ગુરુ મહિમા અને ગુરુ પૂર્ણિમા વિશે વાંચવા - જાણવા લાયક
મહત્વપૂર્ણ લિંક
ગુરુ પુર્ણિમા ની શુભકામના પાઠવવા તમારા અને તમારા ગુરુજીના ફોટોવાળુ કાર્ડ બનાવવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
શિક્ષક ગાથા વાંચવા માટે અહીં ક્લિક કરો.
ગુરુ મહિમા અને ગુરુ પૂર્ણિમા વિશે વાંચવા - જાણવા લાયક
હું એક શિક્ષક છું . હું એક શિક્ષક છું શિક્ષકને કદી નમાલો ગણતા નહીં , હું સમાજનું હૃદય ધબકતું સ્થાન ને મારા હણતા નહીં , મેં કલાકો ગળા ઢઈડીને વર્ગખંડ ગહેકાવ્યા છે , મેં કળીઓને ફૂલ બનાવી બાગબાગ મહેકાવ્યા છે , મેં વાવી છે શિષ્ટ સભ્યતા હવે આ મોસમ લણતા નહી , હું એક શિક્ષક છું શિક્ષકને કદી નમાલો ગણતા નહી . આદર્શોના ઈંધણ નાખી મેં સંસ્કારો રાંધ્યા છે , ડૉકટર , વકીલ કે ઈન્સ્પેક્ટર મેં પાયેથી બાંધ્યા છે , હું પાયાનો પથ્થર કોઈ જૂઠ ઇમારત ચણતા નહીં , હું એક શિક્ષક છું શિક્ષકને કદી નમાલો ગણતા નહીં . ખાણમાં નાખી હાથ અને મેં કૈક હીરાઓ ઝળકાવ્યાં , શબ્દનો સેવક થઈને સાક્ષરતાનાં નેજા ફરકાવ્યાં , અને તમે શું આપ્યું ? પૂછો મા ! ઝખમને ખણતા નહીં , હું એક શિક્ષક છું શિક્ષકને કદી નમાલો ગણતા નહીં . હા , હું હકથી , વટથી કહું છું સમાજ મારો ઋણી છે , વેતન લઇને વતન સાચવ્યું તોય વાત અણસૂણી છે , આદર નાં આપો તો માફી , આરોપો બણબણતા નહીં , હું એક શિક્ષક છું શિક્ષકને કદી નમાલો ગણતા નહીં . કવિ : સાંઈરામ દવે ( સાંઈરામના હસતાંઅક્ષર માંથી સાભાર )
ભારતમાં તો ગુરુનો વિશેષ મહિમા છે.
ઘણી વાર નવાઈ લાગે કે આ દેશના ભાવુક લોકોની શિષ્ય વૃત્તિનો ખૂબ ગેરલાભ લેવાયો છે.
યાદ કરો આશારામ બાપુને. ગુરુ પૂર્ણિમાના દિવસે તો એટલી જનમેદની ઊમટી પડતી કે ના પૂછો વાત. બે-બે બાળકોની હત્યાના કેસમાં તથા મહિલાઓના જાતીય શોષણમાં જેલ થઈ પછી પણ લાખો શિષ્યો તેમનો કેડો છોડતા નથી. આજે પણ તેમને પરમ ગુરુદેવ માનનારા અનેક છે. તથ્યો સાવ નજર સામે હોવા છતાં તેમને નિર્દોષ માનનારા હજારો લોકો છે.
રાજકારણીઓ તો ભીડને મતમાં ફેરવવાની લાલચમાં તેમની કને જાય પણ મોતીભાઈ ચાૈધરી જેવા ગાંધીજન પણ તેમના પરમ ભક્ત બની ગયા હતા તે નવાઈની વાત લાગે. એવા તો ઘણા હતા અને હજી પણ છે.
આસારામ બાપુ તો નામ છે, મોટા ભાગના કહેવાતા અને પ્રચલિત અને લોકપ્રિય ધાર્મિક નેતાઓ (એમાં બધા જ ધર્મો આવી જાય) ખોટાડા છે. અમારા એક મિત્ર તો અતિશ્યોક્તિ સાથે કહે છે કે પ્રમાણમાં ફરક હોય છે બાકી મોટાભાગના આસારામ બાપુ જ હોય છે.
આવી આંધળી શિષ્ય વૃત્તિ આપણા દેશને ભારે પડી છે.
બરાબર છે, ગુરુનો મહિમા અપરંપાર છે. ગુરુ ભગવાનથી પણ ઉપર છે. કબૂલ-મંજૂર, પણ એવા સાચુકલા ગુરુ ક્યાં
છે આજકાલ ? દીવો લઈને શોધવા જઈએ તો પણ મળે એમ નથી.
ઘણી વાર એવું લાગે છે કે આપણો દેશ વાતો કરનારો અને વાતોમાં આવી જનારો દેશ છે. તરત કોઈના પ્રભાવમાં આવી જશે. પ્રભાવ હોય ત્યાં ભાવ ઝાઝુ ના રહે. એ તરત ચાલતી પકડે. સાચી ભાવનાના ખોટા પ્રભાવે આ દેશનું પારાવાર નુકશાન કર્યું છે.
આદર, સન્માન બધાંનાં કરીએ પણ કોઈનાય પ્રભાવમાં ઝટ ના આવીએ. એ મોટો રોગ છે. આત્મશક્તિ અને આત્મ સન્માનને હણી નાખનારો રોગ છે. આપણા ભારત દેશમાં કરોડો લોકો તેના દરદીઓ છે.
જો સાચા ગુરુજનો હોત તો આપણા દેશમાં આટલો ભૂખમરો ના હોત, આટલી સ્વાર્થવૃતિ, ગરીબી, બેરોજગારી, અપ્રામાણિકતા, કામચોરી ના હોત મારા બાપ.. ખરેખર તો મોટાભાગના કહેવાતા ગુરુજનો પૈસા અને પ્રતિષ્ઠા અંકે કરવામાં જ રચ્યાપચ્યા રહે છે. (અપવાદો છે જ અને હોવા જ જોઈએ. એ તમામને વંદન)
કહેવાતા ગુરુજનો સાૈથી વધુ શોષણ બહેનોનું કરે છે. સદીઓથી આ કલંકિત પરંપરા ચાલતી જ આવી છે. શિક્ષણના પ્રસારથી થોડો ફેર જોકે પડ્યો છે, પણ આજે પણ બહેનોનું પ્રચુર માત્રામાં શોષણ થયા જ કરે છે.
આ જમાનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો પણ છે. આવો, મનને સ્વસ્થ કરીએ. અંધવિશ્વાસ અને આંધળી શ્રદ્ધા પર ખંભાતી તાળું મારીએ. યોગ્ય પાત્ર મળે તો તેમને આપણા ગુરુ બનાવીએ, પણ પહેલાં તો પોતે જ પોતાના ગુરુ બનીને મનની અપાર શક્તિને બહાર કાઢીએ.
વિનોબા ભાવે કહેતા હતા તેમ ધર્મમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો સુમેળ કરીને સર્વોદય કરીએ.
ભારતીય સંસ્કૃતિ મહાન છે. ભવ્ય અને દિવ્ય છે. અત્યારના કહેવાતા કેટલાક ધાર્મિક નેતા-અભિનેતાઓને કારણે
તેના પર મેલ ચડી રહ્યો છે તો તેને અટકાવીએ.
દરેકને ગુરુપૂર્ણિમાની અઢળક શુભકામનાઓ.
ગુરુ મહિમા અને ગુરુ પૂર્ણિમા વિશે વાંચવા - જાણવા લાયક