ગુજરાત રાજય કર્મચારી મહામંડળ સરકારશ્રીમાં કર્મચારીઓના પડતર પ્રશ્નોની યાદી
ગુજરાત રાજય કર્મચારી મહામંડળ સરકારશ્રીમાં કર્મચારીઓના પડતર પ્રશ્નોની યાદી
ગુજરાત રાજય કર્મચારી મહામંડળ સરકારશ્રીમાં કર્મચારીઓના પડતર પ્રશ્નોની યાદી લાગુ ( ૧ ) ભારત સરકારના ધોરણે રાજ્યના કર્મચારીઓને સાતમાં પગારપંચના બાકી લાભો જેમાં એચ આર.એ , શિક્ષણ ભથ્થુ , વાહન ભથ્થુ વિગેરે અન્ય તમામ ભથ્થાઓ , રૂ ! ૧૦ લાખની મર્યાદામાં કેશલેસ મેડીક્લેઇમ યોજના , વયનિવૃત્તિ પ ૮ વર્ષથી વધારી ભારત સરકારના કર્મચારીઓની જેમ ૬૦ વર્ષ કરવી . ( ૨ ) નામ . હાઇકોર્ટના આદેશ મુજબ ફિક્ષ પગારના કર્મચારીઓને ફુલ પગાર સહીતના તમામ લાભો નિમણુકની તારીખથી આપવા જેમાં વર્ષ ૨૦૦૫ પહેલાંના અને પછીથી નિમણુક થયેલ તમામ શિક્ષણ સહાયકો / સહાયકોને રક્ષણ સહીતના તમામ લાભો આપવા તથા ફિકસ પગાર પ્રથા સદંતર બંધ કરવી . ( ૩ ) કેન્દ્ર સરકારે સાતમા પગારપંચમાં છઠ્ઠા પગારપંચ મુજબ કર્મચારીઓને આપેલ ૧૦:૨૦:૩૦ : ની ઉચ્ચત્તર પગાર ધોરણની યોજનાનો લાભ પગાર મર્યાદા સિવાય આપવો . ( ૪ ) વર્ષ ૨૦૦૫ પહેલાં નિમણુક પામેલ કર્મચારીઓ / શિક્ષકો / અધિકારીઓને તથા ત્યારબાદ નિમણુક પામેલ તમામ સરકારી કર્મચારીઓને એન.પી.એસ. બંધ કરી જુની પેન્શન યોજના કરવી . ( ૫ ) કર્મચારીઓની પ ૦ વર્ષની વયમર્યાદા બાદ તમામ ખાતાકીય / પૂર્વ સેવા / સીસીસીની પરિક્ષાઓમાંથી મુક્તિ આપવી . બઢતી અને ઉચ્ચત્તર પગાર ધોરણ અટકાવવું નહિ . કર્મચારીઓને ફક્ત તાલીમ આપવી . ( ૬ ) પંચાયત , બોર્ડ - નિગમ , નગરપાલિકા , ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓ તથા વર્કચાર્જ / રોજમદાર કર્મચારીઓને સાતમા પગારપંચના તફાવત સહીતના બાકી તમામ લાભો આપવા અને રાજ્ય સરકારના કર્મચારી ગણવા . ( ૭ ) વર્ગ -૩ તથા વર્ગ -૪ માં આઉટ સોર્સીગની પ્રથામાં શોષણ થતું હોવાથી પ્રથા બંધ કરી નિયમીત નવીન ભરતી સત્વરે કરવી . ૧૧ માસના કરાર આધારીત કર્મચારીઓ જેઓએ નોકરીના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા કર્મચારીઓને અગ્રતાના ધોરણે નિયમીત નિમણુકો આપી તમામ લાભ આપવા ( ૮ ) ચાલુ ફરજ દરમ્યાન કર્મચારીના અવસાન બાદ વારસદારને ત્રણ મહિનામાં પૂરા પગારમાં રહેમરાહે નોકરી આપવી . ( ૯ ) કર્મચારીઓને ગાંધીનગરમાં આપેલ રાહત દરના પ્લોટની જેમ જીલ્લાના કર્મચારીઓને પ્લોટ આપવા ( ૧૦ ) કર્મચારીઓને નિવૃતી વખતે કોમ્યુટેડ પેન્શનના વ્યાજમાં તથા મુદતમાં ઘટાડો કરવો . ( ૧૧ ) તા .૩૦ મી જુને વયનિવૃત્ત થતા કર્મચારીઓને એક ઇજાફાનો લાભ આપી પેન્શન સહીતના લાભો આપવા.
ગુજરાત રાજય કર્મચારી મહામંડળ સરકારશ્રીમાં કર્મચારીઓના પડતર પ્રશ્નોની યાદી