ધોરણ ૧ થી ૧૨ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે Aadhar Enabled DISE- Child Tracking system અંતર્ગત ૨૦૨૧-૨૨ માટેની કામગીરી કરવા બાબત

Join Whatsapp Group Join Now

ધોરણ ૧ થી ૧૨ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે Aadhar Enabled DISE- Child Tracking system અંતર્ગત ૨૦૨૧-૨૨ માટેની કામગીરી કરવા બાબત


મહત્વપૂર્ણ લિંક


ધોરણ એક માં એન્ટ્રી બાબત ની સૂચના વાંચવા માટે અહીં ક્લિક કરો.


આધાર ડાયસ વેબસાઈટ ઓપન કરવા અહીં ક્લિક કરો


ધોરણ 1માં નવી એન્ટ્રી કેવી રીતે કરવાની છે તેનું મોડ્યુલ 


આધાર ડાયસ એન્ટ્રી બાબત નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.



ધોરણ એક માં નવી એન્ટ્રી કરવા માટે કોરું ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

આધાર ડાયસ એન્ટ્રી કરવામાં મદદરૂપ પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.


ધોરણ ૧ તથા ધોરણ નવ મા નામાંકન બાબત લેટર વાંચવા અહીં ક્લિક કરો 





સ્ટુડન્ટ ટ્રાન્સફર રીક્વેસ્ટ અપની શાળામાં આવેલ રીક્વેસ્ટ ને કેવી રીતે અપૃવ કે ડીકલાઈન કરવી તથા સેન્ટ કરેલ રીક્વેસ્ટ વાળા બાળકને કેવીરીતે શાળામાં એડ કરવું તેના સ્ટેપ જોવા માટે અહીં ક્લિક કરો



જન્મ પ્રમાણપત્ર લઈને આવે તો કેવી રીતે અને જન્મ પ્રમાણ પત્ર ના હોય તો કેવી રીતે એન્ટ્રી કરવી? વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો



તમામ જિલ્લા એમ.આઈ.એસ કો ઓર્ડીનેટરને જણાવવાનું કે Aadhaar Enabled DISE-Child Tracking System(CTS) ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨માટે ધોરણ-૧માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રીની કામગીરી કાર્યરત છે. જન્મ નોંધણીના ડેટાની એન્ટ્રી કરતાં શાળા ક્ક્ષાએ જન્મનાં પ્રમાણપત્રમાં દર્શાવેલ મુજબ જીલ્લો/તાલુકો/પંચાયત/ગામ શોધવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. આથી આપને LocationList Masterની Excel ફાઈલ મોકલી આપવામાં આવે છે.જો શાળાને પંચાયત, ગામ ના મળતા હોય તો, જીલ્લા એમ.આઈ.એસ કો ઓર્ડીનેટર અને બ્લોક એમ.આઈ.એસ કો ઓર્ડીનેટર અને ડેટા એન્ટ્રી ઓપરેટરે આ Excel ફાઈલમાંથી પંચાયત, ગામ શોધીને શાળાને માર્ગદર્શન આપવાનું રહશે. 

વધુમાં પંચાયત, ગામ ડ્રોપ ડાઉનમાં “Other” ઓપ્શન એડ કરેલ છે, આં અંગેની ખાસ નોધ શાળાને આપવી છે કે  જો શાળાને પંચાયત,ગામ ડ્રોપ ડાઉનમાં શોધતા ના મળતા હોય તો જ “Other” ઓપ્શન સિલેક્ટ કરવાનું રહશે. “Other” ઓપ્શન સિલેક્ટ કરતા બાજુમાં TextBox ઓપન થશે. જેમાં જન્મ નોંધણીના સર્ટીફીકેટમાં દર્શાવેલ મુજબ પંચાયત, ગામના નામ Englishમાં લખવાના રહશે.



ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨માટે ધોરણ-૧માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રીની કામગીરી કાર્યરત છે. જન્મ નોંધણીના ડેટાની એન્ટ્રી કરતાં શાળા ક્ક્ષાએ જન્મનાં પ્રમાણપત્રમાં દર્શાવેલ મુજબ જીલ્લો/તાલુકો/પંચાયત/ગામ શોધવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે.


*CTS-Child Tracking System 2021-22*


તમામ જિલ્લા એમ.આઈ.એસ કો ઓર્ડીનેટરને જણાવવાનું કે Aadhaar Enabled DISE-Child Tracking System(CTS) *ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨માટે ધોરણ-૧માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રીની કામગીરી માટે મોડયુલ શરૂ કરવામાં આવેલ છે.* શાળા ક્ક્ષાએથી ધોરણ-૧માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રીની કામગીરી શરૂ કરવા જણાવવામાં આવે છે. *આ વર્ષે જન્મ નોંધણીના ડેટા સાથે લિંક કરવા માટે જન્મનાં પ્રમાણપત્રમાં દર્શાવેલ જીલ્લો, તાલુકો, પંચાયત, ગામ, જન્મ નોંધણી ક્રમાંક (Birth Registration number),જન્મ તારીખ અને બાળકની માહિતીની પણ એન્ટ્રી કરવાની રહેશે.*  આ અંગેની સમજ બ્લોક એમ.આઈ.એસ કો ઓર્ડીનેટર દ્વારા આપવાની રહેશે. જેથી સાચી અને સચોટ માહિતી મેળવી શકાય.





https://project303.blogspot.com/2021/06/aadhar-enabled-dise-child-tracking.html




આધાર ડાયસ વેબસાઇટ સ્ટાર્ટ & આધાર ડાયસમાં કઈ રીતે ધોરણો માં બાળકોની એન્ટ્રી કઈ રીતે કરવી તેની ન્યુ સૂચનાઓ

https://project303.blogspot.com/2021/06/aadhar-enabled-dise-child-tracking.html

https://project303.blogspot.com/2021/06/aadhar-enabled-dise-child-tracking.html

https://project303.blogspot.com/2021/06/aadhar-enabled-dise-child-tracking.html







https://project303.blogspot.com/2021/06/aadhar-enabled-dise-child-tracking.html


 ધોરણ ૧ થી ૧૨ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે Aadhar Enabled DISE- Child Tracking system અંતર્ગત ૨૦૨૧-૨૨ માટેની કામગીરી કરવા બાબત MoE ( શિક્ષા મંત્રાલય ) , પૂર્વે ( MHRD , ( માનવ સંશાધન વિકાસ મંત્રાલય , ન્યુ દિલ્હી ) ) ભારત સરકાર દ્વારા મળેલ સુચના મુજબ ધોરણ ૧ થી ૧૨ માં અભ્યાસ કરતા તમામ બાળકોનો યુનિક આઇ . ડી અને નામ સહિતની માહિતીનો ડેટાબેઝ બનાવવાનો થાય છે . જે અંતર્ગત આધાર અનેબલ ડાયસ પોર્ટલ દ્વારા વર્ષ ૨૦૧૨-૧૩ થી ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીના તથા વર્ષ ૨૦૧૭-૧૮ થી ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓની માહિતી સાચી , સચોટ , ભૂલરહિત , રીયલ ટાઇમ અને અધ્યતન માહિતી શાળા કક્ષાએથી મળી રહે તે હેતુથી શાળા કક્ષાએથી જ ઓનલાઈન એન્ટ્રી / અપડેશન / રેકીંગની કામગીરી સફળતા પૂર્વક દર વર્ષે કરવામાં આવે છે . આ વર્ષે ૨૦૨૧ ૨૨ અંતર્ગત માટે ધોરણ -૧ થી ૧૨ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના નામ સહિતની અધ્યતન માહિતી તૈયાર કરવાની થાય છે . સમગ્ર શિક્ષા અંતર્ગત કાર્યરત વેબ / મોબાઈલ એપ્લીકેશન જેવી કે , Online Attendance System , School Monitoring App ( CRC - BRC ) , WSDP , Divyaan - App , G - shala App , Mindsparks , ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ , ગુણોત્સવ , મિશન વિદ્યા , CQube એપ્લીકેશન , શાળા છોડી જતા વિદ્યાર્થીઓને ફરી શાળામાં દાખલ કરવા , દિવ્યાંગ વિઘાર્થીઓને સહાય આપવા , સ્કોલરશિપ આપવા , SARAL App , ધોરણ -૨ નિદાન કસોટી , પીરીયોડીક્લ એરાએસમેન્ટ ટેસ્ટ ( PAT ) , સેમિસ્ટર મુજબ વિષયવાર મેળવેલ ગુણની ઓનલાઇન એન્ટ્રી કરવા માટે Adhaar Enabled DISE - Child Tracking System ( CTS ) એપ્લીકેશન માંથી લેવામાં આવે છે . ગુજરાત સરકારના અન્ય


https://project303.blogspot.com/2021/06/aadhar-enabled-dise-child-tracking.html



વિભાગની વેબ / મોબાઈલ એપ્લીકેશન જેવી કે ડીજીટલ ગુજરાત પોર્ટલ , ITI એડ્મિશન , રાજ્ય પરિક્ષા બોર્ડ , અને માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા શરૂ કરેલ CMdashboard પોર્ટલમાં જરૂરિયાત મુજબનો વિદ્યાર્થીઓનો ડેટા Adhaar Enabled DISE - Child Tracking System ( CTS ) મારફત પૂરો પાડવામાં આવે છે જેના કારણે Adhaar Enabled DISE - Child Tracking System ( CTS ) એપ્લીકેશનની કામગીરીમાં સફળતા મળેલ છે . વધુમાં જણાવવાનુંકે , આ વર્ષે ૨૦૨૧-૨૨થી ધોરણ -૧ માં નવો પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની Adhaar Enabled DISE - Child Tracking System ( CTS ) એપ્લીકેશનને જન્મ નોંધણી એપ્લીકેશન સાથે લીંક કરવામાં - ( ) આવનાર છે . જેથી Adhaar Enabled DISE - Child Tracking System ( CTS ) એપ્લીકેશનમાં ધોરણ -૧ માં નવો પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઇન એન્ટ્રી કરવા માટે જન્મનું પ્રમાણપત્ર ( Birth Certificate ) સાથે રાખવાનું રહેશે . બાળકની ઓનલાઇન એન્ટ્રી કરવા માટે જન્મનો પ્રમાણપત્ર મુજબ સૌ પ્રથમ બાળકનો જન્મ જે જિલ્લા , તાલુકા અને ગામ / શહેરમાં થયો હોય તે સિલેક્ટ કરવાનું રહેશે . ત્યારબાદ બાળકનો જન્મ નોંધણી ક્રમાંક ( Registration No ) દાખલ કરવાનો રહેશે . અથવા બાળકનો જન્મ પ્રમાણપત્ર નંબર ( Certificate No ) દાખલ કરવાનો રહેશે . જેથી જન્મ નોંધણી એપ્લીકેશનમાંથી ડેટા શોધીને સુધારા ન કરી શકાય તે પ્રકારે બતાવશે જેમ કે , બાળકનું નામ , પિતાનું નામ , માતાનનું નામ , જાતિ , જન્મ તારીખ , જન્મ નોંધણી ક્રમાંક અને જન્મ પ્રમાણપત્ર નંબર આ ડેટા CTS ના ફિલ્ડમાં પણ ઓટોમેટીક દાખલ થયેલ હશે . જો આ ડેટામાં સુધારો જણાય તો CTS ના ફિલ્ડમાં સુધારા કરી ઓનલાઇન એન્ટ્રી પૂર્ણ કરી શકાશે . વર્ષ ૨૦૨૧-૨૨ અન્વયે ગુજરાત બોર્ડ દ્વારા સંચાલિત ( સરકારી / અનુદાનીત બિન અનુદાનિત / આશ્રમ વગેરે ) શાળાઓ અને અન્ય બોર્ડ સાથે સંકળાયેલ ( કેન્દ્રીય / સૈનિક / રેલ્વે વગેરે .. ) રાજ્યની તમામ શાળાઓએ ધોરણ -૧ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આધાર અનેબલ ડાયસ અંતર્ગત શાળા કક્ષાએ મુખ્યત્વે નીચે મુજબની કામગીરી કરવાની થાય છે . જેમ કે ( ૧ ) ધોરણ -૧ માં નવો પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની એન્ટ્રી ઉપર જણાવેલ મુજબ કરવાની રહેશે , ( ૨ ) વર્ષ ૨૦૨૦-૨૧ માં નોંધાયેલ વિદ્યાર્થીઓની માહિતી વર્ષ ૨૦૨૧-૨૨ માટે અપડેટ કરવાની રહેશે . ( ૩ ) વર્ષ ૨૦૨૧-૨૨માં અન્ય શાળામાંથી આવેલ ધોરણ ૧ થી ૧૨ વિદ્યાથીઓની માહિતી મેળવી જે ધોરણમાં અભ્યાસ કરતા હોય તે ધોરણમાં ટ્રેક કરવાના રહેશે . ( 4 ) ધોરણ -૫ માંથી ધોરણ -૬ માં , ધોરણ -૮ માંથી ધોરણ -૯ માં અને ધોરણ -૧૦ માંથી ધોરણ -૧૧ માં ગયેલા વિદ્યાર્થીઓને પણ તે જ શાળામાં કે અન્ય શાળામાં દાખલ થયેલ છે કે કેમ તે જે શાળામાંથી બાળક જતું હોય તે શાળાએ સુનિશ્ચિત કરી લેવાનું રહેશે . ( 5 ) ધોરણ -૮ અને ધોરણ -૧૦ નું બાળક જે તે શાળામાંથી અન્ય શાળામાં દાખલ થવાના બદલે વોકેશનલ એજયુકેશન , ITI વગેરેમાં અભ્યાસ અર્થે ગયેલ હોય તો ઓનલાઇન અપડેશનના રીમાર્કસ કોલમમાં વિગત દર્શાવવાની રહેશે અને જો ભણવાનું છોડી દીધેલ હોય તો તેનું કારણ દર્શાવવાનું રહેશે .


https://project303.blogspot.com/2021/06/aadhar-enabled-dise-child-tracking.html



માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા શરૂ કરેલ CMDASHBOARD પોર્ટલમાં શાળાવાર ધોરણ -૧ માં નવો પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની માહિતી , અપડેશનની માહિતી અને કેટલા વિદ્યાર્થીઓ અન્ય શાળામાંથી બીજી શાળામાં ટ્રેકીંગ થયા તેની માહિતી રોજે રોજ અધતન Adhaar Enabled DISE - Child Tracking System ( CTS ) માંથી આપવામાં આવે છે . જેની નોંધ લેવા જણાવવામાં આવે છે . આ અંગે થયેલ કામગીરીનું રોજે રોજ જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડિનેટરશ્રીએ જિલ્લા એમ.આઈ.એસ કો.ઓર્ડિનેટર પાસે રિપોર્ટ મેળવવાનો રહેશે . તેમજ આ કામગીરીની અગત્યતા સમજી આ કામગીરી તાત્કાલીક અસરથી શરૂ કરી ઓગષ્ટ માસના અંત સુધીમાં પૂર્ણ થાય તે રીતે આપની કક્ષાએથી જરૂરી આયોજન કરવા તેમજ શાળા ક્લાએ જરૂરી સૂચના આપવા જણાવવામાં આવે છે . બિડાણ : પરિશિષ્ટ - ૧- શાળા કક્ષાની કામગીરી . પરિશિષ્ટ -૨ - જિલ્લા / તાલુકા કક્ષાની કામગીરી


https://project303.blogspot.com/2021/06/aadhar-enabled-dise-child-tracking.html



પરિશિષ્ટ -૧ * આધાર ડાયસ અંતર્ગત શાળા કક્ષાએથી નીચે મુજબની સુચના મુજબ કામગીરી કરવાની રહેશે . વર્ષ ૨૦૨૧-૨૨માં શાળાના મુખ્ય શિક્ષક / આચાર્ય / શિક્ષકે શાળાના લોગીનમાંથી ધોરણ -૧ ની એન્ટ્રી અને ધોરણ –૨ થી ૧ રના તમામ વિદ્યાર્થીઓની માહિતી અપડેશનીટ્રેક કરવાની રહેશે . વર્ષ ૨૦૨૧-૨૨માં શાળાના મુખ્ય શિક્ષક / આચાર્ય / શિક્ષકે ધોરણ -૧ ની એન્ટ્રી અંગ્રેજીમાં જ કરવાની રહેશે . ધોરણ -૧ ની એન્ટ્રી માટે વિદ્યાર્થીની ઓનલાઇન એન્ટ્રી કરવા માટે જન્મનો પ્રમાણપત્ર મુજબ સૌ પ્રથમ બાળકનો જન્મ જે જિલ્લા , તાલુકા અને ગામ / શહેરમાં થયો હોય તે સિલેક્ટ કરવાનું રહેશે . ત્યારબાદ બાળકનો જન્મ નોંધણી ક્રમાંક ( Regitration No ) દાખલ કરવાનો રહેશે . અથવા ધોરણ -૧ ની એન્ટ્રી માટે વિદ્યાર્થીનો જન્મનું પ્રમાણપત્ર ( Certificate No ) નંબર દાખલ કરવાનો રહેશે . જેથી જન્મ નોંધણી એપ્લીકેશનમાંથી ડેટા શોધીને સુધારા ન કરી શકાય તે પ્રકારે બતાવશે જેમ કે , બાળકનું નામ , પિતાનું નામ , માતાનનું નામ , જાતિ , જન્મ તારીખ , જન્મ નોંધણી ક્રમાંક અને જન્મ પ્રમાણપત્ર નંબર આ ડેટા CTS ના ફિલ્ડમાં પણ ઓટોમેટીક દાખલ થયેલ હશે . જો આ ડેટામાં સુધારા જણાય તો CTs ના ફિલ્ડમાં સુધારા કરી ઓનલાઇન એંન્ટી પૂર્ણ કરી શકાશે . • વર્ષ ૨૦૨૧-૨૨માં ધોરણ -૧ થી ૧ ર ધોરણવાર એક – એક વિદ્યાર્થીઓને અપડેટ કરવા કે બલ્કમાં અપડેશન કરવા માટે શાળાએ જે તે લીંક ઉપર કલીક કરતાં વિદ્યાર્થીઓની માહિતી ઓનલાઈન અપડેટ કરી શકાશે . અપડેશન કરવાનું બાકી હોય તો RED બટન દર્શાવશે અને અપડેશન કરવાનું બાકી નહી તો GREEN બટન દર્શાવશે . વર્ષ ૨૦૨૧-૨૨માં ધોરણ -૧ થી ૧ રના અન્ય શાળામાંથી ટ્રાન્સફર લઈને આવેલા વિદ્યાર્થીઓનો “ ૧૮ અંકનો આધાર યુનિક કોડ એન્ટર કરીને Search પ્રેસ કરવાથી વિદ્યાર્થીની તમામ માહિતી આવી જશે . ત્યારબાદ વિદ્યાર્થીનો નવો પ્રવેશ નંબર ( જી.આર.નંબર ) અને વિદ્યાર્થીની ખૂટતી માહિતી ભરીને વિદ્યાર્થીઓને ટ્રેક કરવાનો રહેશે . શાળાના તમામ વિદ્યાર્થીઓની માહિતી ભરાય તે શાળાના આચાર્યશ્રીની જવાબદારી રહેશે . જો કોઈ વિદ્યાર્થીની માહિતી ખોટી હશે કે ભરવાની રહી જશે અને જેના કારણે યુનિક આઈ.ડી આધારે થતાં ઓનલાઇન હાજરી , SARAL App . ધોરણ -૨ નિદાન કસોટી , પીરીયોડીકલ એસએસમેન્ટ ટેસ્ટ ( PAT ) , સેમિસ્ટર મુજબ વિષયવાર મેળવેલ ગુણની ઓનલાઇન એન્ટ્રી અને મૂલ્યાંકન કે અન્ય લાભો મેળવવામાં વિદ્યાર્થીઓ રહી જશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાના આચાર્યની રહેશે . • ઉપરોકત તમામ વિદ્યાર્થીઓની માહિતી સમયાંતરે ઓનલાઈન શાળા કક્ષાએ અપડેટ કરવાની રહેશે , અને શાળા કક્ષાએ હાર્ડકોપીમાં અપડેટ કરેલી માહિતીનું આચાર્ય / મુખ્ય શિક્ષકએ એસએમસીના અધ્યક્ષના સહી / સિકકા કરી પ્રમાણીત કરાવવાના રહેશે અને તમામ ફોર્મ જે તે શાળા કક્ષાએ રેકોર્ડ અર્થે ફાઈલમાં રાખવાનું રહેશે . સરકારી / ગ્રાન્ટેડ કેન્દ્રિય / આશ્રમ / ખાનગી રેલ્વે સૈનિક . શાળાઓએ લોગીન કરીને Adhaar Enabled DISE - Child Tracking System ( CTS ) અંતર્ગત એન્ટ્રી , અપડેશન અને ટ્રેકિંગની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે . . જેની નોધ દરેક શાળાઓએ લેવી .


https://project303.blogspot.com/2021/06/aadhar-enabled-dise-child-tracking.html


પરિશિષ્ટ -૨ આધાર ડાયસ અંતર્ગત જિલ્લા / તાલુકા કક્ષાએથી નીચે મુજબની સુચના મુજબ કામગીરી કરવાની રહેશે . . . ધોરણ ૧ થી ૧૨ ધરાવતી સરકારી અનુદાનીત / બિન અનુદાનીત તેમજ ગુજરાત બોર્ડ સિવાય અન્ય બોર્ડ સાથે સંકળાયેલ રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની એન્ટ્રી અપડેશન ટ્રેકીંગની કામગીરી કરવા . જિલ્લા એમ.આઈ.એસ.એ પોતાના જિલ્લાની ધોરણ ૧ થી ૧૨ ની તમામ સરકારી / ગ્રાન્ટેડ / કેન્દ્રિયી આશ્રમ ખાનગી શાળાઓ Adhaar Enabled DISE - Child Tracking System ( CTS ) માં ઓનલાઈનમાં ADD થયેલ છે કે નહી તેની ખાત્રી કરી લેવાનું રહેશે અને તમામ જિલ્લા એમ.આઈ.એસ.એ પોતાના જિલ્લાનું School Master આધાર અનેબલ ડાયસમાં ઓનલાઈનમાં અપડેટ કરવાનું રહેશે . જિલ્લા કક્ષાએથી જિલ્લા એમ.આઈ.એસ.એ તાલુકા લેવલે તમામ શાળાઓએ એન્ટ્રી , અપડેશન અને ટ્રેકિંગની કામગીરીનું સતત મોનીટરીંગ કરવાનું રહેશે . બીઆરસી / બ્લોક એમ.આઈ.એસ.એ તાલુકા કક્ષાએથી તાલુકાની તમામ શાળાઓએ કામગીરી ચાલુ કરેલ છે કે નહી તે અને એન્ટ્રી , અપડેશન અને ટ્રેકિંગની કામગીરીનું બ્લોક એમ.આઈ.એસ એ સતત મોનીટરીંગ કરવાનું રહેશે . Block / URC ના બ્લોક એમ.આઈ.એસ. અને ડેટા એન્ટ્રી ઓપરેટરે પોતાના તાલુકાની ૧૦૦ % શાળાનું વેરીફીકેશન કરવાનું રહેશે . બીઆરસી / સીઆરસી કો.ઓર્ડિનેટરોએ Adhaar Enabled DISE - Child Tracking System ( CTS ) માં શાળાઓમાં માત્ર એન્ટ્રી થાય છે તે સિવાય વિદ્યાર્થીઓની માહિતી સાતત્ય પૂર્ણ ભરાય છે કે નહી તેનું વેરીફીકેશન . e કરવાનું રહેશે . . હ અનટ્રેક વિદ્યાર્થીઓનું લિસ્ટ જિલ્લા / બ્લોકના લોગીનમાંથી મેળવી જે તે ધોરણના અનટ્રેક વિદ્યાર્થીઓને શોધી તેમને જે તે શાળાના ધોરણમાં એનરોલ કરાવવાના રહેશે . જેનાથી ડ્રોપઆઉટમાં ઘટાડો કરી શકાશે . Adhaar Enabled DISE - Child Tracking System ( CTS ) અંગે થનાર ખર્ચ જિલ્લા કક્ષાએ ઉપલબ્ધ EMIS / MIS Activities Management બજેટ હેડ હેઠળ ઉધારવાનો રહેશે . શાળા કક્ષાએથી ઓનલાઇન માહિતી ભરાવવાની જવાબદારી સમગ્ર શિક્ષાના જિલ્લા એમ.આઇ.એસ કો ઓડીનેટ / બ્લોક એમ.આઇ.એસ કો ઓર્ડીનેટર ડેટા એન્ટ્રી ઓપરેટર અને જિલ્લા ઓપરેટર કચેરીના સ્ટાફ દ્વારા કરવાના રહેશે .






ધોરણ ૧ થી ૧૨ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે Aadhar Enabled DISE- Child Tracking system અંતર્ગત ૨૦૨૧-૨૨ માટેની કામગીરી કરવા બાબત



ધોરણ ૧ થી ૧૨ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે Aadhar Enabled DISE- Child Tracking system અંતર્ગત ૨૦૨૧-૨૨ માટેની કામગીરી કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR