પ્રાથમિક શાળાના શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર " થી પ્રોત્સાહિત કરવા બાબત
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક 27/6/2019
પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
પ્રાથમિક શાળાના શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર " થી પ્રોત્સાહિત કરવા બાબત
પ્રાથમિક શાળાના શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર " થી પ્રોત્સાહિત કરવા બાબત , તારીખ ૨૭/૦૬/૨૦૧૯ વંચાણે લીધા : ( ૧ ) . શિક્ષણ વિભાગનો તા . ૨૫ / ૦૬ / ૨૦૧૯ નો ઠરાવ ક્રમાંક : પીઆરઇ / ૧૧૨૦૧૯ / સીંફા -૧૩ / ક , ( ૨ ) . નિયામકશ્રી , પ્રાથમિક શિક્ષણની કચેરીની તારીખ ૧૭ / ૦૬ / ૨૦૧૯ ના સીંગલફાઇલથી કરેલ દરખાસ્ત ક્રમાંક : પ્રાશિનિ / જ / સિંગલફાઇલ / રા.પા. માટે પ્રો.ટીયર સુધારો / ૨૦૧૯ / ૬ પ્રસ્તાવના : રાજ્યની પ્રાથમિક શાળામાં ઉતમ શૈક્ષણિક કાર્ય કરતા હોય અને શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિ , નાવિન્યપૂર્ણ પ્રયોગો , સામાજિક યોગદાન વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય હોય તેમજ સમાજને ઉપયોગી બની રહે તેવા પ્રાથમિક શિક્ષક / મુખ્ય શિક્ષકને પોતાને પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી તેવા પ્રાથમિક શિક્ષક / મુખ્ય શિક્ષકને “ પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી . ઠરાવ : નિયામકશ્રી , પ્રાથમિક શિક્ષણની ક્રમાંક ( ૨ ) સામે વંચાણે લીધેલ દરખાસ્ત પરત્વે થયેલ કાળજીપૂર્વકની વિચારણાને અંતે , ઉત્તમ શૈક્ષણિક કાર્ય કરતા હોય , શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિ , નાવિન્યપૂર્ણ પ્રયોગો , સામાજિક યોગદાન વગેરેમાં સક્રિય હોય તેવા શિક્ષક / મુખ્ય શિક્ષકને પોતાને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી “ પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર " આપવાનું
નક્કી કરવામાં આવેલ છે “ પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપવા અંગેની જોગવાઇઓ નીચે મુજબ રહેશે . ( ક ) પ્રમાણપત્રની સંખ્યા પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર " માટે સમગ્ર રાજયના દરેક ક્લસ્ટર દીઠ અને દરેક સત્ર દીઠ એક શિક્ષક / મુખ્ય શિક્ષકની પસંદગી કરવાની રહેશે અને તેમને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર એનાયત કરવાના રહેશે . ( ખ ) પ્રતિભાશાળી શિક્ષકની પસંદગી માટેની પદ્ધતિ : 1. પ્રતિભાશાળી શિક્ષક માટે કોઇ ન્યુનતમ સેવા ધ્યાને લેવાની રહેશે નહી અને સેવાકાળ દરમિયાન એકજ વખત મળવાપાત્ર રહેશે . 2. ૧૦૦ % પૈકી ૮૦ % ભારાંક માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં ઉપલબ્ધ ડેટામાંથી શિક્ષકની પોતાની હાજરી , તેમના ધોરણના વિદ્યાર્થીઓની હાજરી , એકમ કસોટી ગુણાંકન , ગુણોત્સવ / સ્કુલ એક્રીડીટેશન ( accreditation ) ના મુલ્યાંકન , સત્રાંત પરીક્ષાનું પરિણામ , વાર્ષિક પરિક્ષાનું પરિણામ વગેરે આધારીત પ્રવૃતિ પરથી મૂલ્યાંકન કરવાનું રહેશે . 3. ૨૦ % ભારાંક માટે શિક્ષક દ્વારા કરવામાં આવેલ વિશિષ્ટ કાર્યો , અન્ય કોઇપણ રીતે આપેલ સામાજિક તથા શૈક્ષણિક ફાળો તેમજ છેલ્લા પાંચ વર્ષમાં કરેલ વિશીષ્ટ કાર્યો જેવા કે રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય પ્રકાશનોમાં લેખ લખવા , વાર્ષિક મૂલ્યાંકન , શિક્ષક ઉત્સાહભેર શાળાકીય પ્રવૃત્તિમાં ભાગ લેતો હોય તથા શિક્ષક નિયમિત તાલીમ મેળવતો હોય વગેરે આધારીત પ્રવૃતિ પરથી મૂલ્યાંકન કરવાનું રહેશે . 4. ઉક્ત ગુણાંકનની એકદંર બાબતો ધ્યાને રાખીને પ્રતિભાશાળી શિક્ષકની પસંદગી માટે ત્રણ નામોની યાદી સી.આર.સી તૈયાર કરીને તાલુકા સમિતિ સમક્ષ મુકશે અને તમામ હકીકતોને ધ્યાને રાખીને તાલુકા સમિતિ તટસ્થપણે એક નામ પસંદ કરશે . 5. તાલુકા સમિતિએ પસંદ કરેલ નામ જીલ્લા લેવલે એકત્રીત કરી નિયામકશ્રી , પ્રાથમિક શિક્ષણની કચેરીને સુપ્રત કરવામાં આવશે . અને નામોની જાહેરાત નિયામકશ્રી , પ્રાથમિક શિક્ષણના સ્તરેથી થશે .
6. પહેલા અને બીજા સત્રો પુર્ણ થયા પછી એક મહિનામાં આ પ્રક્રિયા અનુસરી વર્ષમાં બે વખત શિક્ષકોની પસંદગી કરવાની રહેશે . ( ગ ) સમયગાળો : આવા શિક્ષક / મુખ્ય શિક્ષકની પહેલા સત્રના અંતે અને બીજા સત્રના અંતે પસંદગી કરી , તેઓને બન્ને સત્રના અંતે સત્રદીઠ “ પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર એનાયત કરવાના રહેશે . ( ઘ ) પસંદગી સમિતી : " પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર " ની પસંદગી કરવા માટે નીચે મુજબ પસંદગી સમિતિની રચના કરવાની રહેશે . ૧ ર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કન્વીનરશ્રી જે તે તાલુકાના બ્લોક રીસોર્સ કો - ઓર્ડિનેટર સભ્યશ્રી સંબધિત પગાર કેન્દ્ર ( પે સેન્ટર ) ના કલસ્ટર્સ રીસોર્સ સભ્ય સચિવશ્રી કો - ઓર્ડિનેટર 3 ૨. આ પ્રમાણપત્રને ભવિષ્યમાં તાલુકા , જીલ્લા અને રાજયકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પરિતોષીક માટે પૂર્વ લાયકાત ગણવાના સંબંધમાં માપદંડ ( Criteria ) તરીકે બનાવવાનું વિચારી શકાશે . 3. નિયામકશ્રી , પ્રાથમિક શિક્ષણની કચેરીએ આ ઠરાવની વિગતોથી દરેક શિક્ષક માહિતગાર રહે તે હેતુથી સંબંધિત તમામ કચેરીઓના ધ્યાન પર આ બાબત લાવવાની રહેશે અને આનુષંગિક કાર્યપધ્ધતિ માટે જરૂરી વહીવટી સુચનાઓ આપવાની રહેશે . ૪. આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ફાઈલ ઉપર તા .૨૦ / ૦૬ / ૨૦૧૯ ની નોંધથી સરકારશ્રીની મળેલ મંજુરીના અનુસંધાને બહાર પાડવામાં આવે છે .
પ્રાથમિક શાળાના શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર " થી પ્રોત્સાહિત કરવા બાબત