમામ બાળકોના વજન અને ઊંચાઇનું માપન વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવનાર છે . આંગણવાડી કેન્દ્ર દ્વારા આવરી લેવામાં આવતા ભૌગોલિક વિસ્તારમાં આંગણવાડી કાર્યકર દ્વારા બાળકોના ઉંચાઇ અને વજન કરવામાં આવે તે વાતને પ્રાધાન્ય આપવામાં આવેલ છે . આંગણવાડી કાર્યકર ઉપરાંત એનજીઓ , લાયન્સ ક્લબ , રોટરી ક્લબ , રેસિડેન્શિયલ વેલ્ફેર એસોસીએશન , ઈન્ડિયન મેડિકલ એસોસિએશન , પેડિયાટ્રિક એસોસિએશન , એમ્પ્લોયર્સ એસોસિએશન , શાળાના શિક્ષકો , યુથ ક્લબ વગેરે પણ બાળકોના ઉંચાઇ અને વજનના માપનનું કાર્ય કરી શકે છે . ઉપરાંત આંગણવાડી કાર્યકર સિવાય જે એજન્સી આ સ્પર્ધા અંતર્ગત બાળકોના ઉંચાઇ અને વજનના માપનની કામગીરીમાં સહભાગી થવા માંગતા હોય તેઓની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા . ૦૭ માર્ચ ૨૦૨૨ થી પોષણ ટ્રેકર એપ્લિકેશન પર સ્વસ્થ બાલક બાલિકા " સ્પર્ધાના ઓનલાઈન મોડ્યુલમાં નોંધણી ( રજીસ્ટ્રેશન ) કરાવવાની રહે છે .
માન , પ્રધાનમંત્રીશ્રીના સુપોષિત ભારતના સ્વપ્નને ચરિતાર્થ કરવા " સ્વસ્થ બાલક બાલિકા " સ્પર્ધા અંતર્ગત આપના કાર્યક્ષેત્ર હેઠળના ૦ થી ૬ વર્ષના તમામ બાળકોને ગ્રોથ મોનિટરીંગમાં આવરી લેવામાં આવે તે મુજબની જરૂરી કાર્યવાહી કરવા તથા નોડલ ઓફિસર્સના સંકલનમાં રહી આ કાર્યમાં સહભાગી થવા તથા જિલ્લા અને તાલુકા કક્ષાની આરોગ્યની કચેરીઓના તમામ ગ્રોથ મોનિટરીંગ સાધનો જેવા કે , વજનકાંટા અને ઊંચાઈ માપવાના સાધનોનો ઉપયોગ કરવાના રહેશે . એનજીઓ . લાયન્સ ક્લબ , રોટરી ક્લબ . રેસિડેનિયલ વેલ્ફેર એસોસીએશન , ઈન્ડિયન મેડિકલ એસોસિએશન , પેડિયાટ્રિક એસોસિએશન , એમ્પ્લોયર્સ એસોસિએશન , શાળાના શિક્ષકો , યુથ ક્લબ વગેરેને પણ જિલ્લા કક્ષાએ નોડલ ઓફિસર્સના સંકલનમાં રહી આ કાર્યમાં સહભાગી થવા આપની કક્ષાએથી તાત્કાલિક જરૂરી નિયમાનુસારની કાર્યવાહી કરવા તથા આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓને આ અંગે જરૂરી સૂચના આપવા આથી જણાવવામાં આવે છે .
૨૦૨૨ માન સોદી દેશમાં બાળકોમાં આરોગ્ય અને પોષણની સ્થિતિ સુધારવા સમુદાયની સહભાગીતા માટે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તા .26 નવેમ્બર , તા 10 ડિસેમ્બર અને તા . 14 ડિસેમ્બર 2021 ના પત્રોના સંદર્ભથી “ સ્વસ્થ બાલક બાલિકા " સ્પર્ધાનું આયોજન તારીખ ૮ જાન્યુઆરી થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૨ દરમ્યાન સમગ્ર ભારતમાં કરવામાં આવેલ હતું , જે કોવિડ- 19 ની જે - તે સમયની પ્રતિકુળ પરિસ્થિતિને ધ્યાને લઇ ભારત સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના તા .31 / 12 / 2021 ના પત્રથી મુલતવી રાખવામાં આવેલ . ભારત સારકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના તા .04 / 12 / 2022 ના પત્રથી તા .21 થી 27 માર્ચ 2022 દરમ્યાન સમગ્ર દેશમાં “ સ્વસ્થ બાલક બાલિકા સ્પર્ધા " નું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે . જેમાં 0 થી 5 વર્ષની વયજુથના તમામ બાળકો ઊંચાઈ અને વજન માપવા પર ભાર મૂકવામાં આવેલ છે . જે અન્વયે “ સ્વસ્થ બાલક બાલિકા " સ્પર્ધાનું આયોજન સફળતા પૂર્વક કરી તેનું મોનિટરીંગ કરવા માટે અત્રેની કચેરીના તા .08 / 12 / 2021 ના પત્રથી જે તે જિલ્લાના નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીને નોડલ ઓફિસરશ્રી તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે . તારીખ 21 થી 27 માર્ચ ૨૦૨૨ દરમ્યાન યોજાનાર આ સ્પર્ધાના આયોજન , તૈયારી અને અમલીકરણને સરળ બનાવવા માટે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા પણ તૈયાર કરવામાં આવેલ છે . આ માર્ગદર્શિકા મુજબ રાજ્યના ગ્રામિણ અને શહેરી વિસ્તારોમાં 0 થી 6 વર્ષની વય જુથના તમામ બાળકોના વજન અને ઊંચાઇનું માપન વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવનાર છે . આંગણવાડી કેન્દ્ર દ્વારા આવરી લેવામાં આવતા ભૌગોલિક વિસ્તારમાં આંગણવાડી કાર્યકર દ્વારા બાળકોના ઉંચાઇ અને વજન કરવામાં આવે તે વાતને પ્રાધાન્ય આપવામાં આવેલ છે . આંગણવાડી કાર્યકર ઉપરાંત એનજીઓ , લાયન્સ ક્લબ , રોટરી ક્લબ , રેસિડેન્શિયલ વેલ્ફેર એસોસીએશન , ઈન્ડિયન મેડિકલ એસોસિએશન , પેડિયાટ્રિક એસોસિએશન , એમ્પ્લોયર્સ એસોસિએશન , શાળાના શિક્ષકો , યુથ ક્લબ વગેરે પણ બાળકોના ઉંચાઇ અને વજનના માપનનું કાર્ય કરી શકે છે . નિયમિત ઉપરાંત આંગણવાડી કાર્યકર સિવાય જે એજન્સી આ સ્પર્ધા અંતર્ગત બાળકોના ઉંચાઇ અને વજનના માપનની કામગીરીમાં સહભાગી થવા માંગતા હોય તેઓની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા .07 માર્ચ 2022 થી પોષણ ટ્રેકર એપ્લિકેશન પર “ સ્વસ્થ બાલક બાલિકા " સ્પર્ધાના ઓનલાઈન મોડ્યુલમાં નોંધણી ( રજીસ્ટ્રેશન ) કરાવવાની રહે છે . ( જો અગાઉ નોંધણી ન થયેલ હોય તો . ) IST માન.પ્રધાનમંત્રીશ્રીના સુપૌષિત ભારતના સ્વપ્નને ચરિતાર્થ કરવા “ સ્વસ્થ બાલક બાલિકા ” સ્પર્ધા અંતર્ગત આપશ્રીના કાર્યક્ષેત્ર હેઠળના 0 થી 6 વર્ષના તમામ બાળકોને ગ્રોથ મોનિટરીંગમાં આવરી લેવામાં આવે તે મુજબની જરૂરી કાર્યવાહી કરવા તથા આપના તાબા હેઠળના રાજ્ય તથા જીલ્લા કક્ષાના '
અધિકારીશ્રી / કર્મચારીશ્રીઓને નોડલ ઓફિસર્સના સંકલનમાં રહી આ કાર્યમાં સહભાગી થવા તથા જિલ્લા અને તાલુકા કક્ષાની આરોગ્યની કચેરીઓના તમામ ગ્રોથ મોનિટરીંગ સાધનો જેવા કે , વજનકાંટા અને ઊંચાઈ માપવાના સાધનોનો ઉપયોગ કરવાની જરૂરી સુચના આપવાની સાથે આપના વિભાગ સાથે સંકળાયેલ વિવિધ એનજીઓ , લાયન્સ ક્લબ , રોટરી ક્લબ , રેસિડેન્શિયલ વેલ્ફેર એસોસીએશન , ઈન્ડિયન મેડિકલ એસોસિએશન , પેડિયાટ્રિક એસોસિએશન , એમ્પ્લોયર્સ એસોસિએશન , શાળાના શિક્ષકો , યુથ ક્લબ વગેરેને પણ જીલ્લા કક્ષાએ નોડલ ઓફિસર્સના સંકલનમાં રહી આ કાર્યમાં સહભાગી થાય તે માટે અનુરોધ કરવા વિનંતી છે .
સ્વસ્થ બાલક - બાલીકા
સ્વસ્થ બાલક - બાલીકા સ્પર્ધાનું આયોજન કરવા બાબત .