પ્રતિનિયુકિતથી નવી નિમણૂક પામેલ બીઆરસી / યુઆરસી / સીઆરસી કો.ઓ.ની તાલીમ બાબત
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓ.ને ૫ વર્ષ પૂર્ણ થતા પ્રતિનિયુક્તિ રદ કરવા બાબત
મહત્વપૂર્ણ લિંક
નવી નિમણુંક પામેલ CRC/BRC/URC ની તાલીમ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
પ્રતિનિયુકિતથી નવી નિમણૂક પામેલ બીઆરસી / યુઆરસી / સીઆરસી કો.ઓ.ની તાલીમ બાબત
પ્રતિનિયુકિતથી નવી નિમણૂક પામેલ બીઆરસી / યુઆરસી / સીઆરસી કો.ઓ.ની તાલીમ બાબત
વિષય : પ્રતિનિયુકિતથી નવી નિમણૂક પામેલ બીઆરસી / યુઆરસી / સીઆરસી કો.ઓ.ની તાલીમ બાબત . સંદર્ભ : નોંધ ઉપર માન.સચિવશ્રી , પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ , શિક્ષણ વિભાગની મળેલ મંજુરી ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે , સમગ્ર શિક્ષા અંતર્ગત તાલુકા કક્ષાએ બીઆરસી કો.ઓ. અને કલસ્ટર કક્ષાએ સીઆરસી કો.ઓ. કાર્યરત છે . પ્રોજેકટ અંતર્ગતના કાર્યક્રમોની અસરકારક અમલવારી અને મોનીટરીંગ માટે બીઆરસી / યુઆરસી / સીઆરસી કો.ઓ.ની ભૂમિકા કડીરૂપ છે . બીઆરસી / યુઆરસી / સીઆરસી કો.ઓ. શિક્ષણક્ષેત્રના અદ્યતન પ્રવાહોથી વાકેફ થાય તથા શાળા મુલાકાત , વર્ગખંડ અવલોકન દરમ્યાન શાળા અને વર્ગમાં શિક્ષકોને જરૂરી માર્ગદર્શન / માહિતી પૂરી પાડી શકે તે હેતુસર ૨ ( બે ) દિવસીય ઝોન કક્ષાની નિવાસી તાલીમનું આયોજન આપના જિલ્લા ખાતે કરવામાં આવેલ છે . આ તાલીમ સબંધિત જરૂરી સંભવિત વિગતો આ સાથે સામેલ રાખી મોકલી આપવામાં આવે છે . ઝોનકક્ષાની તાલીમ સબંધિત આ સાથે સામેલ ઉપરોકત બાબતો અને નીચે દર્શાવેલ ખર્ચ અંદાજને ધ્યાને લઈ તાલીમમાં ઉપસ્થિત રહેનાર તમામ સભ્યો માટે રહેવા , જમવા , નિવાસ તેમજ તાલીમ આનુસાંગિક આયોજન અને વ્યવસ્થા કરવા જણાવવામાં આવે છે . આ તાલીમમાં ઉપસ્થિત રહેનાર સભ્યો માટે ( ૧ ) બપોરે અને સાંજે જમવાનું ( ૨ ) સવારે ચા - નાસ્તો તથા બે ટાઈમ ચા ( ૩ ) નિવાસ વ્યવસ્થા ( ૪ ) તાલીમ સામગ્રી અને કન્ટીજન્સી ( ૫ ) તાલીમ સંદર્ભે અન્ય આવશ્યક જરૂરીયાત માટેનો ખર્ચ પ્રતિદિન વ્યકિતદીઠ રૂા .૬૦૦ / – મુજબ ૨ દિવસના વ્યકિતદીઠ રૂ।.૧૨૦૦ / –ની મર્યાદામાં સમગ્ર શિક્ષાના વર્ષ : ૨૦૨૨-૨૩ ના MMER . બજેટ હેડ હેઠળ કરવાનો રહેશે . તાલીમમાં આપના જિલ્લા ખાતે ઉપસ્થિત રહેનાર તમામને તાલીમના સ્થળ અંગે સમયસર જાણ થઈ શકે તે માટે આ સાથે સામેલ આપના જિલ્લાના તાલીમ માટેના સંભવિત સ્થળ અંગે તાલીમની જરૂરીયાત આનુસાંગિક જરૂરી ચકાસણી કરી તાલીમનું સ્થળ નકકી કરી અત્રેની કચેરીને તા .૧૯ / ૦૯ / ૨૨ ના રોજ ૧૨.૦૦ કલાક સુધીમાં જાણ કરશો . તાલીમ આયોજન , વ્યવસ્થા અને આનુસાંગિક બાબતે અત્રેની કચેરીના નીચે દર્શાવેલ કર્મચારીશ્રીઓના સંપર્કમાં રહેશો .
પ્રતિનિયુકિતથી નવી નિમણૂક પામેલ બીઆરસી / યુઆરસી / સીઆરસી કો.ઓ.ની તાલીમ બાબત