પ્રાથમિક શાળાઓમાં તા .31 / 07 / 2022 ની સ્થિતિએ મંજુર થયેલ શિક્ષક તથા મુખ્ય શિક્ષક મહેકમ બાબત

Join Whatsapp Group Join Now

પ્રાથમિક શાળાઓમાં તા .31 / 07 / 2022 ની સ્થિતિએ મંજુર થયેલ શિક્ષક તથા મુખ્ય શિક્ષક મહેકમ બાબત 


પ્રાથમિક શાળાઓમાં તા .31 / 07 / 2022 ની સ્થિતિએ મંજુર થયેલ શિક્ષક તથા મુખ્ય શિક્ષક મહેકમ બાબત 




પ્રાથમિક શાળાઓમાં તા .31 / 07 / 2022 ની સ્થિતિએ મંજુર થયેલ શિક્ષક તથા મુખ્ય શિક્ષક મહેકમ બાબત 


 ( 1 ) શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંકઃ પીઆરઈ / 112012 / 621065 / 8 ( પાર્ટ -1 ) તા .1 / 4 / 2022 તા .22 / 07 / 2022 ( 2 ) શિક્ષણ વિભાગના પત્ર ક્રમાંકઃપીઆરઈ / 112022 / સી.ફા .12 / ક ( ૩ ) આ કચેરીનો પત્ર ક્રમાંકઃપ્રાશિનિ / ક - નીતિ / 2022 / 6842-98 તા .28 / 07 / 2022 ( 4 ) આ કચેરીનો પત્ર ક્રમાંકઃપ્રાશિનિ ક - નીતિ / 2022 / 6901-53 તા .29 / 07 / 2022 ( 5 ) આ કચેરીનો પત્ર ક્રમાંકઃપ્રાશિનિ / ક - નીતિ / 2022 / 7051-7104 તા .08 / 08 / 2022 કચેરી આદેશ : સરકારશ્રીના શિક્ષણ વિભાગના આમુખ -1 ના ઠરાવથી વિદ્યાસહાયક / પ્રાથમિક શિક્ષક / ઉચ્ચ પ્રાથમિક શિક્ષક / મુખ્ય શિક્ષકના બદલી નિયમો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે . જેના પ્રકરણ -૮ થી શિક્ષક - વિદ્યાર્થી પ્રમાણ અને વિદ્યાસહાયક / મુખ્ય શિક્ષક / શિક્ષક મહેકમની જોગવાઈ નિયત કરવામાં આવેલ છે . જે મુજબ વિદ્યાર્થી સંખ્યા આધારિત દર વર્ષે 30 મી જૂનની સ્થિતિએ મહેકમ મંજૂર કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે . શિક્ષણ વિભાગના આમુખ -2 અનુસાર છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે એપ્રિલ માસથી શૈક્ષણિક સત્ર શરૂ કરી શકાયેલ ન હોઈ ચાલુ વર્ષે તા .31 / 07 / 2022 ની સ્થિતિએ મહેકમ મંજૂર કરવાની મંજૂરી મળેલ છે . જે અન્વયે આ કચેરીના આમુખ -3 અને 4 થી તા .31 / 07 / 2022 ની સ્થિતિએ Child Tracking Portal ( CTS ) , SAS Portal અને Teacher Portal અપડેટ કરવા સૂચનાઓ આપવામાં આવેલ Hemal Kariya હતી . તા .01 / 08 / 2022 ના રોજ Child Tracking Portal ( CTS ) પર ઉપલબ્ધ વિદ્યાર્થીઓના ડેટા અનુસાર આ કચેરી ખાતે તૈયાર કરવામાં આવેલ શાળાવાઈઝ વિગતો અંતર્ગત શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના પ્રમાણમાં મળવાપાત્ર શિક્ષક / મુખ્ય શિક્ષકની વિગતો આપની કક્ષાએથી ચકાસણી કરી આ કચેરીને રજૂ કરવા આમુખ -5 થી સૂચના આપવામાં આવેલ હતી . ત્યારબાદ આ કચેરીના તા .28 / 09 / 2022 અને તા .29 / 09 / 2022 ના પત્રોથી અલગ અલગ જિલ્લા / નગર શિક્ષણ સમિતિઓને વિદ્યાસહાયક ભરતી કાર્યાલય , સેકટર -20 , ગાંધીનગર ખાતે પોતાના જિલ્લા / નગર શિક્ષણ સમિતિના સેટઅપ રજીસ્ટરની ખરાઈ કરવા અસલ રેકર્ડ સહિત રૂબરૂ ઉપસ્થિત રહેવા સૂચના આપેલ . આ કચેરી દ્વારા CTS પરથી મેળવેલ વિદ્યાર્થી સંખ્યાને આધારે અને આપના દ્વારા ખરાઈ કરેલ રેકર્ડ મુજબ નીચેની શરતોને આધિન નીચે મુજબ પ્રાથમિક શિક્ષક અને મુખ્ય શિક્ષક ( HTAT ) નું મહેકમ મંજૂર કરવામાં આવે છે . 

ક્રમ વિગત ' મળવાપાત્ર મહેકમ 2 મંજૂર મહેકમ 3 સુપર ન્યુમરી ધો . 1 થી 5 ( નિમ્ન પ્રાથમિક ) 3081 3081 d ધોરણ 6 થી 8 ( ઉચ્ચ પ્રાથમિક ) 2243 2243 0 મુખ્ય શિક્ષક ( HTAT ) 163 187 પ્રતિ , જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી , જિલ્લા શિક્ષણ સમિતિ , રાજકોટ 24 શરતો : ( 1 ) આપની જિલ્લા શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં તા .31 / 07 / 2022 ની સ્થિતિએ મંજુર થયેલ શિક્ષક મુખ્ય શિક્ષક મહેકમની તાલુકાવાર ફાળવણી કરીને તાલુકા કેળવણી નિરીક્ષકને જાણ કરવી , તેમજ જે તે શાળાવાર મળવાપાત્ર શિક્ષક / મુખ્ય શિક્ષક સામે મંજૂર કરેલ શિક્ષક મુખ્ય શિક્ષક મહેકમના આદેશ કરવાના રહેશે . ( 2 ) જે જિલ્લા / નગર શિક્ષણ સમિતિઓમાં તા .31 / 07 / 2022 ની સ્થિતિએ ભરેલી જગ્યાઓ કરતા હાલની વિદ્યાર્થી સંખ્યા મુજબ મળવાપાત્ર મહેકમ ઓછું થાય છે તે જિલ્લા / નગર શિક્ષણ સમિતિ માટે પત્રકના ક્રમ -૩ મુજબની સુપરન્યુમરી જગ્યાઓ મંજુર કરવામાં આવે છે . આથી આવી વધારાની સુપરન્યુમરી જગ્યાઓ નિવૃત્તિ કે અન્ય કારણોસર જેમ જેમ ખાલી પડે તેમ તેમ રદ કરવાની રહેશે . આવી કોઈ જગ્યા ઉપર નવી નિમણૂંક કરી શકાશે નહીં . ( 3 ) શિક્ષણ વિભાગના તા .01 / 04 / 2022 ના ઠરાવથી વિદ્યાસહાયક / પ્રાથમિક શિક્ષક / મુખ્ય શિક્ષક ( HTAT ) ના બદલી નિયમો બનાવવામાં આવેલ છે . જેથી હવે પછી કરવાની થતી તમામ પ્રકારની બદલીઓ માટે ઉક્ત મહેકમ ધ્યાને લેવાનુ રહેશે . ( 4 ) રાજ્ય સરકાર સાથેના પત્ર વ્યવહારમાં તથા તમામ હેતુ માટે તા .31 / 07 / 2022 ની સ્થિતિએ ઉપર મુજબનુ શિક્ષક મુખ્ય શિક્ષક મહેકમ ગણવાનું રહેશે . ( 5 ) આ કચેરી દ્વારા પુનઃ ફાળવણી કરવામાં ન આવે કે ફાળવેલી જગાઓ પરત ખેંચવામાં ન આવે ત્યાં સુધી આ આદેશથી મંજૂર કરેલ શિક્ષક / મુખ્ય શિક્ષક મહેકમ ચાલુ રહેશે . 


પ્રાથમિક શાળાઓમાં તા .31 / 07 / 2022 ની સ્થિતિએ મંજુર થયેલ શિક્ષક તથા મુખ્ય શિક્ષક મહેકમ બાબત 



પ્રાથમિક શાળાઓમાં તા .31 / 07 / 2022 ની સ્થિતિએ મંજુર થયેલ શિક્ષક તથા મુખ્ય શિક્ષક મહેકમ બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR