મુખ્ય શિક્ષક અને શિક્ષકોની ફરજો આ PDF માં આપેલ છે. આશા રાખીએ કે દરેક મુખ્ય શિક્ષક અને શિક્ષક સુધી આ PDF પહોચે અને તેમને ઉપયોગી થાય.
મહત્વપૂર્ણ લિંક
મુખ્ય શિક્ષક અને શિક્ષકોની ફરજોની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મુખ્ય શિક્ષક અને શિક્ષકોની ફરજો આ PDF માં આપેલ છે. આશા રાખીએ કે દરેક મુખ્ય શિક્ષક અને શિક્ષક સુધી આ PDF પહોચે અને તેમને ઉપયોગી થાય.
દરેક આચાર્યશ્રી અને શિક્ષકો માટે કાયમી સેવ રાખવા જેવો પરિપત્ર
મુખ્ય શિક્ષક અને શિક્ષકોની ફરજો આ PDF માં આપેલ છે. આશા રાખીએ કે દરેક મુખ્ય શિક્ષક અને શિક્ષક સુધી આ PDF પહોચે અને તેમને ઉપયોગી થાય.
ડ . સામાન્ય ફરજોઃ ૧ . શાળામાં નિયમિત પુરા સમય માટે હાજર રહી શાળાના કામકાજમાં સંપૂર્ણ ધ્યાન રાખવાનું રહેશે . શાળાના સમય દરમ્યાન કોઇ પણ પ્રકારનું ખાનગી કામ કરી શકાશે નહીં . ૨ . શાળાના કામે શાળા છોડવાના કિસ્સામાં તેની અને શિક્ષકો / કર્મચારીની મુવમેન્ટ નિભાવશે . ૩. શાળાના શિક્ષકો / કર્મચારીઓના કામગીરી સબબ વાર્ષિક સી.આર. ( ખાનગી અહેવાલ ) ભરીને રીમાર્ક કરશે . ૪. શિક્ષકો / કર્મચારીઓના કામની એકસૂત્રતા જાળવશે અને તે તેમની કાર્યક્ષમતા તથા શિસ્ત માટે જવાબદારી નિભાવશે . પ . શાળાના શિક્ષક / કર્મચારીનો ગેરવર્તણૂંક અથવા શિસ્તભંગના કોઈ કિસ્સા ધ્યાનમાં આવે તો સબંધિતને ખુલાસો પુછશે . વારંવારના ગેરવર્તન માટે તાલુકા કેળવણી નિરીક્ષક કે તાલુકા / જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી કે વહીવટી અધિકારીને રીપોર્ટ કરશે . ૬ . શિક્ષક / કર્મચારીની પરચુરણ રજાઓ મંજુર કરશે અને તેના આધારો સહિતનું રેકર્ડ નિભાવશે . શાળાના શિક્ષકો / કર્મચારીની સેવાપોથી નિભાવશે અને શાળાની કસ્ટડીમાં રાખશે . તેમાં જરૂરી નોંધો કરીને સક્ષમ અધિકારી પાસે ઓડીટ કરાવી ખરાઈ કરાવશે અને ડુપ્લીકેટ સેવાપોથી નિભાવશે . ૮ . શાળાનાં પગારબીલો તૈયાર કરાવવા અને તાલુકા / જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી / શાસનાધિકારીશ્રી આ અર્થે નિર્દિષ્ટ કરે તેવી તારીખ પહેલા પગારકેન્દ્ર શાળાના મુખ્ય શિક્ષકને મોકલી આપશે .
૯ . શાળાના શિક્ષકની બિન અધિકૃત ગેરહાજરી સબબ તેનો પગાર કાપી લેવા અધિકૃત ગણાશે . ૧૦ , શાળાની દરેક પ્રકારની મિલ્કતની યોગ્ય સંભાળ લેવાય છે તેવી ચોકસાઈ રાખવા તથા મિલકતને કોઈ નુકશાન કરવામાં આવ્યુ હોય તો તે બાબતનો વહીવટી અધિકારી / ગામ / જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ / નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને રીપોર્ટ કરશે . ૧૧. સરકારી નાણાની વહેંચણી કે કામ પૂર્ણ કર્યા બાદની બચત રહેલી શાળાની ફીનાં નાણાં કે સરકારી હેડના નાણાં પગારકેન્દ્ર શાળાના મુખ્ય શિક્ષકને મોકલવામાં ન આવે ત્યાં સુધી સલામત કસ્ટડીમાં રાખવા માટે તે જવાબદાર રહેશે . ( આવી ફી , અથવા નાણાં મુખ્યશિક્ષકે દર મહીનાની આખર પહેલાં પગાર કેન્દ્ર શાળાનાં મુખ્યશિક્ષકને મોકલી આપવા . ) ૧૨. શાળાના વિદ્યાર્થી , શિક્ષક , કર્મચારી કે વાલીને જરૂરીયાત મુજબ પ્રમાણપત્રો , દાખલા , ગુણપત્રકની નકલો નિયત સમય મર્યાદામાં આપશે . ૧૩. વહીવટી અધિકારીઓએ ફરમાવી હોય તેવી પ્રાથમિક શિક્ષણને લગતી અન્ય - ફરજો તે બજાવશે અથવા તેને લગતી બહાર પાડવામાં આવતી સૂચનાઓ અનુસાર તે વર્તશે . ૧૪. શાળાના મધ્યાહન ભોજન યોજનાનું સમગ્ર સંચાલન મુખ્ય શિક્ષક કરશે . ૧૫. શાળાના મધ્યાહન ભોજન સંચાલકની નિયમિત હાજરી અને તેની કામગીરી પર દેખરેખ રાખશે . ૧૬. મધ્યાહન ભોજન સંદર્ભે શિક્ષકોની કામગીરીની વહેંચણી કરવાની રહેશે . ૧૭. અઠવાડિક આયોજન મુજબ ભોજન બને તેની દેખરેખ રાખશે . ૧૮. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત મળતી તમામ ગ્રાન્ટોનો ખર્ચ યોગ્ય રીતે થાય અને તેનું ઓડિટ કરાવવાની જવાબદારી રહેશે .
૧૯. શાળામાં ખૂટતી જરૂરિયાતો સંદર્ભે મળતી ભૌતિક સુવિધાઓ અંગેની ગ્રાન્ટનો ખર્ચ યોગ્ય રીતે થાય તે જોવાની ફરજ રહેશે . ૨૦. S.S.A. અંતર્ગત C.R.C. , B.R.C. ના કો.ઓર્ડીનેટરએ સૂચવ્યા મુજબ અનુસરવું તેમજ તેઓને સહકાર આપવાની ફરજ રહેશે . ૨૧. S.S.A. તરફથી મળતા DISE ફોર્મ ક્ષતિરહીત ભરી મોકલવાના રહેશે . ૨૨. પ્રાથમિક શિક્ષણ સંસ્થામાં પ્રવેશ માટે નિયત થયેલ નિયમો મુજબ બાળકોને શાળામાં પ્રવેશ આપવાની કાર્યવાહી કરવાની રહેશે . ૨૩. સરકાર અથવા સ્થાનિક સત્તાતંત્રને જરૂરી હોય તેવી શાળા વિષયક યોગ્ય માહિતી પૂરી પાડવાની રહેશે . ૨૪. સરકારે નિર્દેશ કરેલ ધારાધોરણ મુજબ શાળા વ્યવસ્થાપન સમિતિની રચના કરાવી તેની સાથે સંકલનમાં રહી શાળા વિકાસની યોજના તૈયાર કરવાની રહેશે . ૨૫. શિક્ષક નિર્દષ્ટ કરેલી ફરજ ન બજાવે તો લાગુ પડતાં સેવા નિયમોનુસાર શિક્ષકને સાંભળ્યા બાદ તેના ઉપર શિસ્ત વિષયક પગલા ભરવા વહીવટી અધિકારીને જણાવવાનું રહેશે . ૨૬. કોઈપણ શિક્ષક ખાનગી ટયુશન અથવા ખાનગી શિક્ષણની પ્રવૃત્તિમાં ભાગ ન લે તે જોવાની ફરજ રહેશે . ૨૭. તાલીમ લીધા અંગેના પોતાના તથા શિક્ષકોના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ વિગેરે દક્તરની યોગ્ય જાળવણી કરવાની રહેશે . ૨૮. શાળામાં આવતા નાણાંનો વહીવટ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નિયમો તથા સૂચનાઓ મુજબ કરવાનો રહેશે .. નવી બાબતો માટે જરૂર મુજબ શાળાના શિક્ષકો તથા SMC ના જવાબદાર સભ્યો સાથે ચર્ચા કરી કાર્યવાહી કરવાની રહેશે .
૨૯. શાળામાં વપરાતા તમામ નાણાંનો હિસાબ આવક , જાવક , પાકાં બિલો , વાઉચરો , આપેલ ચેક ( રકમ તથા તારીખ , નંબર સાથે ) વગેરેનો અગાઉની સૂચના , નિયમો કે વખતોવખત કરવામાં આવતી લેખિત જાણને ધ્યાનમાં રાખી યોગ્યપત્રકો બનાવી નિભાવવાના ( રોજમેળ , વાઉચર ફાઈલ , બિલ ફાઈલ , ટેન્ડર ફાઈલ વગેરે ) રહેશે . ૩૦. શાળામાં દાનમાં આવતી રકમની પહોંચ તુરંત આપી શાળાના કેળવણી ફંડમાં જમા લેવા અને નિયમાનુસાર શાળા વિકાસમાં ઉપયોગ કરવાનો રહેશે . ૩૧. શાળાને મળતી શિક્ષક ગ્રાન્ટ કે અન્ય કાર્યક્રમ અંગેની ગ્રાન્ટ રોજમેળે જમા લઈ જવાબદાર શિક્ષકને અદા કરવી તથા જે તે શિક્ષક પાસેથી ખર્ચમાં વાઉચર બિલો મેળવી હિસાબની યોગ્ય જાળવણી કરવાની રહેશે . ૩૨. શાળામાં આવતી શિષ્યવૃત્તિ , ગણવેશ સહાય કે અન્ય રકમ તુરંત લાભાર્થીને ચૂકવી તેની પેઈડ પાવતી તથા હિસાબોની જાળવણી કરવાની રહેશે .-- “ ૩૩. સરકાર દ્વારાં બહાર પાડવામાં આવતા તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે . ૩૪. શાળામાં આવતી તમામ પ્રકારની ગ્રાન્ટની મુખ્ય જવાબદારી મુખ્ય શિક્ષકની રહેશે અને તમામ ગ્રાન્ટની જાણ શાળા વ્યસ્થાપન સમિતિના ( SMC ) સભ્યોને કરી યોગ્ય ચર્ચા કરી તેનો નિયમાનુસાર ઉપયોગ કરી જરૂરી ખર્ચનું દફતર નીભાવવાનું રહેશે . ૩૫. મુખ્ય શિક્ષકે દર અઠવાડિયે શાળામાં ૧૮ તાસ ( પિરીયડ ) નું શિક્ષણકાર્ય કરવાનું રહેશે.ઉપરાંત સામંત શૈક્ષણિક પ્રવાહો , પધ્ધતિઓ , પ્રવિધિઓ અને પ્રયુક્તિઓની જાણકારી રાખવી અને તેનું અમલીકરણ કરશે .
મુખ્ય શિક્ષક અને શિક્ષકોની ફરજો આ PDF માં આપેલ છે. આશા રાખીએ કે દરેક મુખ્ય શિક્ષક અને શિક્ષક સુધી આ PDF પહોચે અને તેમને ઉપયોગી થાય.