વર્ષ : ૨૦૨૧-૨૨ માટે વિજળીકરણ અને પીવાના પાણીની ગ્રાન્ટની જરૂરીયાત અન્વયે માહિતી મોકલવા બાબત
વર્ષ : ૨૦૨૧-૨૨ માટે વિજળીકરણ અને પીવાના પાણીની ગ્રાન્ટની જરૂરીયાત અન્વયે માહિતી મોકલવા બાબત . ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે , ઈડીએન -૩.૧ હેઠળ રાજયની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિજળીકરણ અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા અંગેની યોજના અમલમાં છે . જે યોજના અન્વયે ચાલુ વર્ષ : ૨૦૨૧-૨૨ દરમિયાન પીવાના પાણી અને વિજળીકરણની સુવિધાની જરૂરીયાત હોય તેવી આપના તાબા હેઠળની સરકારી પ્રાથમિક શાળાઓની યાદી આ સાથે સામેલ પત્રકમાં કચેરીનું નામ , સરનામું , ટેલીફોન નંબર , માહિતી તૈયાર કરનાર કર્મચારીનું નામ અને મોબાઈલ નંબર સહિત કોલમ નં . ૧ થી ૧૪ ના કોલમની માહિતીની વિગતો નીચે જણાવેલ માર્ગદર્શિકા મુજબ ( હાર્ડકોપી અને સોફ્ટકોપીમાં ) તૈયાર કરી આ સાથે સામેલ સમય પત્રક મુજબ આપના જિલ્લાને ફાળવેલ તારીખ અને સમયે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ( પ્લાન ) અને માહિતી તૈયાર કરનાર કર્મચારીએ બિનચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે . પત્રકમાં વિગત દર્શાવવા માટેની માર્ગદર્શિકા : પત્રકના કોલમ નં . ૨ માં જિલ્લાનું નામ ( શ્રુતિ ફોન્ટમ ) , કોલમ નં . ૩ માં તાલુકાનું નામ ( શ્રુતિ ફોન્ટમાં ) , - કોલમ નં . ૪ માં શાળાનું નામ ( શ્રુતિ ફોન્ટમાં ) દર્શાવવુ . કોલમ નં . ૫ માં વિજળીકરણ માટે અને કોલમ નં . ૬ પીવાના પાણી માટે ચાલુ વર્ષમાં ગ્રાન્ટની જરૂરીયાતની ( Times New Roman Font ) માં રકમ તેમજ કોલમ નં . ૭ ( Times New Roman Font ) માં કોલમ નં . ૫ અને ૬ ની રકમનો સરવાળો દર્શાવવાનો રહેશે . કોલમ નં . ૪ માં દર્શાવેલ શાળાને અગાઉના વર્ષોમાં વિજળીકરણની સુવિધા માટે ફાળવેલ રકમ કોલમ નં . ૮ માં ( Times New Roman Font ) . કયા વર્ષમાં ફાળવેલ છે તેની વિગત કોલમ નં . ૯ માં ( Times New Roman Font ) અને કઈ કચેરી તરફથી ફાળવવામાં આવેલ છે તેની વિગત કોલમ નં . ૧૦ ( શ્રુતિ ફોન્ટમાં ) અચૂક દર્શાવવાની રહેશે . કોલમ નં . ૪ માં દર્શાવેલ શાળાને અગાઉના વર્ષમાં પીવાના પાણીની સુવિઘા માટે ફાળવેલ રકમ કોલમ નં . ૧૧ માં ( Times New Roman Font ) , કયા વર્ષમાં ફાળવેલ છે તેની વિગત કોલમ નં . ૧૨ માં ( Times New Roman Font ) અને કઈ કચેરી તરફથી ફાળવવામાં આવેલ છે તેની વિગત કોલમ નં . ૧૩ ( શ્રુતિ ફોન્ટમાં ) અચૂક દર્શાવવાની રહેશે . કોલમ ને ૧૪ માં કોલમ નં . ૮ અને કોલમ નં . ૧૧ ની રકમનો સરવાળો ( Times New Roman Font ) દર્શાવવાનો રહેશે .
વર્ષ : ૨૦૨૧-૨૨ માટે વિજળીકરણ અને પીવાના પાણીની ગ્રાન્ટની જરૂરીયાત અન્વયે માહિતી મોકલવા બાબત