STEM based Digital Equalizer Program શરૂ કરવાની મંજુરી આપવા

Join Whatsapp Group Join Now

 STEM based Digital Equalizer Program શરૂ કરવાની મંજુરી આપવા


મહત્વપૂર્ણ લિંક

STEM based Digital Equalizer Program શરૂ કરવાની મંજુરી આપવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


STEM based Digital Equalizer Program શરૂ કરવાની મંજુરી આપવા




STEM based Digital Equalizer Program શરૂ કરવાની મંજુરી આપવા


 STEM based Digital Equalizer Program શરૂ કરવાની મંજુરી આપવા બાબત સંદર્ભ : ૧. અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશનનો તા : ૨૯ / ૦૩ / ૨૦૨૨ નો પત્ર . ૨. અત્રેની શાખાની નોંધ પર તા . ૦૮/૦૪/૨૦૨૨ ના રોજ માન . એસ.પી.ડી.શ્રી દ્વારા મળેલ મંજુરી . નમસ્કાર , ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે સંદર્ભ ( ૧ ) માં દર્શાવેલ આપની સંસ્થા અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશનને આપના દ્વારા નક્કી કરવામાં આવેલ વર્ષ - ૨૦૨૨-૨૩ દરમિયાન ૧૫ જાન્યુઆરી ૨૦૨૨ થી સાબરકાંઠા જિલ્લાની ૩ શાળાઓમાં તેમજ ૧ અપ્રિલ ૨૦૨૨ થી અમરેલી જિલ્લાની ૮૬ શાળાઓ , વડોદરા જિલ્લાની ૬૦ શાળાઓ , સુરત જિલ્લાની ૪૨ શાળાઓ , ભરૂચ જિલ્લાની ૧ શાળામાં ધોરણ -૬ થી ૧૦ માં વિજ્ઞાન અને ગણિત વિષયની અધ્યયન નિષ્પતિઓમાં સુધારો લાવવા માટે STEM based Digital Equalizer Program શરૂ કરવાની મંજુરી નીચે મુજબની શરતોને આધિન આપવામાં આવે છે . ઉપરોક્ત વિષય અન્વયે સંદર્ભ ( ૨ ) માં સૂચવ્યા મુજબ અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ ને સ્વ ખર્ચે STEM based Digital Equalizer Program શરૂ કરવા માટેની મંજુરી આપવામાં આવે છે . પ્રોજેક્ટ અંગેનો તમામ ખર્ચ " ધ અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન " સંસ્થા દ્વારા કરવાનો રહેશે . . . પ્રોજેક્ટ અંગેના શૈક્ષણિક સામગ્રી / સાહિત્યનુ GCERT પાસે મંજુરી મેળવવાની રહેશે . . ઈ કન્ટેન્ટ મુજબની સામગ્રી GET ( ગુજરાત એજ્યુકેશન ટેકનોલોજી લીમીટેડ , શિક્ષણ વિભાગ , ગાંધીનગર ) પાસે મંજુરી મેળવવાની રહેશે . • પ્રોજેક્ટ માટે પસંદ થયેલી શાળાના સમયપત્રકને અનુકૂળ થઈને કાર્ય કરવાનું રહેશે . પ્રોજેક્ટ માટે પસંદ થયેલી શાળાના શિક્ષકો અને બાળકોને તથા શાળામાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ખલેલ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે . .

• પ્રોજેક્ટ અંતર્ગત શાળાના શિક્ષકો -આચાર્ય કે બાળકોની કોઇપણ તાલીમ કે મીટીગ શાળા સમય દરમિયાન યોજી શકાશે નહિ . • પ્રોજેક્ટ અંતર્ગત શાળાના શિક્ષકને ઓન - સ્પોટ મદદ મળી રહે તે માટેની યોગ્ય વ્યવસ્થા અને આયોજન સંસ્થા દ્વારા કરવાનું રહેશે . . સંસ્થા દ્વારા તમામ આયોજન અંગે શાળા , તાલુકા કચેરી અને જિલ્લા કચેરી અને અત્રેની કચેરીને માહિતગાર કરતા રહેવાનું રહેશે . . સંસ્થાએ પ્રોજેક્ટ દરમિયાન શાળાના સ્ટાફ અને બાળકો સાથે તથા તાલુકા અને જિલ્લા કચેરી સાથે સહકારયુક્ત વાતાવરણ બનાવી રાખવાનું રહેશે . .. સંસ્થાએ સમયાંતરે આ પ્રોજેક્ટની અસરકારતા ચકાસતા રહીને અત્રેની કચેરીને માહિતગાર કરવાનું રહેશે . . અત્રેની કચેરી દ્વારા સમયાંતરે આ પ્રોજેક્ટનું મુલ્યાંકન કરવામાં આવે તે સમયે સંસ્થાએ સંકલનમાં રહેવાનું રહેશે . . સરકારશ્રીની કોરોના ગાઈડલાઈનની ચૂસ્ત અમલવારી કરવાની રહેશે . ઉપરોક્ત સૂચનાઓ ધ્યાને લઇ દર્શાવેલ જીલ્લાઓ પૈકીની કુલ ૧૯૨ શાળાઓમાં શાળાઓમાં સદર કામગીરી અર્થે મંજુરી આપવામાં આવે છે . પસંદ થયેલ શાળાઓની યાદી અત્રે બિનચૂક મોકલી આપવી . સંદર્ભ પત્ર ૧ માં જણાવ્યા મુજબ સંસ્થા વિદ્યાજલી પોર્ટલ પર રજીસ્ટર થયેલ છે . અને શાળાઓને વિવિધ પ્રકારના શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ કરાવવા સહાયરૂપ બનવા જણાવેલ છે , જે ધ્યાને લઇ આગામી સમયમાં ઉપરોક્ત કામગીરી અર્થે સહયોગ આપવા જણાવવામાં આવે છે . 


STEM based Digital Equalizer Program શરૂ કરવાની મંજુરી આપવા

STEM based Digital Equalizer Program શરૂ કરવાની મંજુરી આપવા Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR