જીલ્લાની શ્રેષ્ઠ 02 સરકારી પ્રાથમિક શાળાઓની યાદી મોકલી આપવા બાબત
જીલ્લાની શ્રેષ્ઠ 02 સરકારી પ્રાથમિક શાળાઓની યાદી મોકલી આપવા બાબત
જીલ્લાની શ્રેષ્ઠ 02 સરકારી પ્રાથમિક શાળાઓની યાદી મોકલી આપવા બાબત
સંદર્ભ : 17-09-22 ના રોજની બેઠકમાં માન. નિયામકશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અનુસાર
શ્રીમાન,
ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાજ્યમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી કેટલીક શાળાઓમાં પરંપરાગત પ્રણાલીથી આગળ વધીને શાળાના ભાવાવરણ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, સંસાધનોના મહત્તમ ઉપયોગ, લોકભાગીદારી, શૈક્ષણિક પ્રક્રિયામાં સમુદાયના સહયોગ જેવી પ્રવૃત્તિઓ થકી ગુણવતાલક્ષી શિક્ષણ થઇ રહ્યું છે.
તા. 24-9-2022 નાં રોજ યોજાયેલ ટેલિકોન્ફરન્સ દરમિયાન નવાનદીસર પ્રાથમિક શાળા, ગોધરામાં થઇ રહેલી ઈનોવેટીવ વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ અંગેની જાણકારી પ્રાપ્ત થઇ. રાજ્યની વિવિધ પ્રાથમિક શાળાઓમાં પણ આ જ પ્રકારની અનેકવિધ પ્રવૃત્તિઓ થતી હોય છે. આથી, વિવિધ શાળાકીય પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓની સામેલગીરી, શાળા સંસાધનોનો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ ઉપયોગ, ઈનોવેટીવ પેડાગોજી દ્વારા શૈક્ષણિક કાર્ય, શિક્ષક - વિદ્યાર્થી - સમાજના સમન્વયથી ઉમદા શાળા વ્યવસ્થાપન, શાળાનું પ્રેરણાત્મક ભાવાવરણ જેવા કોઈ એક કે તેથી વધુ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ ધરાવતી અનેક શાળાઓ રાજ્યમાં છે જ જેના વિશે સૌ કોઈ જાણે તે એટલું જ જરૂરી જણાય છે.
આ વિચાર સાકાર થાય તે હેતુ, આપના જીલ્લામાં પણ શિક્ષણ, વિદ્યાર્થી અને શાળાના ઉત્કર્ષ માટે ગુણવત્તાયુક્ત અને પ્રસંશનીય કામગીરી કરી રહેલ કોઈપણ 02 (બે) શ્રેષ્ઠ સરકારી પ્રાથમિક શાળાઓની પસંદગી હેતુ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, કેળવણી નિરીક્ષકશ્રી, બી.આર.સી.કૉ.ઓર્ડિનેટર, સી.આર.સી. કૉ.ઓર્ડિનેટર, સ્કૂલ ઇન્સ્પેકટર સાથે સંકલન કરીને આ સાથે સામેલ નિયત પત્રકમાં આ 02 (બે) શાળાઓ અંગેની માહેતી (શ્રુતિ ગુજરાતી ફોન્ટ-12 તેમજ આંકડાકીય વિગતો અંગ્રેજીમાં) તૈયાર કરીને તેની Soft Copy - Word File જીસીઇઆરટીની પી.&એમ. શાખાને તા. 07-10-2022 સુધીમાં મોકલી આપશો. નોંધ : આપના દ્વારા પસંદગી પામનાર બે પ્રાથમિક શાળાઓની આગામી સમયમાં રાજ્ય કક્ષાએથી
મુલાકાત અને ચકાસણી થનાર હોઇ શાળાઓની પસંદગી પ્રક્રિયામાં ચોકસાઇ રાખશો.
જીલ્લાની શ્રેષ્ઠ 02 સરકારી પ્રાથમિક શાળાઓની યાદી મોકલી આપવા બાબત