સંયુકત શાળા ગ્રાન્ટ ( Composite School Grant ) ફાળવણી , વપરાશ અને ઉપયોગ અંગેની માર્ગદર્શિકા

Join Whatsapp Group Join Now

સંયુકત શાળા ગ્રાન્ટ ( Composite School Grant ) ફાળવણી , વપરાશ અને ઉપયોગ અંગેની માર્ગદર્શિકા 


મહત્વપૂર્ણ લિંક

સંયુકત શાળા ગ્રાન્ટ વપરાશ બાબત 2018 નો મહત્વપૂર્ણ લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

સંયુકત શાળા ગ્રાન્ટ વપરાશ બાબત 2020 મહત્વપૂર્ણ લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો



સંયુકત શાળા ગ્રાન્ટ ( Composite School Grant ) ફાળવણી , વપરાશ અને ઉપયોગ અંગેની માર્ગદર્શિકા

https://project303.blogspot.com/2022/03/Smc-shala-sanyukt-grant-paripatr.html

https://project303.blogspot.com/2022/03/Smc-shala-sanyukt-grant-paripatr.html


સંયુકત શાળા ગ્રાન્ટ ( Composite School Grant ) ફાળવણી , વપરાશ અને ઉપયોગ અંગેની માર્ગદર્શિકા


 સંયુકત શાળા ગ્રાન્ટ ( Composite School Grant ) ફાળવણી , વપરાશ અને ઉપયોગ અંગેની માર્ગદર્શિકા સંદર્ભ ઃ ફેમર્વક ફોર ઈમ્પ્લીમેન્ટેશન – સમગ્ર શિક્ષા અભિયાન નં : F.No.2-16 / 2017 - EE.3 ભારત સરકાર , તા . ૫.૪.૧૮ શ્રીમાન , આપ સૌ સુવિદિત છો કે વર્ષ : ૨૦૧૮-૧૯ થી સમગ્ર શિક્ષા કાર્યક્રમ અમલીકરણ થયેલ છે . આ યોજનામાં તમામ સરકારી શાળાઓ માટે વાર્ષિક રીકરીંગ શાળા સંયુકત ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવેલ છે . આ ગ્રાન્ટ રાજયની તમામ પ્રાથમિક શાળામાં બાળકોના નામાંકન આધારિત મંજુર થયેલ છે . અત્રે ખાસ જણાવવાનું કે સમગ્ર શિક્ષાની ગાઈડ લાઈન ( ફ્રેમવર્ક ) માં દર્શાવેલ વિગતો મુજબ સંયુકત શાળા ગ્રાન્ટ ( સરકારી શાળાઓમાં ) ના ઉપયોગમાં પારદર્શિતા હોવી જોઈએ . સામાજિક ઓડિટની જોગવાઈ હોવી જોઈએ . તથા આ રકમ / ગ્રાન્ટ SMC / SMDC ને ફાળવી આપવાની રહેશે તેમજ તેના ઘ્વારા જ ખર્ચાય તે નિશ્ચિત કરવાનું રહેશે . સંયુકત શાળા ગ્રાન્ટ ( Composite School Grant ) ફાળવણી નોર્મ્સ : આ ગ્રાન્ટ સરકારી પ્રાથમિક શાળાઓને શાળામાં નામાંકીત થયેલ બાળકો આધારે ફાળવવામાં આવનાર છે . જેમાં જે શાળામાં વિદ્યાર્થીઓના ૧–૧૫ સુધીના નામાંકન માટે રૂા .૧૦,૦૦૦ , ૧૬–૧૦૦ સુધીના નામાંકન , માટે રૂ .૨૫,૦૦૦ , ૧૦૦ થી ૨૫૦ સુધીના નામાંકન માટે રૂા .૫૦,૦૦૦ , ૨૫૦ થી ૧૦૦૦ સુધીના નામાંકન માટે રૂા .૭૫,૦૦૦ તથા ૧૦૦૦ થી વધુ નામાંકન ધરાવતી શાળાને રૂા .૧,૦૦,૦૦૦ / – મુજબ ગ્રાન્ટ ફાળવણી કરવાની જોગવાઈ છે . ગ્રાન્ટ વપરાશ અને ઉપયોગ અંગેની માર્ગદર્શિકા / ગાઈડ લાઈન : 1. આ ગ્રાન્ટ શાળાના બિન કાર્યાત્મક બિન ઉપયોગ શાળા સાધનોના સ્થળાંતર બદલી માટે કરવો . 2. નાટક સામગ્રી , રમતો , રમતના સાધનો , પ્રયોગશાળા , વીજળી ખર્ચ , ઈન્ટરનેટ , પાણી , શિક્ષણ સહાય જેવા અન્ય રિકરીંગ ખર્ચ આ ગ્રાન્ટમાંથી કરવો . 3. હાલની શાળાના મકાન , શૌચાલય અને અન્ય સુવિધાઓની વાર્ષિક જાળવણી અને મરામત માટે પણ આ ગ્રાન્ટનો ઉપયોગ કરવો . 4. સ્વચ્છ ભારત અભિયાનને પ્રોત્સાહિત કરવા માટે આ ગ્રાન્ટનો ઉપયોગ કરી શકાશે . 5. શાળા કક્ષાએથી સમુદાયના યોગદાન ઘટકોનો સમાવેશ કરેલ હોઈ , શાળા ધ્વારા સમુદાયનું યોગદાન સહયોગ લેવો . 6 . સમગ્ર શિક્ષા અભિયાન હેઠળના માળખાના માળખાકીય વિકાસ અને જાળવણી માટે કેમવર્ક / ગાઈડ લાઈનમાં ધોરણો નકકી કરવામાં આવેલ છે જેનો ઉપયોગ કરવો .

7. દરેક શાળા સ્વચ્છતા એકશન પ્લાનથી નકકી કરેલ સંબંધિત પ્રવૃત્તિઓ માટે સંયુકત શાળા અનુદાનના ઓછામાં ઓછા ૧૦ ટકા ગ્રાન્ટ ખર્ચ કરવો . 8 . આ ૧૦ ટકા ગ્રાન્ટમાં સ્કુલની સુવિધા , શૌચાલયો , સ્વચ્છ પીવાનું પાણી અને પાણીમાં સુધારો , સેનિટેશન અને સ્વચ્છતા ઈન્ફ્રાસ્ટ્રકચર , સાબુ , ઓપરેશન્સ અને મેન્ટેનન્સ , બિહેવીયર ચેન્જ પ્રવૃત્તિઓ માટે , શ્રમના નિર્માણ વગેરેનો સમાવેશ કરવાનો રહેશે . જિલ્લા કક્ષાએથી જે તે પ્રાથમિક શાળામાં નામાંકન થયેલ બાળકો આધારે નિયત કરેલ યુનીટ કોસ્ટ અને નોર્મ્સને ધ્યાનમાં લઈ પ્રવર્તમાન નાણાંકીય નિયમો અને પધ્ધતિને અનુસરીને ગ્રાન્ટ ફાળવણી કરવાની રહેશે . જેની ખરાઈ જે તે સ્તરેથી કરવાની રહેશે . શાળાને ફાળવેલ ગ્રાન્ટના વપરાશ અંગે નીચે મુજબની સુચના માર્ગદર્શન આપવું તથા તે મુજબ તેનો અમલ થાય તે જોવાનું રહેશે . a . જે તે શાળામાં એસએમસીમાં ગ્રાન્ટ જમા થયેથી તેની ખરાઈ કરીને ગ્રાન્ટ વાપરાશ માટે પ્રર્વમાન પધ્ધતિને અનુસરીને એસએસમેસી સભ્યોની મિટીંગ બોલાવવી . b . એસએમસી મિટીંગમાં ગ્રાન્ટના ઉપયોગ અંગેની માર્ગદર્શિકા / ગાઈડ લાઈનમાં દર્શાવેલ મુદ્દાઓ પૈકી શાળાની જરૂરિયાતને ધ્યાનમાં લઈ અગ્રતાક્રમ નકકી કરીને , તે અંગે ચર્ચા - વિચારણાને અંતે જરૂરીયાત મુજબ બાબતો નકકી કરવી . c . ગ્રાન્ટ વપરાશ , તેના હિસાબો તથા તે અન્વયે નિભાવવાના થતા દસ્તાવેજો / રેકંડ પ્રવર્તમાન નાણાંકીય નિયમો મુજબના રહેશે . d . આ ગ્રાન્ટ માટે અન્ય બાબતો ભારત સરકાર તરફથી મળેલ DRAFT FRAMEWORK FOR IMPLIMENTATION " of Samagra Shiksha Abhiyan- an Integrated Scheme for School Education " ની સંદર્ભની માર્ગદશિકામાં નિર્દિષ્ટ જોગવાઈઓને અનુસરવાનું રહેશે . ચાલુ વર્ષે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કોમ્પોઝીટ સ્કુલ ગ્રાન્ટ હેડ સદરે શાળાઓમાં બાળકોના નામાંકન મુજબ મંજુર થયેલ ગ્રાન્ટના વપરાશ અને ઉપયોગ અંગેના ઉકત ક્રમ- ( ૧ ) થી ( ૮ ) તથા ( એ ) થી ( ડી ) મુજબની સુચનાઓ ઉપરાંત ( ૧ ) સ્કુલ ગ્રાન્ટ ( ૨ ) મેન્ટેનન્સ ગ્રાન્ટ ( ૩ ) સ્વચ્છતા ગ્રાન્ટ માટે આપેલ અગાઉના પરિપત્રોથી આપેલ સુચનાઓ / વિગતો પૈકી નીચે મુજબની સુચનાઓ / વિગતો આમેજ કરેલ છે . જે તે ગ્રાન્ટ માટે આમેજ કરેલ બાબતો માટે જે તે ગ્રાન્ટમાંથી તેનો ઉપયોગ થયેલ હોય તે સિવાયની કોઈ બાબત બાકી રહેતી હોય તો અને શાળા માટે જરૂરી અને આવશ્યક હોય તો તેવી બાબતોની ખરાઈ કરીને તે બાબત વિગત માટે આ ગ્રાન્ટનો ઉપયોગ કરી શકાશે . કોમ્પોઝીટ સ્કુલ ગ્રાન્ટમાંથી શાળાના ભૌતિક વિકાસ માટે અગાઉના વર્ષમાં સ્કુલ ગ્રાન્ટ માટે આપેલ સુચનાઓ / માહિતી તથા O શાળામાં મરામત / મેન્ટેનન્સ માટે અગાઉના વર્ષમાં મેન્ટેનન્સ ગ્રાન્ટના વપરાશ માટે આપેલ સુચનાઓ / માહિતી પૈકી જરૂરી અને આવશ્યક હોય તેવી બાબતો તથા . શાળાઓને સ્વચ્છ રાખવા અત્રેની કચેરીના તા .૩૦.૬.૧૮ થી સ્વચ્છતા કીટ વસાવવા તથા તેના વપરાશ માટે આપેલ સુચનાઓ / નોર્મ્સ તથા . સ્વચ્છતા સંકુલ તથા સમગ્ર શાળાને સ્વચ્છ રાખવા માટે નિયામક પ્રાથમિક શિક્ષણ કચેરીના તા .૭.૬.૧૮ થી આપેલ પરિપત્રની સુચનાઓ કમ્પોઝીટ સ્કુલ ગ્રાન્ટના વપરાશ / ઉપયોગ દરમ્યાન અન્ય જે તે ગ્રાન્ટના વપરાશ હેતુ આપેલ પરિપત્રની સૂચનાઓ / વસ્તુઓ કે જોગવાઈઓનું પુનરાવર્તન / ડુપ્લીકેશન ન થાય તેની અંગત તકેદારી રાખવા જણાવવામાં આવે છે . 

 સંયુકત શાળા ગ્રાન્ટ ( Composite School Grant ) ફાળવણી , વપરાશ અને ઉપયોગ અંગેની માર્ગદર્શિકા

સંયુકત શાળા ગ્રાન્ટ ( Composite School Grant ) ફાળવણી , વપરાશ અને ઉપયોગ અંગેની માર્ગદર્શિકા Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR