જાતિવાચક શબ્દો ના બદલે કયા શબ્દોનો ઉપયોગ કરવો તે બાબત મહત્વપૂર્ણ લેટર
શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં અનુસૂચિત જાતિ માટે ના પ્રતિબંધિત શબ્દો નો ઉપયોગ કરેલ હોય તેવા શાળા છોડ્યાના પ્રમાણપત્રોમાં સુધારો કરવા બાબત
ભારત સરકારના ગૃહ મંત્રાલયે આમુખમાં જણાવેલ તા . ૧૦-૨-૮૨ના પત્રથી અને તે સમયના કલ્યાણ મંત્રાલયે ( હાલમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ) આમુખમાં જણાવેલ તા . ૧૬-૮-૯૦ ના પત્રથી કેટલીક સૂચનાઓ પ્રસિધ્ધ કરેલ છે . ખાસ કરીને ઉપરોક્ત મંત્રાલયોએ અનુસૂચિત જાતિના લોકો માટે હરિજન શબ્દોનો અને અનુસૂચિત જનજાતિના લોકો માટે ગિરિજન શબ્દોનો ઉપયોગ નહી કરવા અંગેની સૂચનાઓ પ્રસિધ્ધ કરેલ છે . ભારત સરકારના ઉપરોક્ત પત્રોની નકલો સચિવાલયના સાર્વ વિભાગો વિભાગ હેઠળના ખાતાના વડાની કચેરીઓને તેમજ અન્ય કચેરીઓને , આમુખમાં જણાવેલા સમાજ કલ્યાણ વિભાગના તા . ૧૮-૩-૯૧ના તા . ૨૬-૩-૯૧ , અને તા . ૪-૩-૯૧ અને તા . ૨૬-૬-૯૧ના પત્રોથી મોકલી આપીને ભારત સરકારના ઉપરોકત પત્રોમાં જણાવેલ વિગત સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનું જણાવવામાં આવેલ છે . ૨ ભારત સરકારના ઉપરોક્ત પત્રોમાની સૂચનાઓના આધારે , વિગતવાર સુચનાઓ બહાર પાડવાની બાબત કેટલાક સમયથી રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી આ અંગે કાળજી પૂર્વકની પુખ્ત વિચારણાને અંતે આથી નીચે મુજબની રચનાઓ આપવામાં આવે છે . ( ૧ ) ગુજરાત સરકારના તમામ વહીવટી વિભાગો તથા તેમના હસ્તકની તમામ વહીવટી કચેરીઓ ( બર્ડ તથા નિગમ રહિત ) તથા તમામ શાળાઓ કોલેજો ( સરકારી તેમજ બિન સરકારી ) તમામ યુનિવર્સિટી વગેરેના રેકર્ડમાં જ્યાં હરિજન શબ્દ પ્રયોજાયેલ હોય ત્યાં તેના સ્થાને અનુસૂચિત જાતિ અને ગિરિજન શબ્દ પ્રયોજાયેલ હોય તેના સ્થાને અનુસૂચિત જનજાતિ શબ્દનો પ્રયોગ કરવો . ( ૨ ) મહાનગરપાલિકાઓ , નગર પાલિકાઓ તથા ગ્રામ પંચાયતના રેકર્ડમાં તથા અન્ય મહેસુલી રેકર્ડમાં પણ ઉપર મુજબ સુધારો કરવો . ( ૩ ) ભારત સરકારે સને ૧૯૭૬ ના સુધારા અધિનિયમથી દરેક રાજય તથા સંઘ પ્રદેશ માટે અનુસુચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિની યાદી બહાર પાડેલ છે.ગુજરાત રાજ્ય માટેના અનુસૂચિત જાતિની યાદીમાં દર્શાવેલ કોમ / જ્ઞાતિ / પેટાજ્ઞાતિઓને હાલમાં હરિજન તરીકે ઓળખવામાં આવતા હોય કે તે મુજબ સંબોધન કરવામાં આવતું હોય તો તેને બદલે હવેથી અનુસૂચિત જાતિ ( Scheduled Caste ) તરીકે ઓળખવામાં આવે એજ પ્રમાણે ગુજરાત રાજયને લગતી અનુસૂચિત જનજાતિની યાદીમાં દર્શાવેલ કોમ / જ્ઞાતિ પેટાજ્ઞાતિઓને હાલમાં ગિરિજન તરીકે ઓળખવામાં આવતી હોય કે તે મુજબ સંબોધન કરવામાં આવતું હોય તો તેને બદલે હવેથી અનુસૂચિત જનજાતિ ( Scheduled Tribe ) તરીકે ઓળખવામાં આવે તેમજ કરવામાં આવે તેમજ સંબોધન કરવામાં આવે . ( ૪ ) ગુજરાત રાજય માટેની અનુસૂચિત જાતિ તથા જનજાતિની યાદીમાં દર્શાવેલ કોઇ કોમ , જ્ઞાતિ પેટાજ્ઞાતિના ઇસમને શાળા
“ હરીજન ” / “ ચમાર ” / “ ભંગી " શબ્દના સ્થાને તેના પર્યાય શબ્દનો ઉપયોગ કરવા બાબત . ovat * - : સવિનય ઉપરોકત વિષયના અનુસંધ્રાને જણાવવાનું કે શ્રી પી.આર.બથવારની તા .૦૧ / ૦૮ / ૨૦૧૮ ની ઉકત વિષય ) રજુઆત / નકલ બિડાણ સહિત આ સાથે સામેલ રાખી મોકલી આપવામાં આવે છે . સદરહુ બાબતે જણાવવાનું કે ( ૧ ) સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ , સચિવાલય , ગાંધીનગરના તા .૧૨ / ૦૧ / ૧૯૯૯ ના પરિપત્ર ક્રમાંક એસસીડબલ્યુ / ૧૦૯૦ / ૧૪૬૯ / હથી અનુસૂચિત જાતિના લોકો માટે હરીજન તથા અણુસૂચિત . જનજાતિના લોકો માટે ગિરિજન જેવા શબ્દોનો ઉપયોગ નહી કરવા બાબતની સૂચનાઓ પરીઝિ c : કરવામાં આવેલ છે . ( નકલ સામેલ છે ) ( ૨ ) સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ , સચિવાલય , ગાંધીનગરના તા .૦૬ / ૦૮ / ૨૦૦૧ ના ઠરાવ ક્રમાંક- અજસ / ૧૦૯૩ / મુ.મ. so / હથી અનુસૂચિત જાતિના સંબંધિત ઇસમોના શાળા છોડયાના પ્રમાણપત્ર અગર તો રેવન્યુ રેકર્ડમાં જાતિના કોલમમાં “ ગી " શબ્દ પ્રયોજાયેલ હોય તો પણ સંબંધિત ઇસમોની માંગણી મુજબ અનુસૂચિત જાતિ , “ વાલિંગી " અગરતો અનુસૂચિત જાંતિ “ રૂખી " એ પ્રમાણે જાતિ પ્રમાણપત્રો આપવા બાબતે ઠરાવવામાં આવેલ છે . - r જ યોજાયેલ ( ) સરકારશ્રીના સોમાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ , સચિવાલય , ગાંધીનગરના તા .૧૮ / ૧૦ / ૨૦૧૬ ના પરિપત્ર ક્રમાંક- અહલ / ૧૨૨૦૧૩ / ૪૫૦૯૫૬ / હથી “ ચમાર " શબ્દના સ્થાને તેનો પર્યાય શબ્દ “ રોહિત " શબ્દ પ્રયોજવા બાબતની સૂચનાઓ પરીપત્રિત કરવામાં આવેલ છે . ( નકલ સામેલ છે ) . તો સદરહુ બાબતે નિયમોનુસારની ઘટતી કાર્યવાહી સત્વરે કરવા આપની કક્ષાએથી આપના નિયંત્રણ હેઠળના સંબંધિત તમામ સક્ષમ અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ ત્વરીત આપવા વિનંતી છે .
જાતિવાચક શબ્દો ના બદલે કયા શબ્દોનો ઉપયોગ કરવો તે બાબત મહત્વપૂર્ણ લેટર