રાજ્યની તમામ બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ -૦૯ થી ધોરણ -૧૧ માં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવા બાબત
મહત્વપૂર્ણ લિંક
STD 9 ,10, 11 શાળા શરુ કરવા બાબત પરિપત્ર અને વાલી સંમતીપત્રક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
રાજ્યની તમામ બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ -૦૯ થી ધોરણ -૧૧ માં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવા બાબત
રાજ્યની તમામ બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ -૦૯ થી ધોરણ -૧૧ માં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવા બાબત વંચાણે લીધા : ૧. શિક્ષણ વિભાગનો તા : ૧૪ / ૦૭ / ૨૦૨૧ નો સમાન ક્રમાંકનો ઠરાવ . ૨. તા .૨૨ / ૦૭ / ૨૦૧૧ ના રોજ માન.મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કોર કમીટીની બેઠક પરિપત્ર : શિક્ષણ વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક ( ૧ ) સામેના તા .૧૪ / ૦૭૨૦૨૧ ના ઠરાવથી રાજયની તમામ બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ -૧૨ ના તમામ પ્રવાહોમાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય ચાલુ રાખવા સુચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે . ત્યાર બાદ તા .૨૨ / ૦૭ / ૨૦૨૧ ના રોજ માન . મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કોર કમીટીની બેઠકમાં રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ -૦૯ થી ધોરણ -૧ ૧ માં તા .૨૬ / ૦૭ / ૨૦૨૧ થી પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવા બાબતે નિર્ણય લેવામાં આવેલ છે . જે અન્વયે નીચે મુજબની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે ; ( 4 ) ઓફલાઇન / પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી આપવી વિદ્યાર્થીઓ માટે મરજીયાત રહેશે તથા જે વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ ઓફલાઇન / પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં ન જોડાય તેવા વિદ્યાર્થીઓ માટે અગાઉની જેમ ઓન લાઇન શિક્ષણની વ્યવસ્થા વર્તમાનમાં ચાલુ રાખવાની રહેશે . પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય માટે વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી આ સાથે સામેલ નમુનામાં લેખિત સંમતીપત્ર મેળવવાનું રહેશે . ( 5 ) વર્ગ ખંડોમાં ૫૦ % ક્ષમતાની મર્યાદામાં એકોતર દિવસ ( Alternate day ) મુજબ વિદ્યાર્થીઓને વર્ગખંડ શિક્ષણ માટે બોલાવવાના રહેશે તેમજ વર્ગખંડોમાં કોઈ પણ બે વિદ્યાર્થીઓ વચ્ચે પર્યાપ્ત અંતરા social Distancing નું અચૂકપણે પાલન કરાવવાનું રહેશે . વધુમાં , સમયાંતરે નિયમિતપણે વર્ગખંડનું યોગ્ય સેનેટાઈઝેશન કરવાનું રહેશે તથા સંસ્થાના પરિસરમાં હેન્ડ વૉશિંગ / સેનેટાઇઝેશન પોઇન્ટ પૂરતા પ્રમાણમાં રાખવાના રહેશે . શાળાના તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ ફેસ માસ્ક ફરજીયાત યોગ્ય રીતે પહેરવાનું રહેશે તેમજ coVID - 19 સંદર્ભે ઉચિત વર્તણૂક ( Covid Appropriate Belhaviour ) નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે .
આ ઉપર્યુક્ત સૂચનાઓ તમામ બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને શિક્ષણ વિભાગ દ્વારા અન્ય સૂચનાઓ પ્રસિધ્ધ ન થાય ત્યાં સુધી લાગુ પડશે .
વાલી / માતા - પિતાનું નામ સરનામું મો . નં . તા . પ્રતિ , આચાર્યશ્રી , શાળાનું નામ : _ સરનામું : જિલ્લો વિષય : મારા પાલ્ય / પુત્ર / પુત્રીને શાળામાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય માટે મોકલવા અંગે સંમતિ આપવા બાબત . શ્રીમાન , સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે કોવિડ -૧૯ ની હાલની પરિસ્થિતિમાં સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ S.O.P. ( સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર ) નું પાલન કરવાની શરતે શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો નિર્ણય સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે . મારો પાલ્ય / પુત્ર / પુત્રી ( નામ ) . આપની શાળામાં ધોરણ- માં અભ્યાસ કરે છે . મેં 5.0.P. માં દર્શાવેલ માતાપિતા / વાલીની ભૂમિકાની વિગતો વાયેલ છે . મારા પાલ્ય / પુત્ર / પુત્રીને શાળામાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય માટે મોકલવાની હું સંમતિ આપું છું . મારા પાલ્ય / પુત્ર / પુત્રી દ્વારા સરકારશ્રીની 5.0.P. તેમજ કોવિડ -૧૯ અંગેની ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવશે તેની હું બાંહેધરી આપું છું . મારા પાલ્ય / પુત્ર / પુત્રી શાળામાં માસ્ક પહેરીને આવે તેમજ પાણીની બોટલ , નાસ્તો વગેરે ઘરેથી લઈને આવે અને અન્ય સાથે તેની આપ - લે ન કરે તે અંગે તેમને અમોએ સમજ આપેલ છે . મારા પરિવારમાં કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત હશે તો તેમજ મારું નિવાસ સ્થાન કન્ટેન્સેન્ટ ઝોનમાં આવતું હશે તો હું મારા પાલ્ય / પુત્ર / પુત્રીને શાળામાં નહિ મોકલું તેની ખાત્રી આપું છું . આપનો વિશ્વાસુ ( સહી ) ( નામ )
રાજ્યની તમામ બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ -૦૯ થી ધોરણ -૧૧ માં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવા બાબત