પેન્શન માટેની ઉપયોગી માહિતી તથા રાખવા જેવી ફાઈલ અંગે વધુ જાણો

Join Whatsapp Group Join Now

 પેન્શન માટેની ઉપયોગી માહિતી તથા રાખવા જેવી ફાઈલ અંગે વધુ જાણો 


પેન્શન માટેની ઉપયોગી માહિતી તથા રાખવા જેવી ફાઈલ અંગે વધુ જાણો 


https://project303.blogspot.com/2022/07/Pensioners-mate-best-mahit-filei.html

https://project303.blogspot.com/2022/07/Pensioners-mate-best-mahit-filei.html

https://project303.blogspot.com/2022/07/Pensioners-mate-best-mahit-filei.html

https://project303.blogspot.com/2022/07/Pensioners-mate-best-mahit-filei.html



પેન્શન માટેની ઉપયોગી માહિતી તથા રાખવા જેવી ફાઈલ અંગે વધુ જાણો 

( 1 ) પેન્શનરે રાખવાની ફાઈલ : ( 1 ) પેન્શનર નિવૃતિત્તનો આદેશ , ( 2 ) પી.પી.ઓ. બુક ( લાલ ચોપડી ) પેન્શનરો માટે ઉપયોગી માહિતી ( 2 ) ( 3 ) પેન્શર ડાયરી રાખવા બાબત : – રાજ્ય મંડળો પાસેથી મળતી પેન્શન ડાયરીમાં પૂરેપૂરી વિગતો ભરી સાચવી રાખવી તે ઘણી ઉપયોગી થશે . જોઈન્ટ ખાતું ખોલવા બાબત : – પેન્શન માટે પતિ - પત્નીનું જોઈન્ટ ખાતું ખોલાવી લેવું ખાતું ખોલાવવા રજૂ કરવાની માહિતી ( 1 ) પાસપોર્ટ ફોટો નંગ – ૨ ( 2 ) રેશનકાર્ડની નકલ ( 3 ) ચુંટણી ઓળખપત્રની નકલ ( 4 ) ૮૦ વર્ષની ઉંમર ઃ ( 1 ) ૮૦ વર્ષ પૂરાં થતાં ૨૦ ટકા ( 2 ) ૮૫ વર્ષ પૂરાં થતાં ૩૦ ટકા ( 3 ) ૯૦ વર્ષ પૂરાં થતાં ૪૦ ટકા ( 4 ) ૯૫ વર્ષ પૂરાં થતાં ૫૦ ટકા ( 5 ) ૧૦૦ વર્ષ પૂરાં થતાં ૧૦૦ ટકા ( 3 ) કુટુંબ પેન્શનરના જોઈન્ટ ફોટો ઓળખપત્ર સાથે , ( 4 ) નોમીનેશન કરેલ ફોર્મ , ( 5 ) બેન્કની પાસ બુક , ( 6 ) કુટુંબ પેન્શનની ઉંમરના આધાર પુરાવા ( 7 ) [ 8 ) જન્મના આધાર પુરાવા જરૂરી છે . નાણાં ખાતાના ઠરાવ નં . પી . જી . આર . ૧૦૦૯ / ૪ / પે સેલ તારીખ : 13-04-2009 આધારે છઠ્ઠા પગાર પંચે લાભ કરી આપેલ છે પેન્શનર / કટુંબ પેન્શનર બંને લાભ મળશે . ( 5 ) કુટુંબ પેન્શનરની ઉંમર માટે સ્વીકારવા પાત્ર દસ્તાવેજઃ ( 1 ) સક્ષમ અધિકારીનો જન્મનો દાખલો ( 2 ) ડ્રાઈવિંગ લાયસન્સ ( 3 ) એલ.સી. ની નકલ ( 4 ) પાનકાર્ડ ( 5 ) ચૂંટણી કાર્ડ ( 6 ) કેન્દ્ર અથવા રાજ્ય સરકારે આપેલ ઓળખપત્ર ( 7 ) ઉંમર સાથેનો પાસપોર્ટ ફોટો ( 8 ) સિવિલ સર્જનનું પ્રમાણપત્ર નાણાં વિભાગનો ઠરાવ તા.27-09-2009 આધારે . ( 6 ) મેડીક્લ ભથ્થાનો વિકલ્પ આપવા બાબત – પેન્શનરે મેડીકલ વિકલ્પ આપવાનો હોય તો ફેબ્રુઆરી માસમાં બદલી શકાય છે . તા . 10 મી માર્ચ સુધી નિયત નમૂનાનું ફોર્મ ભરીને રજૂ કરવું . પેન્શનરે બેન્કની પાસબુક ભરવા બાબત : પેન્શનરે બેન્કની પાસબુક નિયમિત બેન્કમાં ભરાવી લેવી મહિલા અને અભણ પેન્શનરે એ.ટી.એમ. નો મોહ રાખવો નહી . પુનઃ લગ્નનો દાખલો આપવામાં મુક્તિ બાબત ઃ– મહિલા પેન્શનરની ઉંમર 50 વર્ષની પુરૂષ માટે 70 વર્ષ પુરા થાય તો પુનઃ લગ્નનો દાખલો આપવામાં આવેલ છે . નાણા વિભાગના ઠરાવ 02-09-2009 થી . 


( 9 ) હયાતિની ખરાઈ કરવા બાબત : – પેન્શનર - કુટુંબ પેન્શનરે હયાતિની ખરાઈ મે – જૂન માસમાં કરવાની હોય છે હયાતિ માટે અધિકૃત અધિકારીરશ્રી : ( 1 ) તિજોરી અધિકારી ( 2 ) કલેક્ટર ( 3 ) નાયબ કલેક્ટર ( 4 ) મામલતદાર ( 5 ) તાલુકા વિકાસ અધિકારી ( 6 ) સંસદ સભ્ય ( 7 ) ધારાસભ્ય ( 8 ) જિલ્લા વિકાસ અધિકારી ( 9 ) બેન્કના મેનેજર વગેરેનું પ્રમાણપત્ર માન્ય છે . ( 10 ) વિધવા પેન્શનરે પુનઃ લગ્ન કરવા બાબત : સંતાન વગરની મહિલા પેન્શનર પુનઃ લગ્ન કરી શકે છે લગ્ન કરનાર પુરૂષની આવક રૂપીયા 3500 થી વધવી જોઈએ નહી . નાણાં વિભાગનો ઠરાવ તા.13-04-2000 પેરા 6 ( 5 ) મુજબ ચાલુ નોકરીએ મરણ થાય તો કટુંબ પેન્શન મળવા બાબત ઃ ( 11 ) ચાલુ નોકરીએ મૃત્યું થાય તો કટુંબ પેન્શન 10 વર્ષ સુધી પુરૂ પેન્શન મળે છે . ( 12 ) રહેમરાહે નોકરીના બદલે ઉચ્ચક રકમ મળવા બાબત : – ચાલુ નોકરીએ કર્મચારીનું મૃત્યુ થાય તો રહેમરાહે નોકરી આપવાનું સરકારે બંધ કરેલ છે . ચાલુ રાખવા ગુજરાત હાઈકોર્ટમાં અપિલ દાખલ કરેલ છે . નોકરીના સમયે ધ્યાનમાં રાખી ઉચ્ચક રકમ ચુકવાય છે . જે મેળવી લેવી . ( 13 ) સિનિયર સિટીજનના દાખલા બાબત ઃ— સિનિયર સિટીજનનો દાખલો રૂપિયા 20 ભરી મામલતદાર કચેરીએથી ફોટા સાથે મેળવી લેવો ઉંમરનો દાખલો સાથે આવી જાય છે . ( 1 ) ઈન્કમટેક્ષમાં રાહત મળે છે . ( 2 ) રેલ્વે અને વિમાનની મુસાફરીમાં કન્સેશન મળે છે . ( 3 ) બેન્ક અને એન.એસ.એસી . રોકાણ ૧ ટકા વ્યાજ મળે છે . ( 4 ) મુસાફરીમાં ઉપયોગી થાય છે . ( 14 ) સરકારી ગેસ્ટ હાઉસમાં લાભ મળવા બાબત : નિવૃત્તિ કર્મચારી / અધિકારીને તેના કુટુંબ સાથે રાજ્ય સરકારના ગેસ્ટ હાઉસમાં બીન ફરજ પરના કર્મચારી અધિકારી સમકક્ષ ગણી રહેવા જમવાની સગવડ છ દિવસ સુધીના સમયગાળા માટે આપવાનું ઠરાવેલ છે . ઓળખપત્ર ખાસ રજૂ કરવું.મકાન અને માર્ગ વિભાગના ઠરાવ નં . એવીએ / ૧૦૮૩ / સીએમ / ૧૮૯૬ ( ૧ ) , તા . 13-03-1997 ( 15 ) ઓળખપત્ર રાખવા બાબત ઃ ઓળખ પેન્શનર / કુટુંબ પેન્શનરે પોતાની પાસે હંમેશા સાથે રાખવું પેન્શનર ટ્રેઝરી ઓફીસરનું અને બીજા પણ સાથે રાખવાં . ( 16 ) બે પેન્શનરમાં મોંઘવારી ભથ્થુ મેળવવા બાબત : – પેન્શનર જુદી જુદી બે નોકરીમાં બે પેન્શન મેળવતાં હોય તેમને બંને તેન્શન ઉપર મોંઘવારી ભથ્થુ મળે છે . નાણાં વિભાગના તા . 20-01-1998 ના ઠરાવ તથા કેન્દ્ર સરકારનો સરક્યુલર તા . 04-12-1997 પેન્શન તા . 16-06-1999 ની સ્પષ્ટતા મુજબ . ( 17 ) તાત્કાલિક સારવાર બાબત ઃ— પેન્શનરને તાત્કાલિક સારવાર માટે સરકાર માન્ય હોસ્પિટલના બદલે અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હોય તો પણ કુલ રીએમ્બેસમેન્ટ મેળવવા હક્કદાર છે . ( 18 ) લઘુત્તમ પેન્શન બાબત ઃ લઘુત્તમ પેન્શનર રૂપિયા 9000 નક્કી કરેલ છે . તેના ઉપર મોંઘવારી ભથ્થું મેડીકલ વગેરે નીયમો મુજબ મળે છે . નાણાં વિભાગ ઠરાવ તા.13-04-2009

( 19 ) મકાન પેશગી માંડવાળ કરવા બાબત : – પેન્શનરના મૃત્યુના કિસ્સામાં મકાન પેશની મુદ્દત વ્યાજ સાથે માંડવાળ કરવા બાબત નાણાં વિભાગના ઠરાવ નં . ડીપીપી / ૧૦૯૨ – ૧૪૭૮/૯૬ ઝેટ -૧ , તા . 03-08-1996 માંડવાળ કરવા ઠરાવેલ છે . ( 20 ) માતા - પિતાને પેન્શન મળવા બાબત – પેન્શનરના મૃત્યુના સંજોગોમાં પતિ / પત્ની બાળકો ન હોય તો પેન્શનર આધારિત હોય તેવા માતા , પિતાને પેન્શન મળવાપાત્ર છે . નાણાં વિભાગના પત્ર નં . એન . વીટી / ૨૦૦૧ / ડી / ૪૯૭ / ૨ / પી , તા . 19/08/2002 ( 21 ) પેન્શન પાત્ર નોકરી બાબત : – ઓછામાં ઓછા પેન્શન પાત્ર નોકરીના વર્ષ 10 વર્ષ ગણાય છે . જી.સી.આર. 2002 પેન્શન , નિયમ –37 ( 1 ) મુજબ પેન્શનપાત્ર નોકરીના જરૂરી વર્ષ રોજમદાર કારીગર માટેના ઠરાવ તા.17-10-1988 ( 22 ) હોસ્પિટલમાં સિનિયર સીટીજન જુદી લાઈન રાખવા બાબત : હોસ્પિટલમાં કેશ કઢાવવા ડોક્ટરને બતાવવા અને દાવા કરાવવા અલગ લાઈન કરવા સામાજિક ન્યાય અને અધિકારીત કેન્દ્ર સરકારના હુકમો થયેલ છે . ઈન્કમટેક્ષની મર્યાદા વધુ - વ્યાજદર ૧ ટકા રેલ્વે , હવાઈ મુસાફરી પ ૦ ટકા રાહત વગેરે . ( 23 ) મા – બાપ અને વરિષ્ઠ નાગરિક બાબત : – મા – બાપ અને વરિષ્ઠ નાગરિક નિભાવ અને કલ્યાણ કેન્દ્રીય અધિનિયમ 56 , 2007 ના નિયમો અને ટ્રિબ્યુનલો 2009 જાણવા જોગ જુઓ . ( 24 ) માહિતી અધિકાર બાબત : જરૂર પડે માહિતી અધિકાર હેઠળ માહિતી અધિનિયમ , 2005 નિયમ નમૂનામાં ફોર્મ ભરી રૂપિયા 20 ના સ્ટેમ્પ લગાવી માહિતી મેળવવાની જોગવાઈ છે . ( 25 ) પેન્શન જગતમાં પ્રશ્ન પૂછી માહિતી મેળવવા બાબત – પેન્શનર મુંજવતા કોઈ પણ પ્રશ્ન હોય તો તે પેન્શન જગતના ગ્રાહકના પ્રશ્ન પૂછી તેનો જવાબ મેળવી પ્રશ્નની ચોખવટ મેળવી શકે . અંકમાં પ્રશ્નનો જવાબ આપવામાં આવે છે . પેન્શન જગતના ગ્રાહકને જ જવાબ આપવામાં આવે છે . જેથી ગ્રાહક નંબર અચુક લખવો . ( 26 ) નિવૃત્ત થયેલ અધિકારીશ્રી ઓળખ આપી શકે છે ઃ નિવૃત્ત થયેલ અધિકારીશ્રી ઓળખ આપી શકે છે . રહેઠાણના પુરાવા સાથે ઓળખ આપવાની જોગવાઈ કરેલ છે . સામાન્ય વહીવટી વિભાગના તા.12-01-2012 ના ઠરાવ નં . યું.આઈ.ડી .102009 યુ.ઓ. આર . – 45 એસ પાર્ટ ( ટુ ) થી જોગવાઈ કરેલ છે . ( 27 ) પેન્શન ઘટાડવા સ્થાગિત કરવા બાબત -- રાષ્ટ્ર વિરોધિ પ્રવૃિત્તિ તથા નિયમ ભંગની અત્યંત ગંભીર કાર્યવાહી કરે તો પેનશન ઘટાડવા સ્થગિત કરવાનો અધિકાર રાજ્ય કરી શકે છે . ગુજરાત સરકારના ૨૦૦૨ ના પેન્શન નિયમોના નિયમો – ૨૩ ( ૩ ) મુજબ ( 28 ) નિવૃત્તિ બાદ પુનઃ લગ્ન કરવા બાબત : – નિવૃત્તિ બાદ કરેલ પુનઃ લગ્ન રાજ્ય સરકારે માન્ય રાખેલ છે નાણાં ખાતાનાં ઠરાવ નં . ન . વ.તા.એફ. 1390 જી.ઓ. –૧–૩૦ - પી.આઈ એફ . 1390 –જી.ઓ. –130 – પી.આઈ. , તા . 15/09/2091 આ અંગે મેરેજ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે . જે ખાતામાંથી નિવૃત્તિ થયા હોય તે ખાતા મારફતે દરખાસ્ત મંજૂર કરાવી પીપીઓ બુકમાં નામ દખલ કરાવવું જરૂરી છે . ( 29 ) ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર એમ્બ્યુલન્સ સેવા બાબત ઃ– ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 1988 ની મહત્ત્વની ઉપયોગી જોગવાઈ કરવામાં આવી . દર્દીને ચાલવાનું અશક્ય હોય તો હોસ્પિટલ અને હોસ્પિટલ થી ઘર સુધી બંને તરફ આવવા - જવા માટે એમ્બ્યુલન્સ સેવા તરીકે સ્વીકારેલ છે નિયમ – ૨ ( ૭ ) છ મુજબ . ( 30 ) પેન્શનરને આવકનું પ્રમાણપત્ર મેળવવા બાબત : – નાણાં ખાતાના ઠરાવ – ડીપીપ - 1098-49696-8 - પી . , તા .24 / 04 / 2000 થી તિજોરી અધિકારીએ 30 જૂન સુધી મોકલી આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે , ઈન્કટેક્સ રીટર્ન વગેરે માટે ઉપયોગી છે .

 ( 31 ) 80 વર્ષ થી વધુ ઉંમરના પુરાવા માટે પ્રમાણ રજુ કરવા બાબત – 80 વર્ષ પૂરા થયેથી પેન્શનર - કટુંબ પેન્શનરને 20 ટકા , 30 ટકા , 40 ટકા , 50 ટકા પૂરા 100 ટકા મેળવવા જિલ્લા તિજોરી અધિકારીશ્રીને ઉંમરના પુરાવા કુટુંબ પેન્શનરને રજૂ કરવાના થાય છે . અભણ કટુંબ પેન્શનરે તબીબી પ્રમાણપત્ર માન્ય રાખવા કમિશનર આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ( તબીબી સેવાઓ ) ગુજરાત રાજ્ય ના જા.જ.6-1 -80 ના પ્રમાણપત્ર 11 તા . 27/12/2011 થી સિવિલ સર્જનની સહી થયેલ પ્રમાણપત્ર માન્ય રહે છે . ( 32 ) કેન્દ્ર સરકારના પેન્શનરોની અપરણિત પુત્રીને આજીવન પેન્શન બાબત ઃ કેન્દ્ર સરકાર વિધવા ત્યકતા અપરણિત પુત્રી આજીવન પેન્શન આપવા કેન્દ્ર સરકાર ના ઠરાવ નં.1-19-03 પી - એન્ડ –પી . ડબલ્યુ.ડી– ( સી ) તા.06-09-2007 થી ઠરાવેલ છે આ અંગે ગુજરાત સરકાર પાસે પેન્શનરોની માંગણી ચાલુ છે . ( 33 ) પેન્શનરે – કુટુંબ પેન્શનરે તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળમાં આજીવન સભ્ય ફી ભરી આપણા હક્કોની લડત અને સંગઠનમાં સહભાગી થવું . ( 34 ) વર્ષ 2021 માટે પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઈનો સમયગાળો વધારવા અંગે જીવન પ્રમાણ પોર્ટલ પર પણ ઓનલાઈન કરાવી શકાય છે . ( www.jeevanpramaan.gov.in ) નાણાં વિભાગના પત્ર તા .27 / 05 / 2021 ( 35 ) કુટુંબપેન્શન શરૂ કરવા અંગેની માહીતીનું પત્રક પેન્શન ચૂકવણા પત્ર તા .27 / 05 / 2021 ( 36 ) અવસાન પામેલ નિવૃત્ત સરકારી કર્મચારીના મુક - બધિર સંતાનને આજીવન કુટુંબ પેન્શન આપવા અંગે . નાણા વિભાગના તા .21 / 12 / 2018 ના પત્ર અન્વયે . ( 37 ) પેન્શન અદાલત યોજના અંગે . ( હિસાબ અને તિજોરી નિયામકના તા .03 / 08 / 2019 ના પત્ર અન્વયે . ) ( 38 ) વારસાઈ પ્રમાણપત્ર મેળવવા અંગે . ( નાણાવિભાગના તા .28 / 07 / 2018 ના પત્ર અન્વયે . ) ( 49 ) પેન્શનરના કુટુંબ પેન્શન કેસમાં નિવૃતિ / અવસાન સમયે પેન્શનર જે હોદા પર હોય તે હોદાને અનુરૂપ 50 % પેન્શન / 30 % કુટુંબ અંગે . ( નાણાવિભાગના તા .01 / 05 / 2018 ના પત્ર અન્વયે . ) ( 40 ) પેન્શન રીવીઝન સમયે કર્મચારી એ નિવૃતી સમયે મેળવેલી પગાર ધોરણ ઘ્યાનમાં લેવા અંગે . ( નાણાવિભાગના તા .12 / 03 / 2018 ના પત્ર અન્વયે . ) ( 41 ) પરવરીશ પેન્શન , જીવાયપેન્શન અને વિધવા આર્થિક સહાયમાં વધારો કરવા અંગે . ( નાણાવિભાગના તા .07 / 04 / 2015 ના પત્ર અન્વયે . ) ( 42 ) તા.01-01-2006 થી તા.13-04-2009 દરમીયાન નોશનલ ઈજાફા સાથે સ્વૈચ્છિક નિવૃત થયેલ . ( નાણાવિભાગના તા .10 / 10 / 2013 ના પત્ર અન્વયે . ) ( 43 ) પેન્શનના રૂપાંતર કરાયેલા ભાગનું 15 - વર્ષ બાદ પુનઃ સ્થાપન કરવા અંગે . ( નાણાવિભાગના તા .21 / 11 / 2010 ના પત્ર અન્વયે . ) ( 44 ) પોસ્ટલ મનિઓર્ડર દ્વારા પેન્શનનું ચુકવણું કરવા અંગે . ઓક્ટોબર- 2009 થી શરૂઆત . ( નાણાવિભાગના તા .22 / 03 / 2010 ના પત્ર અન્વયે . ) ( 45 ) 50 વર્ષથી મોટી ઉમરના મહિલા કુટુંબ પેન્શનરોને લગ્ન અથવા પુનઃ લગ્ન કરવા અંગેના પ્રમાણપત્ર રજુ કરવામાંથી મુક્તિ આપવા અંગે . ( નાણાવિભાગના તા .02 / 09 / 2009 ના અન્વયે . ) ( 46 ) અવસાન પામેલા સરકારી કર્મચારી અધિકારી પેન્શનરનાં શારીરિક અથવા માનસિક અશક્ત સંતાનને આજીવન કુટુંબ પેન્શન આપવા અંગે . ( નાણાવિભાગના તા .08 / 04 / 2009 ના પત્ર અન્વયે . ) ( 47 ) કુટુંબની વ્યાખ્યામાં માતા - પિતાનો સમાવેશ કરવા અને આવક મર્યાદા નક્કિ કરવા અંગે . ( નાણાવિભાગના તા .09 / 11 / 2004 ના પત્ર અન્વયે . ) ( 48 ) રાજ્ય ફેડરેશનનું મુખપત્ર " પેન્શનર જગત " નું નીચેના સરનામે લવાજમ ભરી તેના સભ્ય બની અદ્યતન કાર્યવાહીથી વાકેફ રહેવા વિનંતી છે . મંડળનું મુખ્ય અને પેન્શનર જગત કાર્યાલય : સ્ટેટ પેન્શનર્સ ફેડરેશન , જી / 1-2 " પોલોવ્યુ " પોલો ગ્રાઉન્ડ સામે , વડોદરા -1 ફોન : ( 0265 ) 241847 મો .9099946294 શાખા કાર્યાલય : ગુજરાત સ્ટેટ પેન્સનર્સ ફેડરેશન : 304 સ્વસ્તિક કોમ્પલેક્ષ , એસ -૧ , બીજો માળ , 17/22 , ના બસસ્ટેન્ડ પાસે , સેક્ટર – 22 , ગાંધીનગર ફોન : 3820222 ફોન . ( 079 ) 23246865


ઓળખપત્ર બાબત નાણા વિભાગે પેન્શનરોને ઓળખપત્ર અંગે પત્ર ક્રમાંકઃ પરચ / 5691 / પી -2 /તા.15-09-92 થી નિર્ણય કરેલ છે . પેન્શનર્સ ફેડરેશન તથા મંડળો મારફત આવા ઓળખપત્ર અપાય છે . ઓળખપત્રો ઉપર સંબંધિત તિજોરી પેટા તિજોરીના સહી સિક્કાથી અધિકૃત કરી આપવામાં આવે છે . ઓળખપત્ર ધરાવતા પેન્શનરને ઘણી બધી સવલતા મળતી હોય છે . નિવૃત્તિ સમયે સરકારી રેકર્ડમાં ચાલતા નામ પ્રમાણે જ બેંકમાં ખાતુ ખોલાવવું . હવે ઇ - પેમેન્ટ પ્રથા અમલમાં હોવાથી નામમાં ફેરફારથી પેન્શનર જમાં થવામાં મુશ્કેલી પડે છે . આથી બેંક ખાતામાં સ ૨ કા ૨ી રેકર્ડમાં દર્શાવ્યા મુજબના જ આખા નામ , અટક સાથે ખાતું ખોલાવવું તે પ્રમાણે આધાર કાર્ડ અને પાનકાર્ડ પણ મેચ થાય તે પ્રમાણે કરાવવા . ( 3 ) કુટુંબ પેન્શન મેળવવા શું કાર્યવાહી કરવી : – પેન્શનરના અવસાન પ્રસંગે – વારસદારે તિજોરી અધિકારીશ્રીને સાદા કાગળનાં પી.પી.ઓ. નંબર મરણના દાખલા સાથે અરજી કરવાની હોય છે . નિયુક્ત પત્રમાં જણાવેલ નિયુક્ત અવસાન તારીખ એક વર્ષમાં અરજી કરે અને રૂ .30,000 સુધીની બાકીના પેન્શનની રકમ મામલતદાશ્રીના સર્ટિફિકેટના આધારે મળવાપાત્ર બને છે . 1 લાખ સુધીની કરમ કલેક્ટરની અને ત્યાર પછી વધુ રકમ માટે ડી . મેજીસ્ટ્રેટશ્રીને પાવર હોય છે . ( 4 ) ઉતરક્રિયાનાં નાણાં મેળવવા શું કાર્યવાહી કરવી ? : પેન્શનરના અવસાન પ્રસંગે પેન્શનરે નિયુક્ત કરેલ વારસદાર એક માસના પેન્શન વત્તા મોંઘવારીની રકમ ઉત્તરક્રિયાના ખર્ચ તરીકે ચૂકવવામાં આવે છે . આ અંગે પેન્શનરે તેમની હયાતી દરમ્યાન તિજોરી અધિકારીશ્રીને નમૂના – 11 અને 12 ના ફોર્મ ભરી આપવાના રહે છે . જેથી પેન્શનરના મરણ પછી આવા હક્કદાવા મેળવવામાં નિયુક્તાને મુશ્કેલી પડે નહી . આ લાભ કુટુંબ પેન્શન મેળવતા પેન્શનરને લાગુ પડશે નહિં . પેન્શન ટ્રાન્સફર કરવા બાબત : એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અથવા એક તાલુકામાંથી બીજા તાલુકામાં પેન્શન ટ્રાન્સફર કરવા તિજોરી અધિકારીશ્રીને અરજી કરવાની હોય છે . નમુના - 14 મુજબ કરવાથી ટ્રેઝરી ઓફીસર તબદીલી કરી શકે છે . એક રાજયમાંથી બીજા રાજયમાં પેન્શન ટ્રન્સફર કરવા આવી જ કાર્યવાહી કરવાની હોય છે . પેન્શન પ્રો . કચેરી દ્વારા એ.જી. ઓફીસેથી તબદીલીથી કાર્યવાહી કરવાની રહે છે . વિકલાંગ પુત્ર - પુત્રીને કટુંબ પેન્શન ઃ ( 1 ) શારીરિક રીતે પુત્ર - પુત્રીને જીવન પર્યત કુટુંબ પેન્શન મળે છે . નાણા વિભાગના ઠરાવ નં . નવત / 1387 / જી.ઓ.આઈ પી.જે. તા.06-06-89 પેન્શનરે હયાતીમાં અરજી કરી લાભાર્થીનું નામ પી.પી. ઓ . માં લખાવવું . બે પત્નીના કિસ્સામાં કુટુંબ પેન્શન – ( 2 ) કુટુંબ પેન્શનની રકમ બે પત્નીના કિસ્સામાં એકના અવસાન પછી પેન્શન બંધ થવાને બદલે બીજી પત્નીને કુટુંબ પેન્શનની પહેલી પત્નીને મળતી રકમ પ્રમાણે ચુકવાશે . નાણા ખાતાના ઠરાવ નં . નવત / 1091 જી.ઓ.આઈ.એફ. એફ . / એમ- 01-03-92 ( 3 ) નિવૃત્તિ બાદ લગ્નથી પ્રાપ્ત સંતાનોને કુટુંબ પેન્શન મળવાપાત્ર થાય છે . સરકારી ઠરાવ તા.18-03-97 થી તા.01-01-2006 ધારણ કરેલ હોદ્દાના મિનિમમ પગાર બેન્ક + ગ્રેડ પે ના 50 ટકા પેન્શન તથા 30 ટકા મુજબ કુટુંબ પેન્શન મળે તેવી જોગવાઈ કરેલ છે . 




પેન્શન માટેની ઉપયોગી માહિતી તથા રાખવા જેવી ફાઈલ અંગે વધુ જાણો 

પેન્શન માટેની ઉપયોગી માહિતી તથા રાખવા જેવી ફાઈલ અંગે વધુ જાણો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR