યુથ એન્ડ ઇકો કલબ એનેક્ષર-1 તથા એનેક્ષર-2 સહિત મહત્વપૂર્ણ તમામ માહિતી તથા પરિપત્ર
મહત્વપૂર્ણ લિંક 2024
યુથ એન્ડ ઇકો કલબ
દરેક પ્રાથમિક, માધ્યમિક શાળા ને મળેલ ગ્રાન્ટ નો પરિપત્ર
ઇકો કલબ ની આયોજન ફાઈલ
ઇકો કલબ અંતર્ગત કઈ કઈ પ્રવૃતિઓ કરી શકાય યાદી
ગ્રાન્ટ વપરાશ અને પ્રવૃત્તિઓ બાબત 06/11/2019 નો તથા 31-3-2021નો પરિપત્ર
મહત્વપૂર્ણ લિંક
પરિપત્ર તારીખ-૩૧-૩-૨૦૨૧ ડાઉનલોડ કરો.
પરિપત્ર તારીખ -૬-૧૧-૨૦૧૯ ડાઉનલોડ કરો.
ઇકો કલબ નમૂના રૂપ ફાઈલ ડાઉનલોડ કરો
એનેક્ષર-1 તથા એનેક્ષર-2
રાજયની સરકારી શાળાઓમાં કાયવીત ' યુથ એન્ડ ઈકો કલબ અંતર્ગત વર્ષ ૨૦૨૦-૨૧માં થયેલ પ્રવૃત્તિઓ અંતર્ગત ગ્રાન્ટ ફાળવણી બાબત
વિષય : રાજયની સરકારી શાળાઓમાં કાયવીત ' યુથ એન્ડ ઈકો કલબ અંતર્ગત વર્ષ ૨૦૨૦-૨૧માં થયેલ પ્રવૃત્તિઓ અંતર્ગત ગ્રાન્ટ ફાળવણી બાબત સંદર્ભ : ( ૧ ) અત્રેનો પત્ર ક્રમાંક : એસએસએ / QEc / ૨૦૧૯ ૩૮૩૭૦-૪૪૩ , તા .૦૬ / ૧૧ / ૨૦૧૯ ( ૨ ) અત્રેનો પત્રમાંક : એસએસએ / QEM / ૨૦૨૦ / ૨૦૭૬૧-૮૪૬ , તા .૦૪ / ૭ / ૨૦૨૦ ( ૩ ) અત્રનો ગ્રાન્ટ ફાળવણી આદેશ ન.એસએસ / હસ / ગ્રા.ફા. / ૧૯-૨૦ | ફા.ન. - ૨૦૩૪ ( ૧ ) / ૧૨૯૫-૭૩૧ , તા .૩૦ / ૩ / ૨૦૧૧ ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે , રાજયની તમામ સરકારી પ્રાથમિક , ઉચ્ચ પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં યુથ એન્ડ ઈકો કલબની રચના , કામગીરી , સંચાલન અને અમલવારી માટે અત્રેના સંદર્ભ -૧ સાથે આપવામાં આવેલ માર્ગદર્શિકા અને સુચિત પ્રવૃત્તિઓને ધ્યાને લઈ ' યુથ એન્ડ ઈકો કલબ ' કાર્યાન્વીત કરવા જણાવવામાં આવેલ છે . સંદર્ભ -૧ અન્વયે વર્ષ ૨૦૧૯-૨૦માં સરકારી શાળાઓમાં કાર્યાન્વીત કરવામાં આવેલ યુથ એન્ડ ઈકો કલબ'ની પ્રવૃત્તિઓ વર્ષ ૨૦૨૦-૨૧માં પણ ચાલુ રાખવા અત્રેના સંદર્ભ – રથી જણાવવામાં આવેલ છે . જેને ધ્યાને લઈ રાજયની શાળાઓ દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન યુથ એન્ડ ઈકો કલબ ' અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથધરવામાં આવેલ હશે . અત્રેના સંદર્ભ - રથી જણાવવામાં આવ્યા મુજબ રાજયની તમામ સરકારી પ્રાથમિક , ઉચ્ચ પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં યુથ એન્ડ ઈકો કલબ ' અંતર્ગત કરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓ માટે થયેલ ખર્ચ માટે રાજયની સરકારી પ્રાથમિક શાળાઓને શાળાદીઠ રૂ .૫,૦૦૦ / - , ઉચ્ચ પ્રાથમિક શાળાઓને શાળાદીઠ રૂ .૧૫,૦૦૦ / - અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓને શાળાદીઠ રૂ .૨૫,૦૦૦ / - લેખે ગ્રાન્ટ અત્રેની હિસાબી શાખાના સંદર્ભ –૩ થી રાજયના તમામ જિલ્લાઓને પત્ર સાથે સામેલ ગ્રાન્ટ ફાળવણી પત્રક મુજબની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે . ઉપરોકત બાબતને ધ્યાને લઈ આપના જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક , ઉચ્ચ પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને ' યુથ એન્ડ ઈકો કલબ ' અંતર્ગત ઉકત દર્શાવ્યા મુજબની ગ્રાન્ટ જે - તે શાળા સબંધિત એસએમસી / એસએમડીસીના બેંક એકાઉન્ટમાં જિલ્લા કક્ષાએથી સીધેસીધી ફાળવવા જણાવવામાં આવે છે .
વિષય : સમગ્ર શિક્ષા અંતર્ગત વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન રાજયની તમામ સરકારી શાળાઓમાં ' યુથ એન્ડ ઈકો કલબ ' કાર્યાન્વીત કરવા બાબત . સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાત રાજ્યના વર્ષ ૨૦૧૯-૨૦ના મંજુર થયેલ બજેટ અન્વયે શૈક્ષણિક ગુણવત્તા અભિવૃદ્ધિ માટે મંજુર થયેલ કાર્યક્રમો પૈકી રાજ્યની કાર્યરત તમામ સરકારી પ્રાથમિક , ઉચ્ચ પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બાળકોમાં જીવન કૌશલ્ય વિકસાવવા , આત્મવિશ્વાસ વધારવા , સ્થિતિસ્થાપકતા વિકસાવવા તેમજ તાણે , શરમ અને ડરની નકારાત્મક લાગણીઓને કાબૂમાં રાખવાના માધ્યમ તરીકે યુથ ક્લબ કાર્યરત કરવા , તેમજ શાળાના વિદ્યાર્થીઓ અર્થપૂર્ણ પર્યાવરણીય પ્રવૃત્તિઓમાં ભાગ લે અને પ્રોજેકટ્સ હાથ ધરે , વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ અથવા અભ્યાસક્રમની મર્યાદાથી આગળ પર્યાવરણીય ખ્યાલો અને ક્રિયાઓને સમજવા માટે સશક્ત બને તે માટે ઇકો ક્લબ કાર્યરત કરવા જણાવેલ છે . યુથ એન્ડ ઇકો ક્લબ અંતર્ગતની વિવિધ પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરતા પી.એ.બી. મીનીટસમાં જણાવેલ છે કે , યુથ ક્લબ શાળાના વિવિધ સંસાધનો જેવા કે , રમતનું મેદાન , રમતના સાધનો , પુસ્તકાલય , સંગીત અને કલા રૂમનો ઉપયોગ વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને આંતરીક વિકાસ માટેની સહ - અભ્યાસિક અને મનોરંજક પ્રવૃત્તિઓ જેવી કે , નાટક , ચર્ચાઓ , કલા , રમતગમત , સંગીત વગેરે માટે કરશે . આ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓ પોતાના શોખ જાણી શકશે , તેઓનો આત્મવિશ્વાસ વધશે અને તેમની સુષુપ્ત શક્તિઓ બહાર આવશે , તેમજ શાળામાં પ્રવેશ અને સ્થાયીકરણમાં સુધારો થશે . ઇકો ક્લબ પર્યાવરણ , જૈવવિવિધતા , આબોહવા , પર્યાવરણ , પોષણ , આરોગ્ય અને સ્વચ્છતા અંગે જાગૃતતા લાવવા અને રસ વધારવા માટેની વિવિધ પ્રવૃત્તિઓ કરશે , ખાસ કરીને જુલાઈ ૧ , ૨૦૧૯ થી શરુ થયેલ " જળશક્તિ અભિયાન " દરમિયાન પાણી સંરક્ષણ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ અને પાણી સંરક્ષણ અંગે જાગરૂકતા વધે તે માટેની પ્રવૃત્તિઓ કરશે . ઉપરોક્ત બાબતોને ધ્યાને લઇ રાજ્યની કાર્યરત તમામ સરકારી પ્રાથમિક , ઉચ્ચ પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં યુથ એન્ડ ઇકો ક્લબની રચના , કામગીરી , સંચાલન અને અમલવારી અંગે તૈયાર કરવામાં આવેલ માર્ગદર્શિકા , તેમજ સૂચિત પ્રવૃત્તિઓ ક્રમશઃ એનેક્ષર -૧ અને એનેક્ષર -૨ માં આ સાથે સામેલ છે . શાળાઓને જરૂર જણાયે યુથ એન્ડ ઇકો ક્લબ માટેની પ્રવૃત્તિઓ માટેનો ખર્ચ તેમને આપવામાં આવતી સ્કુલ કમ્પોઝીટ બચત ગ્રાન્ટમાંથી કરી શકશે . આ તમામ બાબતોને ધ્યાને લઇ આપના તાબા હેઠળની તમામ સરકારી શાળાઓમાં યુથ એન્ડ ઇકો ક્લબ સત્વરે કાર્યાન્વિત થાય તે માટેની જરૂરી સૂચનાઓ આપની કક્ષાએથી સંબંધિતોને કરવા જણાવવામાં આવે છે .
એનેક્ષર : ૧
એને ક્ષત્ર : 1 SAMAGRA SHIKSHA GUJRAT YOUTH AND ECO CLUB INITIATIVE હેતું / ઉદ્દેશ્ય . . વિદ્યાર્થીઓમાં પ્રાકૃતિક સંશાધનોના ન્યાયિક ઉપયોગ , સ્થિરતા તથા સંરક્ષણ માટે જાગૃતિ કેળવવી અને પર્યાવરણ પ્રેમ વધારવો . વિદ્યાર્થીઓમાં પર્યાવરણલક્ષી વ્યવહારને પ્રોત્સાહિત કરવા તથા પર્યાવરણને લગતી અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટમાં ભાગ લે અને તેવી પ્રવૃત્તિઓ કરે તે માટે સક્ષમ બનાવવા . બાળકો ભવિષ્યના પડકારો સામે લડી શકે તથા નકારાત્મક લાગણીઓ જેવીકે તણાવ , શરમ અને ડરનો સામનો કરી શકે તે માટે જીવન કૌશલ્ય , આત્મસન્માન , આત્મગૌરવ અને આત્મવિશ્વાસ તથા અનુકૂલન વિકસાવવું . વિદ્યાર્થીઓને સહભાગી અને પ્રક્રિયાલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા વિવેચનાત્મક રીતે વિચારવાની અને સમસ્યાઓ તાર્કિક રીતે હલ કરવાની તકો આપીને તેમની શારીરિક , માનસિક , ભાવનાત્મક અને સામાજિક કુશળતાને મજબૂત બનાવવી . માર્ગદર્શક સૂચનાઓ 1. મુખ્ય શિક્ષક / આચાર્ય પોતાની શાળામાં વિદ્યાર્થીઓ માટે Youth and Eco Club ( YEC ) ની રચના કરશે અને તેના પ્રભારી ( ઇન્ચાર્જ ) નિમશે . 2. રાજ્યની તમામ શાળાઓમાં વર્ષ ૨૦૧૯-૨૦ માટે શાળાના દરેક વર્ગના તમામ વિદ્યાર્થી તથા શિક્ષકોને ચાર જૂથમાં વર્ગીકૃત કરવા , તેના નર્મદા , તાપી . સાબરમતી અને મહીસાગર નામ આપવા . 3. રોટેશન મુજબ શાળાના એક શિક્ષકને નોડલ વ્યક્તિ તરીકે નીમવા , કે જે YEC ની પ્રવૃત્તિઓ કરવા માટે માર્ગદર્શન પૂરૂ પાડશે . 4. YEC ની પ્રવૃત્તિઓમાં જમીન , પાણી , ઉર્જા અને સ્વચ્છતાને પ્રાધાન્ય આપવું . 5. શાળાઓમાં ' જળશક્તિ અભિયાન ' , ' સ્વચ્છ ભારત અભિયાન ' તથા ' ફીટ ઇન્ડિયા મુવમેન્ટ ' વિશે જાગૃતિ લાવવા માટેની શૈક્ષણિક તથા સહ - શૈક્ષણિક પ્રવૃત્તિઓ યોજવી . 6. દરેક જૂથને શાળા પરિસરનો ચોક્કસ ભૌતિક વિસ્તાર / ખૂણો સોંપવામાં આવે , કે જેમાં જૂથનાં વ્યક્તિઓ વાવેતર ( વૃક્ષારોપણ ) , સ્વચ્છતા , સુશોભન અને સંરક્ષણની નવીન પ્રવૃત્તિઓ કરી શકે .
7. શાળાએ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓના તાસમાં અથવા વધારાના કલાકોમાં અથવા વેકેશન દરમિયાન વાર્તાલાપ - ચર્ચાઓ , ગીત - સંગીત , કલા , રમતો , વાચન તથા શારીરિક પ્રવૃત્તિઓનું આયોજન કરવું . આવી પ્રવૃત્તિઓથી શાળાની અમુક ભૌતિક સવલતો જેવી કે રમતનું મેદાન , રમતના સાધનો , પુસ્તકાલય , શાળાનો બગીચો તેમજ સંગીતના સાધનોની ઉપયોગીતામાં વધારો થશે , કે જેનાથી બાળકોમાં ટેવ , આવડત અને રસ વિકસાવી શકાય . 8. YEC અંતર્ગત શાળાએ બાળકોમાં પુસ્તકાલયના ઉપયોગ તથા વાચન ટેવ વિકાસાવવા માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ જેવી કે પુસ્તક વાચન , વાર્તાકથન અને નૈતિક મૂલ્યોનું આદાન - પ્રદાનનું આયોજન કરવું . 9. શાળાનો દરેક બાળક YEC ની ઓછામાં ઓછી ૩ ( ત્રણ ) પ્રવૃત્તિમાં ભાગ લે તેવું શાળાએ સુનિશ્ચિત કરવું . 10. શાળા દ્વારા પર્યાવરણીય શિક્ષણ માટે જાગૃતિ અને સંવેદના થાય તેવી તકો આપવા માટે નજીકના સ્થળો / સાઈટ્સની ક્ષેત્રીય મુલાકાત ( ફિલ્ડ વિઝીટ ) પણ આયોજિત થઇ શકે 11. શાળા કક્ષાએ ગ્રુપ પર્ફોમન્સનું મૂલ્યાંકન ૦ જુદી જુદી પ્રવૃતિઓ દ્વારા જુથવાર સ્પર્ધાઓનુંઆયોજન કરવામાં આવશે , જેના માટે પોઈન્ટ્સ આપવામાં આપવા . ૦ શાળામાં નોટીસ બોર્ડ પર જુથવાર પર્ફોમન્સ પોઈન્ટ્સના ચાર્ટ શાળાને આપવા . ૦ વર્ષના અંતે સૌથી વધુ સ્કોર કરવા વાળા ગ્રુપ ને " શ્રેષ્ઠ ગ્રુપ " જાહેર કરી સન્માનિત કરવા . ૦ સાબરમતી , તાપી , નર્મદા અને મહીસાગરમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા વાળા ગ્રુપમાંથી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કરવા . 12. બ્લોક / ક્લસ્ટર કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરવાવાળી શાળાઓનું મૂલ્યાંકન ૦ YEC અંતર્ગત શાળાઓ દ્વારા કરાયેલી પ્રવૃત્તિઓ સાથે CRC / BRC અને મુખ્ય શિક્ષક સાથે રહી " મારી શાળા સુંદર શાળામાં સ્પર્ધાનું જુદા જુદા માપદંડો ધ્યાનમાં રાખી દર મહીને ક્લસ્ટર કક્ષાએ આયોજન કરશે . ૦ CRC મુલાકાત દરમિયાન જુદા - જુદા માપદંડોને આધારે દર મહીને શાળાને ૧૦ માંથી પોઈન્ટ્સ આપશે . ૦ માસવાર પોઈન્ટ્સ અપડેટ કરવામાં આવશે , તેમજ માસવાર સ્થિતિ બધાને જાણ કરાશે . CRC માસના અંતે માર્ક્સ ની સ્થિતિને શાળાને જાણ કરશે .
૦ જે શાળા મહત્તમ પોઈન્ટ્સ મેળવશે , તે શાળાને વર્ષના અંતે ક્લસ્ટર ની " સુંદર શાળા " જાહેર કરવામાં આવશે . ૦ CRC દ્વારા ક્લસ્ટર કક્ષાની શ્રેષ્ઠ ૩ શાળાઓને વિજેતા પ્રમાણપત્ર અને ઇનામ આપવામાં આવશે . ૦ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા વાળા અથવા વિજેતા શાળાઓને જે તે જીલ્લા માંથી પર્યટન અને શૈક્ષણિક પ્રવાસની પસંદગીમાં પ્રાથમિકતા આપવામાં આવશે . 13. YEC માટે સૂચક પ્રવૃત્તિઓની યાદી સંદર્ભ માટે જોડાણ માં આપેલી છે . મુખ્ય શિક્ષક / આચાર્ય વધુ નાવીન્યપૂર્ણ અને અનુસંગિક પ્રવૃત્તિઓ પણ તેમની શાળામાં આયોજિત કરી શકાશે . 14. શાળા શ્રેષ્ઠ પ્રયાસ અને ચિત્રો ઇકો , અને યુથ ક્લબના ફેસબુક પેજ પર અપલોડ કરી શકશે અને પસંદગી પામેલ શ્રેષ્ઠ પ્રયાસો " શગુન પોર્ટલ " પર પણ શેર કરાશે .
એનેક્ષર : ૨
એનેક્ષર : ૨ . અંગે જાગૃતિ અંગે જાગૃતિ s ક પ્રવૃત્તિઓનું માર્ગદર્શન દર્શાવતું ટેબલ માસ થીમ ધો . ૧ થી ૫ ધો . ૬ થી ૮ ધો . ૯ થી ૧૨ વૃક્ષારોપણ • વૃક્ષારોપણ અને ઉછેર • વૃક્ષારોપણ અને ઉછેર સંવર્ધન • વૃક્ષારોપણ અને ઝુંબેશ , સંવર્ધન ઓગસ્ટ ઉછેર , સંવર્ધન • જળશક્તિ અભિયાન જળશક્તિ અભિયાન અંગે [ , હરિયાળી મહોત્સવ • જળશક્તિ અભિયાન જાગૃતિ અને પાણી બચાવો • મારી શાળા સુંદર ઉજવણી મારી શાળા સુંદર શાળા શાળા સ્પર્ધા સ્પર્ધા • સ્વચ્છતા પખવાડિયા સ્વચ્છતા પખવાડિયા ઉજવણી , ઉજવણી , • સ્વરછતા પખવાડિયા • નજીકના વિસ્તારમાં સપ્ટેમ્બર | સ્વચ્છતા ઉજવણી , નજીકના વિસ્તારમાં જાગૃતિ જાગૃતિ માટેની રેલી માટેની રેલી જળશક્તિ ઝુંબેશ , ઉજવણી • નજીકના વિસ્તારમાં જળશકિત અભિયાન અભિયાન અંગે જાગૃતિ જાગૃતિ માટેની રેલી અંગે જાગૃતિ લોકગીત સ્પર્ધા લોકગીત સ્પર્ધા નિબંધ લેખન સ્પર્ધા નિબંધ લેખન સ્પર્ધા • વેસ્ટ માંથી બેસ્ટ • કાગળની બેગ બનાવવાની સ્પર્ધા બનાવવાની • જુદા જુદા પ્રકારની જમીનનો વધુમાં વધુ કામગીરી વનસ્પતિનું ઉપયોગ કરવા અંગે પ્રેરણા વેસ્ટ મટેરિયલ માંથી એકત્રીકરણ સંદર્ભે કામગીરી આર્ટ અને ક્રાફ્ટ વર્ક • કાગળની બેગ • વેસ્ટ માંથી બેસ્ટ • વેસ્ટ માંથી બેસ્ટ બનાવવી બનાવવાની સ્પર્ધા બનાવવાની સ્પર્ધા • વેસ્ટ માંથી બેસ્ટ • વેસ્ટ માંથી બેસ્ટ ઓક્ટોબર | વેસ્ટ માંથી બેસ્ટ પાણી , વીજળી બનાવવાની સ્પર્ધા બનાવવાની સ્પર્ધા , અને અન્ય કુદરતી પ્લાસ્ટીકની ખરાબ પ્લાસ્ટીકની ખરાબ અસરો સંશાધનો બચાવો અસરો અને અને પ્લાસ્ટીકનો ઓછો અંગેની જાગૃતિ પ્લાસ્ટીકનો ઓછો ઉપયોગ કરવા અંગે અભિયાન ઉપયોગ કરવા અંગે સમાજિક જાગૃતિ • વલ્ડ હેન્ડ વોશ ડે સમાજિક જાગૃતિ • વર્લ્ડ હેન્ડ વોશ ડે અંગેની અંગેની જાગૃતિ અને • વલ્ડ હેન્ડ વોશ ડે જાગૃતિ અને ઉજવણી ઉજવણી અંગેની જાગૃતિ અને ઉજવણી • જુદા જુદા પ્રકારની , એથલેટીક અને અન્ય , એથલેટીક અને અન્ય રમતોનું આયોજન રમતોની સ્પર્ધાનું રમતોની સ્પર્ધાનું નવેમ્બર રમતોત્સવ ( વ્યક્તિગત અને આયોજન આયોજન સામુહિક રમતો ) • બાલદિનની ઉજવણી • બાલદિનની ઉજવણી બાલદિનની • ચિત્ર સ્પર્ધા • ચિત્રસ્પર્ધા ઉજવણી s o ડિસેમ્બર વિજ્ઞાન અને ગણિત મેળો • ચિત્ર સ્પર્ધા • શાળાઓમાં વિજ્ઞાન અને ગણિત નું અઠવાડિયું ઉજવવું • શાળાઓમાં વિજ્ઞાન અને ગણિતનું અઠવાડિયું ઉજવવું કોયડા સ્પર્ધા મોડેલો નું પ્રદર્શન પતંગ બનાવવાની હરીફાઈ • શાળામાં પતંગોત્સવ • શાળા શણગારવાની પ્રવૃત્તિઓ s છે . જાન્યુઆરી | પતંગોત્સવ અને સાંસ્કૃતિક | પ્રવૃત્તિઓ • પતંગ બનાવવાની હરીફાઈ • શાળામાં પતંગોત્સવ • શાળા શણગારવાની પ્રવૃત્તિઓ પ્રેરણાદાયક વાર્તા સ્પર્ધા • શિક્ષકો દ્વારા જમીન , પાણી , હવા અને અવાજ ણા O છે . ફેબ્રુઆરી | પર્યાવરણ જાગૃત્તિ ઝુંબેશ • શાળાઓમાં વિજ્ઞાન અને ગણિત નું અઠવાડિયું ઉજવવું . • કોયડા સ્પર્ધા મોડેલી નું પ્રદર્શન • પતંગ બનાવવાની હરીફાઈ શાળામાં પતંગોત્સવ • શાળા શણગારવાની પ્રવૃત્તિઓ • જમીન , પાણી , હવા , અવાજના પ્રદુષણમાં જાગૃતતી લાવવા માટેની ચિત્ર સ્પર્ધા , નિબંધ સ્પર્ધા , પોસ્ટરો , સુત્રો બનાવવા પર્યાવરણ ઉપર ચર્ચા અને પરિસંવાદ પાણી , વીજળી અને બીજા કુદરતી સ્ત્રોતો બચાવવા માટેની જાગૃતિ પ્રદુષણ વિશેની જમીન , પાણી , હવાઅને અવાજના પ્રદુષણ માં જાગૃતિ લાવવા માટેની ચિત્ર સ્પર્ધા , નિબંધ સ્પર્ધા , પોસ્ટરો અને સુત્રો બનાવવા પર્યાવરણ પર ચર્ચા અને પરિસંવાદ પાણી , વીજળી અને બીજા કુદરતી સ્ત્રોતો બચાવવા અંગેની જાગૃતિ s જાગૃત્તિ પર્યાવરણ ને લગતી વિડીઓ અને શોર્ટ ફિલ્મસ બતાવવી
મહત્વપૂર્ણ લિંક
પરિપત્ર તારીખ-૩૧-૩-૨૦૨૧ ડાઉનલોડ કરો.
પરિપત્ર તારીખ -૬-૧૧-૨૦૧૯ ડાઉનલોડ કરો.
ઇકો કલબ નમૂના રૂપ ફાઈલ ડાઉનલોડ કરો
યૂથ એન્ડ ઇકોક્લબ અહેવાલ વર્ષ 2020/2021 અંતર્ગત શ્રી વડપુરા પ્રાથમિક શાળા માં યૂથ એન્ડ ઇકો ક્લબ શાળાના બાગ બગીચા અને શાકભાજી વાવવાની પ્રવૃતિ કરવામાં આવી જેમાં બગીયો અને શાકભાજી વાવીને શાળા ના સુશોભન માં વધારો કરવામાં આવ્યો . જેની રૂપ રેખા નીચે મુજબની છે . યૂથ એન્ડ ઇકોક્લબ અંતર્ગત શાળામાં સરગવાના છોડ રોપવામાં આવ્યા અને નર્સરી માંથી કેસર આંબા , આંબળા , દાડમ , બદામ , રાયણ , કેળ , સીતાફળ જેવા ફાળોના છોડ વાવવામાં આવ્યા.જે વાવવાથી શાળાની શોભા ખૂબ જ સરસ દીપી ઉઠે તેવી જગ્યા એ રોપવામાં આવ્યા . ઇકો ક્લબ અંતર્ગત શાળાના મેદાનમાં જુદા જુદા શાકભાજી પણ વાવવામાં આવ્યા છે . જેમાં ગુવાર , ભીંડા , ગિસોડી , દૂધી , કાકડી , વાલોળ , ટીંડોળા , કરેલા , રીંગણાં , પપૈયાં , જે શાકભાજી મધ્યાહન ભોજન બનાવવામાં પણ ઉપયોગી થાય તેવા છે . જે મધ્યાહન રસોડુ બંધ હોતા આ શાકભાજી શાળાના બાળકો અને શાળાના શિક્ષકો ઉપયોગ કરે છે . તે સિવાય શાળાના મેદાનની આગળના ભાગે લોન પણ વાવવામાં આવી છે . જેથી શાળાનું મેદાન ખુબજ શોભાવે છે .બગીયાની શોભા વધે તે માટે સરૂ , ચંપો , બામ , હજારીગલ , કેળ , જાસૂદ , કરણ , સપ્તપદી , વીંછીવેલ , ગુલમહોર , જેવા વૃક્ષો અને ફૂલ છોડ વાવવામાં આવ્યા છે.તે સિવાય શાળામાં ઔષધિ છોડ જેવા કે ગળો જે દરેક લીંબડા ના થડ પાસે રોપવામાં આવ્યા છે . પથ્થર કુટી , ફૂદીનો , ઓલોવીરા , તુલસી જેવા છોડ વાવવામાં આવ્યા છે . યૂથ ઇકોક્લબ ગ્રાન્ટ માંથી મેદાન બનાવવા માટે ટ્રેકટર અને જે.સી.બી. થી મેદાનને સમતલ કરી પથ્થરો નો નિકાલ કરી ફળદ્રુપ જમીન બનાવવામાં આવી છે .દરેક છોડ ને પાણી મળી રહે તે માટે પાઇપ લાઇન આખા મેદાનની ફરતે નાખવામાં આવી છે . તથા દરેક હરોળમાં ડ્રીપ એરિકેશન પાઇપ દ્વારા ટપક પધ્ધતિથી પાણી ની વ્યવસ્થા કરવામાં આવી છે . તે સિવાય લોન માટે ફુવારા લાવવામાં આવ્યા છે જેથી ફુવારા પધ્ધતિથી પાણી પીવડાવી શકાય છે . તથા 200 ફૂટ ની પાઇપ લાવવામાં આવી છે જેનાથી ફૂલ છોડ ને તથા વૃક્ષો ને પાણી પીવડાવી શકાય છે . દરેક છોડ અને વૃક્ષો ના વિકાસ માટે કુદરતી ખાતર અને રસાયણિક ખાતર આપવામાં આવે છે . વરસાદ માં વધારા ના ઘાસના નિકાલ માટે ની દવા છટવામાં આવે છે . યુથ અને ઇકોક્લબ ને સફળ બનાવવા માટે બાળકોને તેની સમાજ આપવામાં આવે છે . તથા તે માટેની અવાર નવાર સ્પર્ધાઑ જેવી કે નિબંધ સ્પર્ધા , છોડની ઊંચાઈ માપન ફૂલોની વિશેષતાઓ વગેરેની રાખવામા આવે છે . શાળામાં વાવેલા દરેક છોડ ધોરણ 4 થી 8 ના બાળકોને સોપી દેવામાં આવ્યા છે . જેથી દરેક બાળકો વ્યક્તિગત દરેક છોડની માવજત અને કાળજી રાખે છે . શ્રી વિષ્ણુભાઇ ની યૂથ અને ઇકોક્લબ ટીયર તરીકે નિમણૂક કરવામાં આવી છે જેના માર્ગદર્શન નીચે બાળકો શાળાના આખા મેદાન ને હરિયાળું રાખે છે . આમ શાળામાં યૂથ એન્ડ ઇકોક્લબ પ્રવૃતિની કામગીરી ખૂબ જ આનંદમય વાતાવરણમાં કરવામાં આવી રહી છે .
યુથ એન્ડ ઇકો કલબ એનેક્ષર-1 તથા એનેક્ષર-2 સહિત મહત્વપૂર્ણ તમામ માહિતી તથા પરિપત્ર