મિશન સ્કુલ ઓફ એક્સલન્સ યોજના અંતર્ગત રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના મકાન બાંધકામ માટે સને ૨૦૨૨-૨૩ના અંદાજપત્રમાં થયેલ નવી બાબત તરીકેની જોગવાઇના ખર્ચની વહીવટી મંજુરી આપવા અંગે

Join Whatsapp Group Join Now

 મિશન સ્કુલ ઓફ એક્સલન્સ યોજના અંતર્ગત રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના મકાન બાંધકામ માટે સને ૨૦૨૨-૨૩ના અંદાજપત્રમાં થયેલ નવી બાબત તરીકેની જોગવાઇના ખર્ચની વહીવટી મંજુરી આપવા અંગે 

મહત્વપૂર્ણ લિંક

School of Excellence (SOE) ની 1-10-2022ના રોજ ટેલીકોન્ફરન્સ નિહાળવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક

SOE અંતર્ગત 24-9-2022ની ટેલિકોન્ફરન્સ નિહાળવા શિક્ષકો, આચાર્ય, CRC-BRC તમામ ને જોવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક 

તારીખ 24-09-2022 ના રોજ SOE અંતર્ગત ટેલિકોન્ફરન્સ નિહાળવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક 

SOE રિવ્યૂ બેઠક સપ્ટેમ્બર માસ ની શાળા ની સ્થિતિ બાબતે રિવ્યૂ બેઠક માં જોડાવવા લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક 

ક્યા જિલ્લા ની રિવ્યૂ બેઠક કઈ તારીખે છે તેનું લીસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો 



વિનોદ રાવ સાહેબ સ્કૂલ ઓફ એક્સેલન્સ વિશે માહિતી

દરેક આચાર્યશ્રી અને શિક્ષક ભાઈ-બહેનોએ નિહાળવું

વિનોદ રાવ સાહેબ સ્કૂલ ઓફ એક્સેલન્સ વિશે માહિતી વિડીયો SOE 


મહત્વપૂર્ણ લિંક 

વિનોદ રાવ સાહેબ સ્કૂલ ઓફ એક્સેલન્સ વિશે માહિતી




મિશન સ્કુલ ઓફ એક્સલન્સ યોજના અંતર્ગત રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના મકાન બાંધકામ માટે સને ૨૦૨૨-૨૩ના અંદાજપત્રમાં થયેલ નવી બાબત તરીકેની જોગવાઇના ખર્ચની વહીવટી મંજુરી આપવા અંગે

https://project303.blogspot.com/2022/07/School-of-excellence-paripatra-pdf-copy








મિશન સ્કુલ ઓફ એક્સલન્સ યોજના અંતર્ગત રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના મકાન બાંધકામ માટે સને ૨૦૨૨-૨૩ના અંદાજપત્રમાં થયેલ નવી બાબત તરીકેની જોગવાઇના ખર્ચની વહીવટી મંજુરી આપવા અંગે


મિશન સ્કુલ ઓફ એક્સલન્સ યોજના અંતર્ગત રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના મકાન બાંધકામ માટે સને ૨૦૨૨-૨૩ના અંદાજપત્રમાં થયેલ નવી બાબત તરીકેની જોગવાઇના ખર્ચની વહીવટી મંજુરી આપવા અંગે . ( 2 ) ગુજરાત સરકાર , શિક્ષણ વિભાગ , ઠરાવ ક્રમાંક : સમશ - ૧૦૨૦૨૧ - ન.બા .૨૨ - ગ .૧ સચિવાલય , ગાંધીનગર . તારીખ : ૨૮/૦૬/૨૦૨૨ વંચાણે લીધા : ( 1 ) સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીની કચેરી , સમગ્ર શિક્ષાનો તા .૩૦ / ૦૩ / ૨૦ રરનો પત્ર ક્રમાંકઃ સમગ્ર શિક્ષા હસબ / બજટ / ૨૦૨૨-૨૩ / ૧૦૦૭૧ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીની કચેરી , સમગ્ર શિક્ષાનો તા .૦૪ / ૦૬ / ૨૦૨ રનો પત્ર ક્રમાંક : એસ.એસ.એ / સિવિલ / ૨૦૨૨ / ૧૭૪૩૭ આમુખ છે સને ૨૦૨૨-૨૩ના અંદાજપત્રમાં રાજ્યની કુલ -૪૮ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના મકાનના નવા બાંધકામ , વધારાના બાંધકામ તથા રિપેરિંગ માટે કુલ રૂ .૪૮૨૬.૩૦ લાખ ( અંકે રૂપિયા અડતાલીસ કરોડ છવ્વીસ લાખ ત્રીસ હજાર પુરા ) ની જોગવાઇ કરવામાં આવેલ છે . સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીની કચેરી , સમગ્ર શિક્ષાના વંચાણે લીધા ક્રમાંક ( ૧ ) તથા ( ૨ ) સામેના પત્રથી ઉપર જણાવ્યા મુજબ કુલ ૪૮ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના મકાનના નવા બાંધકામ , વધારાના બાંધકામ તથા રિપેરિંગ માટે સને ૨૦૨૨-૨૩ના અંદાજપત્રમાં નવી બાબત તરીકે થયેલ રૂ .૪૮૨૬,૩૦ લાખની જોગવાઇના ખર્ચની વહીવટી મંજૂરી આપવા વિનંતી કરેલ , જે બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી .


ઠરાવ : પુખ્ત વિચારણાના અંતે , સને ૨૦૨૨-૨૩ના અંદાજપત્રમાં માંગણી નં .૯ બજેટ સદર : ૪૨૦૨-૦૧-૨૦૧-૧૩ હેઠળ આ સાથે સામેલ પરિશિષ્ટ મુજબની કુલ ૪૮ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના મકાનના નવા બાંધકામ , વધારાના બાંધકામ તથા રિપેરિંગ માટે કુલ રૂ .૧૧૮૩૯.૮૧ લાખના નકશા - અંદાજોની વહીવટી મંજૂરી તથા તે પૈકી વર્ષ ૨૦૨૨-૨૩ માટે ૪૮૨૬.૩૦ લાખ ( અંકે રૂપિયા અડતાલીસ કરોડ છવ્વીસ લાખ ત્રીસ હજાર પુરા ) ની જોગવાઇના ખર્ચની , નીચે દર્શાવેલ શરતોને આધીન , આથી વહીવટી મંજૂરી આપવામાં આવે છે . શરતો : ( 1 ) આ યોજના ના આયોજન અને અમલીકરણ માટે GIDB ના તા ; ૩૦/૩/૨૨ ના પત્ર મુજબ PM Gati Shakti Gujarat Integrated Master plan Portal સાથે Linkage કરી Integration Completion Certificate with unique Project Id મેળવી લેવાનું રહેશે . ( 2 ) બાંધકામના કામોની દરખાસ્તોની મંજૂરી માટે વિભાગે તાત્કાલીન પ્રવર્તમાન S.O.R મુજબ નકશા - અંદાજો તૈયાર કરી સક્ષમ સત્તાધિકારીની તાંત્રિક મંજૂરી મેળવવાની રહેશે . સદર બાંધકામ અંગેની ટાઈપ ડીઝાઈન માર્ગ અને મકાન વિભાગ પાસેથી અથવા નિયત થયેલ સંસ્થા પાસેથી તૈયાર કરવાની રહેશે . ( 3 ) બાંધકામના કામોમાં PW.D. મેન્યુઅલની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે . ( 4 ) આ કામ માટે જમીન સંપાદન કરવાની જરૂરીયાત હોય તેવા સંજોગોમાં જમીન સંપાદન અંગેની કાર્યવાહી વિભાગ કક્ષાએ સત્વરે પૂર્ણ કરાવી લેવાની રહેશે અને જમીન સંપાદન અંગેની કામગીરી પૂર્ણ કર્યા બાદ જ વર્ક ઓર્ડર આપવાના રહેશે . ( 5 ) રેલ્વે , વન અને પર્યાવરણ વિભાગ , પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી કે જમીન સંપાદનની આવશ્યકતા જણાતી હોય તો આવી મંજૂરી સમયસર મેળવી લેવાની રહેશે , આવા જરૂરી કલીયરન્સ મેળવવામાં જો વિલંબ થવાનું જણાય તો વર્કઓર્ડર આપતાં પહેલાં જરૂરી ચોકસાઈ કરી લેવાની રહેશે . ( 6 ) જમીન સંપાદન / પુન : સ્થાપન કે પુન : વસન વિ . કામગીરી પ્રોજેક્ટની સમયમર્યાદાને અસર ન કરે તે રીતે પૂર્ણ કરવાના રહેશે .


( 7 ) સદર બાંધકામ અંગેની કામગીરી પ્રોજેક્ટને અસર ન થાયે તે રીતે નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે.આ બાંધકામ અંગે જો કોઈ લીટીગેશન પબ્લિક કોર્ટ કેસ પડતર હોય તો પ્રોજેક્ટને અસર ન થાય તે રીતે નિયત સમયમર્યાદામાં યોગ્ય નિકાલ કરવાનો રહેશે . ( 8 ) આ યોજનાની અમલવારી અર્થે કોઇ અન્ય વિભાગ સાથેના Linkages ની કામગીરી પ્રોજેક્ટની સમયમર્યાદાને અસર ન કરે તે રીતે પૂર્ણ કરવાના રહેશે ( 9 ) આ કામની ડિઝાઈન તૈયાર કરતી વખતે અને યોજનાનાં અમલીકરણમાં સુરક્ષા અંગેના ધોરણો અને ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે . ( 10 ) મંજૂર થયેલ અંદાજોમાં કોઈ ફેરફાર થાય તો તે અંગેની સુધારેલી વહીવટી મંજૂરી સમયસર મેળવી લેવાની રહેશે . ( 11 ) બાંધકામ અંગેની કામગીરી સંદર્ભે સરકારશ્રીની મંજૂરીથી જો કોઈ અલાયદા એકમને બાંધકામની જવાબદારી સોંપવામાં આવી હોય તે સિવાયના બાંધકામના તમામ કિસ્સાઓમાં રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગ મારફત જ કામગીરી કરાવવાની રહેશે . ( 12 ) આ મંજૂરી અન્વયે કરવાની થતી ખરીદી અંગે રાજય સરકારની પ્રર્વતમાન ખરીદનીતિની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે . ( 13 ) આ બાંધકામ અંદાજોની મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે . ( 14 ) ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ મુજબ ખરીદી ગવર્નમેન્ટ ઇ માર્કેટપ્લેસ ( GeM ) પોર્ટલ મારફતે કરવા ખરીદ પધ્ધતિ મુજબની સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે . પરંતુ જે વસ્તુઓ GeM Portal પર ઉપલબ્ધ ન હોય એવી વસ્તુઓની ખરીદી માટે ઉદ્યોગ અને ખાણ વિભાગના તા .૦૧ / ૧૦ / ૨૦૧૮ ના ઠરાવ તથા ત્યારબાદના વખતો વખત થયેલ સુધારાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે . ( 15 ) સૂચિત કામો પૈકી જે કામો MNREGA હેઠળ આવરી લેવાય તેમ હોય તેવા કામોનો ખર્ચ MNREGA યોજના હેઠળ ઉધારવામાં આવે તે અંગેની સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીની કચેરીએ તકેદારી રાખવાની રહેશે . 


( 16 ) જો મકાન તોડી પાડવાનું હોય તો મકાન તોડી પાડવાની અનુમતી સક્ષમ કક્ષાએથી મેળવ્યા બાદ ગ્રાંટ રીલીઝ કરવાની સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીની કચેરીએ તકેદારી રાખવાની રહેશે . ( 17 ) કેન્દ્ર પુરસ્કૃત યોજના હોય તો ભારત સરકાર પાસેથી સમયસર નાણા મેળવવાના રહેશે તેમજ ભારત સરકાર દ્વારા નિયત કરેલ શરતોનું પાલન કરવાનું રહેશે . ( 18 ) પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તેના સુચારુ ઉપયોગ અને અમલવારી માટે operation and maintenance ની યોગ્ય વ્યવસ્થા અને આયોજન કરવાનું રહેશે . ( 19 ) આ મંજૂરી અન્વયે કરવાના થતા ખર્ચ અંગે નાણાંકીય ઔચિત્યનાં સિધ્ધાંતોનું પાલન કરવાનું રહેશે . ( 20 ) નાણા વિભાગના કરકસર પ્રભાગ દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવતી કરકસર અંગેની સુચનાઓનું વિભાગે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે . ( 21 ) સદર યોજના રાજ્ય સરકારના ફાળા સિવાય બાહ્ય સહાયિત લોન કે કેંદ્રીય ફાળાથી કરવાની હોય તો તે સમયસર મેળવી લેવા અંગે જરૂરી કાર્યવાહી સમયસર કરવાની રહેશે . ( 22 ) સમગ્ર પ્રોજેક્ટ તેની વહીવટી મંજુરીની મર્યાદામાં સમય સર પૂર્ણ થાય તે રીતે સમયબધ્ધ નાણાકિય આયોજન કરવાનું રહેશે . તે માટેના જરૂરી નાણાકીય સ્ત્રોત પાસેથી સમય સર ફંડ ઉપલબ્ધ થાય તેનું આયોજન કરવાનું રહેશે . ( 23 ) આ મંજૂરી અનવયે કરવાનો થતો ખર્ચ જે તે વર્ષની અંદાજપત્રીય જોગવાઈને આધીન અને નાણાં વિભાગ દ્વારા વખતોવખત ફાળવવામાં આવતી ગ્રાંટની મર્યાદામાં કરવાનો રહેશે . ( 24 ) પ્રસ્તુત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધીન ચાલુ તથા આગામી નાણાકીય વર્ષમાં પર્યાપ્ત અંદાજપત્રીય જોગવાઈ કરાવી લેવાની રહેશે . ( 25 ) આ અંગેનો ખર્ચ રાજય સરકારના સ્થાયી તેમજ વખતો - વખત લાગુ પડતા ઠરાવો / પરિપત્રો અને નિયમોની જોગવાઈઓ મુજબ નિયત પધ્ધતિથી કરવાનો રહેશે . ( 26 ) આ મંજૂરી અન્વયે ફાળવેલ ગ્રાંટનો અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં . બચત રહેતી રકમ વર્ષ આખરે સરન્ડર કરવાની રહેશે , જે હેતુ માટે બજેટ જોગવાઈ કરવામાં આવી છે તે હેતુ માટે જ ખર્ચ કરવાનો રહેશે . ( 27 ) યોજના હેઠળ નિયત કરવામાં આવેલ શરતોનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે . ( 28 ) સદર વહીવટી મંજુરી અન્વયે સતત ત્રણ વર્ષ સુધી ખર્ચ ન થાય તો આ વહીવટી મંજુરી આપોઆપ રદ ગણાશે , 13 


( 29 ) સદર નવી યોજનાનું મોનીટરીંગ , હિસાબોની દેખરેખ અને સમીક્ષા કરવાની જવાબદારી કમિશનર શાળાઓની કચેરી , ગાંધીનગરની રહેશે . તે સંદર્ભે તમામ જરૂરી વિગત , દસ્તાવેજો કમિશનર શાળાઓની કચેરીને પૂરા પાડવા માટે તેમજ સદર યોજનાની implementing agency તરીકેની કાર્યવાહી સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીની કચેરી , સર્વ શિક્ષા અભિયાનની રહેશે . આ હુકમો વિભાગની ઇ - ફાઇલ ક્રમાંક : ED / GEF / e - file / 3 / 2022 / 0002 / G - 1 પર નાણા વિભાગની તારીખ ૦૨ / ૦૫ / ૨૦૨૨ ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે . 


મિશન સ્કુલ ઓફ એક્સલન્સ યોજના અંતર્ગત રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના મકાન બાંધકામ માટે સને ૨૦૨૨-૨૩ના અંદાજપત્રમાં થયેલ નવી બાબત તરીકેની જોગવાઇના ખર્ચની વહીવટી મંજુરી આપવા અંગે

મિશન સ્કુલ ઓફ એક્સલન્સ યોજના અંતર્ગત રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના મકાન બાંધકામ માટે સને ૨૦૨૨-૨૩ના અંદાજપત્રમાં થયેલ નવી બાબત તરીકેની જોગવાઇના ખર્ચની વહીવટી મંજુરી આપવા અંગે Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR