શાળા શિક્ષણમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020 સંદર્ભે ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલી ( Indian Knowledge System ) નો સમન્વય કરવાના ભાગરૂપે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો પરિચય કરાવવા બાબત

Join Whatsapp Group Join Now

https://project303.blogspot.com/2022/03/Bhagvat-geeta-pustak-samavesh-paripatra.html

https://project303.blogspot.com/2022/03/Bhagvat-geeta-pustak-samavesh-paripatra.html

https://project303.blogspot.com/2022/03/Bhagvat-geeta-pustak-samavesh-paripatra.html

 શાળા શિક્ષણમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020 સંદર્ભે ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલી ( Indian Knowledge System ) નો સમન્વય કરવાના ભાગરૂપે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો પરિચય કરાવવા બાબત ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ , ઠરાવ ક્રમાંક : જશભ / 1221 / સિં.ફા. - 9 / ન ( પાર્ટ – 1 ) સચિવાલય , ગાંધીનગર તા . 17/03/2022 વંચાણે લીધા : શિક્ષણ મંત્રાલય , ભારત સરકાર દ્વારા પ્રકાશિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020 ના મૂળભૂત સિદ્ધાંતો અને પ્રકરણ 4 ની ભલામણો પ્રસ્તાવના : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020 માં શિક્ષણ વ્યવસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓને માર્ગદર્શિત કરતા મૂળભૂત સિદ્ધાંતો આપવામાં આવ્યા છે . આ પૈકી એક સિદ્ધાંત વિદ્યાર્થીઓમાં ભારતની સમૃદ્ધ , વૈવિધ્યસભર , પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિ તથા જ્ઞાનની પ્રણાલીઓ તેમજ પરંપરાઓ પ્રત્યે ગર્વ અને જોડાણની લાગણી ઉદ્દભવે તેવો પ્રયાસ કરવા પર ભાર મૂકે છે . આ અનુસંધાને રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાથી પરિચિત થાય અને ભારતીય હોવા પર ગર્વ અનુભવેતે માટે વિદ્યાર્થીઓના રોજિંદા જીવન અને શાળાકીય અનુભવોમાં ભારતીય સંસ્કૃતિનું જોડાણ થાય તે જરૂરી છે . આ જોડાણ વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસમાં મદદરૂપ બને તે રીતે ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલીનો શાળાકીય અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ . ઠરાવ : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020 ની ઉપરોક્ત બાબતો પર પુખ્ત વિચારણાને અંતે નીચે મુજબ ઠરાવવામાં આવે છે . 

1. શૈક્ષણિક વર્ષ 2022-23થી શાળા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલીનો સમાવેશ કરવાનો રહેશે . જે પૈકી પ્રથમ તબક્કામાં રાજ્યની શાળાઓમાં ધોરણ -6 થી 12 માં શ્રીમદ્ ભગવદ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવવાનો રહેશે . 2. ધોરણ 6 થી 8 માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન - પાઠન વગેરે સ્વરૂપેઆપવામાં આવશે . જેનું મૂલ્યાંકન કરવાનું રહેશે . 3. ધોરણ 9 થી 12 માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય પ્રથમભાષાના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન - પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવશે . જેનું મૂલ્યાંકન કરવાનું રહેશે . 4. શ્રીમદ્ ભગવદ્ ગીતાના પઠન - પાઠનનો પ્રાર્થના કાર્યક્રમમાં સમાવેશ કરવાનો રહેશે . 5. શાળાઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા આધારિત શ્લોકગાન , શ્લોકપૂર્તિ , વક્તૃત્વ , નિબંધ , નાટ્ય , ચિત્ર , ક્વિઝ વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓઅનેસર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજવાની રહેશે . 6. ધોરણ 6 થી 8 માટેનું સદર સાહિત્ય / અધ્યયન સામગ્રી ( Pinted , Audio - Visual etc. ) ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ( GCERT ) , ગાંધીનગર દ્વારા તૈયાર કરવાનું રહેશે . 7. ધોરણ 9 થી 12 માટેનું સદર સાહિત્ય / અધ્યયન સામગ્રી ( Printed , Audio - Visual etc. ) ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ( GSHSEB ) , ગાંધીનગર દ્વારા તૈયાર કરવાનું રહેશે . 8. સદર સાહિત્ય / અધ્યયન સામગ્રીનું મુદ્રણ અને વિતરણ ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ , ગાંધીનગર દ્વારા કરવાનું રહેશે . 

શાળા શિક્ષણમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020 સંદર્ભે ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલી ( Indian Knowledge System ) નો સમન્વય કરવાના ભાગરૂપે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો પરિચય કરાવવા બાબત

શાળા શિક્ષણમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020 સંદર્ભે ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલી ( Indian Knowledge System ) નો સમન્વય કરવાના ભાગરૂપે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો પરિચય કરાવવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR