P.M. POSHAN ( M.D.M ) યોજના હેઠળ આવરી લેવાયેલ શાળાઓમાં સ્વચ્છ અને ગુણવતા - યુકત ભોજન આપવા સબંધે તકેદારી / ચકાસણી રાખવા બાબત
મહત્વપૂર્ણ લિંક
P.M. POSHAN ( M.D.M ) યોજના હેઠળ આવરી લેવાયેલ શાળાઓમાં સ્વચ્છ અને ગુણવતા - યુકત ભોજન આપવા સબંધે તકેદારી / ચકાસણી રાખવા બાબત
P.M. POSHAN ( M.D.M ) યોજના હેઠળ આવરી લેવાયેલ શાળાઓમાં સ્વચ્છ અને ગુણવતા - યુકત ભોજન આપવા સબંધે તકેદારી / ચકાસણી રાખવા બાબત
P.M. POSHAN ( M.D.M ) યોજના હેઠળ આવરી લેવાયેલ શાળાઓમાં સ્વચ્છ અને ગુણવતા - યુકત ભોજન આપવા સબંધે તકેદારી / ચકાસણી રાખવા બાબત . શ્રીમાન , જયભારત સહ ઉપરોકત વિષય બાબતે જણાવવાનું કે , P.M. POSHAN ( M.D.M ) યોજના હેઠળ કોરોના મહામારી બાદ રાજ્યના તમામ મહાનગરપાલિકા વિસ્તાર તથા જિલ્લા વિસ્તારમાં ૭૦૦ કરતાં વધુ દિવસ બાદ પ્રાથમિક શાળાઓના વિધાર્થીઓને મધ્યાહન ભોજન આપવાનું પુન : શરૂ કરવામાં આવેલ છે . માન . શિક્ષણ મંત્રીશ્રીએ આ યોજનાના ગાંધીનગર શહેર ખાતે પુન : પ્રારંભ સમયે ઉદબોધનમાં સરકારી પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૮ ના બાળકોનું પોષણ સ્તર વધારવા , શિક્ષણનો વ્યાપ વધારવા તેમજ સમાજની એકરુપતા જાળવવા તેમજ બાળકો વચ્ચે સ્વચ્છતાના ગુણ કેળવવામાં P.M. POSHAN ( M.D.M ) યોજના ખૂબ ઉપયોગી હોય શાળાઓમાં બાળકોને પીરસવામાં આવતું દૈનિક ગરમ ભોજનની પૌષ્ટિકતા અને ગુણવત્તા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા સઘન તપાસણી પર ખાસ ભાર મુકવા જણાવેલ
આ સંબંધે નીચે જણાવ્યા મુજબ કામગીરી સમયસર થાય તે માટે સંબંધિતોને સુચના આપવા જણાવવામાં આવે છે . ૧. M.D.M કેન્દ્ર સંચાલકો દ્વારા બાળકોને ગરમ ભોજન પીરસાય સંચાલક ઉપરાંત મુખ્ય શિક્ષક / શિક્ષક / S.M.C ના સભ્યશ્રીઓએ M , D , M કેન્દ્રમાં અનાજ ( ઘઉં + ચોખા ) દાળ - કઠૉળ અને કપાસિયા તેલનો જથ્થો સારી ગુણવત્તા વાળો હોવાની વખતો વખત ખરાઈ કરવી . ૨ , M.D.M કેન્દ્ર સંચાલકોએ મેળવેલ જથ્થામાંથી સરકારશ્રીના શિક્ષણ વિભાગના તા .૨૪ / ૦૩ / ૨૦૨૦ ( નકલ સામેલ છે ) ના ઠરાવથી નક્કી કરવામાં આવેલ અઠવાડિક વાનગી મેનું મુજબ બપોરનું ભોજન અને નાસ્તો નિયત થયેલ પ્રમાણ મુજબ શાકભાજી અને બાળકોની સ્વાદરૂચી અનુરૂપ મરી મસાલાનો ઉપયોગ કરી ગુણવતાભર્યુ ભોજન તૈયાર કરી શાળાના બાળકોને નિયમિત આપવાનું રહેશે.વિધાર્થીઓને આપવામાં આવતા ભોજનનો ટેસ્ટ શિક્ષકો તથા S.M.C ના સભ્યો અને વાલીએઓ દ્વારા પણ થાય તે જરૂરી છે . ૩. શાળામાં વિકસાવેલ કીચન ગાર્ડનમાંથી ઉત્પન્ન થયેલ ઋતુગત શાકભાજી , સરગવો , ફળોનો બાળકોને આપવામાં આવતા દૈનિક ભોજનમાં મહત્તમ ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે . ૪. સરકારશ્રી તરફથી માસિક કેન્દ્ર તપાસણી ચકાસણી ના નાયબ કલેકટરશ્રી ( મ.ભો.યો ) , પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી , નાયબમામલતદાર , M.D.M સુપરવાઝર વગેરે માટે નિયત સંખ્યા મુજબ P.M. POSHAN ( M.D.M ) યોજનાના કેન્દ્રોની દરમાસે તપાસણી ચકાસણી સંબંધિત અધિકારીશ્રી દ્વારા સમયસર કરાવવાની રહેશે . વાર્ષિક તપાસણીની થયેલ કામગીરી રાજ્ય સરકાર દ્વારા રાજય સરકાર દ્વારા શ્રેષ્ટ કલેકટરશ્રી એવોર્ડ માટે ગુણાંક પણ નિયત કરવામાં આવેલ છે . વધુમાં માસિક તપાસણીની વિગતો નિયમિત રીતે C.M.Dash board પર સમયસર મુકાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે . A ૫ . વિધાર્થીઓને આપવામાં આવતું ભોજન સ્વાસ્થયપ્રદ અને સ્વચ્છ હોય તે માટે પુરતી તકેદારી સંચાલક અને શાળાએ રાખવાની રહેશે . સરકારશ્રી તરફથી નક્કી થયેલ માપદંડ મુજબ દરમાસે અનાજ ( ઘઉં + ચોખા ) , દાળ - કઠૉળ અને કપાસિયા તેલની કાચી સામગ્રી કે તેમાંથી બનાવેલ ગરમ રસોઈની ગુણવત્તાની ચકાસણી માટે સરકાર માન્ય લેબોરેટરીમાં ફૂડ સેમ્પલ મોકલાવીને રિપોર્ટ મેળવવાનો રહેશે . .. લેબોરેટરીમાં મોકલાવેલ સેમ્પલ અનસેફ ( ગુણવતા વગર ) જણાય અથવા નિયમિત તપાસણી / / ચકાસણી દરમ્યાન કાચી સામગી કે બનાવેલ રસોઈમાં નબળી ગુણવત્તા જણાય કે સ્વચ્છતા નો અભાવ જોવા મળે તો આ સબંધે તપાસણી અધિકારીએ કોઈપણ બાંધ છોડ કર્યા સિવાય નિયમોનુસારની યોગ્ય કાર્યવાહી તાત્કાલિક કરવાની રહેશે . . ૭. P.M. POSHAN ( M.D.M ) કેન્દ્ર ઉપરના ઘંઉં , ચોખા , દાળ - કઠોળ , મરી - મસાલા વિગેરે જથ્થાની ગુણવતાનું મોનિટરીંગ રાખવું . કોઈ જથ્થાનો બગાડ ન થાય તે માટે જરૂરી કાળજી રાખવા જણાવવું .
dist 42 ૮. એકપણ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક / રસોઈયા / મદદનીશોની નિમણુંકના અભાવે કે અન્ય કોઈ કારણથી શાળાના બાળકોને ભોજન આપવાનું બંધ રહે નહિ તેની ખાસ તકેદારી જિલ્લા / તાલુકા કક્ષાએથી રાખવાની રહેશે . ૯. P.M. POSHAN ( M.D.M ) યોજના હેઠળ આવરી લેવાયેલ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓના વિધાર્થીઓને ગરમ ભોજન આપવાનું શરૂ થયાના દિવસથી P.M.POSHAN યોજનાની M.D.M AMS PORTAL / M.D.M AMS મોબાઈલ એપ્લીકેશન પર શાળાઓ તરફ્થી શાળામાં હાજર વિધાર્થીઓ અને તે પૈકી દરરોજ નિયમિત રીતે ભોજનના લાભાર્થી વિધાર્થીઓની સંખ્યા દૈનિક અધતન આંકડાકીય માહિતી અવશ્ય અપડેટ કરવા તમામ મામલતદારશ્રીઓ / જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી / શાસનાધિકારીશ્રી , નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ , ( મહાનગરપાલિકા વિસ્તાર ) દ્વારા મોનીટરીંગ થાય તે જોવું . ૧૦ , P.M. POSHAN ( M.D.M ) યોજનાના કેન્દ્રો ખાતે દૈનિક વાનગી મેનું , ઉપલબ્ધ જથ્થા સામે વપરાશ થયેલ જથ્થાની વિગતો અને મધ્યાહન ભોજનથી બાળકોને મળતી કેલરીને પ્રોટ્રીનનું પ્રમાણ અને રસોઈ બનાવવામાં વપરાતી કાચી સામગ્રીની વિગતો દર્શાવતા બોર્ડ ઉપર માહિતી દૈનિકા માસિક ધોરણે અધતન કરવાની રહેશે . ઉપરની વિગત સમગ્ર જિલ્લા વિસ્તાર મહાનગરપાલિકા વિસ્તારમાં સુચારૂ અમલીકરણ થાય તે સુનિશ્ચિત કરવા વિનંતી છે .
P.M. POSHAN ( M.D.M ) યોજના હેઠળ આવરી લેવાયેલ શાળાઓમાં સ્વચ્છ અને ગુણવતા - યુકત ભોજન આપવા સબંધે તકેદારી / ચકાસણી રાખવા બાબત