૧૪ ફેબ્રુઆરી માતા-પિતા પુજન દિવસ ઉજવવા બાબત.
પ્રતિ,
મોટા ગુરૂજી અને ગુરૂજનમિત્રો...
વિષય:-૧૪ ફેબ્રુઆરી માતા-પિતા પુજન દિવસ ઉજવવા બાબત.
ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે આપણે સૌ ભારતવાસીઓ પ્રાચીન ભારતીય સંસ્કૃતિના સદૈવ ઋણી છીએ. પ્રવર્તમાન સમયમાં આપણા બાળકો અને યુવાનોનું ચારિત્ર્યનું રક્ષણ કરવું તે પણ શિક્ષણ જગત વતી એક સામાજિક જવાબદારી છે. આથી બાળકો અને યુવાનો સ્વ-સંસ્કૃતિ પ્રત્યે અભિમુખ બની સંસ્કારમય જીવન પ્રાપ્ત કરે તેમજ શાશ્વત મૂલ્યોનું જતન કરે. આમ, ચારિત્ર્ય નિર્માણ દ્રારા રાષ્ટ્ર નિર્માણના ઘડવૈયા બને તે હેતુસર ૧૪ ફેબ્રુઆરી નિમિત્તે માતાપિતાના પ્રેમ, સમર્પણ અને પુરુષાર્થના આદર સાથે વાસ્તવિક પ્રેમ દિવસ મનાવે આથી ૧૪ ફેબ્રુઆરી માતા-પિતા પુજન દિવસના ઉપલક્ષમાં શાળાઓએ પોતાની અનુકુળતા મુજબ ઉજવણી કરવાની રહેશે. આ દિવસે બાળકોના વાલીઓને આમંત્રિત કરવા અને બાળકો આદર અને સન્માન સહ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પોતાના માતા-પિતાનું પુજન કરે તેવું સ્વૈચ્છિક પ્રાવધાન કરવા શાળાઓને જણાવવામાં આવે છે. આ પત્ર સાથે માતા-પિતા પુજન કાર્યક્રમની રૂપરેખા અને અહેવાલનો નમુનો સામેલ છે. તે મુજબ શાળાઓએ પોતાની અનુકૂળતા મુજબ સ્વૈચ્છિક કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરીત કરવામાં આવે છે.
આપનો ડુમરાલિયા
બીડાણ:-(૧) માતા-પિતા પુજન દિવસ કાર્યક્રમની રૂપરેખા
(૨) કાર્યક્રમના અહેવાલનો નમૂનો
❖ માતા-પિતા પુજન કાર્યક્રમની રૂપરેખા:-
⮚ શાળાના બાળકોના માતા-પિતાને આમંત્રિત કરવા.
⮚ આ કાર્યક્રમમાં સરપંચશ્રી/S.M.C ના સભ્યો/શિક્ષણવિદો/ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આમંત્રિત કરવા.
⮚ બાળકો માતા-પિતાનું ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ પુજન કરે,વંદન કરે, પ્રદીક્ષણા કરે અને માતા-પિતાના આશીર્વાદ પ્રાપ્ત કરે.
⮚ શાળાના આચાર્ય,શિક્ષક,આમંત્રિત મહેમાનો બાળકોને માતા-પિતાનું જીવનમાં મુલ્ય ઉજાગર કરતા વ્યક્તવ્ય આપે.
⮚ બાળકો પણ માતા-પિતાના મહત્વ વિષયક વ્યક્તવ્ય આપે તેવું આયોજન કરવું.
⮚ ભારતના મહાપુરુષો,વીરબાળકો અને દેશભક્તોના ચરિત્રો વિષયક વાર્તાઓ કહી માતા-પિતાના ઉત્તમ ઉછેરના ઉદાહરણ પુરા પાડવા.
આમ ભારતીય સંસ્કૃતિની ગરીમામય અને ઉત્કૃષ્ટ વિચારધારાને પ્રતિબિંબિત કરતી પધ્ધતિથી શાળાઓએ માતા-પિતા પુજન કાર્યક્રમનું આયોજન કરવું.
* વંદે ભારતીય સંસ્કૃતિમ્ *
વંદે ભારતમાતા
*માતા-પિતા પુજન દિવસ ઉજવણીનો અહેવાલ*
શાળાનું નામ:-.........................................................................................................................
તાલુકો:-......................................... C.R.C/svs ................................................................................
આચાર્યનું નામ:-............................................................. મો.નં................................................
❖ આમંત્રિત મહેમાનો:-...........................................................................................................
............................................................................................................

❖ ફોટોગ્રાફસ:-
❖ માતા-પિતા પુજન દિવસની ઉજવણી અંગે શાબ્દિક વિવરણ:-
આચાર્યની સહી
૧૪ ફેબ્રુઆરી માતા-પિતા પુજન દિવસ ઉજવવા બાબત.
૧૪ ફેબ્રુઆરી માતા-પિતા પુજન દિવસ ઉજવવા બાબત.