ભાષાસંગમ બુકલેટ અને મોબાઇલ એપ્લીકેશન બાબત
મહત્વપૂર્ણ લિંક
ભાષા સંગમ મોબાઈલ એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
ભાષા સંગમ બુકલેટ અને મોબાઇલ એપ્લિકેશન બાબત મહત્વપૂર્ણ લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
ભાષાસંગમ બુકલેટ અને મોબાઇલ એપ્લીકેશન બાબત
ભાષાસંગમ બુકલેટ અને મોબાઇલ એપ્લીકેશન બાબત
: ભાષાસંગમ બુકલેટ અને મોબાઇલ એપ્લીકેશન બાબત . સંદર્ભ : સ્કૂ.એજ્યુ & લિ . વિભાગ , શિક્ષા મંત્રાલયનો તા : 08/12/21 નો પત્રક્રમાંક : 1-7 / 2019-5.5 ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે દેશનાં બંધારણમાં જુદા જુદા પ્રદેશોની 22 ભાષાઓને માન્યતા આપવામાં આવેલી છે . શિક્ષા મંત્રાલય ભારત સરકાર દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યને છત્તીસગઢ રાજ્ય સાથે જોડાણ કરેલ છે . આપણા રાજ્યની શાળાના બાળકો દેશના જુદાજુદા પ્રદેશોની ભાષા જાણે અને આ ભાષાઓને શીખી ભારતના જુદાજુદા પ્રદેશો અને વિસ્તારની સંસ્કૃતિ અને લોકજીવન વિષે જાણી શકે તે માટે ભાષાસંગમ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે . ભારત સરકાર શિક્ષણ મંત્રાલય દ્વારા આ ઉમદા હેતુને સિધ્ધ કરવા માટે 100 વાક્યોની ભાષાસંગમ બુકલેટ તૈયાર કરવામાં આવી છે તેમજ ભાષાસંગમ નામની મોબાઇલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે . ક્યુઆર ( QR ) કોડ , ઓડીયો , વીડિયો સાથેની આ ભાષાસંગમ બુક https://ncert.nic.in/bs-2021.php વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલ છે . આ કાર્યક્રમ અંતર્ગત શાળા કક્ષાએ નીચે મુજબની પ્રવૃત્તિઓ હાથ ધરવાની સૂચના આપવા 1. ભાષાસંગમ કાર્યક્રમની માહિતી વિદ્યાર્થીઓ અને વાલીઓને આપવી . 2. આ ભાષાઓને શિખવા તેમજ તેનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા . 3. વિદ્યાર્થીઓ માટે ઉદાહરણ પૂરૂ પાડવા માટે શિક્ષકો પણ આ ભાષાઓ શીખે શકે છે . 4. વિદ્યાર્થી ભાષા શીખી શકે તે માટે નોટીસ બોર્ડ / જાહેર બોર્ડ પર દરરોજ એક વાક્ય લખવું . 5. શાળામાં આયોજિત જુદાજુદા કાર્યક્રમોમાં બાળકોને પ્રોત્સાહન આપી તેઓ દ્વારા એક કે વધુ ભાષામાં રોલ - પ્લે / નાટક / સંવાદનું આયોજન સામેલ કરવું , 6. વિદ્યાર્થીઓ આ વાક્યોનો ઉપયોગ કરી પાર્ટનર સ્ટેટ એટલે કે છત્તીસગઢના બાળકોને પત્રો લખી મોકલે તે માટે બાળકોને પ્રેરિત કરવાં . 7. શાળા દ્વારા ભાષાસંગમના ઉપયોગ અને વાક્યો થકી બાળકો માટે અવનવી ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરી બાળકોને જ્ઞાન સાથે ગમ્મત પૂરી પાડી શકાય . 8 . ભાષાસંગમ બુકલેટમાં આપવામાં આવેલ વાક્યોને જેવા વાક્યો લોકલ ભાષા અને બોલીમાં નિર્માણ કરવા તેમજ વર્ગખંડમાં તેને પ્રસ્તુત કરવા પ્રોત્સાહન પૂરું પાડવું . આપના જિલ્લાની તમામ શાળાઓને ઉપર જણાવ્યા મુજબની કાર્યવાહી કરવા માટેની જાણ કરવા વિનંતી છે .
ભાષાસંગમ બુકલેટ અને મોબાઇલ એપ્લીકેશન બાબત
આ તમામ મિત્રો માટે ખાસ ઉપયોગી એપ્લિકેશન અહીં મૂકવાનો પ્રયત્ન કરવામાં આવે છે એપ્લિકેશન ખરેખર તમામ શિક્ષક શ્રી ઓની અન્ય તમામ ઉપયોગી થશે ભાષા સંગમ બુકલેટ બાબત મહત્વપૂર્ણ લિટર તથા તમે એપલીકેશન ક્યાંથી ડાઉનલોડ કરશે તેની લીંક સીધેસીધી અહીં પોસ્ટ મૂકી દેવામાં આવી છે તે પોસ્ટ પર ક્લિક કર તો અહીંયા પોસ્ટમાંથી તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો નહિ ઉપયોગ કરી શકશો તમે ઉપયોગી માહિતી માટે ભાષા સંગમ વિશેની મહત્વપૂર્ણ જ્યારે તમામ મિત્રો સુધી પહોંચાડો એપ્લિકેશન ડાઉનલોડ કરવું અને ભાષા સંગમ વિશે તમામે તમામ લોકોને આવી જાણકારી આપવા માટે ઉપયોગી માહિતી વધુ તમારા whatsapp કરોને ભાષા સંગમ વિશેની માહિતી જાણો
ભાષાસંગમ બુકલેટ અને મોબાઇલ એપ્લીકેશન બાબત