સરકારી અધિકારીઓ / કર્મચારીઓએ ડો . બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી હસ્તકનાં સરકાર માન્ય પરીક્ષા કેન્દ્રો પરથી પાસ કરેલ કોમ્પ્યુટર કૌશલ્યની C.C.C / C.C.C. + ૨૦૦ ગુણની પરીક્ષાના પ્રમાણપત્રોને માન્યતા આપવા બાબત

Join Whatsapp Group Join Now

 સરકારી અધિકારીઓ / કર્મચારીઓએ ડો . બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી હસ્તકનાં સરકાર માન્ય પરીક્ષા કેન્દ્રો પરથી પાસ કરેલ કોમ્પ્યુટર કૌશલ્યની C.C.C / C.C.C. + ૨૦૦ ગુણની પરીક્ષાના પ્રમાણપત્રોને માન્યતા આપવા બાબત

મહત્વપૂર્ણ લિંક

સરકારી અધિકારીઓ / કર્મચારીઓએ ડો . બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી હસ્તકનાં સરકાર માન્ય પરીક્ષા કેન્દ્રો પરથી પાસ કરેલ કોમ્પ્યુટર કૌશલ્યની C.C.C / C.C.C. + ૨૦૦ ગુણની પરીક્ષાના પ્રમાણપત્રોને માન્યતા આપવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો




સરકારી અધિકારીઓ / કર્મચારીઓએ ડો . બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી હસ્તકનાં સરકાર માન્ય પરીક્ષા કેન્દ્રો પરથી પાસ કરેલ કોમ્પ્યુટર કૌશલ્યની C.C.C / C.C.C. + ૨૦૦ ગુણની પરીક્ષાના પ્રમાણપત્રોને માન્યતા આપવા બાબત

https://project303.blogspot.com/2021/12/baou-ccc-exam-manyata-paripatra.html

https://project303.blogspot.com/2021/12/baou-ccc-exam-manyata-paripatra.html

https://project303.blogspot.com/2021/12/baou-ccc-exam-manyata-paripatra.html



સરકારી અધિકારીઓ / કર્મચારીઓએ ડો . બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી હસ્તકનાં સરકાર માન્ય પરીક્ષા કેન્દ્રો પરથી પાસ કરેલ કોમ્પ્યુટર કૌશલ્યની C.C.C / C.C.C. + ૨૦૦ ગુણની પરીક્ષાના પ્રમાણપત્રોને માન્યતા આપવા બાબત


! સરકારી અધિકારીઓ / કર્મચારીઓએ ડો . બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી હસ્તકનાં સરકાર માન્ય પરીક્ષા કેન્દ્રો પરથી પાસ કરેલ કોમ્પ્યુટર કૌશલ્યની C.C.C / C.C.C. + ૨૦૦ ગુણની પરીક્ષાના પ્રમાણપત્રોને માન્યતા આપવા બાબત . ની ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ , ઠરાવ ક્રમાંક : પરચ - ૧૦૨૦૧૯ - યુઓ - ૩૧૩ - ક સચિવાલય , ગાંધીનગર તા .૦૬ / ૧૨ / ૨૦૨૧ વંચાણે લીધા : ( ૧ ) સા.વ.વિ.ના જાહેરનામા ક્રુ : જીએસ / ૨૦૦૬ / ૩૧ / ખતપ / ૧૦૨૦૦૫ / ૧૫૧૯ / ૬ , તા .૩૦ / ૦૯ / ૨૦૦૬ ( ૨ ) સા.વ.વિ.ના ઠરાવ ક્રમાંક : પરચ - ૧૦૨૦૦૫-૧૫૩૨-૬ , તા .૩૦ / ૦૯ / ૨૦૦૬ ( ૩ ) સા.વ.વિ.નાં ઠરાવ ક્રમાંક : કેપીટી - ૧૧૨૦૦૭-૩૦૩૬૨-૬ , તા .૦૧ / ૧૦ / ૨૦૦૭ ( ૪ ) સા.વ.વિ.નાં ઠરાવ ક્રમાંક : પરચ - ૧૦૨૦૦૫-૧૫૩૨ - ક , તા .૧૬ / ૧૦ / ૨૦૦૭ ( ૫ ) સા.વ.વિ.ના ઠરાવ ક્રમાંક : પરચ - ૧૦૨૦૦૫-૧૫૩૨ - પાર્ટ - ૧-૬ , તા .૦૨ / ૦૧ / ૨૦૦૯ ( ૬ ) સા.વ.વિ.ના ઠરાવ ક્રમાંક : પરચ - ૧૦૨૦૦૫-૧૫૩૨ - પાર્ટ.૧-૭ , તા .૦૭ / ૦૫ / ૨૦૧૦ ( ૭ ) સા.વ.વિ.નાં ઠરાવ ક્રમાંક : પરચ - ૧૦૨૦૦૫-૧૫૩૨ - પાર્ટ.૧-૬ , તા .૨૨ / ૦૬ / ૨૦૧૦ ( ૮ ) શિક્ષણ વિભાગની તજજ્ઞ સમિતિનો તા .૩૦ / ૦૧ / ૨૦૨૦ નો અભિપ્રાય આમુખ : સરકારી સેવામાં નિમણૂંક પામેલ અધિકારીઓ / કર્મચારીઓએ ઉકત વંચાણે લીધેલ ક્રમ ( ૧ ) પરનાં જાહેરનામાથી ઘડાયેલ કોમ્પ્યુટર કૌશલ્ય તાલીમ અને પરીક્ષા નિયમો હેઠળ તેઓનાં અજમાયશી સમયગાળા દરમ્યાન તેમજ બઢતી / ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત C.C.C / C.C.C. + ની પરીક્ષા પાસ કરવી આવશ્યક છે . તેમજ ઉકત વંચાણે લીધેલ ક્રમ ( ૨ ) પરનાં ઠરાવથી " કોમ્પ્યુટર કૌશલ્ય " માટેની તાલીમ અને પરીક્ષા માટેની કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવેલ છે . તદનુસાર , સીધી ભરતીથી નિમણૂંક પામેલ અધિકારીઓ / કર્મચારીઓએ તેઓનાં અજમાયશી .સમયગાળા દરમ્યાન તેમજ સરકારી સેવામાં રહેલ અધિકારીઓ / કર્મચારીઓએ તેઓની બઢતી /

2 ઉચ્ચતર પગાર ધોરણ માટે સંબંધિત કોમ્પ્યૂટર કૌશલ્યની ccc / ccc + ની પરીક્ષા સરકારશ્રી દ્વારા માન્ય કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રો પરથી પાસ કરવાની રહે છે . અધિકારીઓ / કર્મચારીઓએ આ કોમ્પ્યૂટર કૌશલ્યની CCC / CCC + ની પરીક્ષા નિયત થયેલ અભ્યાસક્રમ અનુસાર ૫૦ ગુણ - થીયરી અને ૫૦ ગુણ - પ્રેક્ટીકલ એમ બે ભાગમાં મળીને કુલ -૧૦૦ ગુણની પરીક્ષા પાસ કરવાની રહે છે . ૨. ઉકત વંચાણે લીધેલ ક્રમ ( ૪ ) અને ( ૬ ) પરનાં ઠરાવોથી ડો . બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી હસ્તકનાં કેન્દ્રોને કોમ્પ્યુટર કૌશલ્યની C.C.C / C.C.C. + ની પરીક્ષા માટે તાલીમ કેન્દ્રો તરીકે માન્યતા આપવામાં આવેલ છે . તદુપરાંત , ઉકત વંચાણે લીધેલ ક્રમ ( ૫ ) અને ( ૭ ) પરનાં ઠરાવોથી ડો . બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી હસ્તકનાં કેન્દ્રોને કોમ્પ્યુટર કૌશલ્યની C.C.C / C.C.C. + ની પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રો તરીકે માન્યતા આપવામાં આવેલ છે . ડો . બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા રાજ્ય સરકારનાં ઉક્ત ઠરાવોથી માન્યતા આપવામાં આવેલ પરીક્ષા કેન્દ્રો પરથી સરકારશ્રીનાં ઉક્ત વંચાણે લીધેલ તા .૩૦ / ૦૯ / ૨૦૦૬ ના જાહેરનામાથી નિયત કરાયેલ અભ્યાસક્રમ અને ઉક્ત વંચાણે લીધેલ તા .૩૦ / ૦૯ / ૨૦૦૬ ના ઠરાવથી નિયત કરાયેલ પરીક્ષા પદ્ધતિ મુજબ પરીક્ષા લેવાની રહે છે . ૩. ડો . બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીનાં અભ્યાસક્રમ અનુસારની ૨૦૦ ગુણની પરીક્ષા પણ લેવામાં આવે છે , અને સરકારી સેવામાં નિમણૂંક પામેલ અધિકારીઓ / કર્મચારીઓને આ ૨૦૦ ગુણની પરીક્ષા પાસ કર્યાનાં પ્રમાણપત્રો આપવામાં આવેલ છે . તદનુસાર સરકારી સેવામાં નિમણૂંક પામેલ અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા તેઓએ ડો . બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં સરકાર માન્ય પરીક્ષા કેન્દ્રો પરથી પાસ કરેલ કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત c.c.c / c.C.C. + ની ૨૦૦ ગુણની પરીક્ષાનાં પ્રમાણપત્રો તેઓની બઢતી / ઉચ્ચતર પગાર ધોરણ માટે માન્ય રાખવા અંગે રજૂઆતો થયેલ , પરંતુ આ પ્રમાણપત્રો રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલ પરીક્ષા પદ્ધતિ ( ૫૦ ગુણ - થીયરી અને ૫૦ ગુણ - પ્રેક્ટીકલ એમ કુલ મળીને ૧૦૦ ગુણ ) મુજબની ન હોવાથી , આ પ્રમાણપત્રો માન્ય ગણવામાં આવતાં ન હતાં . ૪. આમ , ડો . બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત C.C.C / C.C.C. + ની ૨૦૦ ગુણની પરીક્ષાનાં પ્રમાણપત્રો સંદર્ભે ઘણી વિસંગતતાઓ ઊભી થયેલ , આ સંદર્ભમાં નામ . હાઈકોર્ટમાં દાખલ થયેલ એસ.સી.એ. નં . ૧૭૧૫૬/૨૦૧૮ માં આવેલ ચુકાદા મુજબ નામ . હાઈકોર્ટ દ્વારા ડો . બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી મારફત પાસ કરાયેલ પરીક્ષાનાં પ્રમાણપત્રોને માન્ય ગણવાના આદેશો કરવામાં આવેલ છે . આ સંદર્ભે ઉકત વંચાણે લીધેલ ક્રમ ( ૮ ) પરનાં નિયામકશ્રી , ટેકનીકલ શિક્ષણની કચેરીની તજજ્ઞ સમિતિ દ્વારા આપવામાં આવેલ અભિપ્રાયને ધ્યાને લઈ , ડો . બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા સરકારી સેવામાં નિમણૂંક પામેલ અધિકારીઓ / કર્મચારીઓને આપવામાં આવતાં

કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત c.c.c / C.C.C. + ની ૨૦૦ ગુણની પરીક્ષાનાં પ્રમાણપત્રોને માન્ય ગણવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી . કાળજીપૂર્વકની વિચારણાને અંતે આથી નીચે મુજબ ઠરાવવામાં આવે છે . ઠરાવ - સરકારી સેવામાં નિમણૂંક પામેલ સરકારી અધિકારીઓ / કર્મચારીઓએ ડો . બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી હસ્તકનાં સરકારશ્રી દ્વારા વખતોવખત માન્યતા પ્રાપ્ત પરીક્ષા કેન્દ્રો પરથી પાસ કરેલ કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત C.C.C / C.C.C. + ની ૨૦૦ ગુણની પરીક્ષાનાં પ્રમાણપત્રોને પણ તેઓનો અજમાયશી સમયગાળો પૂર્ણ કરવા માટેની વિચારણા કરવા માટે તેમજ તેઓની બઢતી / ઉચ્ચતર પગાર ધોરણની પાત્રતા માટે માન્ય ગણવાનાં રહેશે . આ જોગવાઈઓ રાજ્ય સેવા , પંચાયત સેવા તથા રાજ્ય સરકાર હસ્તકનાં બોર્ડ / કોર્પોરેશનના અધિકારીઓ / કર્મચારીઓને સમાન ધોરણે લાગુ પડશે . 





સરકારી અધિકારીઓ / કર્મચારીઓએ ડો . બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી હસ્તકનાં સરકાર માન્ય પરીક્ષા કેન્દ્રો પરથી પાસ કરેલ કોમ્પ્યુટર કૌશલ્યની C.C.C / C.C.C. + ૨૦૦ ગુણની પરીક્ષાના પ્રમાણપત્રોને માન્યતા આપવા બાબત

સરકારી અધિકારીઓ / કર્મચારીઓએ ડો . બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી હસ્તકનાં સરકાર માન્ય પરીક્ષા કેન્દ્રો પરથી પાસ કરેલ કોમ્પ્યુટર કૌશલ્યની C.C.C / C.C.C. + ૨૦૦ ગુણની પરીક્ષાના પ્રમાણપત્રોને માન્યતા આપવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR