FLN શિક્ષક માર્ગદર્શિકા વિદ્યાર્થીઓના વાચન , લેખન , ગણન જેવા પાયાના કૌશલ્યો માટે ઉપયોગી
મહત્વપૂર્ણ લિંક
FLN શિક્ષક માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
FLN શિક્ષક માર્ગદર્શિકા વિદ્યાર્થીઓના વાચન , લેખન , ગણન જેવા પાયાના કૌશલ્યો માટે ઉપયોગી
FLN શિક્ષક માર્ગદર્શિકા વિદ્યાર્થીઓના વાચન , લેખન , ગણન જેવા પાયાના કૌશલ્યો માટે ઉપયોગી
આ માર્ગદર્શિકા વિશે .... સ્નેહપૂર્વક નમસ્કાર ! આપ સૌ જાણો છો એમ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ‘ School of Excellence ' કાર્યક્રમ અમલમાં મૂકાયો છે . ‘ નિપુણ ભારત ’ ( NIPUN BHARAT - National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy ) માં પણ વિદ્યાર્થીઓના વાચન , લેખન , ગણન જેવા પાયાના કૌશલ્યો ઉપ ૨ જ વિશેષભાર મૂકવામાં આવ્યો છે . ‘ નિપુણ ભારત ’ અને ‘ School of Excellence ’ જેવા પ્રકલ્પથી તો હવે આપ સૌ પરિચિત થઇ ગયા હશો . ‘ School of Excellence ' પ્રકલ્પનું અમલીકરણ હાલ જિલ્લાની કેટલીક શાળાઓમાં થઇ રહ્યું છે . સમયાંતરે અન્ય શાળાઓમાં પણ આ ઉપક્રમ લાગુ થવાનો છે ત્યારે મહેસાણા જિલ્લાની શાળાઓ આ પ્રકલ્પ અંતર્ગત ઉત્કૃષ્ટ દેખાવ કરે એવી અપેક્ષા સહજ છે . આ અપેક્ષા પૂરી કરવા માટે આપણે સૌએ પૂરી નિષ્ઠા અને પ્રતિબદ્ધતાપૂર્વક કામ કરવાની આવશ્યકતા છે અને આપણે એ રીતે આગળ પણ વધી રહ્યા છીએ . આ પ્રકલ્પમાં પણ આપણે અગ્રેસર રહીએ અને તે અંતર્ગત જે કંઈ અપેક્ષાઓ છે એ પૂરી થઇ શકે એવું લક્ષ્ય નિર્ધારિત કરીએ . આ લક્ષ્ય સુધી પહોંચવા માટે જ ખાસ રીતે તૈયાર કરવામાં આવેલ ‘ FLN શિક્ષક માર્ગદર્શિકા ’ આપ સુધી પહોંચાડતાં આનંદ અનુભવું છું . વાચન , લેખન , ગણનની જે સર્વસામાન્ય અપેક્ષાઓ છે એને પૂરી કરવા માટે ગુજરાતી અને ગણિત વિષયમાં પદ્ધતિશાસ્ત્ર અને લર્નિગઆઉટકમને ધ્યાનમાં રાખીને આ માર્ગદર્શિકા તૈયાર કરી છે . જેમાં વિદ્યાર્થીઓના વાચન , લેખન , ગણનની હાલની સ્થિતિ જાણીને પ્રવર્તમાન સ્થિતિને કેવી રીતે સમૃદ્ધ કરવી એ માટેના વિષયવસ્તુ સહિતના માર્ગદર્શક કદમ અને પગલાં એમાં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે . આ સમગ્ર સાહિત્ય મહેસાણા જિલ્લાના ગુજરાતી અને ગણિત વિષયના નિષ્ણાત અને ઉત્સાહી શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે . મને એ જણાવતાં આનંદ થાય છે કે આ શિક્ષકોએ આ સમગ્ર કાર્ય શાળા સમય સિવાય અને એ પણ કોઈ આર્થિક લાભની કે અન્ય અપેક્ષા વગર માનદ્ સેવાથી સમયદાન આપીને કર્યું છે . એટલું જ નહીં ભવિષ્યમાં પણ આ શિક્ષકો FLN અંતર્ગત જ્યાં અને જ્યારે જરૂર પડે ત્યારે માર્ગદર્શન આપતા રહેવાના છે . ગુજરાતી વિષયમાં રાજ્ય કક્ષાએથી શ્રી હરેશભાઈ ચૌધરી અને ગણિત વિષયમાં શ્રી સુચિતભાઈ પ્રજાપતિનું આ સાહિત્ય નિર્માણમાં સતત માર્ગદર્શન મળતું રહ્યું છે . તે માટે તેઓનો હૃદયપૂર્વક આભાર માનું છું . જિલ્લાના કર્મઠ શિક્ષકોએ તૈયાર કરેલ આ ‘ FLN શિક્ષક માર્ગદર્શિકા'ની સમીક્ષા જીસીઈઆરટી દ્વારા કરવામાં આવી છે . એ સમીક્ષા પછી જરૂરી સુધારા બાદ આ માર્ગદર્શિકા આપ સુધી પહોંચાડવામાં આવી છે . મારી આપ સૌ શિક્ષક મિત્રોને વિનંતિ છે કે આ માર્ગદર્શિકાનો યોગ્ય ઉપયોગ કરીને આપના વિદ્યાર્થીઓને લાભાન્વિત કરીને આપની શાળાનો અપેક્ષિત દેખાવ કરવામાં ખંતપૂર્વકની ભૂમિકા ભજવશો . મને પૂરી શ્રદ્ધા છે કે આ માર્ગદર્શિકા જે હેતુઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે એ હેતુઓ યોગ્ય રીતે પૂરા થશે . ગુજરાતી વિષયના સાહિત્ય વિશે .... ધોરણ ૨ થી ૮ ના વિદ્યાર્થીઓને પાયાગત વાચન - લેખન કૌશલ્ય શીખવવા માટે શિક્ષકને મદદ કરી શકાય એ પ્રકારની સામગ્રીનું નિર્માણ કરવામાં આવેલ છે . નિદાન કસોટી અને લેડર પેજ -૧ ના QR Code માંથી મેળવવાના રહેશે . બાકીના QR Code શિક્ષકોને સાહિત્ય સમજ મળે તે માટે જ છે . QR Code ને સ્કેન | ક્લિક | ટચ કરવાથી ગુજરાતી વિષયની સામગ્રી કે વીડિયો સરળતાથી જોઈ શકશો . • ધોરણ ૨ થી ૮ ની આપવામાં આવેલ નિદાન કસોટી લેવી .
નિદાન કસોટીના આધારે એ નક્કી થશે કે કયા વિદ્યાર્થીને કયા અક્ષરો કે માત્રાઓ ઓળખવામાં કે લખવામાં મુશ્કેલી છે . • વિદ્યાર્થીને જે અક્ષરો કે માત્રાઓમાં મુશ્કેલી હોય તેના ઉપર વધુ ભાર આપવો અને તે અક્ષરો કે માત્રાઓ જે ક્દમમાં હોય તે કદમની સામગ્રીનો ઉપયોગ કરી મહાવરો ઉપચારાત્મક કાર્ય કરાવવું . આ માટે સ્લેટ , નોટબુક વગેરેનો ઉપયોગ કરવો . ઉપચારાત્મક કાર્યમાં સમાવિષ્ટ દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત રીતે મુખરવાચનમાં ત્રણથી પાંચ મિનિટનો સમય મળવો જોઈએ . • દરેક વિદ્યાર્થીને દરરોજ શ્રુતલેખન અને સ્વતંત્રલેખનની તક મળવી જોઈએ . દરેક વિદ્યાર્થીના શ્રુતલેખન અને સ્વતંત્રલેખનની શિક્ષક દ્વારા ચકાસણી એ જ દિવસે થવી જોઈએ . ૦ આસાહિત્યમાં કદમ -૧ થી ૧૦ માં નિયત મૂળાક્ષરો અને માત્રાઓની ઉપચારાત્મક કાર્ય સામગ્રી આપેલ છે . દરેક વિદ્યાર્થીને એની વ્યક્તિગત જરૂરિયાત મુજબના કદમની સામગ્રીનું ઉપચારાત્મક શિક્ષણકાર્ય કરાવવું . * કદમ -૧૧ માંવાચન - અર્થગ્રહણ અને સ્વતંત્રલેખનની વિશેષ સામગ્રી આપવામાં આવેલી છે . ગણિત વિષયના સાહિત્ય વિશે ... ૦ ધોરણ ૨ થી ૮ ના વિદ્યાર્થીઓના ગણન કૌશલ્યના નિદાનના આધારે સઘન ઉપચારાત્મક કાર્ય માટે શિક્ષકોને મદદરૂપ થવાના હેતુથી ગણિતના આ સાહિત્યનું નિર્માણ કરવામાં આવેલ છે . • આ મોડ્યુલમાં ગણિત વિષયનું સાહિત્ય ધોરણ – ૨ થી ૮ ના વિદ્યાર્થીઓના ઉપચારાત્મક કાર્યને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવેલ છે . • આ મોડ્યુલમાં સંખ્યાજ્ઞાન , ચાર ગાણિતિક ક્રિયાઓ અને માપનના એકમો ( નાણું , લંબાઇ , વજન , ગુંજાશ , સમય ) નો સમાવેશ કરવામાં આવ્યો છે . • એકમોની સંકલ્પનાઓને નાના - નાના પગલાંમાં વિભાજિત કરવામાં આવી છે . આવા કુલ ૬૩ પગલાં છે . • દરેક એકમોમાં જરૂરિયાત મુજબ સંકલ્પનાઓની સમજૂતી આપવામાં આવી છે . કોઇપણ ધોરણમાં ભણતા વિદ્યાર્થીની તેના અગાઉ ધોરણ સુધીની FLN સંબંધિત સંકલ્પનાઓ સિદ્ધ થાય તે રીતે આ સાહિત્ય તૈયાર કરવામાં આવેલ છે . જેમ કે ‘ ધોરણ -૫ કે તેથી ઉપરના ધોરણ માટે ' - ધોરણ -૧ થી ૪ સુધીની FLN સંબંધિત તમામ સંકલ્પનાઓના મુદ્દાઓનો સમાવેશ કરેલ છે . પેજ નંબર ૪૧ ઉપર મૂકેલ QR Code ના ઉપયોગથી ધોરણ – ૨ થી ૮ ની નિદાન કસોટીઓ અને મૂલ્યાંકન શીટ મેળવી શકીશું . દરેક પગલાંમાં નમૂનારૂપ દાખલા મહાવરારૂપે આપવામાં આવેલ છે . જરૂર જણાય તો તેજ રીતે વિદ્યાર્થીઓને વધુ દાખલા કોયડાઓનો મહાવરો કરાવવો . • આ માર્ગદર્શિકામાં સંખ્યાજ્ઞાન , સરવાળા , બાદબાકી , ગુણાકાર , ભાગાકાર , નાણું , લંબાઇ , વજન , ગુંજાશ , સમય ક્રમશઃ વિકાસાત્મક ક્રમમાં આપેલ છે . જેથી વિદ્યાર્થી કચાં અટકે છે તે જાણી ત્યાંથી તેનું ઉપચારાત્મક કાર્ય શરૂ કરવું . • પ્રત્યેક પગલાંમાં આપેલ મહાવરો વિદ્યાર્થીઓને જરૂરિયાત મુજબ સ્લેટ , નોટબુક કે વર્કબુકમાં કરાવવો .• ગણિત સાહિત્યમાં આપેલ મહાવરાના ઉદાહરણ આપ બદલી શકો છો . સ્થાનિક પરિસ્થિતિ મુજબ ઉદાહરણો , TLM અને અન્ય શૈક્ષણિક સાધન - સામગ્રીનો ઉપયોગ કરવો . • જરૂર જણાય તો આ સાહિત્યમાં મૂકવામાં આવેલ રમતો કે પ્રવૃત્તિઓ સિવાયની તમે જાણતા હોય તેવી અન્ય રમતો કે પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને કરાવવી . દરેક એકમમાં તેને અનુરૂપ વીડિયો લિંક | QR Code આપવામાં આવેલ છે . વધુ સમજ અને જાણકારી માટે તેનો ઊપયોગ કરવો . QR Code નેસ્કેન ક્લિક ટચ કરવાથી ગણિત વિષયની સામગ્રી કે વીડિયો સરળતાથી જોઈ શકશો . • ગણિત વિષયના તૈયાર કરેલ આ સાહિત્યમાં તમામ અંકો ગુજરાતીમાં લખેલ છે . ધોરણ -૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી અંકોનો ઉપયોગ કરવો . સઘન ઉપચારાત્મક કાર્ય અંતર્ગત વધુમાં વધુ વિદ્યાર્થીઓ મેઈન સ્ટ્રીમ થાય તેવા પ્રયત્નો કરવા . આપ જોઈ શકશો કે ગુજરાતી વિષયમાં કદમ અને ગણિત વિષયમાં પગલાં આધારિત સાહિત્ય પદ્ધતિસર તૈયાર કરી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે . આપસૌ કદમ પગલાં ક્રમ મુજબ યોગ્ય રીતે પસાર કરી અપેક્ષિત પરિણામ મેળવશો તો આ વિષયવસ્તુનો યોગ્ય ઉપયોગ થયેલો ગણાશે . મને પૂરી શ્રદ્ધા છે કે જિલ્લાના સૌ સારસ્વત મિત્રો આ માર્ગદર્શિકાનો ઉચિત ઉપયોગ કરશે .
FLN શિક્ષક માર્ગદર્શિકા વિદ્યાર્થીઓના વાચન , લેખન , ગણન જેવા પાયાના કૌશલ્યો માટે ઉપયોગી