મતદારયાદી સુધારણા કાર્યક્રમ બાબત અગત્યનો મહત્વપૂર્ણ લેટર વાંચો
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
મતદારયાદી સુધારણા કાર્યક્રમ બાબત તારીખ-૧૩-૯-૨૦૨૧નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
તા .૦૧.૦૧.૨૦૨૨ લાયકાત તારીખ સંદર્ભે મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ . હકક - દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાની તારીખનો સમયગાળો લંબાવવા બાબત શ્રીમાન , ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે , ભારતના ચૂંટણી પંચના તા .૦૩ / ૦૮ / ૨૦૨૧ ના પત્રથી તા .૦૧.૦૧.૨૦૨૨ ની લાયકાતની તારીખે મતદારયાદી સુધારણાનો કાર્યક્રમ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ હતો . જે મુજબ હકક - દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા .૦૧ / ૧૧ / ૨૦૨૧ થી તા .૩૦ / ૧૧ / ૨૦૨૧ સુધીનો નિયત કરવામાં આવેલ હતો . ર . આ સમયગાળા દરમ્યાન અંદાજે કુલ ૧૧,૧૭,૪૮૪ ફોર્મ -૬ મળેલ છે , જે પૈકી ૧૮-૧૯ વયજૂથના અંદાજે કુલ ૫,૧૭,૮૯૮ ફોર્મ -૬ મળેલ છે . સદર કાર્યક્રમના સમયગાળા નાગરીકો તરફથી આ કાર્યક્રમમાં વધુ લાભ લઇ શકે તેમ છે . ૩. ભારતના ચૂંટણી પંચે તેઓના તા .૩૦ / ૧૧ / ૨૦૨૧ ના પત્ર ક્રમાંક : 23 / 2021- ERS ( Vol . - II ) થી હકક - દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા .૦૧ / ૧૨ / ૨૦૨૧ થી તા .૦૫ / ૧૨ / ૨૦૨૧ સુધી લંબાવેલ છે . આથી , આ લંબાવેલા સમયગાળા દરમ્યાન ૧૮-૧૯ વયજૂથના વધુમાં વધુ નાગરીકો મતદાર તરીકે નોંધણી કરે તે માટે તમામ કક્ષાએ શક્ય તેટલા તમામ પ્રયત્નો કરવા જરૂરી છે . અત્રે એ બાબત ખાસ જણાવવાની કે હકક - દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો લંબાવવા સિવાયની મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ -૨૦૨૨ ની ચૂંટણી પંચના તા .૦૩ / ૦૮ / ૨૦૨૧ ના પત્રની સૂચના મુજબ અન્ય તમામ પ્રવૃત્તિઓ યથાવત રહેશે . ૪. આ માટે BLO દ્વારા પોતાના ભાગમાં જે કોઈ નાગરીકો ૧૮-૧૯ વયજૂથના કે તે સિવાયના વયજૂથના પણ મતદાર તરીકે નોંધણી કરાવેલ ન હોય તેવા નાગરીકો પાસે તેઓના ઘેર - ઘેર મુલાકત લઈ આવા નાગરીકો મતદાર તરીકે નોંધાય તેમજ મૃત્યુ પામેલ મતદારોના યોગ્ય પુરાવાના આધારે નામ કમી કરી શકાય તે માટેના ઘનિષ્ઠ પ્રયત્નો કરવા આજ્ઞાનુસાર વિનંતી છે . બિડાણ : ઉપર મુજબ ૫. વધુમાં જિલ્લા કક્ષાએ તેમજ મતદાર નોંધણી અધિકારી કક્ષાએ પણ આ માટે ખાસ આયોજનો કરી વધુમાં વધુ મતદારો નોંધણી કરાવવા વિનંતી છે .
મતદારયાદી સુધારણા કાર્યક્રમ બાબત અગત્યનો મહત્વપૂર્ણ લેટર વાંચો
મતદારયાદી સુધારણા સાથે સંકળાયેલ અધિકારીઓ / કર્મચારીઓને Voter Helpline App ( VHA ) ડાઉનલોડ કરવા બાબત . આપ સુવિદિત છો કે ભારતના ચૂંટણી પંચ , નવી દિલ્હીના તા .૦૩ / ૦૮ / ૨૦૨૧ ના પત્ર ક્રમાંકઃ 23 / 2021 ERS ( Vol . - II ) થી
તા .૦૧.૦૧.૨૦૨૨ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે . તદનુસાર અત્રેના તા .૦૪ / ૦૮ / ૨૦૨૧ અને તા .૦૭ / ૦૮ / ૨૦૨૧ ના સમાનાંકી પત્રથી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ- ૨૦૨૨ અંગે વિગતવાર સૂચનાઓ આપવામાં આવેલ છે . આ સંદર્ભે મતદારો / નાગરિકોને મતદારયાદીમાં નોંધણી કરાવવાના હેતુથી ભારતના ચૂંટણી પંચની Voter Helpline App [ VHA ) ની વ્યાપક પ્રસિધ્ધિ માટે ચૂંટણી પંચે તેઓના તા .૦૬ / ૦૯ / ૨૦૨૧ ના પત્ર ક્રમાંક : 23 / 2021 - ERS [ Vol . - IV ) થી ( નકલ સામેલ છે ) મતદારયાદી સુધારણા કાર્યક્રમ સાથે સંકળાયેલ તમામ અધિકારીઓ / કર્મચારીઓ જેમ કે જિલ્લા ચૂંટણી અધિકારી / મતદાર નોંધણી અધિકારીશ્રીઓ / મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીઓ / બી.એલ.ઓ . સુપરવાઈઝર્સ / બી.એલ.ઓ.ને તેઓના મોબાઇલ ફોન પર Voter Helpline App ( VHA ) ડાઉનલોડ કરવા અને મતદારોમાં આ એપ્લીકેશનના ઉપયોગ માટે તેને લોકપ્રિય બનાવવા મહતમ પ્રયત્નો કરવા સૂચના આપવામાં આવેલ છે . સંબંધિત અધિકારીઓ / કર્મચારીઓનાં ઉપયોગ સારૂ Voter Helpline App ( VHA ) નું યુઝર મેન્યુઅલ આ સાથે સામેલ રાખેલ છે . પ્રસ્તુત બાબતે આપની કક્ષાએથી સંબંધિત તમામને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવા વિનંતી છે . ઉપર્યુકત બાબતે કરવામાં આવેલ કાર્યવાહી અંગેનો compliance report ભારતના ચૂંટણી પંચને તા .૧૫ / ૦૯ / ૨૦૨૧ સુધીમાં મોકલવાનો હોઇ આપના જિલ્લાનો compliance report જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની સહીથી અત્રે તા .૧૫ / ૦૯ / ૨૦૨૧ ના બપોરે ૧૪.૦૦ કલાક સુધીમાં FTP મારફતે અચૂક મોકલી . આપવા વિનંતી છે
મતદારયાદી સુધારણા કાર્યક્રમ બાબત અગત્યનો મહત્વપૂર્ણ લેટર વાંચો
મહત્વપૂર્ણ જૂની લિંક નવી લિંક ઉપર છે.
મતદારયાદી સુધારણા કાર્યક્રમ બાબત તારીખ-૧૦-૮-૨૦૨૦નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મતદારયાદી સુધારણા કાર્યક્રમ બાબત અગત્યનો મહત્વપૂર્ણ લેટર વાંચો