NMMS અંતર્ગત બાયસેગ પ્રસારણ નિહાળવા બાબત
મહત્વપૂર્ણ લિંક
રાજ્ય પરીક્ષા બોર્ડ સરકારી પુસ્તકાલય પાસે , સેક્ટર -૨૧ , ગાંધીનગર - ૩૮૨૦૨૧ ફોન નં ( ૦૭૯ ) ૨૩૨૪૮૪૬૧,૨૩ ૨૪૮૪૬૨ મેઇલ- gsebz@gmail.com R ==ા નેત ક્રમાંક : રાપબો / NMMS / ૨૦૨૧ / 643-585 તા .૨૨ / ૦૧ / ૨૦૨૧ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી , તમામ , શાસનાધિકારીશ્રી , તમામ વિષય : NMMS અંતર્ગત બાયસેગ પ્રસારણ નિહાળવા બાબત . ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે રાજય પરીક્ષા બોર્ડ , ગાંધીનગર દ્વારા વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરાય છે . આ વિધાર્થીલક્ષી પરીક્ષાઓનો બહોળો પ્રચાર - પ્રસાર થાય તે માટે સમ્રગ શિક્ષા અભિયાન તેમજ ccc ના સહયોગથી ગુજરાત વર્ચ્યુઅલ શાળાના પ્લેટફોર્મ પરથી બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જરૂરી માર્ગદર્શન તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની મોકટેસ્ટનો અનુભવ મળી રહે તે હેતુસર રોજ નિયમિત પણે ૧૫:૦૦ થી ૧૬:૦૦ કલાક સુધી પ્રસારણ કરવામાં આવે છે . આ પ્રસારણ ગુજરાત વર્ચ્યુઅલ શાળાના પ્લેટફોર્મની યુ ટ્યુબ ચેનલ તેમજ વર્કપ્લેસના માધ્યમથી રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રસારિત કરવામાં આવે છે તેમજ આ તમામ એપિસોડનું પ્રસારણ બાયસેગની વંદે ગુજરાત -૮ નંબરની ચેનલ પરથી પણ દરેક એપિસોડ દિવસમાં ચાર વખત પ્રસારિત કરવામાં આવે છે . ઉકત બાબત તેમજ તા .૨૭ / ૦૨ / ૨૦૨૧ સુધીના તમામ શનિવારના રોજ રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ગુગલ ફોર્મની લિકેથી બાળકોના મોકટેસ્ટ લેવાનું હાલ ચાલી રહ્યુ છે . આ બાબતે જિલ્લાની તમામ શાળાઓને ગુજરાત વર્ચ્યુઅલ શાળા અને મોકટેસ્ટનું માર્ગદર્શન મળી રહે તે માટે નીચે જણાવેલ તારીખ , સમય અને ચેનલ પરથી ટેલી કોન્ફરન્સનું આયોજન કરેલ છે , તો આ અંગે આપના મારફતે આપના જિલ્લાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી , જિલ્લા નોડલશ્રી , BRC કો.ઓડિનેટર , CRC કો.ઓડિનેટર , તમામ શાળાના મુખ્ય શિક્ષકશ્રી તેમજ ઉત્સાહી શિક્ષકશ્રીઓને આ અંગેની જાણ આપના દ્વારા કરવી . ટેલી કોન્ફરન્સન તારીખ : -૨૭/૦૧/૨૦૨૧ ને બુધવાર સમય : - ૯:૪૫ થી ૧૧:૧૫ કલાક ચેનલ નંબર- વંદે ગુજરાત -૫
NMMS અંતર્ગત બાયસેગ પ્રસારણ નિહાળવા બાબત