21 ફેબ્રુઆરી - માતૃભાષા દિન નિમિત્તે માતૃભાષા વિશે જાણવું જોઈએ
21 ફેબ્રુઆરી - માતૃભાષા દિન નિમિત્તે માતૃભાષા વિશે જાણવું જોઈએ
૧૭ નવેમ્બર 1999 માં યુનેસ્કોની સામાન્ય સભામાં તારીખ 20 ફેબ્રુઆરીને ‘ વિશ્વ માતૃભાષા દિન ’ તરીકે ઉજવવાનો એક ઠરાવ પસાર થયો હતો તે પછી સને 2000 થી દર વર્ષે વિશ્વ સંસ્થા આ દિવસને ‘ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન ’ તરીકે ઉજવી રહી છે . આ ઉજવણી પાછળનો મુખ્ય હેતુ એ રહ્યો છે કે વિશ્વના દરેક દેશ આ દિવસે પોતપોતાની માતૃભાષાનું ગૌરવ ગાય અને તેની જાળવણી કરે તથા તેના સંવર્ધન માટે વિવિધ સભાઓ અને વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરે . અને એ રીતે ભાષા સાહિત્ય અને જે તે સંસ્કૃતિની વિવિધતાને સન્માન અને પ્રોત્સાહન મળે આજે વિશ્વમાં સાતેક હજાર ભાષાઓ બોલાય છે ભારતના ૧૨૫ કરોડ લોકો કુલ ૪૨૭ જેટલી ભાષા સાથે વિવિધ બોલીઓ બોલે છે હાલમાં ભારતમાં ૨૨ જેટલી ભાષાઓને બંધારણીય માન્યતા મળી છે જેમાં માતૃભાષા ગુજરાતીની પણ ગણના થઇ છે . આ દિનવિશેષની ઉજવણીના મૂળમાં ઈસવીસન 1952 ની ૧૨ મી ફેબ્રુઆરીએ બાંગ્લાદેશમાં બનેલી એક ઘટના જવાબદાર છે આ ઘટનામાં ચાર યુવાનો માતૃભાષા માટે લડતાં - લડતાં શહીદ થઈ ગયા હતા તેઓ પોતાની માતૃભાષા બંગાળીના ઉપયોગના અધિકાર માટે ઢાંકા યુનિવર્સિટીના યુવાન વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું હતું ને એ ચારેય યુવાનો ગોળીબારમાં શહીદ થઈ ગયા હતા તે પછી 21 ફેબ્રુઆરી 1971 માં બાંગ્લાદેશે યુનેસ્કોને ‘ માતૃભાષા દિન ’ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો , જેને વિશ્વના કુલ ૨૦ દેશોએ ટેકો આપ્યો હતો . ગુજરાતી આપણી માતૃભાષા છે તેનું મહત્વ માતાના દૂધ જેટલું કીંમતી ગણાય છે . એવું કહેવાય છે જે બાળકને જે ભાષામાં સપના આવે એટલે સ્વપ્નમાં જે ભાષાનો વ્યવહાર થતો હોય એ જ શિક્ષણના માધ્યમની ભાષા હોવી જોઈએ . માના પ્રેમ અને માતૃત્વ પછી બીજી મહત્વની ઘટના હોય તો તે માતૃભાષા છે જે ભાષામાં બાળક રડે એ ભાષામાં બાળક ભણે તો જ એ ખુલે અને ખીલે . કવિવર ટાગોર કહે છે કે અંગ્રેજી શિક્ષણના પહેલા જ કોળિયે બાળકના બત્રીસે દાંત હલી ઊઠે છે મોંમા જાણે કે ધરતીકંપ થાય છે તેથી સંયુક્ત રાષ્ટ્રોના માનવ અધિકાર અંગેના ઘોષણાપત્રમાં જાહેર કરવામાં આવ્યું છે કે બાળકને માતૃભાષામાં શિક્ષણ મેળવવાનો અધિકાર છે આપણા ભારતીય બંધારણ પણ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મેળવવું ને મૂળભૂત અધિકાર ગણ્યો છે એક સર્વે મુજબ ગુજરાતમાં અંગ્રેજી માધ્યમમાં ભણતા ચારથી ચૌદ વર્ષના ગુજરાતી બાળકોનો માનસિક વિકાસ રૂંધાય છે તેઓ અશક્તિથી પીડાય છે , તેમનામાં લોહીની ઉણપ , ચીડિયો સ્વભાવ , શરીરનો નબળો બાંધો , ચશ્માના નંબર વધી જાય તેવા લક્ષણો ખૂબ જોવા મળે છે જગતના જે દેશોમાં બાળકો પોતાની માતૃભાષા દ્વારા જે ભણે છે તે દિવસોના અંગે કોઈ ચર્ચા પણ થતી નથી જે બાળકોને કલાપી કે મેઘાણીની કવિતાઓ , ધૂમકેતુની વાર્તાઓ , નરસિંહ મહેતાના ભજનો ખબર જ નથી કે તેને ગાતા આવડતું નથી તે અનાથ છે . ગાંધીજીની ‘ સત્યના પ્રયોગો , આત્મકથા જેવા પુસ્તકો વાંચ્યા નથી તે પણ અનાથ છે આજે આપણે કલ્ચરથી કપાઈ ગયા છીએ . જેની ભાષા નાશ પામે છે તેની સંસ્કૃતિ પણ નાશ પામે છે ભાષા મરે તે સાથે પ્રજાની આગવી ઓળખ પણ નષ્ટ થતી જાય છે માટે માતૃભાષામાં શિક્ષણ અનિવાર્ય છે જેના દ્વારા આપણે આપણી ભારતીય સંસ્કૃતિના વારસાને પામી શકીએ અને આપણી સંવેદનશીલતાને અભિવ્યક્ત કરી શકીએ તે જ સાચી માતૃભાષા .
--------------------------------------------
વિશ્વ માતૃભાષા દિન
--------------------------------------------
--------------------------------------------
શિક્ષણ કેરા બાગમાં ,
ગુજરાતી છે એક ફુલ ,
જીવન થાશે ધૂળ ,
જો શીખવામાં કરી ભૂલ.
--------------------------------------------
જ્યાં જ્યાં બોલે કોઈ ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.
--------------------------------------------
એક ઘા ને કટકા ત્રણ
એ જાણવું હોય તો ગુજરાતી ભણ.
--------------------------------------------
દેશ ગયા પરદેશ ગયા
ને શીખી લાવ્યા વાણી ,
વોટર કહેતા જીવ ગયો ,
ને ખાટલા નીચે પાણી.
--------------------------------------------
બોલો માતૃભાષા, હરપળ એમ જ બને
હૈયું આખે આખુ ઠરે , એમ જ બને.
--------------------------------------------
માનો યા ના માનો , યે હકિકત હૈ ,
માતૃભાષા સબ કી જરૂરત હૈ.
--------------------------------------------
માતાના ધાવણની સાથે ગણના જેની થાતી,
સારા જગમાં શ્રેષ્ઠ મારી ભાષા આ ગુજરાતી.
પાર્થ ખાચર
--------------------------------------------
વાત મારી જેને સમજાતી નથી;
એ ગમે તે હોય ગુજરાતી નથી.!
ખલીલ ધનતેજવી
--------------------------------------------
દૂધ નહીં તો પાણી દે, ડોલ મને કાં કાણી દે;
તગતગતી તલવારો દે, યા ગુજરાતી વાણી દે.!
--------------------------------------------
એના કરતા હે ઈશ્વર દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું.?
હરનામ ગોસ્વામી
--------------------------------------------
એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી;
હું ને મારી ભાષા બન્ને ગુજરાતી.!
વિનોદ જોષી..
--------------------------------------------
હું છું અને મારી ભાષા છે;
કૈક થશે એવી આશા છે.!
રમેશ આચાર્ય
--------------------------------------------
21 ફેબ્રુઆરી - માતૃભાષા દિન નિમિત્તે માતૃભાષા વિશે જાણવું જોઈએ