ધોરણ 3 થી 8 માં વાંચન ગણન લેખન મિશન મોડમાં કરવા બાબત ઓલ ઇન વન

Join Whatsapp Group Join Now

ધોરણ 3 થી 8 માં વાંચન ગણન લેખન મિશન મોડમાં કરવા બાબત ઓલ ઇન વન 


મહત્વપૂર્ણ લિંક 

ધોરણ 3 થી 8 માં વાંચન લેખન ગણન અભિયાનના સાતત્ય બાબત 3/12/2025નો લેટર જોવા માટે અહીં ક્લિક કરો



મહત્વપૂર્ણ લિંક 

મોનીટરીંગ ફોર્મ વાંચન લેખન ગણન એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક 

Bisag કોન્ફરન્સ ના મુખ્ય મુદ્દાઓ જોવા માટે અહીં ક્લિક કરો.

Bisag કોન્ફરન્સ You tube પર જોવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ 3 થી 8 માં વાંચન ગણન લેખન મિશન મોડમાં કરવા બાબતનો પરિપત્ર જોવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક 

ધોરણ -3 ની ભાષાદીપ ની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

ધોરણ -4 ની ભાષાદીપ ની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

ધોરણ -5 ની ભાષાદીપ ની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

ધોરણ -6 ની ભાષાદીપ ની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

ધોરણ -7 ની ભાષાદીપ ની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

ધોરણ -8 ની ભાષાદીપ ની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

ધોરણ 3 થી 8 માં વાંચન ગણન લેખન મિશન મોડમાં કરવા બાબત ઓલ ઇન વન 





મોનીટરીંગમાં જનાર વ્યક્તિએ શક્ય હોય તો ધોરણ 3 થી 8 ના તમામ વર્ગોમાં જવું. તેમજ દરેક વર્ગમાં સૌપ્રથમ જે તે ધોરણના કોઈ એક (હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત સિવાયના) પાઠ્યપુસ્તકમાંથી શ્રુતલેખન કરાવવું. શ્રુતલેખન સળંગ વાક્યો કે ફકરાનું કરાવવું. (છૂટા શબ્દોનું શ્રુતલેખન ન કરાવવું) મુલાકાત લેનારે જાતે જ શ્રુતલેખન કરાવવું.

સ્ટેપ 1. આખા વર્ગના તમામ બાળકોને 25-30 શબ્દોના ફકરાનું શ્રુતલેખન કરાવવું.

સ્ટેપ 2. શ્રુતલેખન દ્વારા ગણનના પાંચ પ્રશ્નો લખાવવા.

સ્ટેપ ૩. કોઈપણ પાંચ બાળકો રેન્ડમલી પસંદ કરવાં.

સ્ટેપ 4. શ્રુતલેખન અને ગણન કરેલ નોટબૂક/કાગળ ભેગા કરવા.

સ્ટેપ 5. પસંદ કરેલ પાંચ બાળકોનું શ્રુતલેખન અને ગણન ચકાસવું અને ગ્રેડિંગ કરવું.

સ્ટેપ 6: પસંદ કરેલ પાંચ બાળકો પાસે અલગ અલગ સામગ્રીનું મુખર વાચન કરાવવું અને ગ્રેડિંગ કરવું. દરેક બાળકના મુખર વાચન બાદ તરત જ અર્થગ્રહણ ચકાસવા બે-ત્રણ પ્રશ્નો પૂછવા અને ગ્રેડિંગ કરવું.



આજના વાંચન લેખન ગણન આધારિત બાયસેગ મિટિંગના મુદ્દાઓ

દરેક વિદ્યાર્થી પાસેથી અપેક્ષિત પરિણામો (Expected Outcomes)

 પોતાના ધોરણના કોઈપણ વિષયની પાઠ્યસામગ્રી વાંચીને સમજી શકવો જોઈએ.

 પોતાને જે આવડે છે તે લેખિત સ્વરૂપે રજૂ કરી શકવો જોઈએ.

 ધોરણના સ્તર મુજબની સાદી ગણતરી કરી શકવો જોઈએ.

અભિયાન દરમિયાનની મુખ્ય કામગીરી (Key Activities During the Campaign)

 ધોરણ ૩ થી ૮ માં તમામ વર્ગોમાં માત્ર વાચન-લેખન-ગણનની કામગીરી કરવી.

 આ કામગીરી જે તે વર્ગશિક્ષક દ્વારા કરવી.

દરેક વિષયને અનુરૂપ વાચન-લેખનની કામગીરી કરવી.

કોઈપણ સંજોગોમાં અનુલેખન ન જ કરાવવું.

 વાચન અંતર્ગત મુખર વાચન અને લેખન અંતર્ગત શ્રુતલેખન અને સ્વતંત્ર લેખન જ કરાવવું.

મુખરવાચન અને અર્થગ્રહણ (Loud Reading and Comprehension

 શિક્ષક દ્વારા અને ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા એક પછી એક એ રીતે બે-ત્રણ વાક્યોનું મુખર વાચન કરાવવું.

 બાકીના વિદ્યાર્થીઓ એ જ સામગ્રીનું સાથે સાથે જ મૌન વાચન કરે.

 મુખરવાચકનો ક્રમ રેન્ડમ રાખવો.

 અર્થગ્રહણ ચકાસાય તો જ વિદ્યાર્થીઓ ‘સમજવા માટે વાંચવા’નો સભાન પ્રયત્ન કરે.

શ્રુતલેખન અને સ્વતંત્ર લેખન (Dictation and Independent Writing)

શ્રુતલેખન (Dictation)

 

હેતુ: સંભાળીને લખી શકે.

 

 સામગ્રીની પસંદગી: ધોરણ અને સ્તર પ્રમાણે સરળથી મુશ્કેલ મુજબ.

 

 બધા વિષયનાં પાઠ્યપુસ્તકના પાઠ, પારિભાષિક શબ્દો (જેમ કે: પ્રકાશ સંશ્લેષણ, ચતુષ્કોણ, કર્કવૃત્ત વગેરે) અને રોજિંદા ઉપયોગના શબ્દોવાળાં વાક્ય.

  પ્રક્રિયા: શિક્ષક દ્વારા ત્રણ વાર વાચન

ધ્યાનથી સાંભળવા માટે (વિદ્યાર્થીઓએ લખવાનું નથી)

 લખવા માટે (વિદ્યાર્થીઓ લખશે)

  ચકાસવા માટે (છૂટી ગયેલું લખશે)

શ્રુતલેખન એટલું જ કરાવવું જેટલું ચકાસીને સુધારી શકાય.

સ્વતંત્ર લેખન (Independent Writing)

મૂળ હેતુ: વિચારશક્તિ અને ભાષા અભિવ્યક્તિ વિકસાવવાની પ્રક્રિયા.

આપણો હેતુ: બધા વિષય અંતર્ગત મૌખિક જવાબને લેખિત સ્વરૂપે રજુ કરી શકે.

શીખવવું: ‘પોતે જે બાબત બોલીને સમજાવી શકે છે તે બાબત લખીને પણ રજુ કરી શકે’.

ઉદાહરણ: વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયાનું મહત્ત્વ સમજાવવું.

 ગણન (Numeracy)

 ધોરણ અનુરૂપ સંખ્યાજ્ઞાન, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર પર કામ કરવું.

ગાણિતિકીકરણ માટે: સીધા દાખલા આપવાને બદલે ‘સ્થિતિ (રકમ)’ આપવી.

દાખલા સ્વરૂપે વિદ્યાર્થી રજુ કરે

રકમ વિદ્યાર્થીએ સમજવાની છે શિક્ષકે સમજાવવાની નથી.

મોનિટરિંગ અને અવલોકન (Monitoring and Observation)

મોનિટરિંગ માટેના પગલાં (Steps)

મોનિટરિંગમાં જનાર વ્યક્તિએ ધોરણ 3 થી 8 ના તમામ વર્ગોમાં જવું.

કોઈ એક વિષયના (હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત સિવાયના) પાઠ્યપુસ્તકમાંથી ૨૫-૩૦ શબ્દોના ફકરાનું શ્રુતલેખન આખા વર્ગને કરાવવું.

શ્રુતલેખન દ્વારા ગણનના પાંચ પ્રશ્નો લખાવવા.

કોઈપણ પાંચ બાળકો રેન્ડમલી પસંદ કરવાં.

પસંદ કરેલ પાંચ બાળકોનું શ્રુતલેખન અને ગણન ચકાસવું અને ગ્રેડિંગ કરવું.

અવલોકન માટેની નોંધ (Observation Metrics)


 વર્ગની રજીસ્ટર્ડ સંખ્યા: ..... હાજર સંખ્યા:.......

 કશું લખી ન શકનાર બાળકોની સંખ્યા: .......

 પાંચ પૈકી કેટલા વિદ્યાર્થી શ્રુતલેખન કરી શક્યા? ....

 પાંચ પૈકી કેટલા વિદ્યાર્થી ગણન કરી શક્યા? ....

 પાંચ પૈકી કેટલા વિદ્યાર્થી મુખર વાચન કરી શક્યા? ....


આ શરૂઆત છે...! (The Beginning)

 વિદ્યાર્થીઓની ઓળખ.

 વર્ષ દરમિયાન પણ વિશેષ જરૂરિયાતવાળાં બાળકો માટે ઉપચારાત્મક કાર્ય.

 દરેક વિષયના શિક્ષણમાં મુખર વાચન અને અર્થગ્રહણ.

 દરેક વિષયના શિક્ષણમાં શ્રુતલેખન અને સ્વતંત્ર લેખન.

ફેબ્રુઆરીમાં બાહ્ય મૂલ્યાંકન.



ધોરણ 3 થી 8 માં વાંચન ગણન લેખન મિશન મોડમાં કરવા બાબત ઓલ ઇન વન 

ધોરણ 3 થી 8 માં વાંચન ગણન લેખન મિશન મોડમાં કરવા બાબત ઓલ ઇન વન Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR