મકાન મરામત / વિસ્તરણ માટેની પેશગીની મહત્તમ મર્યાદામાં ફેરફાર કરવા બાબત

Join Whatsapp Group Join Now

મકાન મરામત / વિસ્તરણ માટેની પેશગીની મહત્તમ મર્યાદામાં ફેરફાર કરવા બાબત



મકાન મરામત / વિસ્તરણ માટેની પેશગીની મહત્તમ મર્યાદામાં ફેરફાર કરવા બાબત


https://project303.blogspot.com/2022/01/parpatra-makan-maramat-peshagi.html

https://project303.blogspot.com/2022/01/parpatra-makan-maramat-peshagi.html





મકાન મરામત / વિસ્તરણ માટેની પેશગીની મહત્તમ મર્યાદામાં ફેરફાર કરવા બાબત . ગુજરાત સરકાર નાણા વિભાગ સચિવાલય , ગાંધીનગર ઠરાવ ક્રમાંકઃ- મબપ / ૧૦૨૦૧૮ / ૪૬૪ / ૪ તા . ૧૦/૦૧/૨૦૨૨ વંચાણે લીધા : ૧. નાણા વિભાગનો ઠરાવ ક્ર .: ધબપ / ૧૦૯૮ / ૫૮૧ / ઝ .૧ , તા .૧૩ / ૧૦ / ૧૯૯૮ ૨. નાણા વિભાગનો ઠરાવ ક્ર .: ધબપ / ૨૦૦૦ / ૮૦ / ૩ / ઝ .૧ , તા .૩૧ / ૦૩ / ૨૦૦૦ ૩. નાણા વિભાગનો ઠરાવ ક્ર .: ધબપ / ૧૦૯૮ / જી.ઓ.આઇ. / ૧ / ૪.૧ , તા .૧૭ / ૦૬ / ૨૦૦૦ ૪. નાણા વિભાગનો ઠરાવ ક્ર .: ધબપ / ૧૦૨૦૧૫ / ૧૧૮૩ / ૪ , તા .૦૧ / ૦૪ / ૨૦૧૫ ઠરાવ : નાણા વિભાગના વંચાણે લીધેલ ક્રમ ( ૪ ) પરના તા .૦૧ / ૦૪ / ૨૦૧૫ ના ઠરાવથી મકાનમાં અસાધારણ મરામત / વિસ્તરણ માટે ૪૦ ( ચાલીસ ) માસિક પગાર અથવા રૂ .૨,૦૦,૦૦૦ / - ( બે લાખ ) ( જે ઓછી રકમ હોય તે ) ની રકમની પેશગી મંજૂર કરવામાં આવેલ હતી . મકાન મરામત માટેની પેશગીની રકમની મર્યાદા વધારવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી . પુખ્ત વિચારણાને અંતે મકાનમાં અસાધારણ મરામત / વિસ્તરણ માટેની પેશગી અંગે નીચેની સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવે છે . ૧. વંચાણે લીધેલ ક્રમ ( ૪ ) પરના તા .૦૧ / ૦૪ / ૨૦૧૫ ના ઠરાવથી નિયત થયેલ રૂ .૨,૦૦,૦૦૦ / ( રૂપિયા બે લાખ ) ની મર્યાદામાં વધારો કરીને , સાતમા પગાર પંચના ૩૪ ( ચોત્રીસ ) માસિક મૂળ પગાર અથવા મરામત / વિસ્તરણનો ખરેખર થનાર ખર્ચ અથવા રૂ .૧૦,૦૦,૦૦૦ / - ( રૂપિયા દસ લાખ ) ( આ પૈકી જે રકમ ઓછી હોય તે ) મંજૂર કરવાનું નિયત કરવામાં આવે છે . ૨. વંચાણે લીધેલ ક્રમ ( ૨ ) પરના તા .૩૧ / ૩ / ૨૦૦૦ ના ઠરાવથી મકાન મરામત / વિસ્તરણ માટેની પેશગીની મુદલની વસૂલાત ૯૬ માસિક હપ્તાથી વધુ નહિ અને વ્યાજની વસૂલાત ૨૪ માસિક હપ્તાથી વધુ નહિ તે મુજબ કરવા ઠરાવવામાં આવેલ છે . તેના સ્થાને આ પેશગીની મુદલની વસૂલાત ૭૨ માસિક હપ્તાથી વધુ નહિ અને વ્યાજની વસૂલાત ૨૪ માસિક હપ્તાથી વધુ નહિ તે મુજબ કરવા નિયત કરવામાં આવે છે . ૩. મકાનમાં અસાધારણ મરામત / વિસ્તરણ માટેની પેશગી માટે વાર્ષિક વ્યાજદર ૭.૯ % નિયત કરવામાં આવે છે . વંચાણે લીધેલ ક્રમ ( ૧ ) પરના તા .૧૩ / ૧૦ / ૧૯૯૮ ના ઠરાવથી અવસાન પામેલ સરકારી 


કર્મચારીઓની મકાન પેશગીની બાકી વસૂલાત માંડવાળ કરવા માટે વધારાના વ્યાજનો દર ૦.૫ % નિયત કરવામાં આવેલ હતો . તેના સ્થાને માંડવાળ કરવા માટે વધારાના વ્યાજનો દર ૦.૨૫ % નિયત કરવામાં આવે છે . ૪. મકાનમાં અસાધારણ મરામત / વિસ્તરણ માટેની પેશગી સમગ્ર સેવાકાળ દરમિયાન ફક્ત એક જ વખત મળવાપાત્ર થશે . જે કર્મચારીઓએ અગાઉ મકાન બાંધકામ પેશગી લીધી હોય અને તેની સંપૂર્ણ વસૂલાત થઇ ગઇ હોય તેવા કિસ્સાઓમાં પણ એક વખત આ પેશગી મળવાપાત્ર થશે . વંચાણે લીધેલ ક્રમ ( ૨ ) પરના ઠરાવની અન્ય શરતો યથાવત રહેશે . આ ઠરાવ પ્રસિધ્ધ થયા તારીખે જે કેસમાં પેશગી મંજૂર કરવાની બાકી હોય તેવા કેસમાં આ ઠરાવ મુજબ નિર્ણય લેવાનો રહેશે . જે કેસમાં પેશગી મંજૂર કરવાના હુકમો કરવામાં આવેલ હોય તેવા કેસની પુન : વિચારણા કરવાની રહેશે નહિ . 


મકાન મરામત / વિસ્તરણ માટેની પેશગીની મહત્તમ મર્યાદામાં ફેરફાર કરવા બાબત

મકાન મરામત / વિસ્તરણ માટેની પેશગીની મહત્તમ મર્યાદામાં ફેરફાર કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR