ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન / અરણ્ય ઉદ્યાન ( તા.જિ. ગાંધીનગર ) ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિરના આયોજન બાબત
ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન / અરણ્ય ઉદ્યાન ( તા.જિ. ગાંધીનગર ) ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિરના આયોજન બાબત
ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન / અરણ્ય ઉદ્યાન ( તા.જિ. ગાંધીનગર ) ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિરના આયોજન બાબત
ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન / અરણ્ય ઉદ્યાન ( તા.જિ. ગાંધીનગર ) ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિરના આયોજન બાબત નમસ્તે !! ગીર ’ ફાઉન્ડેશન , ગાંધીનગર દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને આપણી કુદરતી સંપદા , વન અને વન્ય જીવસૃષ્ટિ તથા નૈસર્ગિક સ્ત્રોતોના સંરક્ષણનું મહત્ત્વ સમજાય અને પર્યાવરણની જાળવણીની અગત્યતા સમજી શકે તે હેતુથી આ શૈક્ષણિક શિબિરનું આયોજન કરે છે જેમાં વિધાર્થીઓ પ્રકૃતિની ગોદમાં રહી પ્રકૃતિના વિવિધ પાસાઓ અંગેની જાણકારી અને શિક્ષણ પ્રાપ્ત કરે છે . આ વર્ષે અત્રેની કચેરી હસ્તકના ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન / અરણ્ય ઉદ્યાન ખાતે સને 2022-23 માટે બે રાત્રિ મુકામ સહિતની ત્રણ દિવસની એક એવી 40 જેટલી પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજવાનું આયોજન છે . પ્રકૃતિ શિક્ષણ શિબિરો જુલાઈ માસથી શરૂ કરવામાં આવશે . જેમાં આપના જિલ્લાની પ્રાથમિક ( ધો . 7-8 ના વિધાર્થીઓ ) / માધ્યમિક ( ધો . 9-10 ના વિધાર્થીઓ ) અને ઉચ્ચતર માધ્યમિક ( ધો . 11-12 ના વિધાર્થીઓ ) શાળાઓ ભાગ લઈ શકશે . પ્રત્યેક શિબિરમાં એક સમયે એક જ શાળાના 46 વિધાર્થીઓ અને 4 શિક્ષકો એમ કુલ 50 શિબિરાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે . જે અંગે આપના તાબા હેઠળની શાળાઓને આપની કક્ષાએથી જાણ કરવા વિનંતી છે . રસ ધરાવતી શાળાઓ નાયબ નિયામકશ્રી ( ઈ.ઈ. ) , ‘ ગૌર ’ ફાઉન્ડેશન , ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન , પી.ઓ. સેક્ટર – 7 , ગાંધીનગર – 382007 ને ઉદ્દેશીને ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન / અરણ્ય ઉદ્યાન ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં ભાગ લેવા બાબતના વિષય સાથે વિનંતીપત્ર મોકલી શકે છે . પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં ભાગ લેવા માટેની શરતો અને વિનંતીપત્રનો નમુનો આ સાથે સામેલ છે . આપની કક્ષાએથી યોગ્યતે કાર્યવાહી થવા વિનંતી સહ , બિડાણઃ ( 1 ) શિબિરમાં ભાગ લેવા માટેની શરતો ( 2 ) શિબિરમાં ભાગ લેવા માટે વિનંતીપત્રનો નમુનો Duma ( આર.બી. સોલંકી ) “ ગીર ” ફાઉન્ડેશન , ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન , પો.ઓ. સેકટર – ૭ , ગાંધીનગર - ૩૮૨ ૦૦૭ , ગુજરાત ફોન : ( ૦૭૯ ) ૨૩૯૭૭૩૦૦ , ૨૩૨૨૬૮૨૯ , ફેક્સ : ( ૦૭૯ ) ૨૩૯૭૭૩૧૩ E - Mail : geer.ngc@gmail.com , Website : www.geerfoundation.gujarat.gov.in
GEER FOUNDATION Gujarat Ecological Education and Research Foundation પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં ભાગ લેવા માટેના નિયમો 1 , શિબિરની વ્યવસ્થા અને ખર્ચની જવાબદારી આ શિબિરોનું આયોજન રાજ્ય સરકારની નાણાંકીય સહાયથી ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ( ગીર ) ફાઉન્ડેશન , ગાંધીનગર દ્વારા થાય છે . શાળાએ શિબિરના સ્થળે પહોંચવાની તથા ત્યાંથી પાછા ફરવાની પરિવહન વ્યવસ્થા અને ખર્ચની જવાબદારી ભાગ લેનાર શાળાની રહેશે . શિબિર દરમ્યાન ભોજન વ્યવસ્થા તથા શિક્ષણનો પ્રબંધ ગીર ફાઉન્ડેશન વિનામૂલ્યે કરશે . આ શિબિરોના સંચાલક તરીકે સંબંધિત પરિક્ષેત્ર વન અધિકારીશ્રી તથા સંસ્થા દ્વારા નિયુક્ત પ્રતિનિધિશ્રી રહેશે , જેમની સૂચનાનું પાલન તમામ શિબિરાર્થીઓએ કરવાનું રહેશે . 2 , શિબિર માટે આરક્ષણ શિબિરમાં ભાગ લેવા ઈચ્છતી હોય તેવી શાળાઓએ નાયબ નિયામકશ્રી ( ઈ.ઈ. ) , ' ગીર ફાઉન્ડેશન , ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન , પી.ઓ. સેક્ટર – 7 , ગાંધીનગર – 382007 ને ઉદ્દેશીને વિનંતીપત્ર મોકલવાનો રહેશે . વિનંતીપત્ર વહેલા તે પહેલા ના ધોરણે ગ્રાહ્ય ગણાશે અને શિબિરની તારીખ તે મુજબ ફાળવવામાં આવશે . 3 , શિબિરાર્થી જૂથ : શિબિર માટેનું દરેક જૂથ ૪૬ વિદ્યાર્થીઓ તથા ૪ શિક્ષકોનું રહેશે . જો શિબિર જૂથમાં વિધાર્થીનીઓ હશે તો એક શિક્ષિકા ફરજીયાત સાથે લાવવાના રહેશે . શિબિરાર્થીઓમાં માંદગી ધરાવતા વિધાર્થીઓનો સમાવેશ કરવો નહિ . વિદ્યાર્થીઓ સાથે આવેલા શિક્ષકોએ સુખાકારી તેમજ સલામતીનું ધ્યાન રાખવાનું રહેશે . કોઈપણ જાતના કુદરતી અકસ્માત કે અન્ય ઘટના અંગે ‘ ગીર ફાઉન્ડેશનની જવાબદારી રહેશે નહિ . 4 , આ એક શૈક્ષણિક કાર્યક્રમ હોવાથી શિબિરાર્થીઓ દ્વારા શિસ્ત જાળવી નિયમોનું પાલન કરવામાં આવે તે અતિ આવશ્યક છે . 5 , શું સાથે રાખવું શિબિરમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થી તથા શિક્ષકે ચપ્પલ કે સ્લિપરની જગ્યાએ કેનવાસ કે અન્ય બુટ પહેરવા તે સગવડ તેમજ સલામતીભર્યું છે . નોંધ કરવા માટે પેન / પેન્સીલ અને પેડ સાથે રાખવા ફરજીયાત છે . તેમજ જરૂરિયાત મુજબ નાની ટોર્ચ અને દુરબીન ( હોય તો ) સાથે રાખી શકાય . પાથરવાનું અને ઓઢવાનું અત્રેથી આપવામાં આવશે તેમ છતાં વ્યક્તિગત જરૂરિયાત મુજબ સાથે લાવવું હોય તો લાવી શાકાય . શિબિરાર્થીઓએ માન મર્યાદા જળવાય તેવા કપડા પહેરવા ; આખી બાંયના શર્ટ કે ટીશર્ટ વન વિસ્તારમાં ભ્રમણ માટે યોગ્ય રહે છે . તેમજ ઋતુને અનુરૂપ સામાન સાથે રાખી શકાય . 6 , અન્ય બા પ્રકૃતિને નુકશાન કર્તા , ધોંધાટ ફેલાવતા સાધનો જેવા કે મોબાઇલ કે અન્ય કોઇ અવાજ ઉત્પન્ન કરતા તેમજ ઇલેક્ટ્રોનિક સાધનો , રમત - ગમતના સાધનો સાથે લાવવા નહિ અન્યથા જપ્ત કરવામાં આવશે તેની સમગ્ર જવાબદારી જે તે શાળાની રહેશે . અગ્નિ પ્રગટાવવાની કે ધુમ્રપાન કરવાની સખત મનાઈ છે .
ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન / અરણ્ય ઉદ્યાન ( તા.જિ. ગાંધીનગર ) ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિરના આયોજન બાબત