યુ ડાયસ 2020-21ની કામગીરી કરવા બાબત મહત્વપૂર્ણ લેટર

Join Whatsapp Group Join Now

યુ ડાયસ 2020-21ની કામગીરી કરવા બાબત મહત્વપૂર્ણ લેટર


મહત્વપૂર્ણ લિંક


યુ ડાયસ+ માટે મહત્વપૂર્ણ લેટર તા-21-8-2021નો વાંચવા માટે અહીં ક્લિક કરો







https://project303.blogspot.com/2021/05/udise-kamgiri-babat.html



  UDISE + 2020-21ની કામગીરી કરવા બાબત . સંદર્ભ : - માન . એસ.પી.ડી.શ્રી ની તા .૨૮ / ૦૫ / ૨૦૨૧ ની નોંધ પર મળેલ મંજૂરી અન્વયે . શ્રીમાન , આપ સુવિદિત છો કે , સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે 30 મી સપ્ટેમ્બરની સ્થિતિએ રાજયની ધોરણ ૧ થી ૧૨ ધરાવતી તમામ શાળાઓની UDISE ફોર્મમાં માહિતી મેળવી એકત્રીકરણની કામગીરી કરવામાં આવે છે , ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯થી UDISE ને વિસ્તૃત કરી ઓનલાઈન UDISE + ( Extended UDISE ) કરવામાં આવેલ છે . શિક્ષણ મંત્રાલયની સુચના અન્વયે ચાલુ વર્ષ ૨૦૨૦ ૨૧ માં UDISE + અંતર્ગત માહિતી મેળવવાની થાય છે . ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧નું જિલ્લા શૈક્ષણિક માહિતી પત્રક ( UDISE + Data Capture Format ) ની . તમામ કક્ષાની કામગીરી UDISE + ઓનલાઈન એપ્લીકેશન ( http://udiseplus.gov.in ) મારફતે કરવાની રહેશે . સદર અંગે આપશ્રીને જણાવવાનું કે ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧માં આપના જિલ્લાની ધોરણ -૧ થી ૧૨ પૈકીના ધોરણ ધરાવતી તમામ શાળાઓ જેમકે પ્રાથમિક , ઉચ્ચતર પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની માહિતી UDISE + અંતર્ગત મેળવવા જણાવવામાં આવે છે . આ શાળાઓ કોઈપણ સંચાલન જેમકે સરકારી , આશ્રમ શાળા , ખાનગી ગ્રાન્ટેડ , ખાનગી નોન ગ્રાન્ટેડ , કેન્દ્ર સરકાર , મોડલ સ્કૂલ , જવાહર નવોદય દ્વારા સંચાલિત કે અન્ય કોઈપણ સંચાલન દ્વારા સંચાલિત હોય તેવી તમામ શાળાઓના UDISE ફોર્મમાં ફરજીયાત માહિતી મેળવવા આથી સૂચના આપવામાં આવે છે . સમગ્ર શિક્ષા યોજના અન્વયે જિલ્લા કક્ષા તેમજ રાજ્ય કક્ષાએ પ્રાથમિક , ચ્ચતર પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના શૈક્ષણિક આયોજન માટે તૈયાર કરવામાં આવતા વાર્ષિક અંદાજપત્રમાં તથા શૈક્ષણિક નીતિ આયોજન તેમજ શિક્ષણને લગતા નીતિ આયોજન તેમજ શિક્ષણને લગતા નીતી વિષયક નિર્ણયો લેવામાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ U - DISE ની માહિતીને આધારભૂત ગણી તેનો ઉપયોગ કરવામાં આવે છે .


https://project303.blogspot.com/2021/05/udise-kamgiri-babat.html



આ ઉપરાંત RTE અધિનિયમ ૨૦૦૯ ની કલમ -૧૨.૧ ( સી ) હેઠળ નબળા અને વંચિત જૂથનાં બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ -૧ માં વિનામુલ્ય પ્રવેશ આપવાની yulhi , NMMS- National Means Cum Merit Scholarship Scheme Exam 24002 Quat SPURI ઓનલાઈન ભરતા વિદ્યાર્થીઓના ફોર્મમાં શાળાનો U - DISE કોડ ફરજીયાત છે તેમજ શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં શિક્ષકોના અનુભવનો આધાર તરીકે માત્ર UDISE ના વર્ષવાર શિક્ષક રેકર્ડને જ આધારભૂત ગણવામાં આવે છે . વધુમાં , આપના જિલ્લાનો નામાંકન દર , ડ્રોપઆઉટનો દર , શાળાઓની માહિતી , નામાંકન અને શિક્ષકોની માહિતી UDISE માંથી સરળતાથી મેળવી શકો છો . ઉપરાંત Performance Grading Index ( PG ) Ranking UDISE ની માહિતી પરથી કરવામાં આવે છે જેના પરથી સમગ્ર ભારતમાં શિક્ષણ ક્ષેત્રે રાજ્ય / જિલ્લાનો ક્રમ નકકી થાય છે . આમ UDISE DATA ની અગત્યતાથી આપ વાફેક છો . શિક્ષણનો અધિકાર ( RTE ) અધિનિયમ ૨૦૦૯ ની કલમ -૧૨ ( ૩ ) તથા ગુજરાત રાઈટ ટુ એજ્યુકેશનલ રૂલ્સ ૨૦૧૨ માં નિયમ -૧૩ ( ૧ ) ( જી ( ઝ ) અને તે સાથેના પરિશિષ્ટ -૨ ના નમુના - રની શરતોની શરત -૧૦ અને ૧૭ અનુસાર દરેક શાળાએ આ માહિતી આપવી ફરજીયાત છે . આ અંગે ઉપરોક્ત તમામ શાળાઓની નોંધણી DISE + અંતર્ગત થવી જરૂરી છે . વર્ષ ૨૦૨૦-૨૧માં તમામ શાળા UDISE ની માહિતી આપે તે રીતનું આયોજન કરવા જણાવવામાં આવે છે . જો કોઈ શાળા આ માહિતી આપવાની ના પાડે તો જે તે વિસ્તારના બી.આર.સી. કો.ઓ. અને સી.આર.સી. કો.ઓ. ને રૂબરૂ મોકલી UDISE ફોર્મની અગત્યતા અને RTE અધિનિયમની સમજ અપાવવી , શાળા પાસેથી UDISE ની માહિતી મેળવવાની પ્રાથમિક જવાબદારી સી.આર.સી. કો.ઓ. અને બી.આર.સી. કો.ઓ.ની છે . તેમ છતાં પણ જે શાળા માહિતી ન આપે તો માન્યતા આપેલ અધિકારીશ્રીએ આવી શાળાની માન્યતા તાત્કાલીક રદ કરવા સુધીના શિક્ષાત્મક પગલા લેવા જણાવવામાં આવે છે . જેમકે પ્રાથમિક / ઉચ્ચતર પ્રાથમિક શાળા માટે જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને શાસનાધિકારીશ્રીને તેમજ માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શાળા માટે જિલ્લાના શિક્ષણાધિકારીશ્રી ને આવી શાળાની માન્યતા તાત્કાલીક રદ કરવા સુધીના શિક્ષાત્મક પગલા લેવા જણાવવામાં આવે છે . જિલ્લાકક્ષાએ UDISE + ની કામગીરી અંગે નીચેની બાબતો ધ્યાનમાં રાખી જરૂરી કાર્યવાહી કરવાની રહેશે . ( ૧ ) . જિલ્લા એમ.આઇ.એસ. કો.ઓર્ડિનેટરએ UDISE + ઓનલાઈન એપ્લીકેશનમાં જિલ્લાના Username અને Password થી Login થઈ પોતાની બ્લોક વાર શાળાઓની વિગત ચકાસી લેવાની રહેશે . ( ૨ ) . જિલ્લા એમ.આઇ.એસ. કો.ઓ.એ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં કાર્યરત શાળાઓની યાદી બનાવી UDISE + ઓનલાઈન એપ્લીકેશનમાં યાદી મુજબ શાળાઓની વિગત જેવી કે , શાળાનું સંચાલન , શાળાની કેટેગરી તેમજ શાળાની સ્થિતિ ( Operational , Close , Merge and Sanctioned but Not Operational ) વગેરેની ખરાઈ કરી સુનિશ્ચિત કરવાનું રહેશે ત્યારબાદ જ UDISE + DCF ની પ્રિન્ટ કાઢવાની રહેશે તેમજ ભરાયેલ DCF ફોર્મની એન્ટ્રી કરવાની રહેશે . ( 3 ) . જિલ્લા કક્ષાએથી જિલ્લાની શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ મુજબની તમામ સરકારી , આશ્રમ શાળા , મોડલ સ્કૂલ , મોડલ ડે સ્કૂલ , RMSA શાળા અને ગ્રાન્ટેડ ( અનુદાનિત ) શાળાઓની Pre - Filled UDISE + DCF ની ઓનલાઈન એપ્લીકેશનમાંથી પ્રિન્ટ આઉટ કાઢી તાલુકા કક્ષાએ પહોંચાડવાની રહેશે . જયારે ખાનગી શાળા ( બિન અનુદાનિત ) , કેન્દ્રીય વિદ્યાલય , જવાહર નવોદય વિદ્યાલય , રેલ્વે શાળા , સૈનિક શાળા તેમજ અન્ય કેન્દ્ર સરકાર સંચાલિત શાળાઓની શાળા કક્ષાએથી UDISE + ઓનલાઈન એપ્લીકેશનમાં એન્ટ્રી કરાવવાની રહેશે .



https://project303.blogspot.com/2021/05/udise-kamgiri-babat.html



( ૪ ) . બ્લોક એમ.આઈ.એસ. કો.ઓ.એ UDISE + school Management Module માં પોતાના બ્લોક્ના Username અને Password થી Login થઈ User Management માં જઈ પોતાના બ્લોકની ખાનગી શાળા ( બિન અનુદાનિત ) , કેન્દ્રીય વિદ્યાલય , જવાહર નવોદય વિદ્યાલય , રેલ્વે શાળા , સૈનિક શાળા તેમજ અન્ય કેન્દ્ર સરકાર સંચાલિત શાળાઓના OGIN ID create કરવાના રહેશે . ( પ ) . સી.આર.સી. કો.ઓર્ડિનેટરએ પોતાના તાબા હેઠળની તમામ સરકારી , આશ્રમ શાળા , મોડલ સ્કૂલ , મોડલ ડે સ્કૂલ , RMSA શાળા અને ગ્રાન્ટેડ ( અનુદાનિત ) શાળાઓમાં UDISE + DCF Form મોકલી આપવાનું રહેશે તેમજ ભરેલ UDISE + DCF Form શાળા કક્ષાએથી અચૂક મેળવી બી.આર.સી. પર મોકલી આપવાના રહેશે . ( ૬ ) . સી.આર.સી. કો . ઓર્ડિનેટરએ પોતાના તાબા હેઠળની ખાનગી શાળા ( બિન અનુદાનિત ) , કેન્દ્રીય વિદ્યાલય , જવાહર નવોદય વિદ્યાલય , રેલ્વે શાળા , સૈનિક શાળા તેમજ અન્ય કેન્દ્ર સરકાર સંચાલિત શાળાઓમાં જઈ શાળાએ ઓનલાઈન એપ્લીકેશનમાં ભરેલ UDISE + DCF Form ની હાર્ડ કોપી શાળાના આચાર્યના સહી - સિક્કા સાથે મેળવી DCF Form માં શાળાએ ભરેલ વિગતોની ખરાઈ સ્થળ પર જ કરવાની રહેશે . ( ૭ ) . બ્લોક કક્ષાએ બ્લોક એમ.આઈ.એસ. / ડેટા એન્ટ્રી ઓપરેટરે તમામ સરકારી , આશ્રમ શાળા , મોડલ સ્કૂલ , મોડલ ડે સ્કૂલ , RMSA શાળા અને ગ્રાન્ટેડ ( અનુદાનિત ) શાળાના UDISE + Form ની ડેટા એન્ટ્રી UDISE + ઓનલાઈન એપ્લીકેશનમાં કરવાની રહેશે . ( ૮ ) . બ્લોક કક્ષાએ બ્લોક એમ.આઈ.એસ. / ડેટા એન્ટ્રી ઓપરેટરે ખાનગી શાળા ( બિન અનુદાનિત ) , કેન્દ્રીય વિદ્યાલય , જવાહર નવોદય વિદ્યાલય , રેલ્વે શાળા , સૈનિક શાળા તેમજ અન્ય કેન્દ્ર સરકાર સંચાલિત શાળાએ ભરેલ UDISE + Form ની વિગતોની શાળાકક્ષાએથી DISE + ઓનલાઈન એપ્લીકેશનમાં કરેલ એન્ટ્રીની વિગતોની સાથે ચકાસણી કરી ખરાઈ કરવાની રહેશે . જો કોઈ શાળા ઓનલાઈન એન્ટ્રી ન કરે તો તે શાળાના UDISE + Form ની હાર્ડ કોપી મેળવી તેની એન્ટ્રી કરવાની રહેશે . ( ૯ ) . સી.આર.સી. કો.ઓર્ડિનેટરએ ૧૦૦ % શાળાઓના ભરાયેલ UDISE + DCF ફોર્મની ચકાસણી કરવાની રહેશે . ( ૧૦ ) . બી.આર.સી. કો.ઓર્ડિનેટરએ ૧૫ % શાળાઓના ભરાયેલ UDISE + DCF ફોર્મની ચકાસણી કરવાની રહેશે . ( ૧૧ ) . જિલ્લાકક્ષા તેમજ બ્લોક કક્ષાએ UDISE + ઓનલાઈન એપ્લીકેશનમાંથી પ્રમાણ પત્ર ડાઉનલોડ કરી સહી સિકકા કરી ઓનલાઈન Upload કરવાનું રહેશે . ( ૧૨ ) . માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરની તમામ શાળાના UDISE ફોર્મ સમયસર મળી જાય તે માટે જિલ્લા શિક્ષાધિકારીશ્રી , AEI અને ET મળીને સદર કામગીરીમાં જોડાય તે રીતનું આયોજન કરવાનું રહેશે . ( ૧૩ ) . UDISE + અંગેની તમામ મિટીંગ અને તાલીમ પ્રોગ્રામમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ સાથે મળી આયોજન કરવું તેમજ બન્ને અધિકારીશ્રીએ વાંરવાર આ અંગે થયેલ કામગીરીની સમીક્ષા કરવાની રહેશે . ( ૧૪ ) . જિલ્લા એમ.આઈ.એસ. કો.ઓ. અને બ્લોક એમ.આઈ.એસ. કો.ઓ. એ UDISE + અંગેની રોજેરોજની કામગીરીની વિગત રાજ્ય કચેરીને આપવાની રહેશે . ( ૧૫ ) . વર્ષ ૨૦૨૦-૨૧ની UDISE ની કામગીરી માટે DCF ફોર્મની પ્રિન્ટ જિલ્લાકક્ષાએ UDISE + ઓનલાઈન એપ્લીકેશન મારફતે જ પ્રિન્ટ કાઢવાની રહેશે તેમજ તે અંગેનો ખર્ચ જિલ્લા પંચાયતના માન્ય Rate Contract થી વધુ ન થાય તે અંગેની કાળજી રાખવાની રહેશે


https://project303.blogspot.com/2021/05/udise-kamgiri-babat.html




( ૧૬ ) . UDISE + ને લગતી તમામ કામગીરી જેમકે પ્રિન્ટ , તાલીમ વગેરેનો ખર્ચ ચાલુ વર્ષના બજેટમાં મેનેજમેન્ટ હેડ હેઠળ ઉધારવાનો રહેશે . સમગ્ર શિક્ષાના તમામ સ્ટાફે સદર કામગીરી સામેલ SCHEDULE ) મુજબ સમય મર્યાદામાં પૂર્ણ કરવી તેમજ સદર બાબતમાં જે તે કક્ષાએ પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્કાળજી દાખવનાર સામે જરૂર જણાયે આપશ્રીએ યોગ્ય શિક્ષાત્મક પગલા લેવાના રહેશે . જિલ્લા શિક્ષણાધિકારીશ્રી , જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને શાસનાધિકારીશ્રીએ UDISE + ની માહિતીની અગત્યતા સમજી દર અઠવાડિયે આ કામગીરીની પ્રગતિ અંગેની રિવ્યુ બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરવી . સમગ્ર જિલ્લાની UDISE + ની માહિતી ૩૦ જૂન , ૨૦૨૧ સુધીમાં ઓનલાઈન કામગીરી પૂર્ણ કરવા જણાવવામાં આવે છે . 

https://project303.blogspot.com/2021/05/udise-kamgiri-babat.html




UDISE + 2020-21 Step by Step implementation Schedule Date of Completion ૧ . ૦૧/૦૬/૨૦૨૧ 03/05/૨૦૨૧ ૩ . . g૭ / ૬ / ૨૦૨૧ Sr. No. Activity જિલ્લા એમ.આઈ.એસ.કો.ઓ. દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં કાર્યરત શાળાઓની યાદી બનાવી UDISE + ઓનલાઈન એપ્લીકેશનમાં યાદ મુજબ શાળાઓની વિગત જેવી કે , શાળાનું સંચાલન , શાળાની કેટેગરી તેમજ શાળાની સ્થિતિ ( Operational , Close , Merge and Sanctioned but Not Operational ) વગેરેની ખરાઈ કરી સુનિશ્ચિત કરવું . | બ્લોકકક્ષાએથી ખાનગી શાળા ( બિન અનુદાનિત ) , કેન્દ્રીય વિદ્યાલય , જવાહર નવોદય ૨ , વિદ્યાલય , રેલ્વે શાળા , સૈનિક શાળા તેમજ અન્ય કેન્દ્ર સરકાર સંચાલિત શાળાઓના USER ID CREATE કરવા , . જિલ્લાકક્ષાએથી તમામ સરકારી , આશ્રમ શાળા , મોડલ સ્કૂલ , મોડલ ડે સ્કૂલ , RMSA , શાળા અને ગ્રાન્ટેડ ( અનુદાનિત ) શાળાઓના Pre Filled UDISE DCF ની ઓનલાઈન એપ્લીકેશનમાંથી પ્રિન્ટ આઉટ કાઢવાની રહેશે . બ્લોકકક્ષાએથી તમામ સરકારી , આશ્રમ શાળા , મોડલ સ્કૂલ , મોડલ ડે સ્કૂલ , RMSA ૪ . શાળા અને ગ્રાન્ટેડ ( અનુદાનિત ) શાળાઓની Pre Filled UDISE DCF પ્રિન્ટ આઉટ ની બ્લોકવાર / સી.આર.સી . વાર અલગ પાડવા . બ્લોકકક્ષાએથી સી.આર.સી.કો.ઓ.ને UDISE + ઓનલાઈન એપ્લીકેશનની સમજ , સી.આર.સી.કો.ઓ.ને Pre Filed UDISE DCF પ્રિન્ટ આઉટની હાર્ડ કોપી આપવી સી.આર.સી. કો.ઓ.એ Pre Filled UDISE DCF પ્રિન્ટ આઉટની હાર્ડ કોપી શાળાકક્ષાએ પહોંચાડવી . સી.આર.સી. કો.ઓ.એ Pre Filled UDISE DCF પ્રિન્ટ આઉટની હાર્ડ કોપી શાળાકક્ષાએથી પરત મેળવવી . બ્લોકકક્ષાએથી તમામ સરકારી , આશ્રમ શાળા , મોડલ સ્કૂલ , મોડલ ડે સ્કૂલ , RMSA શાળા અને ગ્રાન્ટેડ ( અનુદાનિત ) શાળાઓના UDISE + DCF ની ઓનલાઈન એન્ટ્રી પૂર્ણ કરવાની રહેશે . બ્લિોકકક્ષાએથી તમામ શાળાઓના ઓનલાઈન દાખલ કરેલ ડેટાની ચકાસણી , e . શાળાકક્ષા તથા બ્લોકકક્ષાએથી સહી સિક્કા સાથેનું પ્રમાણ પત્ર એપ્લીકેશનમાં UPLOAD કરવા , બ્લોકકક્ષાએથી ડેટા Freeze કરી જિલ્લા કક્ષાએ submit કરવો . | જિલ્લાકક્ષાએથી બ્લોક કક્ષાએથી કરેલ ઓનલાઈન ડેટાની ચકાસણી , જિલ્લાકક્ષાએથી ૧૦. સહી સિક્કા સાથેનું પ્રમાણ પત્ર એપ્લીકેશનમાં UPLOAD કરવા , જિલ્લા કક્ષાએથી ડેટા Freeze કરી રાજ્યકક્ષાએ submit કરવો . 4 . S. o૮ 0૬/૨૦૨૧ ૧૨ 05 ર 0 ર ૧ ૮ . ૨૫/૦૬/૨૦૨૧ ર ૯ Inst૨૦૨૧ ૩૦/૦૬/૨૦૨૧


યુ ડાયસ 2020-21ની કામગીરી કરવા બાબત મહત્વપૂર્ણ લેટર


યુ ડાયસ 2020-21ની કામગીરી કરવા બાબત મહત્વપૂર્ણ લેટર Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR