1 જાન્યુઆરી અને 1 જુલાઈ ના ઇજાફા બાબત વાંચવા લાયક માહિતી
1 જાન્યુઆરી અને 1 જુલાઈ ના ઇજાફા બાબત વાંચવા લાયક માહિતી
આ સૂચના સાતમા પગાર પંચ માટે જ લાગું પડે છે માટે જે કર્મચારીને 1.1.2016 પછી નવી નિમણુંક પામેલ હોય અથવા બઢતી મળેલ હોય અથવા ઉપધો મળેલ હોય તેને લાગુ પડશે જેમકે
*2 જાન્યુઆરી થી 1 જુલાઈ એ કોઈ કર્મચારીને ઉપધો , બઢતી કે નવી નિમણુંક પામે તો તેને આગામી ઇજાફો 1 જાન્યુઆરી ના રોજ ડયું થશે જ્યારે કોઈ કર્મચારી ને 2 જુલાઈ થી 1 જાન્યુઆરી એ કોઈ કર્મચારીને ઉપધો , બઢતી કે નવી નિમણુંક પામે તેને આગામી ઇજાફો 1 જુલાઈ ના રોજ ડયું થશે. (બંને તારીખ ગણતરીમાં લેવાની)*
Ex
કોઈ કર્મચારીને 3.7.2019 ના બઢતી, નવી નિમણુંક કે ઉપધો મંજુર થયેલ હોય તો તેને આગામી ઇજાફો 1.7.2020 ના મળે.
Ex
કોઈ કર્મચારી ને તા 13.4.2019 ના રોજ બઢતી , નવી નિમણુંક કે ઉપધો મંજુર થાય તો તેને આગામી ઇજાફો 1.1.2020 ના રોજ ડયું થાય.
નોંધ
મુદા નં
ઉપધો મંજુર એટલે પગાર ચકાસણી એકમ ગાંધીનગર દ્વારા પગાર બાંધણી મંજુર થયેલ હોવી જોઈએ
મુદા નં 2.
નવી નિમણુંક એટલે પુરા પગારમાં થયેલ નિમણુંક અથવા તો નિયમિત સંવર્ગ એટલે કે પુરા પગારમાં સમાવ્યા હોય તે તારીખ જોવી. જેમ કે કોઈ કર્મચારીને ફિક્સ પગારમાં તા 3.5.2016 ના નિમણુંક થયેલ હોય પરંતુ નિયમિત સંવર્ગ / પુરા પગારમાં તા 2.7.2021 ના રોજ સમાવવામાં આવેલ હોય તો આગામી ઇજાફો 1.7.2022 ના રોજ ડયું થાય પરંતુ કોઈ કર્મચારી નિયમીત સંવર્ગ માં એટલે કે પુરા પગારમાં જ તા 3.3.2019 ના રોજ નિમણુંક પામેલ હોય (જેમ કે મુખ્ય શિક્ષક ભરતી) તો તેને આગામી ઇજાફો 1.1.2020 ના ડયું થશે.
મુદા નં 3
ઉક્ત તારીખો ફક્ત ઉદાહરણ રૂપે સમજવા માટે લખેલ છે કોઈએ પર્ટીક્યુલર એ તારીખ જ ન સમજવી મુખ્યત્વે ઉપર જણાવ્યા મુજબનો સમયગાળો ધ્યાનમાં લેવો.
મુદા નં
કોઈ કર્મચારી 1.1.2016 પહેલા નિમણુક પામેલ હોય અથવા બઢતી મળેલ હોય અથવા ઉપધો મળેલ હોય અથવા પુરા પગારમાં સમાવ્યા હોય અને 1.1.2016 પછી ઉક્ત જણાવ્યા મુજબની કોઈપણ પ્રકારની ઇવેન્ટ ન હોય તો તેને ફરજીયાત પણે 1 જુલાઈ ના રોજ આગામી ઇજાફો ડ્યુ કરવાપાત્ર છે.
મુદા નં 5
કોઈ કર્મચારીએ તા 1.7 નો વિકલ્પ સ્વીકારે અથવા તો અગાઉ જેને 1.7 નો વિકલ્પ સ્વીકારેલ હોય તો તેને આગામી ઇજાફો 1 જુલાઈના રોજ ડ્યુ થશે નહિ કે 1 જાન્યુઆરી..
આભાર . 4 . .1.: 2 1 , આભાર
1 જાન્યુઆરી અને 1 જુલાઈ ના ઇજાફા બાબત વાંચવા લાયક માહિતી