જેન્ડર ઓડિટ ' ' ચેકલીસ્ટને આધારે શાળાઓમાં જેન્ડર બાયસ મુકત વાતાવરણ બાબત

Join Whatsapp Group Join Now

 જેન્ડર ઓડિટ ' ' ચેકલીસ્ટને આધારે શાળાઓમાં જેન્ડર બાયસ મુકત વાતાવરણ બાબત



https://project303.blogspot.com/2021/12/jendar-odit-paripatra-audit.html

https://project303.blogspot.com/2021/12/jendar-odit-paripatra-audit.html

https://project303.blogspot.com/2021/12/jendar-odit-paripatra-audit.html

https://project303.blogspot.com/2021/12/jendar-odit-paripatra-audit.html

https://project303.blogspot.com/2021/12/jendar-odit-paripatra-audit.html

https://project303.blogspot.com/2021/12/jendar-odit-paripatra-audit.html



જેન્ડર ઓડિટ ' ' ચેકલીસ્ટને આધારે શાળાઓમાં જેન્ડર બાયસ મુકત વાતાવરણ બાબત



જેન્ડર ઓડિટ ' ' ચેકલીસ્ટને આધારે શાળાઓમાં જેન્ડર બાયસ મુકત વાતાવરણ બાબત સંદર્ભ : અત્રેની કચેરીના પત્રક્રમાંક : નં . એસએસએ / ગ.એ. / ઈનોવેશન / જે.ટુ , - ( ૪ ) / ૨૦૧૯ / ૩૦૩૩૩–૪૦૩ , તા .૩૧,૦૮.૨૦૧૯ ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે , સંદર્ભદર્શિત પત્ર અનુસાર આપના જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ , માધ્યમિક શાળાઓ અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જેન્ડર બાયસ મુકત વાતાવરણ માટેની માર્ગદર્શક સૂચનાઓ મુજબ કામગીરી થતી હશેજ , પરંતુ ચાલુ વર્ષે અગાઉના વર્ષની માફક કામગીરી કરવાની કાયમી સૂચનાઓ અમલ કરાવવા સબંધિતોને સૂના આપશો . ચાલુ શૈક્ષણિક વર્ષે પણ આપના હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓ , માધ્યમિક શાળાઓ અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના ભૌતિક વાતાવરણ , વર્ગ વ્યવહાર અને અન્ય વાતાવરણમાં જેન્ડર બાયસ મુકત વાતાવરણ થાય તે હેતુસર શાળાના શિક્ષકો એનેક્ષર- ( ૧ ) મુજબની માર્ગદર્શક સૂચનાઓ અનુસરે તે માટે આપની કક્ષાએથી તમામ શાળાઓને આ સાથે સામેલ માર્ગદર્શિકા અને ૨૮ મુદ્દાનું ' ' જેન્ડર ઓડિટ ચેકલીસ્ટ મોકલી આપવું . ઉપરાંત તમામ શાળાઓમાં “ જેન્ડર ઓડિટ " ચેકલીસ્ટની નકલ શાળાના નોટિસ બોર્ડ પર લગાવવા અને ‘ ‘ જેન્ડર ઓડિટ ' ચેકલીસ્ટને આધારે દરેક શાળાઓને પોતાનું સેલ્ફ એસેસમેન્ટ કરવા માટે આપની કક્ષાએથી સંબંધિતોને સૂચના થવા જણાવવામાં આવે છે . સદર પ્રક્રિયા દર વર્ષે ચાલુ રાખવાની હોવા છતાં ઘણી શાળાઓમાં ચેકલીસ્ટ ડિસપ્લે કરવામાં આવતું નથી . તેમજ માર્ગદર્શક સૂચનાઓ મુજબ કામગીરી પણ થતી નથી . તો સદર બાબતે આપના જિલ્લાના

મદદનીશ જિલ્લા કો . ઓ . – ગર્લ્સ એજયુકેશન , બીઆરસી કો . ઓર્ડિનેટર અને સીઆરસી કો . ઓર્ડિનેટર ઘ્વારા સઘન મોનિટરીંગ થાય તે મુજબનું આયોજન કરવા આપના ધ્વારા સબંધિતોને સૂચના થવા વિનંતી છે . 


એનેક્ષર– ( ૧ ) જેન્ડર બાયસ મુકત વાતાવરણ માટે આટલું કરીએ .... શાળામાં વર્ગખંડ , વર્ગવ્યવહાર , શિક્ષક વિદ્યાર્થી , વિદ્યાર્થી - વિદ્યાર્થી બેઠક વ્યવસ્થા , ભૌતિક સુવિધા , પ્રાયોગિક કાર્ય , રમત - ગમત , કમ્પ્યુટર , શૌચાલય , મધ્યાહન ભોજન , શાળાકિય પ્રવૃત્તિઓ દરમ્યાન કુમાર અને કન્યાઓ માટે જેન્ડર બાયસ મુક્ત વાતાવરણ છે કે કેમ ? તે તપાસવા અંગેની તપાસ યાદી ( ચેકલીસ્ટ ) – માર્ગદર્શક સૂચનાઓ . ♦ અમારો સંકલ્પ– શાળા પરિવાર : ' ' મારી શાળામાં નીચેની બાબતો છે કે કેમ ? તે ચકાસણી કરી ખૂટતી બાબતની પૂર્તતા કરવા પ્રયાસ કરીશ " * સફાઈ— મધ્યાહન ભોજન કામગીરી વહેંચણીના કુમાર અને કન્યાઓ વચ્ચે સમાનતા – જેવી કે , વર્ગખંડ , મેદાન , બારી – બારણા , માટલા સફાઈ , પીરસવા માટે રોટેશન , જૂથ , મિશ્રજૂથ , સમિતિની રચના કરી બંનેને સમાન તક અને કાર્યભાર વહેંચણી કરવી . * પ્રાર્થના સભા : પ્રાર્થના સભામાં કન્યાઓ અને કુમારોની બેઠક વ્યવસ્થા ધોરણ / વર્ગ / રોલ નંબર રોટેશન મુજબ લૈગિંક પૂર્વગ્રહ મુકત ગોઠવવી . * સાધનો– વાજિંત્રો વગાડવા અને ગાયકીમાં કુમાર અને કન્યાને સમાન તક આપવી . ઉ.દા. ધો . - ૫ ના ૧ થી × રોલનંબર મુજબ લેવા . તમામ કુમાર અને કન્યાને સમાન તક મળે તેવા આયોજન ગોઠવવા સાધન – વાજિંત્રો વગાડવામાં વારાફરતી કુમાર – કન્યાને બંનેને સમાન તક મળે તેવું આયોજન કરવું . • ભૌતિક સુવિધાના ઉપયોગ : ૧. કમ્પ્યુટર લેબ સુવિધા , અંતર્ગત કુમાર - કન્યા , તાસવાર , ધોરણવાર તમામને સમાન તક મળે તેવા આયોજન કરવા . ઉ.દા. લેબમાં ૧૦ બેઠક હોય તો ૫ કન્યા અને ૫ કુમાર ને લઈ જઈ શકાય . ૨. વિજ્ઞાન પ્રયોગશાળા ઉપયોગ દરમ્યાન વિજ્ઞાનના પ્રયોગ કરાવતી વખતે શિક્ષક ધ્વારા કુમાર અને કન્યાઓને સમાન તક પુરી પાડવી સમાન તક આપવી . ૩. રમત - ગમતના સાધનો અને ઉપયોગ ઃ - રમત - ગમતના સાધનો વહેંચણી સમાનતા કન્યા અને કુમારની સાથે સંયુકત રમતો રમાડવી મેદાનના ઉપયોગમાં કુમાર કન્યાને સમાન તક મળે ૪. પુસ્તકાલયનો ઉપયોગ – બાયસ મુકત પુસ્તકો વસાવવા . પુસ્તકાલયનો ઉપયોગ કરવો અને રજિસ્ટર નિભાવવું અપડેટ કરવું – કુમાર , કન્યા બંને ઉપયોગ કરે તે માટે ઉત્તમ પ્રેરણા પુરી પાડવી કન્યા શિક્ષણને પ્રોત્સાહન મળે તેવા પ્રેરણાદાયી પુસ્તકો વસાવવા ૫. મહાન વ્યકિતઓના ફોટા ટી.એલ.એમ. અને મહાન વ્યકિતના ચિત્રોમાં સમાનતા જાળવવી - શાળા પરિસરમાં મહાન પુરૂષના ચિત્રોની તુલનામાં સમાનતા જળવાઈ તેવા મહાન સ્ત્રીઓના ચિત્ર મૂકવા

૬. શૌચાલય : શાળામાં શૌચાલય સુવિધા કુમાર અને કન્યાઓનું અલગ અલગ હોય તે અનિવાર્ય છે કન્યાઓ માટેનું શૌચાલય ઉપયોગમાં લઈ શકાય તેવું અને પાણીની સુવિધાયુકત હોય તે જરૂરી છે – શૌચાલયના દરવાજા તૂટેલા - કાણાવાળા ન હોવા જોઈએ પાણીના નળ કાર્યરત હોય તે જરૂરી છે , ટપકતા નળ તરત જ બદલી નાંખવા શૌચાલયની જરૂરી સફાઈના સાધનો શાળા કક્ષાએ વસાવવા અને સમયસર સફાઈ થવી ફરજીયાત છે કન્યાના ઉપયોગ માટેના શૌચાલયમાં પાણી સુવિધા અનિવાર્ય છે . કચરાપેટી પણ એટલી જ અનિવાર્ય છે . સાબુ અને નેપકીન શૌચાલયની બહાર રાખવા જોઈએ દરવાજા બંધ કરવા માટેની કડી કે સ્ટોપર ઉપયોગ કરી શકાય તેવી હોય તે આવશ્યક છે કન્યાઓને શાળામાં કન્યા સેનીટેશન વિભાગમાં સેનેટરી નેપકીન ઉપલબ્ધ કરાવાય તેવી વ્યવસ્થા એસ.એમ.સી. કક્ષાએથી ગોઠવવી . જેમાં શાળાને મળતી સ્વચ્છતાને લગતી ગ્રાન્ટમાંથી અથવા તો CHC / PHC માંથી સહયોગ મેળવી સદર સુવિધા પુરી પાડવામાં આવે તેનું અચૂક ધ્યાન રાખવું . કોઈ શાળામાં સદર સુવિધા ઉપલબ્ધ હોય તો તેના યોગ્ય નિકાલ માટે પણ વ્યવસ્થા કરવી . મહિલા શિક્ષકો ધ્વારા કન્યાઓ સાથે માસિક સંબંધિ આરોગ્ય અને સ્વચ્છતા વ્યવસ્થાપન માટેની ચર્ચા થવી જોઈએ . શાળાના બુલેટીન બોર્ડ પર કન્યા / મહિલા સુરક્ષા માટેનો હેલ્પલાઈન નંબર ડિસપ્લે કરવા જોઈએ . કન્યાઓને સ્વ - રક્ષણ તાલીમ આપવાનું આયોજન કરવું . ૭. દરેક શાળાઓમાં જયાંથી દરેક કન્યાકુમાર પસાર થતા હોય તે લાબીમાં ૩ થી ૩.૫ ફૂટનું દર્પણ લગાડવામાં આવે . આ દર્પણ વોશ એરિયામાં પણ લગાવી શકાય . ♦ વર્ગ વ્યવહાર અને શિક્ષક વિદ્યાર્થી : ( ૧ ) વર્ગ વ્યવહારમાં કુમાર અને કન્યાને અપાતી સૂચનામાં લૈગિંક પૂર્વગ્રહ મુકત વાકય પ્રયોગ કરવો . પ્રશ્ન પૂછવામાં સમાન તક પુરી પાડવી ( ૨ ) ( ૩ ) વિષયવસ્તુની સમજૂતી કે ઉદાહરણ આપવામાં કન્યા - કુમાર બંનેના લૈગિંક પૂર્વગ્રહ મુકત ઉદાહરણ પુરા પાડવા ( ૪ ) કન્યાકુમારને કરવામાં આવતા સંબોધન કરવામાં સન્માનપૂર્ણ ભાષા પ્રયોગ કરવો જોઈએ , જેથી બાળકોમાં તેવી જ સમજ કેળવાય ( ૫ ) વિષયવસ્તુ ભણાવતી વખતે મહાન ચરિત્રો , રોલ મોડેલ , પ્રતિભાશાળી વ્યકિતના ઉદાહરણમાં સ્ત્રી - પુરૂષ બંનેના ઉદાહરણમાં પુરા પાડવા ( ૬ ) પ્રશ્ન પૂછવાની શૈલીમાં હાવભાવ , અવાજના વર્તન , કન્યા - કુમાર માટે સમાન હોવું જોઈએ . જેથી આત્મવિશ્વાસ જળવાઈ રહે ( ૭ ) વર્ગખંડ અંદર થતી તમામ પ્રવૃત્તિ જૂથ પ્રવૃત્તિ , ગીત , પઠન , લેખન , કવીઝ , નૃત્ય , ચર્ચા , સભા તમામમાં કન્યાકુમારને સમાન તક પુરી પાડવી

( ૮ ) વર્ગમાં કે શાળામાં થતી પ્રવૃત્તિ કન્યા - કુમારના મિશ્ર જૂથમાં કરાવવી ( ૯ ) શાળાઓમાં કન્યાઓ માટે મહિલા શિક્ષક હોય તો તેઓ ધ્વારા અઠવાડીયા પખવાડીયામાં એકવાર કન્યાઓ અને કુમારો સાથે તેમની મૂંઝવણ બાબતે વાર્તાલાપ કરવો . જો મહિલા શિક્ષક ન હોય તો શાળામાં કન્યાઓને પુરૂષ શિક્ષક ધ્વારા સૂચના આપવામાં આવે કે કન્યાઓના કોઈ પ્રશ્નો / મૂંઝવણો ( શારીરિક , માનસિક ) હોય તો પ્રશ્નપેટીમાં નાખે અને આ પ્રશ્નપેટીમાં આવતા પ્રશ્નોની અઠવાડીયા / પખવાડીયાના અંતે કન્યાઓ સાથે નજીકની શાળાના મહિલા શિક્ષક / આશા વર્કર ગામની શિક્ષિત મહિલા / એસ.એમ.સી . ના મહિલા સભ્ય બેઠક કરી આ સમસ્યાની ચર્ચા કરે . ( ૧૦ ) આ પ્રશ્નપેટીમાં કુમારોના પ્રશ્નો / મૂંઝવણો હોય તો પણ નાખી શકે . ( ૧૧ ) માસિક ધર્મ બાબતે કન્યા અને કુમાર સાથે વાર્તાલાપ કરવામાં આવે . જેથી કુમારો ધ્વારા પણ સદર બાબતની જિજ્ઞાસા સંતોષાય ( ૧૨ ) જે તે શાળામાં કન્યાઓનું સફળતાપૂર્વક શિક્ષણ પૂર્ણ થાય ત્યારબાદ અન્ય શાળામાં કોલેજમાં આગળના અભ્યાસ માટે પ્રયત્ન કરવા .  " ફરિયાદ નિવારણ પધ્ધતિ ' ' : ૧. શાળા કક્ષાએ ફરિયાદ પેટી રાખવી ૨. દર અઠવાડીયે તેમાં આવેલી ફરિયાદોનો નિકાલ મહિલા શિક્ષિકા ધ્વારા કરવામાં આવે અને તેની સમજ વિકસાવવામાં આવે . જો શાળામાં મહિલા શિક્ષક ન હોય તો એસ.એમ.સી. ના મહિલા સભ્ય / કલસ્ટરની અન્ય શાળાના મહિલા શિક્ષિકા ધ્વારા અઠવાડીયામાં એકવાર આ પ્રક્રિયા કરવામાં આવે . ૩. કન્યાઓના અંગત પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવે ૪. શિક્ષકો ધ્વારા કુમારો સાથે અને કન્યાઓ સાથે તરૂણાવસ્થાના પ્રશ્નો મૂઝવણો બાબતો ચર્ચા થવી જોઈએ .


જેન્ડર ઓડિટ ' ' ચેકલીસ્ટને આધારે શાળાઓમાં જેન્ડર બાયસ મુકત વાતાવરણ બાબત

જેન્ડર ઓડિટ ' ' ચેકલીસ્ટને આધારે શાળાઓમાં જેન્ડર બાયસ મુકત વાતાવરણ બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR