સરકારી કર્મચારીઓને મળવાપાત્ર મકાન બાંધકામ પેશગીના નિયમો , પેશગી પરનો વ્યાજદર તથા મળવાપાત્ર રકમમાં સુધારો કરવા બાબત

Join Whatsapp Group Join Now

 સરકારી કર્મચારીઓને મળવાપાત્ર મકાન બાંધકામ પેશગીના નિયમો , પેશગી પરનો વ્યાજદર તથા મળવાપાત્ર રકમમાં સુધારો કરવા બાબત 


સરકારી કર્મચારીઓને મળવાપાત્ર મકાન બાંધકામ પેશગીના નિયમો , પેશગી પરનો વ્યાજદર તથા મળવાપાત્ર રકમમાં સુધારો કરવા બાબત 

https://project303.blogspot.com/2022/01/Makan-maramat-peshagi-rakam-paripatra.html

https://project303.blogspot.com/2022/01/Makan-maramat-peshagi-rakam-paripatra.html

https://project303.blogspot.com/2022/01/Makan-maramat-peshagi-rakam-paripatra.html



સરકારી કર્મચારીઓને મળવાપાત્ર મકાન બાંધકામ પેશગીના નિયમો , પેશગી પરનો વ્યાજદર તથા મળવાપાત્ર રકમમાં સુધારો કરવા બાબત 


' ' સરકારી કર્મચારીઓને મળવાપાત્ર મકાન બાંધકામ પેશગીના નિયમો , પેશગી પરનો વ્યાજદર તથા મળવાપાત્ર રકમમાં સુધારો કરવા બાબત . ગુજરાત સરકાર નાણા વિભાગ સચિવાલય , ગાંધીનગર ઠરાવ ક્રમાંક : મબપ / ૧૦૨૦૧૮ / ૪૬૪ / ૪ તા . ૧૦/૦૧/૨૦૨૨ વંચાણે લીધા : ૧. નાણા વિભાગનો ઠરાવ ક્ર . : ધબપ / ૧૦૯૮ / ૫૮૧ / ઝ .૧ , તા .૧૩ / ૧૦ / ૧૯૯૮ ૨. નાણા વિભાગનો ઠરાવ ક્ર . : ધબપ / ૨૦૦૦ / ૮૦ / ૩ / ઝ .૧ , તા .૩૧ / ૦૩ / ૨૦૦૦ ૩. નાણા વિભાગનો ઠરાવ ક્ર . : ધબપ / ૧૦૦૫ / ૨૧૬ ( ૨ ) / ઝ , તા .૦૧ / ૦૮ / ૨૦૦૫ ૪. નાણા વિભાગનો ઠરાવ ક્ર . : ધબપ / ૧૦૨૦૧૫ / ૧૧૮૩ / ૪ , તા .૦૧ / ૦૪ / ૨૦૧૫ ૫. નાણા વિભાગનો ઠરાવ ક્ર .: ધબપ / ૨૦૦૯ / ૫૫૯ / ઝ , તા .૨૮ / ૦૪ / ૨૦૧૫ ૬. નાણા વિભાગનો ઠરાવ ક્ર . : ખરચ / ૨૦૦૨ / ૫૭ / પાર્ટ -૨ / ઝ .૧ , તા .૧૮ / ૦૧ / ૨૦૧૭ ઠરાવઃ નાણા વિભાગના વંચાણે લીધેલ ક્રમ ( ૨ ) પરના તા . ૩૧/૩/૨૦૦૦ ના ઠરાવથી સરકારી કર્મચારીઓને મળવાપાત્ર મકાન બાંધકામ પેશગીના નિયમો સંકલિત કરી પ્રસિધ્ધ કરવામાં આવેલ હતા . ત્યાર બાદ વંચાણે લીધેલ ક્રમ ( ૪ ) પરના તા .૧ / ૪ / ૨૦૧૫ ના ઠરાવથી છઠ્ઠા પગારપંચને અનુલક્ષીને મકાન બાંધકામ પેશગીની મળવાપાત્ર મહત્તમ રકમ રૂ . ૧૫,૦૦,૦૦૦ / - ( રૂપિયા પંદર લાખ ) નિયત કરવામાં આવેલ હતી . તેમજ વંચાણે લીધેલ ક્રમ ( ૫ ) પરના તા .૨૮ / ૦૪ / ૨૦૧૫ ના ઠરાવથી મકાન બાંધકામ પેશગી માટેના વ્યાજદર નિયત કરવામાં આવેલ હતા . સાતમા પગારપંચના નવા પગારધોરણો ધ્યાને લઇ સરકારી કર્મચારીઓને મળવાપાત્ર મકાન બાંધકામ પેશગીની રકમ તથા તેના ઉપરના વ્યાજદરમાં સુધારો કરવા તથા મકાન બાંધકામ પેશગીના કેટલાક નિયમોમાં સુધારો કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી . પુખ્ત વિચારણાને અંતે મકાન બાંધકામ પેશગી અંગે નીચેની સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવે છે . ૧. મળવાપાત્ર મહત્તમ મકાન બાંધકામ પેશગી : ( ૧ ) નવા મકાન ( એ હેતુ માટે જમીનની ખરીદી સહિત ) કે ફ્લેટના બાંધકામ કરવાના હેતુ માટે સરકારી કર્મચારીના સાતમા પગાર પંચના ધોરણે સરકારી કર્મચારીના ૩૪ ( ચોત્રિસ ) માસિક મૂળ પગાર અથવા મકાન / ફ્લેટની અપેક્ષિત કિંમત અથવા રૂ .૨૫,૦૦,૦૦૦ / - ( રૂપિયા પચ્ચીસ લાખ ) એ ત્રણમાંથી જે રકમ ઓછી હોય તે મંજૂર કરવાનું નિયત કરવામાં આવે છે . 

( ૨ ) બાંધેલા તૈયાર મકાનની કે ફ્લેટની માલિકીના ધોરણે ખરીદ કરવાના હેતુ માટે સાતમા પગાર પંચના ધોરણે સરકારી કર્મચારીના ૩૪ ( ચોત્રિસ ) માસિક મૂળ પગાર અથવા મકાન / ફ્લેટની અપેક્ષિત કિંમત અથવા રૂ .૨૫,૦૦,૦૦૦ / - ( રૂપિયા પચ્ચીસ લાખ ) એ ત્રણમાંથી જે રકમ ઓછી હોય તે મંજૂર કરવાનું નિયત કરવામાં આવે છે . ૨. મકાન બાંધકામ પેશગી માટેનો વ્યાજદર : ( ૧ ) વંચાણે લીધેલ ક્રમ ( ૫ ) પરના તા .૨૮ / ૦૪ / ૨૦૧૫ ના ઠરાવથી નિયત કરવામાં આવેલ વ્યાજદરના સ્થાને મકાન બાંધકામ પેશગી માટે વાર્ષિક વ્યાજદર ૭.૯ % નિયત કરવામાં આવે છે . વંચાણે લીધેલ ક્રમ ( ૧ ) પરના તા .૧૩ / ૧૦ / ૧૯૯૮ ના ઠરાવથી નોકરી દરમિયાન અવસાન પામેલ સરકારી કર્મચારીઓની મકાન બાંધકામ પેશગીની બાકી વસૂલાત માંડવાળ કરવા માટે વધારાના વ્યાજનો દર ૦.૫ % નિયત કરવામાં આવેલ હતો . તેના સ્થાને માંડવાળ કરવા માટે વધારાના વ્યાજનો દર ૦.૨૫ % નિયત કરવામાં આવે છે . ૩. કર્મચારી ૧૮ વર્ષની અંદર નિવૃત્ત થવાનો હોય ત્યારે નિવૃત્તિના જેટલા વર્ષ બાકી હોય તેટલા વર્ષના ૩/૪ ભાગમાં મુદ્દલ અને ૧/૪ ભાગના સમયગાળામાં વ્યાજની વસૂલાત કરવાની રહેશે . પરંતુ આ સંજોગોમાં વસૂલાતનો હપ્તો બેઝિક પગારના ૪૦ % થી વધવો જોઇએ નહિ , તે મુજબ પેશગી મંજૂર કરવાની રહેશે . આમ છતાં , બાકી રહેતી મકાન બાંધકામ પેશગી પ્રવર્તમાન નિયમોનુસાર ગ્રેજ્યુઇટીમાંથી વસૂલ કરવાની રહેશે . ૪. પતિ- પત્ની બંને રાજ્ય સરકારના નિયમિત કર્મચારી હોય તો તેવા કિસ્સામાં મકાન બાંધકામ પેશગી મંજૂર કરવા માટે પતિ - પત્ની બંનેની સંયુક્ત આવક ધ્યાને લઇ પેશગી મંજૂર કરવાની રહેશે . ૫. સમગ્ર સેવાકાળ દરમિયાન ફક્ત એક જ વખત મકાન બાંધકામ પેશગી મળવાપાત્ર થશે . ૬. બાંધકામ ટૂંક સમયમાં શરૂ થનાર હોય અથવા બાંધકામ ચાલુ હોય તેવા ફ્લેટના કિસ્સામાં એકસાથે પેશગી મંજૂર કરવાને બદલે ત્રણ તબક્કામાં પેશગી મંજૂર કરવાની રહેશે . ( બાનાખત થયેથી કુલ પેશગીના ૪૦ % , ફ્લેટનું સ્ટ્રક્ચર ઉભું થયેથી કુલ પેશગીના બીજા ૪૦ % તથા સ્કીમમાં વોટર પંપ , લીફ્ટ , કોમન એરીયા , ઇલેક્ટ્રીક ફીટીંગ વગેરેનું કામ પૂર્ણ થયેથી કુલ પેશગીના બાકી રહેતા ૨૦ % ) ૭. નિયમિત ભરતી પ્રક્રિયાથી નિમણૂક પામેલ ફિક્સ પગારના કર્મચારીના ફિક્સ પગારના પાંચ વર્ષના સમયગાળાને મકાન બાંધકામ પેશગીના હેતુ માટે ધ્યાને લેવાનો રહેશે . પરંતુ નિયમિત પગાર ધોરણમાં નિમણૂકના હુકમો થયા બાદ તેઓને મકાન બાંધકામ પેશગી મળવાપાત્ર થશે . 


વંચાણે લીધેલ ક્રમ ( ૨ ) પરના ઠરાવની અન્ય શરતો યથાવત રહેશે . આ ઠરાવ પ્રસિધ્ધ થયા તારીખે જે કેસમાં પેશગી મંજૂર કરવાની બાકી હોય તેવા કેસમાં આ ઠરાવ મુજબ નિર્ણય લેવાનો રહેશે . જે કેસમાં પેશગી મંજૂર કરવાના હુકમો કરવામાં આવેલ હોય તેવા કેસની પુન : વિચારણા કરવાની રહેશે નહિ . 



સરકારી કર્મચારીઓને મળવાપાત્ર મકાન બાંધકામ પેશગીના નિયમો , પેશગી પરનો વ્યાજદર તથા મળવાપાત્ર રકમમાં સુધારો કરવા બાબત 


સરકારી કર્મચારીઓને મળવાપાત્ર મકાન બાંધકામ પેશગીના નિયમો , પેશગી પરનો વ્યાજદર તથા મળવાપાત્ર રકમમાં સુધારો કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR