ધોરણ એક માં બાળક ને પ્રવેશ આપવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ અને કઈ તારીખે કેટલા વર્ષ થયાં હોવા જોઈએ તેની સમજ માટે નો ઉપયોગી લેટર

Join Whatsapp Group Join Now

ધોરણ એક માં બાળક ને પ્રવેશ આપવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ અને કઈ તારીખે કેટલા વર્ષ થયાં હોવા જોઈએ તેની સમજ માટે નો ઉપયોગી લેટર










 વિષય- ગુજરાત આર.ટી.ઈ રૂલ્સ -૨૦૧ રના નિયમ ક્રમાંક : ૩ માં થયેલ સુધારા બાબતના શિક્ષણ વિભાગના જાહેરનામા મુજબ કાર્યવાહી કરવા બાબત સંદર્ભ : - 1 ) શિક્ષણ વિભાગનું તા . ૩૧ / ૦૧ / ૨૦૨૦ નું નોટિફિકેશન 2 ) અત્રેની કચેરીનો પત્રકમાંક ; પ્રાશિનિ / RTE / ૧૭૪૦૭ / ૨૦૨૦ / ૮૪૪-૯૩૦ તા . ૦૩/૦૬/૨૦ ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે , આર.ટી.ઈ. એક્ટ -૨૦૦૯ અન્વયે ગુજરાત આર.ટી.ઈ રૂલ્સ -૨૦૧૨ સમગ્ર રાજ્યમાં અમલમાં છે . સંદર્ભ દર્શિત શિક્ષણ વિભાગના જાહેરનામા દ્વારા ગુજરાત આર.ટી.ઈ રૂલ્સ -૨૦૧૨ નાં નિયમ ક્રમાંકઃ ૦૩ ( ૧ ) માં નીચે મુજબનો ફેરફાર કરવામાં આવેલ છે . પ્રકરણ -૨ : મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર ૩. ( ૧ ) શૈક્ષણિક વર્ષનાં ૧ જુનનાં રોજ જે બાળકની ઉંમરનું ૬ ઠું વર્ષ પુરુ થયુ ન હોય તેવા બાળકને સામાન્ય રીતે પ્રારંભિક શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહી . શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ , ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ દરમિયાન , કોઈ બાળકે તે શૈક્ષણિક વર્ષના 1 લી જૂને 5 વર્ષની વય પૂર્ણ કરેલા હોય તો તે જે તે વર્ષમાં પ્રવેશ મેળવવા પાત્ર રહેશે . ઉક્ત સુધારા બાબતનું શિક્ષણ વિભાગનું નોટિફિકેશન સંદર્ભ -૨ દર્શિત પત્રથી મોકલી આપવામાં આવેલ . જે મુજબની જાણ આપની કક્ષાએથી આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓમાં કરવા જણાવવામાં આવેલ છે . પરંતુ , ઘણા વાલીઓ દ્વારા સદર બાબતે અત્રેની કચેરી ખાતે


રજૂઆત કરેલ હોઈ સદર બાબતનો પ્રચાર - પ્રસાર જિલ્લા કક્ષાએ યોગ્ય રીતે થયેલ હોઇ તેમ જણાઈ આવતું નથી . આથી , પુનઃ જણાવવામાં આવે છે કે ઉક્ત મુજબના સુધારાની જાણ આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓમાં સત્વરે કરવાની રહેશે . તેમજ વાલીઓને પણ સલાહ આપવાની રહેશે કે , જો કોઈ વાલી પોતાના પાલ્યને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અપાવવા માંગતા હોય તો , શિક્ષણ વિભાગના સદર જાહેરનામાને ધ્યાને લઈ શાળાઓ દ્વારા જે તે બાળકને પૂર્વ પ્રાથમિક ( Flaygroup , Nursery , Jr.KG , Sr.KG ) માં એવી રીતે પ્રવેશ આપવામાં આવે કે જ્યારે તે બાળક પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે અને ધોરણ -૧ માં પ્રવેશ મેળવવાની કાર્યવાહી કરે ત્યારે શૈક્ષણિક વર્ષ ૨૦૧૩-૧૪માં ૧ જૂનના રોજ ૬ વર્ષની ઉંમર પૂર્ણ થયેલ હોય . જો કોઈ શાળાઓ દ્વારા સદર જાહેરનામાને ધ્યાને લીધા સિવાય પ્રવેશ આપશે અને શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં જે તે વિદ્યાર્થી પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી ધોરણ -૧ માં પ્રવેશ મેળવવા કાર્યવાહી કરે ત્યારે તે બાળકની વય ૧ જૂનના રોજ ૬ વર્ષથી ઓછી હશે તો પ્રવેશ મળી શકશે નહીં . અને જે તે વિદ્યાર્થીને પુનઃ ૧ વર્ષ પૂર્વ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ કરવો પડશે . આથી , વાલી અને શાળા તેમજ કચેરી સાથે સંઘર્ષનું વાતાવરણ ઉભુ થશે . ટૂંકમાં , શૈક્ષણિક ૨૦૨૩-૨૪થી ૧ જુનનાં રોજ જે બાળકની ઉંમરનું કઠું વર્ષ પુરુ થયુ ન હોય તેવા બાળકને સામાન્ય રીતે પ્રારંભિક શાળામાં ધોરણ -૧ માં પ્રવેશ આપવામાં આવશે નહીં . આથી , સદર જાહેરનામાથી આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળઓ માહિતગાર થાય તે મુજબની કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે . 


https://project303.blogspot.com/2021/06/balak-ne-pravesh-aapva-ummar-letter.html

https://project303.blogspot.com/2021/06/balak-ne-pravesh-aapva-ummar-letter.html

https://project303.blogspot.com/2021/06/balak-ne-pravesh-aapva-ummar-letter.html




ધોરણ એક માં બાળક ને પ્રવેશ આપવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ અને કઈ તારીખે કેટલા વર્ષ થયાં હોવા જોઈએ તેની સમજ માટે નો ઉપયોગી લેટર


ધોરણ એક માં બાળક ને પ્રવેશ આપવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ અને કઈ તારીખે કેટલા વર્ષ થયાં હોવા જોઈએ તેની સમજ માટે નો ઉપયોગી લેટર Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR