ભાવનગર જિલ્લા પંચાયત પ્રાથમિક શાળાઓ માટે મહત્વપૂર્ણ પરિપત્ર
ભાવનગર પ્રાથમિક શાળાના શિક્ષકો / વિદ્યાસહાયક / મુખ્યશિક્ષકોએ અનુસરવાની આચારસંહિતા બાબત
મહત્વપૂર્ણ લિંક
ભાવનગર જિલ્લા પંચાયત પ્રાથમિક શાળાઓ માટે મહત્વપૂર્ણ પરિપત્ર
ભાવનગર જિલ્લા પંચાયત પ્રાથમિક શાળાઓ માટે મહત્વપૂર્ણ પરિપત્ર
ભાવનગર પ્રાથમિક શાળાના શિક્ષકો / વિદ્યાસહાયક / મુખ્યશિક્ષકોએ અનુસરવાની આચારસંહિતા બાબત અને શાળામાં મોબાઈલ ફોન વાપરવા પર પ્રતિબંધ બાબત . સંદર્ભ : ( ૧ ) ગુજરાત શિક્ષણ વિભાગનાં ઠરાવ ક્રમાંક : પીઆરઇ / ૧૨ / ૨૦૧૪ / ૪૦૭૯૬ / ક તા .૦૭ / ૦૨ / ૨૦૧૪ ( ૨ ) શિક્ષણ વિભાગનાં ઠરાવ ક્રમાંકઃ પરચ / ૧૨૨૦૧૦ / ૧૮૫૪ / વ .૨ તા .૨૮ / ૦૭ / ૨૦૧૦ ( 3 ) અત્રેની કચેરીના તા .૦૧ / ૦૮ / ૨૦૧૫ અને તા .૧૭ / ૦૭ / ૨૦૧૭ ના પરીપત્ર ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે , સંદર્ભ -૧ ના ઠરાવથી પ્રાથમિક શાળાના શિક્ષક , વિદ્યાસહાયક , એચટાટએ અનુસરવાની આચારસંહિતા નક્કી કરેલ છે . આચારસંહિતા સંદર્ભ -૧ ના ઠરાવના મુદ્દા નં .૩ ( ૩ ) મુજબ શાળામાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે તથા મુદ્દા નં .૩ ( ૧૦ ) અન્વયે પોતાની સેવાને લગતી કોઈપણ બાબતમાં તેનાથી ઉચ્ચકક્ષાના અધિકારીશ્રીઓનો સીધો સંપર્ક કરી શકશે નહી . આ માટે નિયત કરેલ કચેરી કાર્યપધ્ધતિ મુજબ જ રજૂઆત કરવાની રહેશે તેવી જોગવાઈ કરવામાં આવેલ છે તેમ છતાં ઉપરોકત આચારસંહિતાનો શિક્ષક , વિદ્યાસહાયક , એચટાટ દ્વારા પ્રોટોકોલનો ભંગ કરી જિલ્લા કે નિયામક કચેરીને સીધી રજૂઆત કરવામાં આવે છે અને શાળા સમય દરમ્યાન ચાલુ શિક્ષણ કાર્યમાં પણ મોબાઈલ ઉપર વાતો કરતાં જોવા મળેલ છે જે યોગ્ય નથી . મોબાઈલ ફોનના ઉપયોગ કરવા પર પ્રતિબંધ બાબતે સંદર્ભ - ર થી શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ કરવામાં આવેલ છે અને અત્રેની કચેરી દ્વારા સંદર્ભ ૧ અને ૨ ના ઠરાવની અમલવારી કરવા માટે સંદર્ભ -૩ થી અત્રેની કચેરી દ્વારા અલગથી પત્રો કરવામાં આવેલ છે છતાં પણ સૂચનાનું ભંગ જોવા મળેલ છે . આમ , ઉપરોક્ત સંદર્ભ ૧ થી ૩ અન્વયેની આપવામાં આવેલી આચારસંહિતા અને સૂચનાનું ચુસ્તપણે પાલન થાય તે અંગે જિલ્લાની તમામ શાળાના સમગ્ર સ્ટાફે ચુસ્તપણે અમલવારી કરવા જણાવવામાં આવે છે . જો આ બાબતે કોઈપણ શિક્ષક , વિદ્યાસહાયક , એચટાટ દ્વારા ભંગ કરવામાં આવશે તો તેમની સામે નિયમઅનુસાર કાર્યવાહી કરવામાં આવશે . શાળાના આચાર્યશ્રીએ અનેક પ્રકારની એપ્લિકેશનના માધ્યમથી સમયમર્યાદામાં માહિતીની આપ - લે કરવાની હોવાથી માત્ર શાળાના આચાર્ય દ્વારા જ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે .
ભાવનગર પ્રાથમિક શાળાના શિક્ષકો / વિદ્યાસહાયક / મુખ્યશિક્ષકોએ અનુસરવાની આચારસંહિતા બાબત
ભાવનગર જિલ્લા પંચાયત પ્રાથમિક શાળાઓ માટે મહત્વપૂર્ણ પરિપત્ર