રાજય સરકારના વર્ગ -૩ અને વર્ગ -૪ ના તમામ સંવર્ગોમાંની જગ્યાઓ ઉપર સીધી ભરતીની નિમણૂકો ફીકસ પગારના અજમાયશી તરીકે કરવાની યોજના બાબત .

Join Whatsapp Group Join Now

 રાજય સરકારના વર્ગ -૩ અને વર્ગ -૪ ના તમામ સંવર્ગોમાંની જગ્યાઓ ઉપર સીધી ભરતીની નિમણૂકો ફીકસ પગારના અજમાયશી તરીકે કરવાની યોજના બાબત .







મહત્વપૂર્ણ લિંક 

2006 પહેલા નિમણૂક થયેલા કર્મચારીઓનો ફિક્સ પગારમાં થશે સમાવેશ, કર્મચારીઓને મળશે હવે બઢતી અને ઉચ્ચતર પગારનો લાભ બાબતનો 2017નો ઑફિશિયલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 



રાજય સરકારના વર્ગ -૩ અને વર્ગ -૪ ના તમામ સંવર્ગોમાંની જગ્યાઓ ઉપર સીધી ભરતીની નિમણૂકો ફીકસ પગારના અજમાયશી તરીકે કરવાની યોજના બાબત .








રાજય સરકારના વર્ગ -૩ અને વર્ગ -૪ ના તમામ સંવર્ગોમાંની જગ્યાઓ ઉપર સીધી ભરતીની નિમણૂકો ફીકસ પગારના અજમાયશી તરીકે કરવાની યોજના બાબત . ગુજરાત સરકાર નાણા વિભાગ ઠરાવ ક્રમાંક : ખરચ / ૨૦૦૨ / ૫૭ / પાર્ટ -૨ / ઝ .૧ સચિવાલય , ગાંધીનગર . તારીખઃ- ૧૮/૦૧/૨૦૧૭ . સંદર્ભ- ( ૧ ) નાણા વિભાગનો તા - ૧૬-૦૨-૨૦૦૬નો ઠરાવ ક્ર : -ખરચ -૨૦૦૨ / ૫૭ / ઝ -૧ ( ર ) નાણા વિભાગનો તા - ૧-૦૮-૨૦૦૬નો ઠરાવ ક્ર : -ખરચ -૨૦૦૨ / ૫૭ / ઝ -૧ ( ૩ ) નાણા વિભાગનો તા - ૨૯-૦૪-૨૦૧૦નો ઠરાવ ક્ર : -ખરચ -૨૦૦૨ / ૫૭ / ઝ -૧ ( ૪ ) નાણા વિભાગનો તા - ૬-૧૦-૨૦૧૧નો ઠરાવ ક્ર : -ખરચ -૨૦૦૨ / ૫૭ / ( પાર્ટ -૨ ) ઝ -૧ ( ૫ ) નાણા વિભાગનો તા - ૨૦-૧૦-૨૦૧૪નો ઠરાવ ક્રઃ - ખરચ -૨૦૦૨ / ૫૭ / ( પાર્ટ -૨ ) ઝ -૧ ( ૬ ) નાણા વિભાગનો તા - ૨૦-૧૦-૨૦૧૫નો ઠરાવ ક્ર ; -ખરચ -૨૦૦૨ / ૫૭ / ( પાર્ટ -૨ ) ઝ -૧ ( ૭ ) નાણા વિભાગનો તા - ૧-૧-૨૦૧૬નો ઠરાવ ક્ર : -ખરચ -૨૦૦૨ / ૫૭ / ( પાર્ટ -૨ ) ઝ -૧ ( ૮ ) નાણા વિભાગનો તા - ૨૮-૩-૨૦૧૬નો ઠરાવ ક્ર : -ખરચ -૨૦૦૨ / ૫૭ / ( પાર્ટ -૩ ) ઝ -૧ ( ૯ ) નાણા વિભાગનો તા - ૧૨-૭-૨૦૧૬નો ઠરાવ ક્ર : -ખરચ -૨૦૦૨ / ૫૭ / ( પાર્ટ -૨ ) ઝ -૧ ( ૧૦ ) નાણા વિભાગનો તા - ૧૨-૭-૨૦૧૬નો ઠરાવ ક્રઃ - ખરચ -૧૦૨૦૧૬ / યુ.ઓ .૭૮૬ / ઝ -૧ આમુખ : ૧ . નાણા વિભાગના તા .૧૬ / ૨ / ૨૦૦૬ અને તા .૧ / ૮ / ૨૦૦૬ ના ઠરાવોથી રાજય સરકારની કચેરીઓમાં વર્ગ -૩ અને વર્ગ -૪ ના તમામ સંવર્ગોમાં રાજય સરકારની કરકસરની નીતિના ભાગરૂપે ૫ ( પાંચ ) વર્ષ માટે ફીકસ પગારથી સીધી ભરતીની નિમણૂકો કરવાની નીતિ અમલમાં મૂકવામાં આવેલ છે . ત્યાર બાદ નાણા વિભાગ દ્વારા ઉકત નીતિમાં વખતો વખત જરૂરી સુધારાઓ કરવામાં આવેલ છે . ર . ઉકત નીતિના સંદર્ભમાં રાજય સરકારની કચેરીઓમાં વર્ગ -૩ અને વર્ગ -૪ ના તમામ સંવર્ગો પર ફીકસ પગારથી નિમણૂક પામેલ કર્મચારીઓ ૫ ( પાંચ ) વર્ષની સંતોષકારક સેવાઓ પૂર્ણ કરે ત્યારબાદ જો તેઓ નાણા વિભાગના વખતો વખતના ઠરાવોની અન્ય તમામ શરતો સંતોષતા હોય તો તેઓને નિયમિત પગાર ધોરણમાં નિમણૂક આપવાની રહે છે . આ યોજના હેઠળ નિમણૂંક પામેલ કર્મચારીઓનો પાંચ વર્ષનો ઉચ્ચક પગારનો સમયગાળો નોકરી વિષયક સેવા વિષયક કોઇ પણ બાબત અંગે ધ્યાનમાં લેવામાં આવતો નથી . ૩ . છેલ્લા કેટલાક સમયથી ઉક્ત ઠરાવો અન્વયે નિયત કરવામાં આવેલ ફિક્સ પગાર તેમજ તેઓની સેવાની શરતોમાં સુધારો કરવા બાબતે રાજ્ય સરકારને રજુઆતો મળેલ હતી . નાણા વિભાગના ઉક્ત સંદર્ભ- ( ૬ ) માં દર્શાવેલ તા - ૨૦-૧૦-૨૦૧૫ના ઠરાવથી ફિક્સ પગારની રકમ તેમજ તેઓની સેવાની શરતોમાં સુધારો કરવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી . ઠરાવ : ૧ . રાજ્ય સરકારે કાળજીપૂર્વકની વિચારણાને અંતે સંદર્ભ- ( ૬ ) ના તા - ૨૦-૧૦-૨૦૧૫ના ઠરાવથી નિયત કરેલ માસિક ફિક્સ પગારના દરમાં નીચેના પત્રકમાં દર્શાવ્યા મુજબ વધારો કરવા નિર્ણય કરેલ છે . આ વધારાનો અમલ થતાં ફિક્સ પગાર પર મળતું માસિક “ ખાસ ભથ્થું " તેમજ ખાસ ભથ્થા પર મળતો વાર્ષિક ખાસ વધારો હવે પછી મળવાપાત્ર થશે નહીં . ક્રમ ૧ . ૨ . ૩ . ૪ . તા - ૨૦-૧૦-૨૦૧૫ના ઠરાવ મુજબ નિયત થયેલ ફિક્સ સુધાર્યા મુજબનો પગાર + માસિક ખાસ ભથ્થુ . * રુ .૧૫૦૦ ખાસ ભથ્થા ફિક્સ પગાર . ( રૂપિયા ) પરનો વાર્ષિક વધારો ( રૂપિયા ) રૂ . ૭૧૦૦ + ૧૯૦૦ = ૯૦૦૦ + ૧૫૦૦ = ૧૦૫૦૦ ૩ , ૭૮૦૦ + ૨૨૦૦ = ૧૦૦૦૦ + ૧૫૦૦ = ૧૧૫૦૦ ૩. ૧૩૫૦૦ + ૧૫૦૦ = ૧૫૦૦૦+ ૧૫૦૦ = ૧૬૫૦૦ રૂ . ૧૩૭૦૦+ ૧૮૦૦ = ૧૫૫૦૦ + ૧૫૦૦ = ૧૭૦૦૦ ૧૬૨૨૪ ૧૯૯૫૦ ૩૧૩૪૦ ૩૮૦૯૦ ર . હાલમાં ફિક્સ પગારની નીતિ હેઠળ નિમણૂંક પામેલ કર્મચારીઓનો પાંચ વર્ષનો ઉચ્ચક પગારનો સમયગાળો નોકરી વિષયક સેવા વિષયક કોઇ પણ બાબત અંગે ધ્યાનમાં લેવામાં આવતો નથી . રાજ્ય સરકાર દ્વારા ઉક્ત બાબતે પણ જરુરી વિચારણા કરી ઠરાવેલ છે કે નાણા વિભાગના તા - ૧૬-૦૨-૨૦૦૬ની નીતિ હેઠળ નિમણૂંક પામેલ ફિક્સ પગારના કર્મચારીઓની આ પાંચ વર્ષની સેવાઓને બઢતી , પ્રવરતા , ઉચ્ચત્તર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ સમયે નિવૃત્તિ વિષયક મળવાપાત્ર લાભો અંગે સેવા તરીકે ગણવાનો રહેશે . , ૫ . ૩ . વધુમાં , ઉકત નીતિના સંદર્ભમાં સરકારશ્રીના ધ્યાન પર આવેલ છે કે ફીકસ પગારથી નિમણૂક પામેલ કર્મચારીઓ દ્વારા પાંચ વર્ષની ફીકસ પગારની સેવાઓ પૂર્ણ કર્યા બાદ પણ તેઓને નિયમિત પગાર ધોરણમાં નિમણૂક કરવામાં થતા વિલંબની પરિસ્થિતીના નિવારણ માટે સર્વેને જણાવવામાં આવે છે કે ફીકસ પગારની નીતિ અન્વયે નિમણૂક પામેલ કર્મચારીઓની ચાર વર્ષની સેવાઓ પૂર્ણ થયા બાદ સંબંધિત કચેરી / વિભાગ દ્વારા તેઓને નિયમિત કરવા અંગેની જરૂરી આનુષાંગિક કાર્યવાહી હાથ ધરવાની રહેશે અને નાણા વિભાગની ફીકસ પગારને લગતી તમામ સૂચનાઓ / ઠરાવોની શરતોને ધ્યાને લઇને જો તેઓએ પાંચ વર્ષનો સમયગાળો સંતોષકારક પૂર્ણ કરેલ હોય તો તેઓને પાંચ વર્ષ પુરા થયા બાદ તુરત જ નિયમિત નિમણૂક કરવા અંગેની જરૂરી કાર્યવાહી હાથ ધરી સક્ષમ કક્ષાએ મંજૂરી મેળવી હુકમો કરવાના રહેશે . ફિક્સ પગારની નીતિ સંદર્ભે નાણા વિભાગના વખતો વખતના ઠરાવથી નક્કી થયેલ અન્ય જોગવાઇઓ યથાવત રહેશે . આ ઠરાવ નો અમલ તા : ૦૧-૦૨-૨૦૧૭ થી કરવાનો રહેશે . 





રાજય સરકારના વર્ગ -૩ અને વર્ગ -૪ ના તમામ સંવર્ગોમાંની જગ્યાઓ ઉપર સીધી ભરતીની નિમણૂકો ફીકસ પગારના અજમાયશી તરીકે કરવાની યોજના બાબત .


રાજય સરકારના વર્ગ -૩ અને વર્ગ -૪ ના તમામ સંવર્ગોમાંની જગ્યાઓ ઉપર સીધી ભરતીની નિમણૂકો ફીકસ પગારના અજમાયશી તરીકે કરવાની યોજના બાબત . Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR