ધોરણ -૧૦ બોર્ડની જાહેર પરીક્ષા -૨૦૨૧ ના બદલે નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી પાસ જાહેર કરવાની જોગવાઈ અનુસાર પરિણામ તૈયાર કરવા બાબત

Join Whatsapp Group Join Now

 ધોરણ -૧૦ બોર્ડની જાહેર પરીક્ષા -૨૦૨૧ ના બદલે નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી પાસ જાહેર કરવાની જોગવાઈ અનુસાર પરિણામ તૈયાર કરવા બાબત





ધોરણ -૧૦ બોર્ડની જાહેર પરીક્ષા -૨૦૨૧ ના બદલે નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી પાસ જાહેર કરવાની જોગવાઈ અનુસાર પરિણામ તૈયાર કરવા બાબત . સંદર્ભ - શિક્ષણ વિભાગના તા .૦૩ / ૦૬૨૦૨૧ ના ઠરાવ ક્રમાંક : મશબ / ૧૨૨૧ / ૫૭૫ / છ . શ્રીમાન , ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવવાનું કે , રાજયમાં કોરોના સંક્રમણના કેસો વધવાને કારણે રાજય સરકાર દ્વારા ધોરણ -૧૦ , ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા જે તા .૧૦ / ૦૫ / ૨૦૨૧ થી તા .૨૫ / ૦૫ / ૨૦૨૧ દરમિયાન યોજાનાર હતી . તા .૧૫ / ૦૪ / ૨૦૨૧ ના રોજ coVID - 19 ના સંક્રમણને ધ્યાને લેતાં પરીક્ષાઓ સ્થગિત રાખવાનો . નિર્ણય લેવામાં આવેલ હતો . રાજય સરકાર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાતી ધોરણ -૧૦ ની જાહેર પરીક્ષા માટે નીચે મુજબના નિર્ણયો તા .૧૩ / ૦૫ / ૨૦૨૧ ના રોજ જાહેર કરવામાં આવેલ હતા . ( ૧ ) ધોરણ -૧૦ ની બોર્ડ દ્વારા યોજાનાર જાહેર પરીક્ષા રદ કરવામાં આવી . ( ૨ ) ધોરણ -૧૦ ની બોર્ડની જાહેર પરીક્ષા માટે નોંધાયેલ ફક્ત નિયમિત ઉમેદવારોને માસ પ્રમોશનથી ધોરણ -૧૦ પાસ જાહેર કરવા . ( 3 ) ધોરણ -૧૦ ની બોર્ડની જાહેર પરીક્ષા માટે નોંધાયેલ રીપીટર અને અન્ય ઉમેદવારો માટે કોરોનાની પરિસ્થિતિ સામાન્ય થયેથી બોર્ડની જાહેર પરીક્ષા યોજવામાં આવશે . 

રાજય સરકાર દ્વારા ધોરણ -૧૦ ના નિયમિત ઉમેદવારોને માસ પ્રમોશનથી પાસ જાહેર કરવાના નિર્ણયથી ઉદભવનાર પ્રશ્નોના નિકાલ માટેની ભલામણો મેળવવા રાજય સરકારશ્રીએ સમિતિની રચના કરેલ હતી . સને ૨૦૨૦-૨૧ ના વર્ષમાં ધોરણ -૧૦ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને બોર્ડની જાહેર પરીક્ષાના બદલે માસ પ્રમોશન આપવા બાબતે રાજય સરકારશ્રી દ્વારા લેવાયેલ નિર્ણયના અનુસંધાને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ -૧૦ ના વિદ્યાર્થીઓને આપવાના ગુણપત્રક અને ધોરણ -૧૧ માં પ્રવેશ અંગેની જોગવાઈઓની ભલામણ કરતો અહેવાલ રજૂ કરવા માટે જણાવેલ હતું . સંદર્ભદતિ પત્રથી રાજય સરકારે સમિતિએ સુચવેલ ભલામણોનો સ્વીકાર કરેલ છે અને ભલામણોના આધારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગરને આનુષાંગિક કાર્યવાહી કરવા જણાવેલ છે . ધોરણ -૧૦ માસ પ્રમોશનથી નિયમિત ઉમેદવારોને પાસ કરવાની નીતિ માટે સમિતિએ સુચવેલ ભલામણો સંદર્ભે આપના તાબા હેઠળ આવતી તમામ રજિસ્ટર્ડ માધ્યમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કે જેમાં ધોરણ -૧૦ ના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળવાપાત્ર છે . તેઓને આ સાથે સામેલ પત્રક - અ મુજબ કાર્યવાહી કરવા તથા સમયમર્યાદામાં ચોકસાઈપૂર્વક કામગીરી પૂર્ણ કરવા જરૂરી વ્યવસ્થા ગોઠવવા જણાવવામાં આવે છે . Da ( ડી . એસ . પટેલ ) સચિવ , ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર , બિડાણ : ધોરણ -૧૦ બોર્ડની જાહેર પરીક્ષા -૨૦૨૧ ના બદલે નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી પાસ જાહેર કરવાની નીતિ અંતર્ગત શાળાઓએ કરવાની કાર્યવાહી . 


https://project303.blogspot.com/2021/06/std-10-marksheet.html

https://project303.blogspot.com/2021/06/std-10-marksheet.html

https://project303.blogspot.com/2021/06/std-10-marksheet.html

https://project303.blogspot.com/2021/06/std-10-marksheet.html

https://project303.blogspot.com/2021/06/std-10-marksheet.html

https://project303.blogspot.com/2021/06/std-10-marksheet.html

https://project303.blogspot.com/2021/06/std-10-marksheet.html

https://project303.blogspot.com/2021/06/std-10-marksheet.html

https://project303.blogspot.com/2021/06/std-10-marksheet.html

https://project303.blogspot.com/2021/06/std-10-marksheet.html

https://project303.blogspot.com/2021/06/std-10-marksheet.html





પત્રક - એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર ધોરણ -૧૦ બોર્ડની જાહેર પરીક્ષા -૨૦૨૧ ના બદલે નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી પાસ જાહેર કરવાની નીતિ અંતર્ગત શાળાઓએ કરવાની કાર્યવાહી ( ૧ ) ધોરણ -૧૦ ના નિયમિત વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની કાર્ય પધ્ધતિ : ધોરણ -૧૦ ના નિયમિત વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન હાલની પધ્ધતિ મુજબ બે ભાગમાં થાય છે . જેને નીચે જણાવ્યા મુજબ ભાગ - ૧ અને ભાગ - ૨ માં મૂલ્યાંકન કરવાનું રહેશે . ભાગ -૧ શાળાકીય આંતરિક મૂલ્યાંકન ( ૨૦ ગુણ ) : . ધોરણ -૧૦ ના નિયમિત વિદ્યાર્થીઓનું શાળા દ્વારા ૨૦ ગુણનું આંતરિક મૂલ્યાંકન . શાળા દ્વારા નિયમિત વિદ્યાર્થીઓને તેઓ દ્વારા પસંદ કરેલ વિષયોમાં બોર્ડ દ્વારા નિયત કરેલ ધારા - ધોરણ મુજબ ૨૦ ગુણનું આંતરિક મૂલ્યાંકન કરવાનું છે . શાળાકીય આંતરિક મૂલ્યાંકનના વિષયવાર ૨૦ ગુણમાંથી મેળવેલ ગુણને બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલ એપ્લીકેશનમાં ઓનલાઈન કરવાના રહેશે . ભાગ -૨ શાળાકીય કસોટીઓ / પરીક્ષાઓ આધારિત મૂલ્યાંકન ( ૮૦ ગુણ ) : . મ A માસ પ્રમોશનના કારણે બોર્ડ દ્વારા આયોજીત ૮૦ ગુણની જાહેર પરીક્ષા યોજાયેલ નથી . જેથી તેના બદલે માધ્યમિક કક્ષાએ લેવાયેલ કસોટીઓ / પરીક્ષાઓના આધારે ગુણાંકન માટેની નીચે મુજબની પધ્ધતિ અનુસરવાની રહેશે . વિગત મહત્તમ ગુણ વિદ્યાર્થીના ધોરણ -૯ ની પ્રથમ સામાયિક કસોટી ( કુલ ગુણ ૫૦૦ માંથી મેળવેલ ગુણને ૪૦ ૨૦ ગુણ % માં રૂપાંતરિત કરેલ ગુણ | વિદ્યાર્થીના ધોરણ -૯ ની દ્વિતીય સામાયિક કસોટી ( કુલ ગુણ ૧૦ ) માંથી મેળવેલ ગુણને ૨૦ ગુણ ૪૦ % માં રૂપાંતરિત કરેલ ગુણ વિદ્યાર્થીના ધોરણ -૧૦ ની તા .૧૯ / ૦૩ / ૨૦૨૧ થી તા .૨૭ / ૦૩ / ૨૦૨૧ દરમિયાન ઓનલાઈન / ઓફલાઈન માધ્યમથી યોજાયેલ પ્રથમ સામાયિક કસોટી ( કુલ ગુણ ૮૦ ) માંથી મેળવેલ 30 ગુણ ગુણને ૩૭.૫ % માં રૂપાંતરિત કરેલ ગુણ B c 30 gg D. વિદ્યાર્થીના ધોરણ -૧૦ ની એકમ કસોટી ( કુલ ગુણ ૨૫ ) માંથી મેળવેલ ગુણને ૪૦ % માં રૂપાંતરિત કરેલ ગુણ ૧૦ ગુણ કુલ ગુણ ૮૦ ગુણ  ગુણાંકન માટેના ઉદાહરણ આ મુજબ છે . [ A ] વિદ્યાર્થીએ ધોરણ -૯ ની પ્રથમ સામાયિક કસોટી ( કુલ ગુણ ૫૦ ) માંથી મેળવેલ ગુણને ૪૦ % માં રૂપાંતરિત કરેલ ગુણ દા.ત : - વિશ્વકર્મા નરેશ નવનીતલાલ ગુજરાતીમાં પ્રથમ પરીક્ષામાં ૫૦ ગુણમાંથી ૨૪ ગુણ મેળવેલ છે . ઉક્ત ૨૪ ગુણને ૪૦ % માં રૂપાંતરિત કરતાં એટલે કે ૨૪ ° ૪૦ / ૧૦૦ = ૯.૬ = ૧૦ ગુણ દર્શાવવાના રહેશે . [ B ] . વિદ્યાર્થીએ ધોરણ -૯ ની દ્વિતીય સામાયિક કસોટી ( કુલ ગુણ ૧૦ ) માંથી મેળવેલ ગુણને ૪૦ % માં રૂપાંતરિત કરેલ ગુણ દા.ત : - વિશ્વકર્મા નરેશ નવનીતલાલ ગુજરાતીમાં પ્રથમ પરીક્ષામાં ૫૦ ગુણમાંથી ૧૬ ગુણ મેળવેલ છે . ઉક્ત ૧૬ ગુણને ૪૦ % માં રૂપાંતરિત કરતાં એટલે કે ૧૬૯૪૦/૧૦૦ = ૬.૪ = ૦૬ ગુણ દર્શાવવાના રહેશે . [ C ] વિદ્યાર્થીએ ધોરણ -૧૦ ની તા .૧૯ / ૦3 / ૨૦૨૧ થી તા .૨૭ / ૦૩ / ૨૦૨૧ દરમિયાન ઓનલાઈન / ઓફલાઈન માધ્યમથી યોજાયેલ પ્રથમ સામાયિક કસોટી ( કુલ ગુણ ૮૦ ) માંથી મેળવેલ ગુણને ૩૭.૫ % માં રૂપાંતરિત કરેલ ગુણ દા.ત : - વિશ્વકર્મા નરેશ નવનીતલાલ ગુજરાતીમાં પ્રથમ પરીક્ષામાં ૮૦ ગુણમાંથી ૪૫ ગુણ મેળવેલ છે . ઉક્ત ૪૫ ગુણને ૩૭.૫ % માં રૂપાંતરિત કરતાં એટલે કે ૪૫ * ૩૭.૫ / ૧૦૦ = ૧૬,૮૮ = ૧૭ ગુણ દર્શાવવાના રહેશે . [ D ] વિદ્યાર્થીએ ધોરણ -૧૦ ની એકમ કસોટી ( કુલ ગુણ ૨૫ ) માંથી મેળવેલ ગુણને ૪૦ % માં રૂપાંતરિત કરેલ ગુણ દા.ત : - ( ૧ ) . વિશ્વકર્મા નરેશ નવનીતલાલ ગુજરાતીમાં પ્રથમ એકમ કસોટીમાં ૨૫ ગુણમાંથી ૧૫ ગુણ મેળવેલ છે . ઉક્ત ૧૫ ગુણને ૪૦ % માં રૂપાંતરિત કરતાં એટલે કે ૧૫ * ૪૦ / ૧૦૦ = ૦૬ = ૦૬ ગુણ દર્શાવવાના રહેશે . દા.ત : - ( ૨ ) વિશ્વકર્મા નરેશ નવનીતલાલ ગુજરાતીમાં પ્રથમ એકમ કસોટીમાં ર ૫ ગુણમાંથી ૧૫ ગુણ અને દ્વિતીય કસોટીમાં ૧૬ ગુણ મેળવેલ હોય તો ૧૫ + ૧૬ ગુણની સરેરાશને ૪૦ % માં રૂપાંતરિત કરતાં એટલે કે ( ૧૫ + ૧૬૪૨ ) * ૪૦ / ૧૦૦ = ૬.૨ = ૦૬ ગુણ દર્શાવવાના રહેશે . દા.ત. : - ( 3 ) વિશ્વકર્મા નરેશ નવનીતલાલ ગુજરાતીમાં પ્રથમ એકમ કસોટીમાં ૨૫ ગુણમાંથી ૧૫ ગુણ , દ્વિતીય કસોટીમાં ૧૨ ગુણ અને તૃતિય કસોટીમાં ૧૭ ગુણ મેળવેલ હોય તો વધુ ગુણ મેળવેલ કોઈ પણ ૦૨ ( બે ) એકમ કસોટીના એટલે ૧૫ + ૧૭ ગુણની સરેરાશને ૪૦ % માં રૂપાંતરિત કરતાં એટલે કે ( ૧૫ + ૧૭ ર ) * ૪૦ / ૧૦૦ = ૬.૪ = ૦૬ ગુણ દર્શાવવાના રહેશે . આમ , ઉમેદવારે ૮૦ ગુણમાંથી મેળવેલ A + B + C + D મળી કુલ ૩૯ ગુણ થશે જે બોર્ડ દ્વારા તૈયાર કરેલ પોર્ટલ ઉપર ગુજરાતી વિષયમાં ૮૦ ગુણમાંથી પ્રાપ્ત થયેલ ગુણ તરીકે દર્શાવવાના રહેશે . નોંધ : - ઉપરોક્ત A થી B મુજબ મેળવેલ દશાંશ ગુણને નજીકના પૂર્ણાંકમાં રૂપાંતરિત કરી ગણતરીમાં લેવાના રહેશે . દી.તે : મેળવેલ ગુણ ૪.૧ થી ૪.૪ હોય તો ૪ ગુણ જ્યારે મેળવેલ ગુણ ૪.૫ થી ૪.૯ સુધી હોય તો ૫ ગુણ ગણતરીમાં લેવાના રહે . • શાળાઓ દ્વારા નિયમિત ઉમેદવારે પસંદ કરેલ દરેક વિષય માટે ઉપર દર્શાવેલ માપદંડો A થી B મુજબ વિષયવાર પરિણામ તૈયાર કરવાનું રહેશે . ઉપર દર્શાવેલા માપદંડો A થી B માં જો કોઈ ઉમેદવાર તે કસોટીમાં ઉપસ્થિત ન હોય તો તે વિષય / વિષયોમાં ‘ ૦ ’ ( શૂન્ય ) ગુણ ગણતરીમાં લેવાના રહેશે . કોઈ ઉમેદવારે ધોરણ -૯ નો અભ્યાસ અન્ય શાળામાં કરેલ હોય તો તેવા કિસ્સામાં જે શાળામાં ધોરણ -૯ નું મૂલ્યાંકન થયેલ હોય તે શાળા દ્વારા આપવામાં આવેલ ગુણપત્રક / પ્રગતિ પત્રકના આધારે ઉમેદવારનું મૂલ્યાંકન કરવાનું રહેશે . • ઉપર દર્શાવેલા ક્રમ- D માં સુચવેલ વિદ્યાર્થીના ધોરણ -૧૦ ની એકમ કસોટી ( કુલ ગુણ ૨૫ ) માંથી મેળવેલ ગુણને ૪૦ % માં રૂપાંતરિત કરેલ ગુણની ગણતરીની પધ્ધતિ : • શૈક્ષણિક વર્ષ - ૨૦૨૦-૨૧ દરમિયાન ગણિત વિષયની ૦૪ ( ચાર ) , વિજ્ઞાન વિષયની ૦૩ ( ત્રણ ) , સામાજિક વિજ્ઞાન વિષયની ૦૪ ( ચાર ) , ગુજરાતી ( પ્રથમ ભાષા ) વિષયની ૦૩ ( ત્રણ ) અને ગુજરાતી ( દ્વિતીય ભાષા ) વિષયની ૦૩ ( ત્રણ ) એકમ કસોટીઓ યોજાયેલ છે . જે વિષયમાં વિદ્યાર્થીએ એક એકમ કસોટી આપેલ હોય તો તે કસોટીના ગુણ ધ્યાને લેવાના રહેશે . .  . . જે વિષયમાં વિદ્યાર્થીએ ૦૨ ( બે ) એકમ કસોટી આપેલ હોય તો બંને કસોટીના સરેરાશ ગુણ ધ્યાને લેવાના રહેશે . જે વિષયમાં વિદ્યાર્થીએ ૦૨ ( બે ) એકમ કસોટી કરતાં વધુ એકમ કસોટી આપેલ હોય તો સૌથી વધુ ગુણ મેળવેલ કોઈ પણ ૦૨ ( બે ) એકમ કસોટીના સરેરાશ ગુણ ધ્યાને લેવાના રહેશે . જે ગુજરાતી ( પ્રથમ ભાષા ) અને ગુજરાતી ( દ્વિતીય ભાષા ) સિવાયની અન્ય ભાષાઓ માટે એકમ કસોટી યોજાયેલ નથી તેવી ભાષાઓના મૂલ્યાંકન માટે ઉમેદવારે ગુજરાતી ( પ્રથમ ભાષા ) કે ગુજરાતી ( દ્વિતીય ભાષા ) ની એકમ કસોટીઓ પૈકી મેળવેલ શ્રેષ્ઠ ગુણ જેટલા ગુણ આપવાના રહેશે . જો શાળા દ્વારા અન્ય ભાષાઓની એકમ કસોટી યોજવામાં આવેલ હોય તો તે યોજાયેલ કસોટીઓ પૈકી વિદ્યાર્થીએ પ્રાપ્ત કરેલ શ્રેષ્ઠ ગુણ ધ્યાને લેવાના રહેશે , શાળા દ્વારા વિષયવાર આંતરિક મૂલ્યાંકનના ૨૦ ગુણમાંથી ઉમેદવારે મેળવેલ ખરેખર ગુણ અને સમિતિ દ્વારા નિયત કરેલ જોગવાઈ અનુસાર ધોરણ -૯ અને ધોરણ -૧૦ માં યોજાયેલ કસોટીઓ / પરીક્ષાઓના આધારે કરેલ મૂલ્યાંકનના ( માપદંડ A થી D ) મુજબ કુલ ૮૦ ગુણમાંથી પ્રાપ્ત થતા ગુણને ઉમેદવારના ખરેખર મેળવેલ ગુણ તરીકે શાળાએ ઓનલાઈન કરવાના રહેશે . ( ૨ ) શાળા પરિણામ સમિતિની રચના : ધોરણ -૧૦ ના પરિણામ તૈયાર કરવા માટે શાળાના આચાર્યની અધ્યક્ષતામાં માધ્યમિક શાળાના વિષય શિક્ષકોની સમિતિની રચના કરવાની રહેશે . શાળા પરિણામ સમિતિએ ધોરણ -૧૦ ના નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરતી વખતે તે માટે ઉપયોગમાં લીધેલા તમામ આધારો ઉપર સહી કરીને તારીખ દર્શાવવાની રહેશે . શાળા પરિણામ સમિતિ આ પરિણામ માટે જવાબદાર ગણાશે . . ( 3 ) મૂલ્યાંકનના નિયત કરેલ પધ્ધતિમાં ઉમેદવારની ગેરહાજરી : મૂલ્યાંકન માટે પસંદ કરવાના ધારા - ધોરણો COVID - 19 ની પરિસ્થિતિના પહેલાના શૈક્ષણિક વર્ષોના હોય કોઈ ઉમેદવારની બાબતમાં નિયત કરેલ એક અથવા એકથી વધુ ધારા - ધોરણોના માપદંડોમાં ઉમેદવાર ઉપસ્થિત ના હોય તેવુ કદાચ બની શકે . આવા કિસ્સામાં માસ પ્રમોશનથી પાસ જાહેર કરવાના હોઈ બોર્ડ દ્વારા ખુટતા ગુણની તૂટ ક્ષમ્ય કરીને પાસ જાહેર કરવામાં આવશે . . મૂલ્યાંકન માટેના નિયત કરેલા માપદંડો A થી B માં કોઈ એક માપદંડમાં કે એક કરતાં વધુ માપદંડમાં ઉમેદવાર ગેરહાજર હોય તો તેવા કિસ્સામાં " ૦૦ " ( શૂન્ય ) ગુણ દર્શાવવાના રહેશે . દા.ત : ( ૧ ) ઉમેદવાર A , B , C અને D પૈકી જો B માપદંડની પરીક્ષામાં ગેરહાજર હોય તો B માપદંડના ૨૦ ગુણમાંથી મેળવેલ ગુણ “ ૦ ” ( શૂન્ય ) ગુણ ગણવાના રહેશે દા.ત : - ( ૨ ) જો ઉમેદવાર A અને c માપદંડમાં ગેરહાજર હોય તો A માપદંડના ૨૦ ગુણમાંથી “ ૦૦ " ( શૂન્ય ) ગુણ દર્શાવવાના રહેશે . તેવી જ રીતે c માપદંડના ૩૦ ગુણમાંથી મેળવેલ ગુણને “ ૦૦ ( શૂન્ય ) ગુણ દર્શાવવાના રહેશે . ( ૪ ) ગુણ તૂટ ક્ષમ્ય ગણવાની જોગવાઈ : . • ઉમેદવારને માસ પ્રમોશનના કારણે પાસ થવામાં ખૂટતા ગુણની તૂટ બોર્ડ દ્વારા પરિણામમાં દર્શાવી ગુણ તૂટ ક્ષમ્ય ગણવામાં આવશે . શાળા દ્વારા નિયત કરેલ માળખા મુજબના વિદ્યાર્થીઓના વિષયવાર ૮૦ ગુણમાંથી અને ૨૦ ગુણમાંથી ખરેખર મેળવેલ ગુણ અપલોડ કર્યા બાદ , જે ઉમેદવારોને ઉતીર્ણ થવામાં જેટલા ગુણ ખુટતા હશે તેટલા ગુણની તૂટ માફ કરીને પરિણામ પાસ જાહેર કરવામાં આવશે . શાળાએ સિદ્ધિ ગુણ , કૃપા ગુણ કે કોઈ પણ પ્રકારના ગુણ તૂટની ગણતરી ને બદલે નિયત માપદંડો A થી B મુજબ વિદ્યાર્થીએ મેળવેલ ખરેખર ગુણ જ ગણતરીમાં લેવાના રહેશે . શાળાએ પાસ થવા માટે ખુટતા ગુણ આપવાના નથી . ખુટતા ગુણની તૂટ બોર્ડ દ્વારા ક્ષમ્ય કરવામાં આવશે . ઉમેદવારે પસંદ કરેલ વિષયમાં ૩૩ % થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા ખુટતા ગુણની તૂટ ક્ષમ્ય ગણી પાસ જાહેર કરવામાં આવશે . આવા વિદ્યાર્થીઓના ગુણપત્રકમાં ગ્રેડ ' D ' દર્શાવવામાં આવશે . ઉમેદવારે ખરેખર મેળવેલા જે તે વિષયમાં પાસ થવા માટેના ગુણ કરતાં ઓછા ગુણ હોય તેવા સંજોગોમાં ઉમેદવારને માસ પ્રમોશનથી પાસ જાહેર કરવા ખુટતા ગુણની તૂટ ( * ) " કુંદડી ” દર્શાવીને ગુણ તૂટ ક્ષમ્ય ગણવામાં આવેલ છે . તેમ દર્શાવવામાં આવશે . • વિદ્યાર્થીઓને ગુણ તૂટ ક્ષમ્ય ગણીને પાસ જાહેર કરવામાં આવે તેવા કિસ્સામાં વિદ્યાર્થીને આપવામાં આવેલ ગુણ તૂટના ગુણને કુલ ગુણમાં સમાવિષ્ટ કરવામાં આવશે નહિ .  coVID19 ની પરિસ્થિતિના કારણે જે વિદ્યાર્થીઓ વર્ષ -૨૦૨૧ ની ધોરણ -૧૦ ( sCE ) , પરીક્ષામાં દરેક વિષયમાં ૮૦ ગુણમાંથી ર ૬ ગુણ અને ૨૦ ગુણમાંથી ૦૭ ગુણ મેળવી શકેલ ન હોય તેવા ઉમેદવારોને માસ પ્રમોશનના કારણે પાસ જાહેર કરવામાં આવશે . જેથી તેઓના ગુણપત્રકમાં પરિણામના ખાનામાં QUALIFIED FOR SECONDARY SCHOOL CERTIFICATE દર્શાવવામાં આવશે . ( ૫ ) મુખ્ય વિષય ઉપરાંતના વિષયો માટે મૂલ્યાંકન પ્રવિધિ : . શાળાકીય વિષયોનું મૂલ્યાંકન બોર્ડના પત્રમાંક : મઉમશબ / સંશોધન / ૨૦૨૧,૨૨૯૮ ૨૩૩૭ તા .૨૬ / ૦૨ / ૨૦૨૧ થી ધોરણ -૧૦ ના આંતરિક મૂલ્યાંકન અંગે કરવામાં આવેલ જોગવાઈ મુજબ આંતરિક મૂલ્યાંકનના વિષયવાર વિદ્યાર્થીએ મેળવેલ ગુણ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે . ( 9 ) ઓનલાઈન માહિતી અપલોડ કરવાની પ્રક્રિયા : . બોર્ડ દ્વારા તૈયાર કરેલ પોર્ટલ ઉપર શાળા દ્વારા દરેક નિયમિત ઉમેદવારો માટે નિયત કરેલી કાર્ય પધ્ધતિને અનુસરી શાળા પરિણામ સમિતિ દ્વારા મંજૂર કર્યા મુજબના વિષયવાર ગુણ મુજબનું પરિણામ અપલોડ કરવાનું રહેશે . શાળાના આચાર્ય અંતિમ તારીખ સુધી કોઈ પણ સમયે સુધારા વધારા કરી શકશે . અંતિમ તારીખ બાદ સુધારાને અવકાશ રહેશે નહિ . ( ૭ ) ગ્રેડીંગ પધ્ધતિ : ક્રમ . ગ્રેડ ૧ A1 ૨ A2 3 ગ્રેડ વર્ગીકરણ મેળવેલ ગુણ ૯૧ થી ૧૦૦ ૮૧ થી ૯૦ ૭૧ થી ૮૦ ૬૧ થી ૭૦ ૫૧ થી ૬૦ ૪૧ થી ૫૦ ૩૩ થી ૪૦ B1 ૪ B2 ૫ C1 ૬ C2 D D : ( ૮ ) મૂલ્યાંકનના આધારો અને તેની જાળવણી : . . ધોરણ -૧૦ ના પરિણામ તૈયાર કરવાની અને તેના રેકર્ડની વિશ્વસનીયતા અને જાળવણી અંગેની જવાબદારી શાળાના આચાર્યની રહેશે . શાળા દ્વારા પરિણામ તૈયાર કરવા માટે ઉપયોગમાં લીધેલ આધારોનો રેકર્ડ પાંચ વર્ષ સુધી સાચવવાનો રહેશે . દરેક શાળાએ પરિણામના આધાર તરીકે લીધેલ તમામ આધાર ઉપર શાળા પરિણામ સમિતિના સભ્યોની સહિ લેવાની રહેશે અને ઉકત આધારો શાળાના આચાર્યની કસ્ટડીમાં રાખવાના રહેશે અને જ્યારે જિલ્લા શિક્ષણાધિકારી , નિયામક શાળાઓની કચેરી કે બોર્ડ દ્વારા કે રાજય સરકાર દ્વારા નિયુક્ત કરેલ વ્યક્તિ દ્વારા વેરીફિકેશન માટે મંગાવવામાં આવે ત્યારે ઉપલબ્ધ કરવાના રહેશે . ( ૯ ) બોર્ડ દ્વારા પરિણામના રેકર્ડની ચકાસણી : • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ -૧૦ ના પરિણામ તૈયાર કરવા માટે ઉપયોગમાં લીધેલ દસ્તાવેજોની ખરાઈ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ દ્વારા કરાવવામાં આવશે , • દરેક શાળાઓએ આખરી કરેલ પરિણામના આધારોની પ્રમાણિત નકલ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીમાં રજૂ કરવાની રહેશે . ( ૧૦ ) બોર્ડની સુચનાનું ઉલ્લંધન કરનાર સામે પગલાં : બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવા માટે અપાયેલ સુચના મુજબ શાળા યોગ્ય , સાચુ અને જરૂરી આધારો સિવાયની કામગીરી કરે તો તેની સામે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ -૧૯૭૨ અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ -૧૯૭૪ ની જોગવાઈ મુજબ કાર્યવાહીના અધિકારો બોડને રહેશે . જેમાં , શાળાની નોંધણી રદ કરવાની કાર્યવાહી કરવી અને / અથવા ( ૨ ) શાળાને નાણાંકીય દંડ કરવો અથવા ( 3 ) વર્ષ -૨૦૨૧ નું ધોરણ -૧૦ નું પરિણામ જ્યાં સુધી શાળા દ્વારા સ્પષ્ટતા અને પૂર્તતા ન થાય ત્યાં સુધી અટકાવવુ . 

( ૧૧ ) પૂરક પરીક્ષાની જોગવાઈ : માસ પ્રમોશનથી પાસ જાહેર કરવાના હોઈ નિયમિત વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાની જરૂરીયાત ઊભી થશે નહિ . ( ૧૨ ) ગુણ ચકાસણીની જોગવાઈ : • બોર્ડ દ્વારા જાહેર પરીક્ષા યોજાયેલ ન હોઈ અને તમામ નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી પાસ જાહેર કરવાના હોઈ તેઓને ગુણ ચકાસણીની જોગવાઈ લાગુ પડશે નહિ . ( ૧૩ ) દિવ્યાંગ વિદ્યાર્થીઓના કિસ્સાના ધારા - ધોરણો : માસ પ્રમોશનથી પાસ જાહેર કરવાના હોઈ પાસ થવાનું ધોરણ પ્રત્યેક વિષયમાં દિવ્યાંગ વિદ્યાર્થી માટે હાલની જોગવાઈ મુજબ ૨૦ % મુજબનું રહેશે અને તે મુજબ ગુણપત્રકમાં વિગતો દર્શાવવાની રહેશે . ૨૦ % કરતાં ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના કિસ્સામાં નિયમિત વિદ્યાર્થીઓ માટેની જોગવાઈ મુજબ ગુણ તૂટ ક્ષમ્ય ગણવામાં આવશે . ( ૧૪ ) રિપોર્ટ કાર્ડ ( પરિણામ પત્રક ) અને પરીક્ષા પાસ કર્યા બદલના પ્રમાણપત્ર : . ધોરણ -૧૦ ના નિયમિત વિદ્યાર્થીઓને દર વર્ષની જેમ જ ગુણપત્રક અને પ્રમાણપત્ર બોર્ડ દ્વારા આપવામાં આવશે ( ૧૫ ) ધોરણ -૧૧ ના પ્રવેશ અંગે : શાળા પરિણામ સમિતિ દ્વારા બોર્ડે નિયત કરીને આપવામાં આવેલ ધારા - ધોરણ મુજબ જે પરિણામ તૈયાર થશે તે પરિણામના આધારે બોર્ડ દ્વારા ગુણપત્રક ( પરિણામ પત્રક ) વામાં આવશે . તેના આધારે ધોરણ -૧૧ માં પ્રવેશ આપવા સમિતિ ભલામણ કરે છે . ( ૧૬ ) સમગ્ર પ્રક્રિયાનું સમયપત્રક : ૧ . ક્રમ વિગત સમયગાળો | બોર્ડ દ્વારા જાહેર કરેલ પધ્ધતિ મુજબ વિદ્યાર્થીઓના | તા .૦૪ / ૦૬ / ૨૦૨૧ થી તા .૧૦ / ૦૬ / ૨૦૨૧ | પરિણામનું શાળાઓ દ્વારા આખરીકરણ શાળા દ્વારા તૈયાર કરેલ પરિણામ બોર્ડની વેબસાઈટ ૨ તા .૦૮ / ૦૬ / ૨૦૨૧ થી તા .૧૭ / ૦૬ / ૨૦૨૧ | ઉપર અપલોડ કરવાની કાર્યવાહી . | બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના ઓનલાઈન પરિણામની 3 જૂનના અંતિમ અઠવાડિયામાં જાહેરાત | બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના ગુણપત્રક / પ્રમાણપત્રનું ૪ . જુલાઈના બીજા અઠવાડિયામાં વિતરણ 




ધોરણ -૧૦ બોર્ડની જાહેર પરીક્ષા -૨૦૨૧ ના બદલે નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી પાસ જાહેર કરવાની જોગવાઈ અનુસાર પરિણામ તૈયાર કરવા બાબત


ધોરણ -૧૦ બોર્ડની જાહેર પરીક્ષા -૨૦૨૧ ના બદલે નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી પાસ જાહેર કરવાની જોગવાઈ અનુસાર પરિણામ તૈયાર કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR