કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી / સીસીસી + ની પરીક્ષા પાસ કરનાર અધિકારીઓ / કર્મચારીઓને મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચતર પંગારધોરણ મંજૂર કરવા બાબત

Join Whatsapp Group Join Now

કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી / સીસીસી + ની પરીક્ષા પાસ કરનાર અધિકારીઓ / કર્મચારીઓને મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચતર પંગારધોરણ મંજૂર કરવા બાબત

મહત્વપૂર્ણ લિંક 

કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી / સીસીસી + ની પરીક્ષા પાસ કરનાર અધિકારીઓ / કર્મચારીઓને મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચતર પંગારધોરણ મંજૂર કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 



કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી / સીસીસી + ની પરીક્ષા પાસ કરનાર અધિકારીઓ / કર્મચારીઓને મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચતર પંગારધોરણ મંજૂર કરવા બાબત 







 કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી / સીસીસી + ની પરીક્ષા પાસ કરનાર અધિકારીઓ / કર્મચારીઓને મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચતર પંગારધોરણ મંજૂર કરવા બાબત . ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ ઠરાવ ક્રમાંક : ખતપ - ૧૦૨૦૦૫-૧૫૧૯ - પાર્ટ .૧ - ક સચિવાલય , ગાંધીનગર , તા : ૨૮/૦૭/૨૦૨૦ વંચાણે લીધા : ( ૧ ) સા.વ.વિ.ના જાહેરનામા ક્રમાંક : જીએસ / ૨૦૦૬ / ૩૧ / ખતપ / ૧૦૨૦૦૫ / ૧૫૧૯ / ૬ , આમુખ : તા .૩૦ / ૦૯ / ૨૦૦૬ ( ર ) સા.વ.વિ.ના ઠરાવ ક્રમાંક : પરચ - ૧૦૨૦૦૫-૧૫૩૨ - ક , તા .૩૦ / ૦૯ / ૨૦૦૬ ( ૩ ) સા.વ.વિ.ના ઠરાવ ક્રમાંક : કેપીટી - ૧૧૨૦૦૭-૩૦૩૬૨-૬ , તા .૦૧ / ૧૦ / ૨૦૦૭ ( ૪ ) સા.વ.વિ.ના પરિપત્ર ક્રમાંક : પરચ - ૧૦૨૦૦૫-૧૫૧૯ - પાર્ટ.૧-૬ , ૨૨/૦૭/૨૦૧૩ ( ૫ ) સા.વ.વિ.નો ઠરાવ ક્રમાંક : પરચ - ૧૦૨૦૧૬-૨૮૨-૬ , તા .૨૦ / ૦૯ / ૨૦૧૬ સરકારી સેવામાં નિમણૂંક પામેલ અધિકારીઓ / કર્મચારીઓએ ઉકત વંચાણે લીધેલ ક્રમ ( ૧ ) પરનાં જાહેરનામાથી ઘડાયેલ કોમ્પ્યુટર કૌશલ્યની તાલીમ અને પરીક્ષા નિયમો હેઠળ તેઓનાં અજમાયશી સમયગાળા દરમ્યાન તેમજ બઢતી । ઉચ્ચતર પગારધોરણ મેળવવા માટે કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત સીસીસી / સીસીસી + ની પરીક્ષા પાસ કરવી આવશ્યક છે . તેમજ ઉકત વંચાણે લીધેલ ક્રમ ( ર ) પરનાં ઠરાવથી " કોમ્પ્યુટર કૌશલ્ય માટેની તાલીમ અને પરીક્ષા માટેની કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવેલ છે . ૨. સરકારી કર્મચારીઓ / અધિકારીઓ આ કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત સીસીસી / સીસીસી + ની પરીક્ષા પાસ ન થવાના કારણે સમયસર બઢતી / ઉચ્ચતર પગારધોરણનો લાભ મેળવવામાંથી વંચિત ન રહી જાય તે માટે સરકારશ્રી દ્વારા ઉદાર વલણ અપનાવીને કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત સીસીસી / સીસીસી + ની પરીક્ષા 

તા .૩૧ / ૦૩ / ૨૦૦૭ સુધીમાં પાસ કરવાની શરતે બઢતી / ઉચ્ચતર પગારધોરણ મંજૂર કરી શકાશે તેવી પ્રારંભમાં જ જોગવાઇ કરવામાં આવેલ હતી . સરકારી કર્મચારી / અધિકારીઓને બઢતી / ઉચ્ચતર પગારધોરણનો લાભ મળતો રહે , તેવા શુભ આશયથી સરકારશ્રી દ્વારા સરકારી કર્મચારી / અધિકારીઓનાં હિતમાં વખતોવખત કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી / સીસીસી + ની પરીક્ષા પાસ કરવાની મુદતમાં વખતોવખત વધારો કરવામાં આવેલ હતો , અને ઉક્ત વંચાણે લીધેલ ક્રમ ( ૪ ) પરનાં પરિપત્રથી આ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરવાની મુદ્દત તા .૩૧ / ૧૨ / ૨૦૧૩ સુધી લંબાવવામાં આવેલ હતી , અને ત્યારબાદ પુન : ઉક્ત વંચાણે લીધેલ ક્રમ ( ૫ ) પરનાં ઠરાવથી તા .૦૧ / ૦૧ / ૨૦૧૪ થી તા .૩૦ / ૦૬ / ૨૦૧૬ દરમ્યાન સરકાર માન્ય પરીક્ષા કેન્દ્રો દ્વારા લેવાયેલ કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી / સીસીસી * ની પરીક્ષા પાસ કરેલ હોય તેવા સરકારી કર્મચારીઓને ઉચ્ચતર પગારધોરણની પાત્રતાની તારીખથી ઉચ્ચતર પગારધોરણ મળવાપાત્ર થશે તે મુજબની જોગવાઈ કરવામાં આવેલ છે . પરંતુ ત્યારબાદ જે તારીખે પરીક્ષા પાસ કરી હોય તે તારીખથી અન્ય શરતો પૂર્ણ કરવાને આધીન , ઉચ્ચતર પગારધોરણ મળવાપાત્ર થશે તે મુજબની સુચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે . આથી આ સંદર્ભે પુન : મળેલ રજૂઆત અન્વયે સરકારી કર્મચારીઓ / અધિકારીઓને તા .૩૦ / ૦૬ / ૨૦૧૬ બાદ પણ મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચતર પગારધોરણ મંજૂર કરવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી . કાળજીપૂર્વકની વિચારણાને અંતે આથી નીચે મુજબ ઠરાવવામાં આવે છે . ઠરાવ ( ૧ ) જે સરકારી કર્મચારીઓ / અધિકારીઓ કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી / સીસીસી + ની પરીક્ષા તા .૩૦ / ૦૬ / ૨૦૧૬ સુધી પાસ કરી શક્યા નથી , તેમના કિસ્સામાં તેઓએ તા .૦૧ / ૦૭ / ૨૦૧૬ થી તા .૩૧ / ૧૨ / ૨૦૨૦ દરમ્યાન સરકાર માન્ય પરીક્ષા કેન્દ્રો દ્વારા લેવાયેલ કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી / સીસીસી + ની પરીક્ષા પાસ કરેલી હશે તથા ઉચ્ચતર પગારધોરણ માટેની અન્ય જોગવાઈઓ સંતોષતા હશે તો તેઓને તેમની ઉચ્ચતર પગારધોરણની પાત્રતાની તારીખથી ઉચ્ચતર પગારધોરણ મળવાપાત્ર થશે . ( ૨ ) તા .૦૧ / ૦૭ / ૨૦૧૬ થી તા .૩૧ / ૧૨ / ૨૦૨૦ સમયગાળા દરમ્યાન લેવાયેલ કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી / સીસીસી + ની પરીક્ષા પાસ કરી હોય અને અગાઉ ઉચ્ચતર પગારધોરણનો લાભ પરીક્ષા પાસ કર્યા તારીખથી મંજુર કરાયેલ હોય તો તેવા કિસ્સાઓમાં ફેરફાર કરી ઉચ્ચતર પગારધોરણની પાત્રતાની તારીખથી તે મંજુર કરવાનો રહેશે . ( ૩ ) તા .૩૧ / ૧૨ / ૨૦૨૦ બાદ સરકારી કર્મચારીઓ / અધિકારીઓ જે તારીખે કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી / સીસીસી + ની પરીક્ષા પાસ કરશે તે તારીખથી અન્ય શરતો પૂર્ણ કરવાને આધીન , તેઓને ઉચ્ચતર પગારધોરણ મળવાપાત્ર થશે . / કોર્પોરેશનના અધિકારીઓ / કર્મચારીઓને સમાન ધોરણે લાગૂ પડશે . પ્રતિ , સરકારશ્રીની મળેલ મંજુરી અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવે છે . a આ જોગવાઈઓ રાજ્ય સેવા , પંચાયત સેવા તથા રાજ્ય સરકાર હસ્તકનાં બોર્ડ . આ હુકમો સામાન્ય વહીવટ વિભાગની સરખા ક્રમાંકની ફાઈલ ઉપર . 

કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી / સીસીસી + ની પરીક્ષા પાસ કરનાર અધિકારીઓ / કર્મચારીઓને મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચતર પંગારધોરણ મંજૂર કરવા બાબત

કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી / સીસીસી + ની પરીક્ષા પાસ કરનાર અધિકારીઓ / કર્મચારીઓને મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચતર પંગારધોરણ મંજૂર કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR