વિદ્યાર્થી શૈક્ષણિક લૉન વિશેની સંપૂર્ણ સમજ ગુજરાતી માં
મહત્વપૂર્ણ લિંક
વિદ્યાર્થી શૈક્ષણિક લૉન વિશેની પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
વિદ્યાર્થી શૈક્ષણિક લૉન વિશે વધુ માહિતી માટે વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો
વિદ્યાર્થી શૈક્ષણિક લૉન વિશેની સંપૂર્ણ સમજ ગુજરાતી માં
વિદ્યાર્થી શૈક્ષણિક લૉન વિશેની સંપૂર્ણ સમજ ગુજરાતી માં
વિદ્યાર્થીનું ભણતર પૂરું થાય તેના 5 વર્ષ બાદ લૉન પાછી આપવાની..
સબસીડી તો ખરી જ..
સરકાર દ્વારા પબ્લિશ કરવામાં આવેલી છે.
લૉન વિશે નાનામાં નાની સમજ આપેલી છે..
કોઇ જરૂરિયાતમંદ ને મોકલો.
શિક્ષણના મહત્વ વિશે અગણિત શબ્દો લખાયેલા છે . શિક્ષણ એકમાત્ર મૂલ્યવાન સંપત્તિ છે , જે મનુષ્ય હાંસલ કરી શકે છે . શિક્ષણ એ સમકાલીન જગતમાં સફળ થવા માટેનું એક ખૂબ જ મહત્વપૂર્ણ સાધન છે . તે અગત્યનું છે કારણ કે તેનો ઉપયોગ જીવનમાં પડતા મોટાભાગના પડકારોને ઘટાડવા માટે થાય છે . શિક્ષણ દ્વારા પ્રાપ્ત થતા જ્ઞાનથી કારકિર્દીના વિકાસમાં વધુ સારા સંજોગો માટે દરવાજા ખુલ્લા થાય છે . સારું શિક્ષણ મેળવનારને સુરક્ષિત ભવિષ્ય મળે છે , શિક્ષણ દ્વારા આપણે ઘણીબધી સ્પર્ધાત્મક નોકરીઓ શોધી શકીએ છીએ . છેલ્લા દોઢ દશકમાં ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી છે . રાજ્ય અને રાજ્ય બહારના મુડીરોકાણથી અનેક નવા ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે . તેના અનુસંધાનમાં રાજ્યમાં છેલ્લા ૧૫ વર્ષમાં વ્યવસાયિક અભ્યાસક્રમો કરેલ વિદ્યાર્થીઓની માંગમાં વધારો થયેલ છે . ધોરણ ૧૦ અને ૧૨ બાદ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના વિવિધ અભ્યાસક્રમોમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી રાજ્યના વિકાસમાં તેઓનો ફાળો નોંધાવે તે રાજ્ય ના વિકાસ માટે પણ જરૂરી છે . તે પરિપેક્ષ્યમાં જે વિદ્યાર્થીઓના વાલીની મર્યાદિત આવક હોય અને આવી મર્યાદિત આવકને કારણે વાલીઓ તેમના તેજસ્વી સંતાનોને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના ખાસ કરીને વ્યવસાયિક અભ્યાસક્રમોમાં મોકલવા બાબતે મૂંઝવણ અનુભવતા હોય છે . ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટ્યુશન ફી , સાધન - પુસ્તકોની ખરીદી ઉપરાંત જયારે પોતાના ઘરથી બહાર દૂરના સ્થળે અભ્યાસ અર્થે જતા હોય છે ત્યારે રહેવા - જમવા માટે પણ ઘણો ખર્ચ થતો હોય છે . આથી અભ્યાસમાં તેજસ્વી આવા વિદ્યાર્થીઓને તેઓના વાલીની મર્યાદિત આવકને કારણે ફી ચૂકવવા તેમજ નિભાવ ખર્ચમાં આર્થિક સહાય વગર ઉચ્ચ અભ્યાસને આગળ ધપાવવામાં ખુબ જ મુશ્કેલી પડતી હોય છે જેથી કરીને વિદ્યાર્થીઓને ભણવા માટે બેંક માંથી લોન રૂપે સહારો લેવો પડે છે . રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે આર્થિક સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારને વિવિધ રજુઆતો મળેલ હતી . રાજ્ય સરકારને મળેલી રજુઆતોને ધ્યાને લઈ તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવામાં સમાન તકો મળી રહે તે માટે ગુણવત્તા અને આવક ના માપદંડોને ધ્યાને લઈ યોગ્યતા પ્રાપ્ત વિદ્યાર્થીઓને સમાન ધોરણે આર્થિક સહાય આપવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી . શૈક્ષણિક ડિગ્રીની અછત ધરાવતા લોકો સર્વિસ , મેન્યુફેકચરિંગ અને બાંધકામ ઉદ્યોગોમાં મૂળભૂત નોકરીઓ સુધી મર્યાદિત કામ કરતા હોય છે . જ્યારે હાઇસ્કૂલ શિક્ષણ સાથેના કર્મચારીઓ સારા લાભો સાથે નોકરીઓ મેળવી શકે છે . ધોરણ ૧૨ પછી કેટલાક વ્યવસાયિક શિક્ષણ અભ્યાસક્રમો ખૂબ જ ખર્ચાળ છે , ઘણી નોકરીઓમાં ઓછામાં ઓછી ડિપ્લોમાની જરૂર હોય છે , પરંતુ મોટાભાગની સારી કારકિર્દી માટે અમુક પ્રકારનાં ઉચ્ચ શિક્ષણની આવશ્યકતા હોય છે જેમાં કોઈ ચોક્કસ ક્ષેત્રમાં અમુક પ્રકારનું જ્ઞાન અને અનુભવ હોવો જરૂરી છે . જેથી નાણાકીય રીતે નબળો વ્યક્તિ આગળ અભ્યાસ કરી શકતો નથી . ગુજરાત સરકારે આર્થિક રીતે નબળા વર્ગોના વિદ્યાર્થીઓને સહાય મળી રહે તે માટે મોરેટોરિયમ પિરીયડ ( અભ્યાસક્રમના સમયગાળા અને એક વર્ષ વધુ ) સુધી એજ્યુકેશન લોન પર ૧૦૦ % વ્યાજ સહાયરૂપે મળે તેવી યોજનાની જાહેરાત કરી છે . રાજ્યના ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતાં તથા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે આર્થિક સહાય તેમજ અન્ય સવલતો સમાન ધોરણે મળી રહે તે હેતુથી શૈક્ષણિક વર્ષ ૨૦૧૫-૧૬થી ‘ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ' અમલમાં મુકવામાં આવી છે . ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ' ઉપરાંત , જે વિદ્યાર્થીઓ તે યોજનાથી વંચિત રહેલ હોય તેવા ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓએ દેશની અને વિદેશની યુનિવર્સીટીઓમાં અભ્યાસ કરી શકે તે અર્થે લોન લીધેલ હોય તો તેમણે લીધેલ લોન પૈકી વધુમાં વધુ રૂ . ૧૦.૦૦ લાખની લોન પર મોરેટોરિયમ પિરીયડ ( અભ્યાસક્રમના સમયગાળા અને એક વર્ષ વધુ ) સુધી ૧૦૦ % વ્યાજ સબસીડી મળી રહે તેવી યોજના અમલમાં મૂકવામાં આવી છે . જે વિદ્યાર્થીઓની વાલીની વાર્ષિક આવક રૂ .૬.૦૦ લાખ કે તેથી ઓછી હોય તેવા તથા ધોરણ ૧૨ માં ૬૦ % કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓને મોરેટોરિયમ પિરીયડ ( અભ્યાસક્રમના સમયગાળા અને એક વર્ષ વધુ ) માટે વ્યાજ સબસિડીમાં સહાય કરવા માટે ૨૦૧૭-૧૮ના બજેટમાં નવી બાબત તરીકે રૂ .૫૦૦.૦૦ ( રૂપિયા પાંચસો ) લાખની જોગવાઈ કરવાની વહીવટી પરવાનગી પણ આપવામાં આવેલ છે .
આ પીડીએફ ફાઇલ તમામ ગ્રુપમાં મોકલો. અને દરેક વ્યક્તિને મળે તેવી વ્યવસ્થા કરો. આ બુક સરકાર દ્વારા પબ્લિશ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થી લૉન વિશેની નાનામાં નાની માહિતી છે અને એ પણ ગુજરાતીમાં. આપણા દરેક બાળકો ભણી શકે માટે જરૂઉરી છે પૈસા અને આ બુકમાં આપેલ સ્ટુડન્ટ લૉન વિશેની તમામ માહિતીથી કોઈ છેતરી શકશે નહીં. વિદ્યાર્થી બધું જ ભણી લે પછી પાંચ વર્ષ બાદ લૉન ચુકવવાની હોય છે. બહુ સરળતાથી લૉન મળે છે.
વિદ્યાર્થી શૈક્ષણિક લૉન વિશેની સંપૂર્ણ સમજ ગુજરાતી માં