રાજ્યની સર્વે સરકારી / ખાનગી યુનિવર્સિટી કોલેજોમાં ઓફ - લાઈન પ્રત્યક્ષ રીતે વર્ગખંડ શિક્ષણ ચાલુ કરવા બાબત

Join Whatsapp Group Join Now

 રાજ્યની સર્વે સરકારી / ખાનગી યુનિવર્સિટી કોલેજોમાં ઓફ - લાઈન પ્રત્યક્ષ રીતે વર્ગખંડ શિક્ષણ ચાલુ કરવા બાબત


મહત્વપૂર્ણ લિંક


લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો






https://project303.blogspot.com/2021/07/shala-kholava-babat.html

https://project303.blogspot.com/2021/07/shala-kholava-babat.html



રાજ્યની સર્વે સરકારી / ખાનગી યુનિવર્સિટી કોલેજોમાં ઓફ - લાઈન પ્રત્યક્ષ રીતે વર્ગખંડ શિક્ષણ ચાલુ કરવા બાબત


રાજ્યની સર્વે સરકારી / ખાનગી યુનિવર્સિટી કોલેજોમાં ઓફ - લાઈન પ્રત્યક્ષ રીતે વર્ગખંડ શિક્ષણ ચાલુ કરવા બાબત . ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ પરિપત્ર ક્રમાંક : પરચ / ૨૦૧૪ / ૬૧ / ખ -૧ , સચિવાલય , ગાંધીનગર . તારીખઃ ૦૯/૦૭/૨૦૨૧ સંદર્ભ : ૧ . શિક્ષણ વિભાગનો તા : ૦૪ / ૦૬ / ૨૦૨૧ નો સમાનાંકી ઠરાવ . શિક્ષણ વિભાગના તાઃ ૨૮ ૦૬ / ૨૦૨૧ નો સમાનાંકી પરિપત્ર . ૨ , પરિપત્ર : ઉક્ત વંચાણે લીધેલ સંદર્ભ ( ૧ ) ના ઠરાવથી રાજયની સરકારી યુનિવર્સિટીઓ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટેનું કોમન એકેડેમિક કેલેન્ડર નિયત કરવામાં આવેલ છે , જેમાં યુનિવર્સિટીઓને રાજ્ય સરકાર તરફથી સૂચનાઓ મળ્યા બાદ જ ઓફ લાઇન પરીક્ષા અને ભૌતિક વર્ગ - ખંડ શિક્ષણ ચાલુ કરવાનું રહેશે તેમ ઠરાવેલ હતું . સંદર્ભ ( ૨ ) ના પરિપત્રથી રાજ્યની સર્વે સરકારી ખાનગી યુનિવર્સિટી અને કોલેજો માટે સ્નાતક કક્ષાના ફાઇનલ સેમેસ્ટર / ટર્મીનલ સેમેસ્ટર તથા અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન / પ્રત્યક્ષ પરીક્ષાનું આયોજન કરવા સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ હતી . રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલ અસરકારક પગલાંઓને પરિણામે કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થવાને લીધે હાલની પરિસ્થિતિ ધ્યાને લેતા વિદ્યાર્થીઓના બહોળા શૈક્ષણિક હિતમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના વિદ્યાર્થીઓ માટે તા . ૧૫.૦૭ . ૨૦૨૧ થી શૈક્ષણિક કાર્યો ઓફલાઇન પ્રત્યક્ષ રીતે શરૂ કરવા રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે . જે અન્વયે નીચે મુજબની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે : ( ૧ ) ઓફલાઇન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી આપવી વિદ્યાર્થીઓ માટે મરજીયાત રહેશે તથા જે વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ ઓફલાઇન / પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં ન જોડાય તેવા વિદ્યાર્થીઓ માટે કોલેજ / યુનિવર્સિટીએ અગાઉની જેમ ઓન લાઈન શિક્ષણની વ્યવસ્થા વર્તમાનમાં ચાલુ રાખવાની રહેશે .

( ૨ ) વર્ગ ખંડોમાં ૫૦ % ક્ષમતાની મર્યાદામાં એકાંતરે દિવસ ( Alternate day ) મુજબ વિદ્યાર્થીઓને વર્ગખંડ શિક્ષણ માટે બોલાવવાના રહેશે તેમજ વર્ગખંડોમાં કોઈ પણ બે વિદ્યાર્થીઓ વચ્ચે પર્યાપ્ત અંત ૨ / Social Distancing નું અચૂકપણે પાલન કરાવવાનું રહેશે . વધુમાં , સમયાંતરે નિયમિતપણે વર્ગખંડનું યોગ્ય સેનેટાઈઝેશન કરવાનું રહેશે તથા સંસ્થાના પરિસરમાં હેન્ડ વૉશિંગ / સેનેટાઇઝેશન પોઇન્ટ પૂરતા પ્રમાણમાં રાખવાના રહેશે . ( 3 ) ઉચ્ચ શિક્ષણ સંસ્થાના તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ ફેસ માસ્ક ફરજીયાત યોગ્ય રીતે પહેરવાનું રહેશે તેમજ coVID - 19 . સંદર્ભે ઉચિત વર્તણૂક ( Appropriate Covid Behaviour ) નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે . ( ૪ ) વર્ગખંડમાં પ્રત્યક્ષ હાજરી આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ પોતાના તથા અન્ય વિદ્યાર્થીઓના સ્વાસ્યના હિતમાં તેમજ સમાજના વિશાળ હિતમાં અગાઉથી વેક્સિનેશન સુનિશ્ચિત કરાવી લેવાનું રહેશે . અપવાદરૂપે , કોઈ વિદ્યાર્થી દ્વારા ગ્રાહ્ય રાખવાપાત્ર તબીબી કારણોસર ( Valid Medical Reason ) વેક્સીન ના લીધેલ હોય તો જરૂરી તબીબી પ્રમાણપત્ર રજૂ કર્યેથી અથવા અન્ય વ્યાજબી કારણોસર વેક્સીન ના લીધેલ હોય તો યુનિવર્સિટી કોલેજના સંચાલકોને સંતોષકારક લાગે તો પ્રત્યક્ષ વર્ગખંડમાં બેસવાની અનુમતિ આપી શકાશે . ( ૫ ) ઓફ - લાઇન / પ્રત્યક્ષ રીતે વર્ગ - ખંડ શિક્ષણ માટે , હોસ્ટેલમાં રહેવા માટે તેમજ કેન્ટીન , મૅસ એરીયા , વગેરે અંગે શિક્ષણ વિભાગ દ્વારા ટૂંક સમયમાં બહાર પાડવામાં આવનાર વિગતવાર માર્ગદર્શિકા ( s . ) . P . ) નો પણ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે . જરૂર જણાય તો યુનિવર્સિટી કોલેજોના સંચાલકોએ સ્થાનિક સત્તામંડળો સાથે સંકલન સાધીને કોરોના સંબંધિત ટેસ્ટીંગ / વેક્સિનેશન માટે જરૂરી સહકાર આપવાનો રહેશે તથા રાજ્ય સરકારની વખતોવખત બહાર પાડવામાં આવેલ coVID - 19 ના પ્રોટોકોલ સંલગ્ન તમામ આનુષાંગિક બાબતોનું પાલન કરવાનું રહેશે . ઉપર્યુક્ત સૂચનાઓ તમામ સરકારી / ખાનગી યુનિવર્સિટી અને સરકારી / ગ્રાન્ટ - ઈન એઈડ / ખાનગી કોલેજોને શિક્ષણ વિભાગ દ્વારા ઉપરોક્ત બાબતે અન્ય સૂચનાઓ પ્રસિધ્ધ ન થાય ત્યાં સુધી લાગુ પડશે . 





રાજ્યની સર્વે સરકારી / ખાનગી યુનિવર્સિટી કોલેજોમાં ઓફ - લાઈન પ્રત્યક્ષ રીતે વર્ગખંડ શિક્ષણ ચાલુ કરવા બાબત





રાજ્યની સર્વે સરકારી / ખાનગી યુનિવર્સિટી કોલેજોમાં ઓફ - લાઈન પ્રત્યક્ષ રીતે વર્ગખંડ શિક્ષણ ચાલુ કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR