બાલવાટિકા રૂમ અન્વયે માહિતી ઉપલબ્ધ કરાવવા બાબત
વિષય- બાલવાટિકા રૂમ અન્વયે માહિતી ઉપલબ્ધ કરાવવા બાબત . ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે આગામી સમયમાં શાળાઓમાં બાલવાટિકા માટે ૫ વર્ષ કે તેથી વધુની ઉંમરના બાળકો માટે પ્રથમ પ્રાયોગિક ધોરણે દરેક ક્લસ્ટરમાંથી એક શાળા પસંદ કરવાની છે . જે અન્વયે જે શાળામાં બાલવાટિકા માટે એક વધારાનો ઓરડો મળી શકે તે શાળાઓની વિગત તાત્કાલિક તા .૧૨.૦૪.૨૦૨૧ ના રોજ બપોરે ૧૩:૦૦ કલાક સુધીમાં અત્રેની કચેરીએ gecell@gmail.com પર ઈમેઈલ મારફત મોકલી આપવા જણાવવામાં આવે છે.બાલવાટિકા માટે વધારાના એક ઓરડાની વ્યવસ્થા તેમજ ૫ ( પાંચ ) વર્ષ કે તેથી વધુ ઉંમરના આંગણવાડીના બાળકોની સંખ્યા ધ્યાને લઇ સ્થાનિક પરિસ્થિતિ મુજબ યોગ્ય નિર્ણય લઇ દરેક ક્લસ્ટરમાંથી એક શાળા પસંદ કરી નીચે જણાવેલ પત્રક મુજબ જિલ્લાની માહિતી એકંદર કરી મોકલી આપવા વિનંતી છે . ક્રમ જીલ્લો તાલુકા ક્લસ્ટરનું નામ પસંદ કરેલ શાળાનું નામ શાળા ડાયસ કોડ
બાલવાટિકા રૂમ અન્વયે માહિતી ઉપલબ્ધ કરાવવા બાબત