ગુજરાત સરકાર ની વહાલી દિકરી યોજનાનો ઉદ્દેશ દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું . દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો.
હાલી દિકરી યોજનાનો ઉદ્દેશ દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું . દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો . દિકરીઓ / સ્ત્રીઓનું સમાજમાં સર્વાગી સશક્તિકરણ કરવું . બાળ લગ્ન અટકાવવા . લાભાર્થીની પાત્રતા તા .૦૨ / ૦૮ / ૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે . દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે . > અપવાદરૂપ કિસ્સામાં પ્રથમ | બીજી / ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દિકરીઓનો જન્મ થાય અને દંપતિની દિકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે . બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ દંપતિને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે . ‘ હાલી દિકરી ’ યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા દંપતિની ( પતિ - પત્નિની સંયુક્ત ) વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન રૂપિયા ૨,૦૦,૦૦૦ / - ( બે લાખ ) કે તેથી ઓછી રહેશે . આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત આગળના ૩૧ મી માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના સંદર્ભમાં લેવાની રહેશે . તા .૦૨ / ૦૮ / ૨૦૧૯ ના રોજ અને ત્યારબાદ જન્મેલી દિકરીઓના કુટુંબીજનો દ્વારા દિકરીના જન્મના એક વર્ષની સમય મર્યાદામાં નિયત નમુનામાં આધાર પુરાવા સહિત અરજી કરવાની રહેશે . ( પાછળ )
વ્હાલી દિકરી ’ યોજનામાં મળવાપાત્ર લાભ | પ્રથમ હપ્તો – દિકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા ૪,૦૦૦ / - મળવાપાત્ર થશે . > બીજો હપ્તો - નવમા ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા ૬,૦૦૦ / - ની સહાય મળવાપાત્રા થશે . છેલ્લો હપ્તો - ૧૮ વર્ષની ઉંમર ઉચ્ચ શિક્ષણ / લગ્ન સહાય તરીકે કુલ રૂપિયા ૧,૦૦,૦૦૦ / - ( એક લાખ ) સહાય મળવાપાત્ર થશે . પરંતુ દિકરીના બાળલગ્ન થયેલા ન હોવા જોઈએ . આ યોજનાના મંજુરી ફોર્મ સાથે અરજદારે નીચે મુજબના આધાર પુરાવા રજુ કરવાના રહેશે . દિકરીનું જન્મનું પ્રમાણપત્ર . દિકરીના માતા - પિતાનું આધાર કાર્ડ . દિકરીના માતા - પિતાના જન્મનું પ્રમાણપત્ર . દિકરીના માતા - પિતાનું વાર્ષિક આવકનું પ્રમાણપત્ર . દંપતિના પોતાના તમામ હયાત બાળકોના જન્મના દાખલા . નિયત નમુનાના સક્ષમ અધિકારી સમક્ષ કરેલ દંપતિનું સોગંદનામું . વ્હાલી દિકરી ” યોજનાનું અરજીપત્ર આંગણવાડી કેન્દ્ર / સીડીપીઓ કચેરી / ગ્રામ પંચાયત | મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી મળશે . નોંધ : ૧૮ વર્ષની વય અગાઉ દિકરીના મૃત્યુના કિસ્સામાં “ વ્હાલી દિકરી ” યોજના અંતર્ગત બાકીની સહાય મળવાપાત્ર રહેશે નહીં . મહિલા અને બાળ અધિકારીની કચેરી રાજ મહેલ કમ્પાઉન્ડ , બહુમાળી ભવનની બાજુમાં , મહેસાણા .
મહત્વપૂર્ણ લિંક.
મહત્વપૂર્ણ લિંક
વ્હાલી દીકરી યોજનાની તમામ માહિતી માટે અહીં ક્લિક કરો
IMPORTANT LINK.
Download Vhali Dikri Yojna click here
Click Here Click Here to download Form
*વ્હાલી દીકરી યોજના*
*વ્હાલી દીકરી યોજનામાં સહાયની રકમ કેટલી મળે? (Vahali Dikri Yojana Benefits)*
વ્હાલી દીકરી યોજનામાં લાભાર્થી દીકરીને કુલ ત્રણ હપ્તામાં સહાયની રકમ ચૂકવવામાં આવશે. આ યોજના અંતર્ગત લાભાર્થી દીકરીને ત્રણ હપ્તામાં કુલ રૂપિયા 110000 (એક લાખ દસ હજાર) મળવા પાત્ર થશે.
● પ્રથમ હપ્તામાં – લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/- (ચાર હજાર રૂપિયા) મળવાપાત્ર થશે.
● બીજો હપ્તો પેટે – લાભાર્થી દીકરી નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે.
છેલ્લા હપ્તા થશે.
● અંતિમ હપ્તા પેટે– લાભાર્થી દીકરી 18 વર્ષની ઉંમર કરે તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે .
નોંધ:- વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થી દીકરી 18 વર્ષ પહેલાં મૃત્યુ પામે તો ‘બાકી સહાય’ મળવાપાત્ર થશે નહીં.
*વ્હાલી દીકરી યોજના કોને મળે? (તેની પાત્રતા)*
1. તા.02/08/2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
2. દંપતિ(પતિ-પત્ની)ની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
3. અપવાદરૂપ(ખાસ) કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દિકરીઓનો જન્મ થાય અને દંપતિની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
4. વ્હાલી દીકરી યોજના આવક મર્યાદા બાબતે ઠરાવની જોગવાઈ મુજબ લાભ મેળવવા માટે દંપતિની (પતિ-પત્નીની સંયુક્ત) વાર્ષિક આવક મર્યાદા (Vahali Dikri Yojana Income Limit) ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન રૂ. 200000/- (બે લાખ) કે તેથી ઓછી હોવી જોઈએ.
5. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતિની દીકરીઓને જ વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
*વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ(Document)*
1. દીકરીના જન્મનું પ્રમાણપત્ર
2. દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)
3. માતા-પિતાના આધારકાર્ડ
4. માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર
5. આવકનો દાખલો
6. દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા
7. લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)
8. વ્હાલી દીકરી યોજનાનું નિયત નમૂનામાં સક્ષમ અધિકારી સમક્ષ કરેલું દંપતિનું સોગંદનામું
9. અરજદારના રેશનકાર્ડની નકલ.
માહિતી શેર ફરજિયાત કરશો..
ગુજરાત સરકાર ની વહાલી દિકરી યોજનાનો ઉદ્દેશ દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું . દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો.