અંતર અને સમય કોયડા ઉકેલવા મહત્વપૂર્ણ ઉદાહરણ જૂવો એનએમએમએસ તૈયારી માટે સરસ મજાની માહિતી
+++++++++++++++++++++++++++++
પ્રકરણ - અંતર અને સમય ખાસ મહત્વની બાબત
(૧) 1 કિમી / કલાક = 5/18 મી.સે
(૨) 1 મી.સે = 18 / 5 કિમી / કલાક
+++++++++++++++++++++++++++++
પ્રકરણ - અંતર અને સમય અગત્યના સુત્રો
(૧) ઝડપ = અંતર / સમય
(૨) બે વ્યક્તિઓ વચ્ચેનું અંતર શોધવા માટે
ઝડપ = 2xy / x + y
(3) એક ટ્રેનને બીજી ટ્રેનને ક્રોસ કરતા લાગતો સમય
t = x + y / u - v ( સમાન દિશામાં )
t = x + y / u + v ( વિરૂદ્ધ દિશામાં )
+++++++++++++++++++++++++++++
250 મી.લાંબી ટ્રેઈન એક થાંભલાને 12 સેકન્ડમાં ઓળંગે છે તો ટ્રેઈનની ઝડપ પ્રતિ કલાક કેટલી હોય..?
ઉકેલ.....
ઝડપ = ટ્રેઈનની લંબાઈ / સમય
= 250 / 12
= 250 / 12 × 18 / 5
= 250 × 5 / 12 × 18
= 75 કિમી / કલાક ( જવાબ )
+++++++++++++++++++++++++++++
માહીને 120 મી.લાંબી રેલગાડી 9 સેકન્ડમાં ઓળંગી તો રેલગાડીની ઝડપ કેટલી હોય...?
ઉકેલ...
ઝડપ = ટ્રેઈનની લંબાઈ / સમય
ઝડપ = 120 / 9
120 / 9 × 18 / 5
120 × 5 / 18 × 18
48 કિમી / કલાક ( જવાબ )
+++++++++++++++++++++++++++++
એક કાર શહેર y થી શહેર z સુધી 62 કિમી / કલાક અને પરત શહેર z થી શહેર y સુધી 69 કિમી / કલાકની ગતિએ જાય છે તો કારની સરેરાશ ઝડપ કેટલી હોય....?
ઉકેલ....
સરેરાશ ઝડપ = 2xy / x + y
2 × 62 × 69 / 69 + 62
8556 / 131
65.3 કિમી / કલાક ( જવાબ )
+++++++++++++++++++++++++++++
બે ટ્રેઈન દરેક 120 મી. લાંબી સમાંતર ટ્રેક ઉપર પરસ્પર વિરૂદ્ધ અનુક્રમે 40 મી / મી અને 20 મી / મી ઝડપે ચાલે છે.તો કેટલી મિનિટમાં તેઓ પરસ્પર ક્રોસ થશે.. .?
ઉકેલ.... .
ટ્રેઈન પરસ્પર વિરૂદ્ધ દિશામાં છે.. .
u + v = x + y / t
40 + 20 = 120 + 120 / t
60 = 240 / t
t = 240 / 60
t = 4 મિનિટ ( જવાબ )
+++++++++++++++++++++++++++++
એક વિદ્યાર્થી ઘરથી સ્કૂલ તરફ 6 કિમી / કલાક ઝડપે જાય છે અને ફરી સ્કૂલથી ઘર તરફ 4 કિમી / કલાક ઝડપે આવે છે જો કૂલ સમય 5 કલાક લીધો હોય તો ઘરથી સ્કૂલનું અંતર કેટલા કિમી હોય...?
ઉકેલ....
6× 4 / 6 + 4 × ( 5 )
24 / 10 × ( 5 )
12 કિમી ( જવાબ )
+++++++++++++++++++++++++++++
એક સિપાહીએ એક ચોરને પકડવા પીછો કર્યો સિપાહી 150 મી/મીનીટની ઝડપે દોડે છે અને ચોર 125 મી/મીનીટ આગળ દોડે છે જો ચોર 500 મીટર આગળ હોય તો સિપાહી કેટલી મીનીટમાં પકડી લેશે...?
ઉકેલ.....
બંનેની દિશા સમાંતર હોવાથી
= u - v
= 150 - 125
= 25 મી/મી
u - v = અંતર / સમય
સમય = 500 / 25
સમય = 20 મિનિટ ( જવાબ )
+++++++++++++++++++++++++++++
બુલબુલ એક સ્થળ A થી B સુધી 20 કિમી / કલાકની ઝડપે જાય છે જ્યારે B થી A પરત 30 કિમી / કલાકની ઝડપે આવે છે તો સરેરાશ ઝડપ કેટલી..?
સરેરાશ ઝડપ = 2xy / x + y
= 2 × 20 × 30 / 20 + 30
= 2 × 20 × 30 / 50
1200 / 50
જવાબ - 24 કિમી / કલાક
+++++++++++++++++++++++++++++
એક માણસ એક ટેકરી ઉપર 12 કિમી / કલાકની સરેરાશ ઝડપથી ચડે છે તથા 18 કિમી / કલાકની ઝડપથી નીચે ઉપરે છે તો સમગ્ર મુસાફરી દરમિયાન તેની સરેરાશ ઝડપ કેટલી...?
સરેરાશ ઝડપ = 2xy / x + y
= 2 × 12 × 18 / 12 + 18
= 2 × 12 × 18 / 30
432 / 30
જવાબ - 14.4 કિમી / કલાક
+++++++++++++++++++++++++++++
એક કાર અડધી મુસાફરી 40 કિમી / કલાકની ઝડપે ગતિ કરે છે જ્યારે બીજી અડધી મુસાફરી 60 કિમી / કલાકની ઝડપે ગતિ કરે છે તો કારની સરેરાશ ઝડપ કેટલી..?
સરેરાશ ઝડપ = 2xy / x + y
= 2 × 40 × 60 / 40 + 60
= 2 × 40 × 60 / 100
4800 / 100
જવાબ - 48 કિમી / કલાક
+++++++++++++++++++++++++++++
P થી Q સુધી A ૩ કિમી / કલાકની ઝડપે અને Q થી P સુધી ૬ કિમી / કલાકની ઝડપે ચાલે છે તો તેની સરેરાશ ઝડપ કેટલી હોય...?
સરેરાશ ઝડપ = 2xy / x + y
= 2 × 3 × 6 / 3 + 6
= 2 × 3 × 6 / 9
= 36 / 9
= 4 જવાબ
+++++++++++++++++++++++++++++
અંતર અને સમય કોયડા ઉકેલવા મહત્વપૂર્ણ ઉદાહરણ જૂવો એનએમએમએસ તૈયારી માટે સરસ મજાની માહિતી
અંતર અને સમય કોયડા ઉકેલવા મહત્વપૂર્ણ ઉદાહરણ જૂવો એનએમએમએસ તૈયારી માટે સરસ મજાની માહિતી
અંતર અને સમય કોયડા ઉકેલવા મહત્વપૂર્ણ ઉદાહરણ જૂવો એનએમએમએસ તૈયારી માટે સરસ મજાની માહિતી