ફીઝીકલ એજ્યુકેશન માટે ફાઉન્ડેશનલ લેવલ ટ્રેનીંગમાં રજીસ્ટ્રેશન કરવા બાબત

Join Whatsapp Group Join Now

ફીઝીકલ એજ્યુકેશન માટે ફાઉન્ડેશનલ લેવલ ટ્રેનીંગમાં રજીસ્ટ્રેશન કરવા બાબત


મહત્વપૂર્ણ લિંક

રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો 


ફીઝીકલ એજ્યુકેશન માટે ફાઉન્ડેશનલ લેવલ ટ્રેનીંગમાં રજીસ્ટ્રેશન કરવા બાબત







ફીઝીકલ એજ્યુકેશન માટે ફાઉન્ડેશનલ લેવલ ટ્રેનીંગમાં રજીસ્ટ્રેશન કરવા બાબત


  ફીઝીકલ એજ્યુકેશન માટે ફાઉન્ડેશનલ લેવલ ટ્રેનીંગમાં રજીસ્ટ્રેશન કરવા બાબત . સંદર્ભ- MoE ભારત સરકારશ્રીના પત્રક્રમાંક F.N.13-3 / 2022 - IS.4 તા .૧૯.૦૭.૨૦૨૨ અન્વયે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ભારત સરકારશ્રી ધ્વારા “ ફીટ ઇન્ડિયા ” કાર્યક્રમ અમલીકૃત છે . આ કાર્યક્રમ અંતર્ગત યોગા , શારીરિક રમતો , શારીરિક કસરતો , નિબંધ / કાવ્ય સ્પર્ધા , માનસિક સ્વસ્થતા અંગે જાગૃતતા હાથ ધરવા માટેની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે . આ કાર્યક્રમ અંતર્ગત ફીટ ઇન્ડિયા વીકનું આયોજન , FIT INDIA FREEDOM RUN , ખેલો ઇન્ડિયા ફીટનેશ એસેસમેન્ટ , ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન , ફીટ ઇન્ડીયા ક્વીઝ જેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ છે , ઉપરોક્ત સંદર્ભ દર્શિત પત્ર અન્વયે જણાવવાનું કે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા ( SAI ) ધ્વારા ફીટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે . ફીટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ફીઝીકલ એજ્યુકેશન માટે શાળાના એક શિક્ષકને ફાઉન્ડેશનલ લેવલ ટ્રેનીંગ આપવા અંગે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા ધ્વારા LAKSHMIBAI NATIONAL COLLEGE OF PHYSICAL EDUCATION THIRUVANANTHAPURAM ( LNCPE ) આયોજિત ઓનલાઈન ટ્રેનીંગનું આયોજન કરવામાં આવેલ છે . આ ટ્રેનીંગ તા .૨૫.૦૭.૨૦૨૨ , સોમવારથી તા .૩૦.૦૮.૨૦૨૨ , મંગળવાર દરમિયાન ઓનલાઈન માધ્યમથી આપવામાં આવનાર છે . આ ટ્રેનીંગમાં ફીટ ઇન્ડિયા / ખેલો ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત શાળા કક્ષાએથી એક શિક્ષકને ફાઉન્ડેશનલ લેવલ ટ્રેનીંગ આપવામાં આવશે . આ ટ્રેનીંગમાં ભાગ લેનાર શિક્ષકશ્રી ૭૦ % કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરશે તેઓને “ સર્ટિફિકેટ ઓફ મેરીટ ” પણ આપવામાં આવનાર છે . આ ઓનલાઈન ટ્રેનીંગમાં રજીસ્ટ્રેશન કરવા માટેની લીંક અને સમયપત્રક આ સાથે સામેલ છે . ઉક્ત બાબતને ધ્યાને લઇ આપના જિલ્લાની તમામ પ્રાથમિક , માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ( સરકારી , ગ્રાન્ટેડ , નોન ગ્રાન્ટેડ ) , KGBV , આશ્રમશાળા , મોડેલ સ્કુલ તથા મોડેલ ડે સ્કુલ તથા અન્ય તમામ પ્રકારની શાળામાંથી એક શિક્ષકને આપેલ લીંક મારફત રજીસ્ટ્રેશન કરવા તથા રજીસ્ટ્રેશન કર્યા બાદ ફીઝીકલ એજ્યુકેશન માટે ફાઉન્ડેશનલ લેવલ ટ્રેનીંગમાં ઓનલાઈન જોડાવા આપની કક્ષાએથી જાણ કરવા વિનંતી છે . રજીસ્ટ્રેશન માટેની લીંક- https // schoolfitness.kheloindia.gov.in / soogleform.aspx 



ફીઝીકલ એજ્યુકેશન માટે ફાઉન્ડેશનલ લેવલ ટ્રેનીંગમાં રજીસ્ટ્રેશન કરવા બાબત

ફીઝીકલ એજ્યુકેશન માટે ફાઉન્ડેશનલ લેવલ ટ્રેનીંગમાં રજીસ્ટ્રેશન કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR