ધોરણ ૩ થી ૮ દ્વિતીય સત્રાંત પરીક્ષા અને સમાન સમયપત્રક અંગે તાબા હેઠળની પ્રાથમિક શાળાઓને જાણ કરવા બાબત

Join Whatsapp Group Join Now

ધોરણ ૩ થી ૮ દ્વિતીય સત્રાંત પરીક્ષા અને સમાન સમયપત્રક અંગે તાબા હેઠળની પ્રાથમિક શાળાઓને જાણ કરવા બાબત 


મહત્વપૂર્ણ લિંક

ગુણની એન્ટ્રી કરવા Xamta chatbot on SwiftChat માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક 2024

ધોરણ ૩ થી ૮ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 ટાઇમ ટેબલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક 2023

ધોરણ ૩ થી ૮ દ્વિતીય સત્રાંત પરીક્ષા ટાઇમ ટેબલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક 

ધોરણ ૩ થી ૮ દ્વિતીય સત્રાંત પરીક્ષા અને સમાન સમયપત્રક તથા સૂચના ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો  

મહત્વપૂર્ણ લિંક PDF

દ્રિતીય સત્રાંત પરીક્ષા 2022-23 આયોજન ફાઈલ PDF ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક EXCEL 

દ્રિતીય સત્રાંત પરીક્ષા 2022-23 આયોજન ફાઈલ EXCEL ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.


ધોરણ ૩ થી ૮ દ્વિતીય સત્રાંત પરીક્ષા અને સમાન સમયપત્રક અંગે તાબા હેઠળની પ્રાથમિક શાળાઓને જાણ કરવા બાબત 






ધોરણ ૩ થી ૮ દ્વિતીય સત્રાંત પરીક્ષા અને સમાન સમયપત્રક અંગે તાબા હેઠળની પ્રાથમિક શાળાઓને જાણ કરવા બાબત 



 ધોરણ ૩ થી ૮ દ્વિતીય સત્રાંત પરીક્ષા અને સમાન સમયપત્રક અંગે તાબા હેઠળની પ્રાથમિક શાળાઓને જાણ કરવા બાબત...



ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાજ્યની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના મૂલ્યાંકન સબબ દ્વિતીય સત્રાંત પરીક્ષા તા.૦૩/૦૪/૨૦૨૩ થી ૨૧/૦૪/૨૦૨૩ દરમિયાન યોજવાની રહેશે. સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા રહે તે માટેનું સમાન સમયપત્રક આ સાથે (પરિશિષ્ટ - અ) સામેલ છે. આ માટે નીચેની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે અને તે મુજબ સંબંધિત જિલ્લા/કોર્પોરેશન/નગરપાલિકા શિક્ષણ સમિતિઓ દ્વારા કામગીરી થાય તે સુનિશ્ચિત કરવાની રહેશે.


1) ધોરણ ૩ થી ૮ની દ્વિતીય સત્રાંત કસોટીઓ માટે પ્રથમ સત્રની જેમ ધોરણવાર અને વિષયવાર પરિરૂપ રાજ્યકક્ષાએથી તૈયાર કરી તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને આપવામાં આવેલ છે. આ નિયત પરિરૂપ મુજબ ડાયેટ દ્વારા પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવશે.


2) સદર કસોટીમાં ધોરણ ૩ થી ૮ના તમામ વિષયોમાં જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમની માસવાર ફાળવણી અનુસાર દ્વિતીય સત્રનો નવેમ્બર ૨૦૧૨ થી માર્ચ ૨૦૨૩ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે. ધોરણ-૪ અંગ્રેજી દ્વિતીયભાષા માટે સમગ્ર વર્ષનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે.


3) ગુજરાતી (પ્રથમભાષા), ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયની કસોટીઓ માટે સમાન સમયપત્રકના આધારે નિયત પરિરૂપના આધારે કસોટીપત્રો તૈયાર કરવાના રહેશે. તેમજ બાકીના વિષયોની કસોટી સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ સ્વૈચ્છિક રીતે પોતાની શાળા 


કક્ષાએ તૈયાર કરેલ સમયપત્રકના આધારે નિયત પરિરૂપ ધ્યાને લઈ કસોટી યોજવાની રહેશે. ગ્રાન્ટેડ શાળાઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીને પ્રશ્નપત્રો માટે નિયત


રકમ ચૂકવવાની રહેશે. 4) સ્વનિર્ભર શાળાઓ ઈ છે તો


તમામ પ્રશ્નપત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રી પાસેથી મેળવીને પોતાની શાળામાં ઉપયોગ કરી શકશે. આ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીને નિયત કરેલ રકમ જે તે સ્વનિર્ભર સંસ્થાએ ચૂકવવાની રહેશે.


5) સરકારી તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓએ તમામ વિષયોની સમાન કસોટીઓ સમાન સમયપત્રકના આધારે અમલી કરવાની રહેશે.


6) જે શાળામાં પાળી પદ્ધતિ અમલમાં હોય તે શાળાઓમાં પણ તમામ ધોરણની તમામ વિષયની પરીક્ષા આપેલ સમયપત્રક મુજબ જ યોજવાની રહેશે.


7) પરીક્ષા સમયપત્રકમાં દર્શાવેલ તારીખોમાં જો કોઈ જિલ્લા દ્વારા સ્થાનિક રજા આપેલ હોય તો રજા રદ કરી સમયપત્રક અનુસાર પરીક્ષા લેવાની રહેશે. 8) જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો દ્વારા કસોટીપત્રો તૈયાર કરવામાં આવશે. જેમાં પેપરના પૂફ,


ભાષાશુદ્ધિની જવાબદારી જિલ્લા શિક્ષણ સમિતિ- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તેમજ નગર


પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શાસનાધિકારીશ્રીની રહેશે.


9) ધોરણ ૩ અને ૪ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે. ધોરણ ૫ થી ૮ના


વિદ્યાર્થીઓએ ઉત્તરો અલગ ઉત્તરવહીમાં લખવાના રહેશે. 10)સામાજિક વિજ્ઞાન, પર્યાવરણ વિષયમાં નકશા અને ગણિત વિષયમાં આલેખપત્રની જરૂરી વ્યવસ્થા જિલ્લાતંત્રએ / કોર્પોરેશને કસોટીપત્રોની સાથે જ કરવાની રહેશે.


11) સત્રાંત કસોટી અંતર્ગત ઉત્તરવહીઓની ચકાસણી શાળા કક્ષાએ જ કરાવવાની રહેશે.


12)કસોટીના પરિણામની ઓનલાઈન ડેટાએન્ટ્રી અંગે વિગતવાર સૂચના સમગ્ર શિક્ષા, સ્ટેટ પ્રોજેક્ટ


ઓફિસ, ગાંધીનગર દ્વારા અલગથી આપવામાં આવશે અને તે અનુસાર સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની રહેશે.


13) તારીખ ૦૩-૦૪-૨૦૨૩ થી દ્વિતીય સત્રાંત કસોટી શરૂ થઈ રહેલ હોઈ, તા. ૦૧-૦૪-૨૦૧૩ નું સામયિક મૂલ્યાંકન યોજવામાં આવનાર નથી. જે તમામ આચાર્યશ્રી/મુખ્યશિક્ષકશ્રીઓએ ધ્યાને લેવાનું રહેશે.


14) સંદર્ભપત્ર-ર અન્વયે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં રાજ્યની નોંધાયેલી દરેક સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર પ્રાથમિક શળાઓએ તારીખ ૨૧/૦૯/૨૦૧૯ના જાહેરનામા :GH/SH/83/PRE/122019નો અમલ ફરજીયાત રીતે કરવાનો રહેશે  તે મુજબ ધોરણ-



૫ અને ધોરણ-૮ના બાળકોની પરીક્ષાના અંતે ઉપલા ધોરણમાં લઇ જવા અંગે કાર્યવાહી કરવાની રહેશે, જેનું દરેક શાળાએ ચુસ્ત પાલન કરવાનું રહેશે.


15) શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના પ્રવર્તમાન માળખા મુજબ ધોરણ ૫ અને ધોરણ ૮ માં E ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને બે માસના સમયગાળામાં ઉપચારાત્મક શિક્ષણ કર્યા બાદ શાળા કક્ષાએ પુન:કસોટી યોજવાની રહેશે. પુન:કસોટીમાં જે વિદ્યાર્થીઓ પોતાના ગ્રેડમાં અપેક્ષિત સુધારો કરી શકે તો વર્ગબઢતી આપવાની રહેશે. ધોરણ ૫ અને ૮ સિવાયના અન્ય કોઈ ધોરણમાં વિદ્યાર્થીને રોકી રાખી શકાશે નહિ.


16) દ્વિતીય સત્રાંત પરીક્ષાના સુચારુ અમલીકરણ માટે પરીક્ષા દરમિયાન તેમજ ઉત્તરવહી ચકાસણી દરમિયાન મોનીટરિંગ સ્ટાફ (CRC-BRC કો-ઓર્ડીનેટર, BRP, કેળવણી નિરીક્ષક, TPEO, DIET વ્યાખ્યાતા, SSA જિલ્લા કો-ઓર્ડિનેટર વગેરે) દ્વારા સઘન મોનીટરિંગ કરાવવાનું રહેશે.


GCERT ની તા. ૧૬/૦૨/૨૦૨૩ ની સીંગલ ફાઇલ પર શિક્ષણ વિભાગની મળેલ મંજુરી અન્વયે સદર સૂચનાઓ પ્રસારિત કરેલ છે.



ધોરણ ૩ થી ૮ દ્વિતીય સત્રાંત પરીક્ષા અને સમાન સમયપત્રક અંગે તાબા હેઠળની પ્રાથમિક શાળાઓને જાણ કરવા બાબત 


ધોરણ ૩ થી ૮ દ્વિતીય સત્રાંત પરીક્ષા અને સમાન સમયપત્રક અંગે તાબા હેઠળની પ્રાથમિક શાળાઓને જાણ કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR