લર્નીંગ લોસ ઘટાડવા માટે સમયદાન આપવા બાબત
મહત્વપૂર્ણ લિંક
સમયદાન બાબત દાહોદ જિલ્લા નું નમૂનારૂપ ટાઇમટેબલ વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
સમયદાન બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
લર્નીંગ લોસ ઘટાડવા માટે સમયદાન આપવા બાબત
લર્નીંગ લોસ ઘટાડવા માટે સમયદાન આપવા બાબત
લર્નીંગ લોસ ઘટાડવા માટે સમયદાન આપવા બાબત . ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે , ગુજરાત રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં COVID - 19 ની પરિસ્થિતિને કારણે શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય લાંબા સમય સુધી બંધ રહેવાને કારણે બાળકોના શૈક્ષણિક સિધ્ધિ સ્તરમાં ઘટાડો થયો હોવાની સંભાવના છે . જેની ક્ષતિપૂર્તિ માટે વિશેષ પ્રયત્નો કરવા માટેની જરૂરીયાત પ્રસ્થાપિત થાય છે . જે અંગે સક્રિય વિચારણા હાથ ધરી લર્નીંગ લોસ ઘટાડવા માટે શિક્ષકો દ્વારા સવિશેષ સ્વૈચ્છિક સમયદાન આપીને શિક્ષણકાર્ય થાય તે માટે તમામ સંગઠનો સાથે માન.રા.ક.મંત્રીશ્રી ( શિક્ષણ ) તથા માન.મંત્રીશ્રી ( શિક્ષણ ) ની ઉપસ્થિતિમાં ચર્ચા કરી સર્વાનુમતે નીચે મુજબનું આયોજન વિચારવામાં આવેલ છે , જેનો અમલ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં સાનુકૂળ થાય તે જોવા આથી જણાવવામાં આવે છે . 1. રાજ્યની તમામ સરકારી / ગ્રાન્ટ - ઇન - એઇડ પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કામ કરતા શિક્ષકોને ઉપરોક્ત પરિસ્થિતિ અન્વયે સ્વૈચ્છિક રીતે સમયદાન આપવા માટે અપીલ કરવામાં આવે છે . 2 . દરેક શિક્ષક શાળા સમય ઉપરાંત વધારાના સમયમાં ૧૦૦ કલાક શૈક્ષણિક કાર્ય કરી સમયદાન આપે . ૩. ૧૫ મી ડિસેમ્બર ( ૨૦૨૧ ) થી ૧૫ મી એપ્રિલ ( ૨૦૨૨ ) સુધીમાં શાળા સમય ઉપરાંત વધારાનું શિક્ષણ કાર્ય કરી ૧૦૦ કલાકનું સમયદાન કરવા માટે જરૂરી આયોજન કરવા અપીલ કરવામાં આવે છે . 4. સમયદાન માટે શાળા પોતાની રીતે આગવુ આયોજન કરી શકે છે . શાળા સમય પહેલા ૧ કલાક અથવા શાળા સમય પહેલા અડધો કલાક તેમજ શાળા સમય બાદ અડધો કલાક મુજબ પોતાની શાળામાં સ્થાનિક પરિસ્થિતિ અને જરૂરીયાત મુજબ આયોજન કરવાનું રહેશે . જે શાળાઓમાં પાળી પધ્ધતિથી શિક્ષણ કાર્ય ચાલતુ હોય તેવી શાળાઓએ શનિવાર તેમજ શાળા સમયમાં જરૂરી ફેરફાર કરી યોગ્ય રીતે આયોજન કરવાનું રહેશે . 5. શાળાઓ અને શિક્ષકો ઈચ્છે તો રવિવાર અને અન્ય જાહેર રજાના દિવસે અનુકૂળતા મુજબ શિક્ષણકાર્ય કરાવી શકાશે . 6. કોરોનાની પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓ ધોરણ- ૧ અને ૨ નો અભ્યાસ કર્યા વગર સીધા ધોરણ -૩ માં પ્રવેશ કરેલ છે , તેમનું પાયાનું શિક્ષણ ખુબ જ નબળુ રહ્યુ છે , આવા બાળકોને સવિશેષ સમયદાન
આપી તેમની પાયાની કચાશ દૂર કરવી જોઈએ . આ માટે સમયદાન દરમિયાન વાંચન , લેખન અને ગણનને કેન્દ્રમાં રાખી શિક્ષણકાર્યમાં અગ્રતા આપવી જરૂરી છે . 7. ધોરણ- ૬ , ૭ અને ૮ માં વિષયવાર આયોજન માટે શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા લર્નીંગ લોસ અંતર્ગત જરૂરી મહત્વના કઠિનબિંદુઓની તારવણી કરી શાળાએ પોતાની સ્થાનિક પરિસ્થિતિ અને જરૂરીયાત મુજબ વિશેષ શિક્ષણ કાર્ય માટે શાળા કક્ષાએ વ્યવસ્થા કરવાની રહેશે . 8 . સમયદાન દરમિયાન બાળકોને અભ્યાસના કઠિનબિંદુઓ તેમજ જે સંકલ્પનાઓ સ્પષ્ટ ન હોય તેવી બાબતો તેમજ પાઠ્યપુસ્તકોના અગત્યના પ્રકરણો ઉપર સવિશેષ શિક્ષણ કાર્ય હાથ ધરવાનું રહેશે . 9. શિક્ષકે પોતે સમયદાન શરૂ કરતી વખતે અને સમયદાન પૂર્ણ કર્યા બાદ સિધ્ધિ કસોટી દ્વારા પોતાની કામગીરીનું સ્વ - મૂલ્યાંકન કરવાનું રહેશે . 10 , ધોરણ- ૯ થી ૧૨ ના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક કક્ષાના વિષયો માટે વિષયના ભારણ પ્રમાણે આચાર્યશ્રી તેમજ શિક્ષકો દ્વારા લર્નીંગ લોસ અંતર્ગત જરૂરી મહત્વના કઠિનબિંદુઓની તારવણી કરી શાળાએ પોતાની સ્થાનિક પરિસ્થિતિ અને જરૂરીયાત મુજબ વિશેષ શિક્ષણ કાર્ય માટે શાળા કક્ષાએ વ્યવસ્થા કરવાની રહેશે . 11. ધોરણ- ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહના મુખ્ય વિષયો જેવા કે , ભૌતિકશાસ્ત્ર , રસાયણશાસ્ત્ર , ગણિત , જીવ - વિજ્ઞાન જેવા વિષયોમાં સંકલ્પના સ્પષ્ટ કરવાના હેતુસર તથા લિંકીંગ ચેપ્ટર અન્વયે વિશેષ માર્ગદર્શન આપવાનું રહેશે . 12. ધોરણ- ૧૦ અને ૧૨ ની બોર્ડની જાહેર પરીક્ષામાં ઉપસ્થિત થનાર વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણકાર્ય દરમ્યાન કચાશ રહી ગયેલ પ્રકરણો મુદ્દાઓની તારવણી કરીને લર્નીંગ લોસ અન્વયે વિષય શિક્ષકો દ્વારા વિશેષ માર્ગદર્શન આપવાનું રહેશે . 13. સમયદાનની આ કામગીરીમાં સ્વૈચ્છિક રીતે નિવૃત્ત શિક્ષકો , સ્થાનિક તાલીમી સ્નાતક તેમજ અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓને જોડી શકાશે . 14. સમયદાન માટે જરૂરી બીજકોર્ષ અને ઉપચારાત્મક સાહિત્ય માટે પાઠ્યપુસ્તક ઉપરાંત જ્ઞાનસેતુમાં દર્શાવેલ સામગ્રીનો ઉપયોગ કરવાનો રહેશે . વિદ્યાર્થીઓના શિક્ષણના હિતમાં તેમજ ભાવિ પેઢીનું શિક્ષણ ગુણવત્તાસભર બને તે માટે આયોજીત સમયદાન યજ્ઞમાં સ્વેચ્છાએ જોડાઈએ . ..
લર્નીંગ લોસ ઘટાડવા માટે સમયદાન આપવા બાબત