શિક્ષણમા આગામી સમયમાં થનારા ફેરફારોની શક્યતા વિશે....
સમયનું પ્લાનિંગ યોગ્ય હોવું જોઈએ.
Quick એક્શન મૂળમાં આપણે કામ કરવાનું છે.
School of excellence દરેક જિલ્લાની અંદર એક શાળા બનવામાં બનાવવામાં આવશે જેમાં બે હજારથી લઈને 5000 બાળકો અભ્યાસ કરી શકશે.
300 થી વધુ બાળકો ની શાળાઓ 300 થી ઓછા બાળકો ની શાળાઓ અને 150થી ઓછા બાળકો ની શાળાઓ આવનારા સમયમાં ઇમર્જિંગ શાળામાં અભ્યાસ કરતા હશે તેવું શિક્ષણ વિભાગનું આગામી સમયનું આયોજન છે.
પરીપત્રો માં પ્રથમ નંબર થી લઈને છેક છેલ્લા નંબરના મદદનીશ શિક્ષક ની સહી લેવાની રહેશે અને તેની જાણકારી આપવાની રહેશે.
હાલ ઓનલાઇન હાજરી કરવાનું કામ આપણે કરીએ છીએ જેમાં આપણું લોકેશન સિસ્ટમમાં બતાવે છે.
આવનારા સમયમાં એટલે કે જૂન 2021થી બાયોમેટ્રિક સિસ્ટમથી હાજરી પુરવામાં આવશે જે માટે ટેબલેટ નો ઉપયોગ કરવામાં આવશે.
શાળા 10 30 કલાકે શરૂ થવી જોઈએ અને 5:00 વાગે શૈક્ષણિક કાર્ય બંધ થવું જોઈએ, શાળા બંધ થવામાં પાંચને પંદર થવી જોઈએ.
સરકારશ્રી ના તમામ પરીપત્રો અને તમામ નવા અભિગમો ની જાણ શાળાના દરેક શિક્ષક ને હોવી જોઈએ.
સ્પેશિયલ એજ્યુકેશન ઝોન ભારતમાં ગુજરાતને બનાવવાનું હોય આવનારા સમયમાં ખુબજ ઝડપથી આમૂલ પરિવર્તનો આપણા વિભાગમાં જોવા મળશે.
સ્કૂલ ઓફ એક્સલન્સ માં મેરીટના આધારે બાળકોને પ્રવેશ આપવામાં આવશે.
ત્યારબાદ મોડેલ સ્કૂલ, જવાહર નવોદય, આદર્શ નિવાસી શાળાઓ વગેરેમાં બાળકોને પ્રવેશ આપવામાં આવશે.
અરે ક્લસ્ટર દીઠ એક ઇમર્જિંગ શાળા હશે જેમાં તમામ સુવિધાઓથી શાળા સજ્જ હશે જેવું વાતાવરણ સ્કૂલ ઓફ એક્સલન્સ હશે તેવું જ વાતાવરણ ઇમર્જિંગ સ્કૂલમાં હશે એટલે દરેક ક્લસ્ટરમાં એક મોટી શાળા તો ફરજિયાત હશે જ આગામી સમયમાં આપણે એ માટે તૈયાર રહેવાનું છે.
શાળાની તમામ માહિતી હાથ વગી અને બને ત્યાં સુધી મોઢે રાખવી અથવા સોફ્ટ કોપીમાં એકદમ જ તૈયાર રાખવી જે માંગતા ની સાથે એક જ ક્લિકમાં મળી જાય.
સવારે શાળામાં આવીએ અને સાંજે શાળામાંથી ઘેર જઈએ ત્યારે એક જ પ્રશ્ન પોતાની જાતને પુછવાનો કે મેં આજે કેટલા રૂપિયાનું કામ કર્યું???
હવે પછી કોઈ પણ શાળામાં કોઈપણ પ્રકારનું બાંધકામ આવે જેમ કે ઓરડા બાંધવાના હોય , સૌચાલય હોય કે મધ્યાહન ભોજનનું હોય કોઈપણ પ્રકારનું બાંધકામ હોય તો શાળા ની જગ્યાનો ઓછામાં ઓછો બગાડ થાય તે પ્રમાણે વિચારીને બાંધકામ કરવું.
સ્કૂલ ઓફ એક્સલન્સ માં ૫૦ ટકા બેઠકો કન્યાઓ માટે અનામત રહેશે.
SI દ્વારા કરવામાં આવતા શાળા મૂલ્યાંકનના આધારે તમને kalar code આપવામાં આવશે અને તેના દ્વારા શાળાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.
હવે પછી તાલીમ મળે તે મુજબ કામ કરવાનું રહેશે કોઈપણ શિક્ષક તાલીમ વગર નહીં હોય અને તાલીમ લીધા પછી તે મુજબ જ કામ કરવાનું રહેશે.
કમાંડ એન્ડ કંટ્રોલ કાયમી ધોરણે ગાંધીનગર મુકામે શરૂ જ રહેવાનું છે મકાન પણ કાયમી ધોરણે બાંધી દેવામાં આવ્યું છે.
અત્યાર સુધીમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ માંથી આચાર્ય ઉપર શાળામાં તમને પડતી મુશ્કેલીઓ વિષે પૂછવામાં આવતું હતું, હવે નવા સત્રથી આ બાબતની પૂછપરછ થશે નહીં સીધું જ શિક્ષક નું મૂલ્યાંકન કરવા માટે આચાર્યને કહેવામાં આવશે, અત્યાર સુધીનું મૂલ્યાંકન ccc 1.0 હતું, હવે ccc 2.0 હશે.
ધોરણ 1 થી 8 માં dropout થતું જ નથી તો પછી dropout ટકાવારી ક્યાંથી બતાવવામાં આવે છે ?? કેમકે એક થી આઠ ધોરણ સુધી તો આપણે કોઈ પણ બાળકને શાળામાંથી એક્ઝિટ કરતા જ નથી.
કેજીબીવી માં સંખ્યા વધારવામાં આવશે વિદ્યાર્થીનીઓની.
આગામી સમયમાં મોટી શાળાઓ એવી બનાવવામાં આવશે કે જેનાથી નાની શાળાઓ આપોઆપ બંધ થઈ જાય, આ મુજબ નો પ્લાન એટલે ઇમર્જિંગ school.
School of excellence માટે 3650 કરોડ રૂપિયા વર્લ્ડ બેંક પાસેથી ગુજરાત સરકારે મંજૂર કરાવી લીધા છે અને તે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના હેઠળ.
હાઈસ્કૂલમાં પરિણામના આધારે ગ્રાન્ટ આપવાનું અત્યાર સુધી ચાલતું હતું હવે પરિણામના આધારે નહીં પરંતુ તમામને સરખીજ ગ્રાન્ટ આપવામાં આવશે પણ કામગીરી તે પ્રમાણે જોવામાં આવશે.
School of excellence માં અને ઇમર્જિંગ સ્કૂલમાં જૂન 2021 થી કામગીરી કરવાની શરૂઆત થશે અને ત્રણ વર્ષ પછી તેના પરિણામો મળવાના શરૂ થશે.
મોનીટરીંગ સિસ્ટમ ને સજ્જડ કરવા માટે ટીપીઇઓ ની જગ્યા ભરી દેવામાં આવશે અને બિટ કેળવણી નિરીક્ષક શ્રીઓ ની પણ ભરતી કરી દેવામાં આવશે.
કોઈપણ જગ્યાએ સ્ટાફની ઘટ હશે નહીં.
કોઈપણ નિર્ણય લેવા માટે આપણી પાસે ડેટા હોવો જોઈએ, શાળામાં દરેક વિદ્યાર્થી નો ડેટા આચાર્ય પાસે હોવો જોઈએ. તો જ તમે નિર્ણય લઈ શકશો... ઉદાહરણ તરીકે નિબંધ સ્પર્ધામાં એક વિધાર્થીનું નામ શાળામાંથી આપવાનું છે તો આપણને ખબર હોવી જોઈએ.
80 ટકા શાળાઓ ગુજરાતમાં નાની શાળાઓ છે.
૬૨ ટકા શાળાઓ 150 ની સંખ્યા ધરાવતી શાળાઓ છે.
શિક્ષણમા આગામી સમયમાં થનારા ફેરફારોની શક્યતા વિશે....